SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૬, ૭ ૨૯ ટીકા - अस्याश्च समुदायार्थः-नाम स्थापना द्रव्यम् इति एष द्रव्यार्थिकस्य निक्षेपः । भावस्तु पर्यायार्थिकनिरूपणाया निक्षेप इति एष परमार्थः ।।१/६।। ટીકાર્ય : ચાર્જ .. પરમાર્થ | અને આતો સમુદાયાર્થ (આ પ્રમાણે છે) – નામ-સ્થાપતા-દ્રવ્ય એ પ્રમાણે આ દ્રવ્યાર્થિકનોદ્રવ્યાર્થિકનયનો નિક્ષેપ છે. વળી ભાવ પર્યાયાર્થિકની નિરૂપણાનો નિક્ષેપ છે, એ પ્રમાણે આ પરમાર્થ છે. ll૧/૬il ભાવાર્થ : કોઈપણ વસ્તુની પ્રાપ્તિ દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ હોય છે. દ્રવ્ય એ દ્રવ્યથાસ્તિકનયનો વિષય છે અને પર્યાય જે વસ્તુમાં વર્તતો ભાવ છે તે પર્યાયાસ્તિકનયનો વિષય છે, તેથી ચાર નિક્ષેપમાંથી ભાવરૂપ પર્યાયનું કારણ એવું દ્રવ્ય એ રૂપ દ્રવ્ય નિક્ષેપો દ્રવ્યાસ્તિકનયનો વિષય બને છે અને તે દ્રવ્ય કોઈક આકારરૂપે હોય છે તે તેની સ્થાપના છે, તેથી સ્થાપનાનિક્ષેપો પણ દ્રવ્યાસ્તિકનયનો વિષય છે. તે દ્રવ્ય કોઈક નામથી અભિધેય હોય છે, તેથી તે નામ પણ દ્રવ્યાર્થિકનયનો વિષય બને છે. આ રીતે નામનિક્ષેપો, સ્થાપનાનિક્ષેપો અને દ્રવ્યનિક્ષેપો દ્રવ્યાર્થિક નો વિષય છે અને દ્રવ્યમાં વર્તતો ભાવ એ પર્યાયાસ્તિકનયનો વિષય છે. અને આ પરમાર્થ છે' એમ ગાથામાં કહ્યું, તેથી એ પ્રાપ્ત થાય છે કે ન નિક્ષેપના અનુયોગથી પ્રતિપાદિત એવો આ ઉભયનયનો પ્રવિભાગ દ્રવ્યાસ્તિકનયનો અને પર્યાયાસ્તિકનયનો પ્રવિભાગ, આગમનું હૃદય છે; કેમ કે દરેક પદાર્થો દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે અને જે દ્રવ્ય છે તે કોઈક નામથી અભિધેય છે, કોઈક આકૃતિવાળું છે અને કોઈક ભાવનું કારણ એવી વસ્તુ છે. આ ત્રણનું દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિથી ગ્રહણ થાય છે અને તે દ્રવ્યમાં વર્તતો ભાવરૂપ પર્યાય એ પર્યાયાસ્તિકનયની દૃષ્ટિથી ગ્રહણ થાય છે. આ રીતે દેખાતી વસ્તુનો યથાર્થ બોધ આ બે નયોથી થાય છે એ આગમનું રહસ્ય છે. I૧/કા અવતરણિકા : एतदपि नयद्वयं शास्त्रस्य परमहदयम् 'द्रव्यं पर्यायाशून्यम्, पर्यायाश्च द्रव्याविरहिणः' इत्येवंभूतार्थप्रतिपादनपरम् नान्यथेत्येतस्यार्थस्य प्रदर्शनार्थमाह - અવતરણિકાર્ય : આ પણ મયદ્વય ગાથા-૬માં બતાવેલા ચાર નિક્ષેપાના મૂળ કારણ એવા દ્રવ્યાર્થિકાય અને પર્યાયાર્થિકતયરૂપ આ પણ તયદ્રય, શાસ્ત્રનું પરમ હદય છે. કેમ પરમ હૃદય છે ? તેથી કહે છે – ‘દ્રવ્ય પર્યાયથી અશુન્ય અને પર્યાય દ્રવ્યથી અવિરહિત છે' એવા પ્રકારના ભૂતાર્થના પ્રતિપાદનપર આ તયદ્વય છે, એમ અવય છે, અન્યથા નથી' એ અર્થના પ્રદર્શન માટે કહે છે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy