________________
૧૨
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ / પ્રથમ કાંડ | ગાથા-૨ ભાવાર્થ :
આગમમાં મલાર હૃદયવાળો પુરુષ =અત્યંત મંદબુદ્ધિવાળો પુરુષ, પ્રસ્તુત ગ્રંથને ભણીને તે પ્રકારનો પટુબુદ્ધિવાળો થાય છે જેથી શાસ્ત્રના પરમાર્થના વિસ્તાર કરવા માટે પ્રકાશક એવા ચૌદપૂર્વધરાદિ પુરુષો દ્વારા વ્યાખ્યાન કરાયેલા અર્થોને ગ્રહણ કરવા માટે સમર્થ બને તે રીતે ગ્રંથકારશ્રીએ આ ગ્રંથની રચના કરવાની પ્રતિજ્ઞા કરેલી છે. તેથી આ ગ્રંથને ભણીને સ્વતઃ પ્રતિષ્ઠિત એવા ભગવાનના શાસનના પરમાર્થને પ્રાપ્ત કરવાની શક્તિ યોગ્ય શ્રોતામાં આધાન થાય છે; કેમ કે આગમવચનો નયવચનોથી ગંભીર છે અને નયોને યથાર્થ જોવાની દૃષ્ટિ જેઓને પ્રાપ્ત થઈ નથી તેઓ આગમ જાણે તોપણ તે તે નયોને ઉચિત રીતે યોજન કરી શકે નહીં અને પ્રસ્તુત ગ્રંથના અધ્યયનની અનુભવ અનુસાર નિયોને જોવાની દૃષ્ટિ પ્રગટ થશે, જેનાથી તે શ્રોતા નયોને જોનારી યથાર્થ દૃષ્ટિથી આગમના અર્થોને જાણવા સમર્થ થશે. તેથી સ્વતઃ પ્રતિષ્ઠિત એવા જૈનાગમના સારને પામીને તે શ્રોતા પોતાનું કલ્યાણ પ્રાપ્ત કરશે. માટે પ્રકરણની રચના નિષ્ઠયોજન નથી, પરંતુ સ્વતઃ પ્રતિષ્ઠિત આગમના રહસ્યની પ્રાપ્તિ જે અતિદુષ્કર છે તે પ્રસ્તુત ગ્રંથના અધ્યયનથી સુકર બને છે. માટે ગ્રંથકારશ્રીનો શ્રમ સફળ છે.
ગાથામાં ‘મમતારદિયો’ શબ્દ છે. તેનો અર્થ આ પ્રમાણે છે –
મલની જેમ આરા=પ્રાજનક વિભાગ, છે જેને, તે મલાર=ગોગલી=ગળીયો બળદ, અને આગમમાં તેની જેમ=ગળીયા બળદની જેમ, કુંઠિત હૃદય છે જેને તે તેવો છે=આગમમલારહૃદયવાળો છે=મંદબુદ્ધિવાળો છે. આ પ્રકારે આગમમલારહૃદય શબ્દનો અર્થ ટીકામાં કરેલ છે. ત્યાં “મલના જેવા આરા” એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે લોખંડના કાટના જેવા આરા=પ્રાજનક વિભાગ છે જેને તે મલાર કહેવાય અર્થાત્ ગળીયા બળદને કાંટા લાગે ત્યારે માંડ માંડ ઊભો થાય તેમ જેઓને પ્રસ્તુત ગ્રંથથી કાંઈક કાંઈક સૂક્ષ્મ બોધ થાય છે ત્યારે તેઓ આગમના અર્થોને ગ્રહણ કરવા સમર્થ થાય છે. તેથી જેમ ગળિયો બળદ ચાલવામાં કુંઠિત હૃદયવાળો હોય છે તેમ જેઓની બુદ્ધિ આગમના પરમાર્થને ગ્રહણ કરવામાં કુંઠિત છે તે મંદબુદ્ધિવાળા છે. આમ છતાં ગ્રંથકારશ્રીએ રચેલ સમ્મતિતર્ક પ્રકરણને સમજવા માટે સમર્થ છે, તેથી આ ગ્રંથના અધ્યયનના બળથી તેઓમાં તે પ્રકારની મહાપ્રજ્ઞા પ્રગટશે, જેથી આગમના રહસ્યને પામશે.
વળી, ‘મામમતાહિયો' એ રૂપ પુરુષનું વિશેષણ આપતાં ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું કે “સમયના પરમાર્થના વિસ્તારના વિહાટજનની પર્યાપાસનામાં સકર્ણ છે'. એ કહેવાથી એ પ્રાપ્ત થાય કે સમય એટલે આગમ, તેનો જે પરમાર્થ અકલ્પિત અર્થ= યથાર્થ તાત્પર્ય, તેનો જે વિસ્તારઃરચનાવિશેષ, તે રચનાવિશેષનો વિહાટ એટલે પ્રકાશક એવો જે પુરુષ તે ‘સમયપરમાર્થવિસ્તરવહાર' છે. આવા પુરુષ ચૌદપૂર્વી આદિ છે અને તેઓની પર્યાપાસનાથી જનિત, તેઓથી પ્રાપ્ત થતું વ્યાખ્યાન છે તે સાંભળવામાં સકર્ણ બને છે અર્થાત્ પ્રસ્તુત ગ્રંથ ભણીને મંદબુદ્ધિવાળો પણ પુરુષ તે તે પ્રકારની પટુ પ્રજ્ઞાવાળો થાય છે, જેથી આગમના અર્થને જાણવા તત્પર બને છે, તેથી ચૌદપૂર્વધર આદિ દ્વારા આગમનું જે વ્યાખ્યાન કરાય છે તેના અર્થના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org