SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૪ (મિથ્યાત્વનું કારણ છે) અને વિભાજ્યમાન-પરસ્પરના અત્યાગરૂપે ગ્રહણ કરાતા, અનેકાંત છે (એથી સમ્યત્ત્વના હેતુ છે). I/૧/૧૪ll ટીકા : न च तृतीयः परस्परसापेक्षोभयग्राही अस्ति नयः कश्चित्, तथाभूतार्थस्यानेकान्तात्मकत्वात् तद्ग्राहिणः प्रत्ययस्य नयात्मकत्वानुपपत्तेः न च सम्यक्त्वं न तयोः प्रतिपूर्णं, प्रतिषेधद्वयेन प्रकृतार्थावगतेः, अशेषं हि प्रामाण्यं सापेक्षं गृह्यमाणयोरनयोरेवंविषययोर्व्यवस्थितं, येन द्वावपि एकान्तरूपतया व्यवस्थितौ मिथ्यात्वनिबन्धनम्, तत्परित्यागेनाऽन्वयव्यतिरेको विशेषेण परस्परात्यागरूपेण भज्यमानौ गृह्यमाणावनेकान्तो भवतीति सम्यक्त्वहेतुत्वमेतयोरिति ।।१/१४ ।। ટીફાર્થ : ન ૨ તૃતીયઃ ... મેતયોરિતિ | પરસ્પરસાપેક્ષ ઉભયગ્રાહી ત્રીજો કોઈ તય નથી, કેમ કે તેવા પ્રકારના અર્થનું પરસ્પરસાક્ષ ઉભયગ્રાહી એવા અર્થનું, અનેકાંતાત્મકપણું હોવાથી તદ્માહી પ્રત્યયતી=અનેકાંતાત્મકગ્રાહી પ્રત્યાયની, તયાત્મકપણાની અનુપપત્તિ છે. અને તે બેનું, પરિપૂર્ણ સમ્યકપણું નથી એમ નહીં. પરંતુ પ્રતિપૂર્ણ સમ્યફપણું છે. કેમ પ્રતિપૂર્ણ સમ્યપણું છે ? તેમાં હેતુ કહે છે – પ્રતિષેધદ્વયથી નકારાત્મક બે પ્રતિષેધથી, પ્રકૃતિ અર્થતી પ્રાપ્તિ છે=હકારાત્મક અર્થની પ્રાપ્તિ છે. તેથી પ્રતિપૂર્ણ સમ્યપણું છે એમ પ્રાપ્ત થાય છે. દિ=જે કારણથી, આવા પ્રકારના વિષયવાળા=પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારના વિષયવાળા, સાપેક્ષ ગ્રહણ કરાતાદ્રવ્યાસ્તિકતય અને પર્યાયાસ્તિકાય પરસ્પર સાપેક્ષ ગ્રહણ કરાતા, આ બન્નેનું દ્રવ્યાસ્તિકતાનું અને પર્યાયાસ્તિકાયનું, અશેષ પ્રામાણ્ય પૂર્ણ પ્રામાણ્ય વ્યવસ્થિત છે. જે કારણથી બન્ને પણ દ્રવ્યાસ્તિકાય અને પર્યાયાસ્તિકનય બને પણ, એકાંત રવરૂપપણાથી વ્યવસ્થિત મિથ્યાત્વના કારણ છે. તેના પરિત્યાગથી=એકાંતના પરિત્યાગથી, અવય-વ્યતિરેકવાળા એવા દ્રવ્યાસ્તિકનય-પર્યાયાસ્તિકતયો વિશેષથી=પરસ્પર અત્યાગરૂપ વિશેષથી, ભયમાન ગ્રહણ કરાતા અનેકાંત થાય છે એથી આ બન્નેનું દ્રવ્યાસ્તિકતય અને પર્યાયાસિકાય બનું, સમ્યક્તનું હેતુપણું છે. ૧/૧૪ના ભાવાર્થ : અવતરણિકામાં શંકા કરી કે ઉભયનયથી આરબ્ધ એવો એક સમ્યગ્દષ્ટિ નય થશે. તેના સમાધાનરૂપે કહે છે કે પરસ્પર સાપેક્ષ એવા દ્રવ્ય અને પર્યાય ઉભયને ગ્રહણ કરનાર ત્રીજો નય નથી. કેમ ત્રીજો નન્ય નથી ? એમાં યુક્તિ આપે છે --- Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy