________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૭
૧૦૧ તેની સમાનતા જ દૃષ્ટાંતમાં વિદ્યમાન છે માટે રત્નાવલીનું દૃષ્ટાંત અમારા મતની જ સિદ્ધિ કરે છે. તે આ રીતે –
રત્નાદિ કારણોમાં રત્નાવલી કાર્ય સદ્ જ છે એમ કહીને સાંખ્યદર્શનકાર કહે છે કે તમે ઉપન્યાસ કરેલ દૃષ્ટાંત અમારા સત્કાર્યવાદને સિદ્ધ કરે છે, પરંતુ અનેકાંતવાદને સિદ્ધ કરતું નથી, કેમ કે રત્નમાં માળારૂપ કાર્ય વિદ્યમાન હતું, અભિવ્યંજક સામગ્રીથી તે અભિવ્યક્ત થયું, માટે માળારૂપે રત્નાવલી એક છે અને રત્નરૂપે અનેક છે તેમ સિદ્ધ થઈ શકે નહીં.
વળી સાંખ્યવિશેષ કહે છે કે રત્નો જ માળારૂપે વ્યવસ્થિત હોવાથી રત્નોથી અતિરિક્ત વિકારમાત્રરૂપ માળા કાર્ય છે, તેની સિદ્ધિ રત્નાવલીના દષ્ટાંતથી થાય છે, કેમ કે રત્નોથી પૃથક્ કોઈ માળા દેખાતી નથી, પરંતુ રત્નો જ માળારૂપે વ્યવસ્થિત છે, તેથી રત્નાવલીનું દૃષ્ટાંત અમને અભિમત એવા સાધ્યની સિદ્ધિ કરે છે. તેથી રત્નોથી અતિરિક્ત માળા નથી, જેથી રત્નાવલીને માળારૂપે એક અને રત્નોરૂપે અનેક સ્વીકારી શકાય.
વળી વૈશેષિકદર્શન અને બૌદ્ધદર્શનવાળા અસત્કાર્યવાદી છે. વૈશેષિકદર્શનવાળા કહે છે કે કારણમાં કાર્ય નથી, પરંતુ પ્રયત્નથી કાર્ય ઉત્પન્ન થાય છે. માટે અસત્ એવું કાર્ય ઉત્પન્ન થાય છે. વળી ક્ષણિકવાદી બૌદ્ધ કહે છે કે ઉપાદાનકારણ નાશ પામે છે અને તે અન્યને નિષ્પન્ન કરે છે, તેથી કાર્ય અસત્ જ પેદા થાય છે અને તેની સિદ્ધિ રત્નાવલીના દૃષ્ટાંતથી થાય છે, કેમ કે વૈશેષિકમતાનુસાર પૂર્વે રત્નોમાં રત્નાવલી ન હતી. છતાં રત્નોથી પૃથગુ રત્નાવલી ઉત્પન્ન થઈ. જેમ પૃથભૂત બે પરમાણુમાં પૂર્વે યણુક ન હતું, પછી તે બે પરમાણુના સંયોગથી તે બે પરમાણુમાં સમવાયસંબંધથી કયણુકરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. તેથી અસ જ કયણુકરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. તેમ અસદુ જ રત્નાવલી ઉત્પન્ન થઈ. અને બૌદ્ધમતાનુસાર પૂર્વમાં રત્નો હતા તે પ્રતિક્ષણ નાશ પામતા હતા અને ઉત્તરમાં સજાતીય સંતતિને નિષ્પન્ન કરતા હતા. હવે રત્નાવલી થઈ તે વિજાતીય સંતતિ થઈ, તેની સિદ્ધિ રત્નાવલીના દૃષ્ટાંતથી થાય છે. માટે વિશેષિકમતાનુસાર અને બોદ્ધમતાનુસાર રત્નાવલી અસત્ કાર્યને સિદ્ધ કરે છે, પરંતુ રત્નાવલી માળારૂપે એક છે અને રત્નોરૂપે અનેક છે એમ જે સ્યાદ્વાદી માને છે તેની સિદ્ધિ રત્નાવલીના દૃષ્ટાંતથી થતી નથી.
વળી, અદ્વૈતવાદી કહે છે કે જગતમાં કાર્ય-કારણ નથી દ્રવ્યમાત્ર જ તત્ત્વ છે. તેથી પૂર્વમાં પણ રત્નરૂપ દ્રવ્ય હતા અને રત્નાવલીકાળમાં તે દ્રવ્યરૂપ રત્નો જ છે, ફક્ત તે રીતે આકારમાત્રરૂપે દેખાય છે. તે આકાર તે દ્રવ્યથી અતિરિક્ત જ છે. માટે રત્નાવલીનું દૃષ્ટાંત દ્રવ્યમાત્ર જ તત્ત્વ છે, તેની સિદ્ધિ કરે છે. તે પાંચેય મતોના કથનને સામે રાખીને તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
इहरा समूहसिद्धो परिणामकओ व्व जो जहिं अत्थो । ते तं च ण तं तं चेव व त्ति नियमेण मिच्छत्तं ।।१/२७।।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org