SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૭ તથી અર્થાત્ એકાત્ત દ્રવ્યાર્થિકનય અભિમત વસ્તુમાં કે એકાત્ત પર્યાયાર્થિકતય અભિમત વસ્તુમાં સંસાર સંભવતો નથી. કેમ દ્રવ્યાર્થિકનયની કે પર્યાયાર્થિકનયની એકાંત દૃષ્ટિમાં સંસાર સંભવતો નથી ? તેમાં હેત કહે છે - શાશ્વત વ્યક્તિરૂપ એકાત્તાત્મક ચૈતન્ય ગ્રાહક વિષયીકૃતપણું હોવાથી દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી સંસાર સંભવતો નથી એમ અવાય છે અને પ્રતિક્ષણ અન્યત્વરૂપ એકાત્તાત્મક ચૈતન્ય ગ્રાહક વિષયીકૃતપણું હોવાથી પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી સંસાર સંભવતો નથી એમ અવય છે. એમાં દૃષ્ટાંત બતાવે છે – અગ્નિના જ્ઞાનના વિષયીકૃત એવા પુરોવર્તી અગ્નિમાં ઉદકની જેમ તે અગ્નિમાં ઉદક સંભવતું નથી તેમ. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયની દૃષ્ટિમાં સંસાર સંભવતો નથી. તે આ પ્રમાણે – સંસાર એટલે સંસ્કૃતિ=જીવનું એક ભવથી ભવાન્સરગમવરૂપ સંસ્કૃતિ, અને તે સંસ્કૃતિ એકાન્તનિત્ય એવા આત્માને પૂર્વ અવસ્થાનો અપરિત્યાગ હોતે છતે સંભવતી નથી; કેમ કે તેના પરિત્યાગથી જ-પૂર્વ અવસ્થાના પરિત્યાગથી જ, ગતિરૂપ=અત્યભવોની પ્રાપ્તિરૂપ, સંસ્કૃતિનો સંભવ છે અથવા ભાવાત્તરની પ્રાપ્તિરૂપ બાલભાવથી યુવાનભાવરૂપ ભાવાતરની પ્રાપ્તિરૂપ, સંસ્કૃતિનો સંભવ છે. વળી પર્યાયાર્થિકનયમાં સંસાર સંભવતો નથી. તે સ્પષ્ટ કરે છે – વળી ઉચ્છેદમાં પણ પૂર્વપર્યાયના ઉચ્છેદથી ઉત્તરપર્યાયની પ્રાપ્તિમાં ઉત્પત્યારની સાથે નિરવયધ્વસ લક્ષણ ઉચ્છેદમાં પણ, સંસ્કૃતિ સંભવતી નથી; કેમ કે ગતિનો એક ભવમાંથી અન્ય ભવમાં ગમતરૂપ ગતિનો, કથંચિત્ અવયીરૂપ આત્મા વગર અયોગ છે અથવા ભાવાતરની પ્રાપ્તિનો બાલ અવસ્થામાંથી યુવાવસ્થાની પ્રાપ્તિરૂપ ભાવાત્તરની પ્રાપ્તિનો, કથંચિત્ અન્વયીરૂપ આત્મદ્રવ્ય વગર અયોગ છે. અહીં “અળથી પૂર્વપક્ષી કહે કે એક જ એવા આત્માનો પૂર્વશરીરથી વિયોગ અને અપરશરીર સાથે યોગ સંસાર છે (તેથી દ્રવ્યાર્થિકનયથી પર્યાયના વિકાર વગરનું આત્મદ્રવ્ય સંગત થશે, માટે દ્રવ્યાર્થિકનયના પક્ષમાં સંસાર ઘટશે.) તેને ગ્રંથકારશ્રી કહે છે – આ પણ=પૂર્વશરીરથી વિયોગ અને ઉત્તરશરીર સાથે યોગ એ રૂપ સંસાર પણ, સદા અવિકારી આત્મામાં સંભવતો નથી; કેમ કે નિત્યને દ્રવ્યાર્થિકનયથી એકાત્તનિત્ય એવા આત્માને, પૂર્વશરીરથી વિયોગની અને અપરશરીર સાથે યોગની અનુપપત્તિ છે. વળી પર્યાયાસ્તિકનયથી પણ પૂર્વ-અપરશરીરના ત્યાગરૂપ સંસાર ઘટતો નથી. તે સ્પષ્ટ કરે છે – નિરત્વય એવા ક્ષણધ્વંસી આત્માનો પણ એક અધિકરણત્વનો અસંભવ હોવાથી તફ્લક્ષણ= પૂર્વશરીરથી વિયોગ અને અપરશરીરના યોગ લક્ષણ, સંસાર નથી. અને અસર્વગત એવા એક મતથી અભિષ્યક્ત એવા શરીરની સાથે અમૂર્ત એવા આત્માનો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy