________________
૩૪
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૭ ટીકાર્ચ -
યાત્રિાન્તમ્ ... ના ? | પર્યાયથી નિષ્ક્રાંત તેનાથી વિકલ એવું, સામાન્ય-સંગ્રહ સ્વરૂપ, જે વચનમાં છે તે પર્યાયનિઃસામાન્ય વચન છે. તે શું છે ? એથી કહે છે –
તિ' એ પ્રમાણે છે. અને તે દ્રવ્યાર્થિક દ્રવ્યાર્થિકનયનું સ્વરૂપ છે અથવા દ્રવ્યાર્દિકતયનું પ્રતિપાદક વચન છે.
આ રીતે ગાથાના પૂર્વાર્ધનો અર્થ કરીને હવે ગાથાના પૂર્વાર્ધનો અર્થ ટીકાકારશ્રી દ્વાથી અન્ય પ્રકારે કરે છે –
પર્યાય=ઋજુસૂત્રના વિષયથી અન્ય એવા દ્રવ્યત્યાદિ વિશેષરૂપ પર્યાય, અને તે જકદ્રવ્યત્વાદિ વિશેષરૂપ પર્યાય જ, નિશ્ચિત સામાન્ય છે જેમાં તે પર્યાયનિઃસામાન્યવચન છે દ્રવ્યત્યાદિ સામાન્યવિશેષ અભિધાવી છે અને તે અન્ય પ્રકારે કહેલ પર્યાયતિ સામાન્ય વચન, અશુદ્ધદ્રવ્યાર્થિક સંબંધી છે-અશુદ્ધદ્ધવ્યાર્ષિકરૂપ વ્યવહારનય છે.
કઈ રીતે અશુદ્ધ દ્રવ્યાર્થિક છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – તત્પતિપાદકપણાથી અથવા તસ્વરૂપપણાથી અશુદ્ધ દ્રવ્યાર્થિક છે. આ રીતે ગાથાના પ્રથમપાદનો અર્થ અન્ય રીતે કર્યા પછી ગાથાના ઉત્તરાર્ધનો અર્થ સ્પષ્ટ કરે છે –
અવશેષ વચનવિધિ અવશેષ વર્ણપદ્ધતિ, આ વચનનું ગાથાના પૂર્વાર્ધમાં કરાયેલા વચનનું, સપ્રતિપક્ષ છે=ગાથાના પૂર્વાર્ધમાં જે શુદ્ધ દ્રવ્યાર્થિકનયને અથવા અશુદ્ધ દ્રવ્યાર્થિકનયને ગ્રહણ કરીને કથન કર્યું તે વચનનું સપ્રતિપક્ષ છે. તે સપ્રતિપક્ષ પર્યાયાર્થિકતયરૂપ અર્થાત્ પ્રતિક્ષણના પર્યાયને પૃથફ સ્વીકારવારૂપ કે તત્પતિપાદક વચનરૂપ છે; કેમ કે ગાથાના “પન્નવમય' શબ્દથી પર્યાયતી ભજના છે=પર્યાયનું સેવન છે.
કેમ આ પર્યાયનું સેવન છે ? તે સ્પષ્ટ કરતાં ટીકામાં કહે છે –
અન્યથા કેવી રીતે અવશેષવચનવિધિ થાય ? જો વિશેષનું આશ્રય ન કરે અર્થાત્ પ્રતિક્ષણના પર્યાયરૂપ વિશેષનું આશ્રયણ ન કરે. ૧/શા ભાવાર્થ :
આ રીતે ગાથા-૭ના અન્ય પ્રકારે અર્થ કર્યો તેનાથી એ પ્રાપ્ત થાય કે પર્યાયથી રહિત એવું સંગ્રહરૂપ સામાન્ય વચન તે પર્યાયનિઃસામાન્ય વચન છે અને તે “અસ્તિ' એ પ્રમાણેનું વચન છે. તેથી દરેક પદાર્થની સત્તામાત્રનો બોધ થાય છે અને પર્યાયથી વિકલ હોવાના કારણે આ બોધ પણ આકાશકુસુમની જેમ અસત્ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org