________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૧
૮૫ છેઃસ્વપક્ષની સાથે પ્રતિબદ્ધપણા વડે નાશ પામેલા છે. ચોરવાક્યની જેમ=જેમ ચોર પોતે નિર્દોષ છે તે સ્થાપન કરવામાત્રમાં પુછાયેલા પ્રશ્નોના ઉત્તરરૂપે વાક્યો કહે છે, તેથી સ્વપક્ષના પ્રતિબદ્ધપણાને કારણે મિથ્યા છે તેમ સર્વ નયવાદો મિથ્યા છે.
હવે તેઓમાંથી પ્રત્યેકનું મિથ્યાપણું હોતે છતે બંધાદિની અનુપપત્તિમાં સમ્યક્તતી અનુપપત્તિ સર્વત્ર છે=સર્વ તયોમાં છે, એથી કહે છે – વળી, અન્યોન્ય નિશ્રિત=પરસ્પર અપરિત્યાગથી રહેલા, તે જ=સર્વ તયો જ, સમ્યક્તના=યથાવસ્થિત વસ્તુના બોધના, સદ્ભાવવાળા થાય છે એથી બંધાદિની અનુપપત્તિ નથી. ૧/૨૧૫ ભાવાર્થ:
જે કારણથી એકાંત નિત્ય કે એકાંત અનિત્ય વસ્તુનો સ્વીકાર કરવામાં આવે તો બંધના અને સ્થિતિના કારણ એવા યોગનો અને કષાયનો સ્વીકાર બાધિત થાય છે; કેમ કે એકાંત નિત્યપક્ષમાં જીવ પરિણામાન્તરને પામતો નથી. તેથી પ્રતિક્ષણ ભિન્ન ભિન્ન પ્રકારના વર્તતા મન-વચન-કાયાના વ્યાપારો અને ભિન્ન ભિન્ન કાળમાં થતા ક્રોધાદિ કષાયો આત્મામાં સંભવે નહીં અને એકાંતક્ષણિકપક્ષમાં પણ અનુગત આત્મા નહીં હોવાથી એક આત્મામાં બંધાદિના કારણ યોગ અને કષાય સંભવે નહીં. જો બંધાદિના કારણ એવા યોગનો અને કષાયનો સ્વીકાર કરવામાં આવે તો આત્મા એકાંતનિત્ય છે કે એકાંતઅનિત્ય છે તેવો સ્વીકાર પણ સંગત થતો નથી. આ રીતે પૂર્વ-ઉત્તર અભ્યપગમ સ્વરૂપવાળા નયો છે=નયોને એકાંત સ્વીકારીએ તો ઉત્તરના બંધાદિ ઘટે નહીં અને ઉત્તરના બંધાદિ સ્વીકારીએ તો એકાંત નિત્યાદિ ઘટે નહીં એવા સ્વરૂપવાળા નયો છે. તે કારણથી સ્વપક્ષમાત્રને સ્વીકારનાર સર્વ પણ નવો મિથ્યાષ્ટિ છે.
ગાથામાં કહેલ “સ્વપક્ષપ્રતિબદ્ધા” એ નયોનું વિશેષણ છે અને તે હેતુ અર્થક છે તે બતાવવા માટે ટીકામાં સ્પષ્ટતા કરે છે –
જે કારણથી પોતાના પક્ષ સાથે પ્રતિબદ્ધ છે તે કારણથી સર્વ નો અર્થથી પ્રતિહત છે=એક બીજા નયોથી હણાયેલા છે માટે મિથ્યાદૃષ્ટિ છે. તેને જ સ્પષ્ટ કરવા માટે અનુમાનપ્રયોગ કર્યો કે સર્વ નયવાદો મિથ્યા છે. કેમ કે સ્વપક્ષથી જ પ્રતિહત છે અર્થાત સ્વપક્ષ સાથે પ્રતિબદ્ધ હોવાને કારણે તત્વને સ્થાપન કરવા માટે બીજા નયથી હણાયેલા છે માટે મિથ્યા છે. તેમાં દૃષ્ટાંત આપ્યું કે “ચોરવાક્યની જેમ'. એથી એ પ્રાપ્ત થાય કે જેમ ચોર પકડાયા પછી પ્રસંગ વિષયક કાંઈ પણ પૂછવામાં આવે ત્યારે પોતે નિર્દોષ છે તે સ્થાપન કરવા માટે પોતાના પક્ષ સાથે પ્રતિબદ્ધ થઈને સર્વ વાક્યો કહે છે, પરંતુ તે પ્રસંગ વિષયક યથાર્થ કથન કરતો નથી. માટે જેમ ચોરનું વાક્ય સ્વપક્ષ સાથે પ્રતિબદ્ધ હોવાના કારણે મિથ્થારૂપ છે, તેમ સર્વ નયો સ્વપક્ષ સાથે પ્રતિબદ્ધ હોવાના કારણે મિથ્યા છે.
હવે જો તે સર્વ નયોમાંથી પ્રત્યેક નય મિથ્યા હોય તો બંધાદિની અનુપત્તિ થવાના કારણે સર્વ નયોમાં સમ્યપણાની અનુપત્તિ થાય. તેથી કોઈ નયને સત્ય કહેનાર તરીકે સ્વીકારી શકાય નહીં એ પ્રકારની શંકાનું સમાધાન કરતાં ટીકાકારશ્રી કહે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org