________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૩
૧૭૩
ટીકાર્ય :
પ્રતિયોવના . નાતિવર્તમાનયોરવયમ્ II પ્રાપ્ત યૌવન ગુણવાળો પુરુષ બાલભાવમાં કરાયેલા પોતાના અનુષ્ઠાનના સ્મરણથી લજ્જા પામે છે પૂર્વમાં હું પણ અસ્પૃશ્યતા સંસ્પર્ધાદિ વ્યવહારને સેવનારો હતો. (એ પ્રકારે સ્મરણથી લજ્જા પામે છે.) ગાથામાં ‘થા' શબ્દ ઉદાહરણઅર્થવાળો ઉપન્યાસ કરાયેલ છે. જે પ્રમાણે જ તેનાથી બાલભાવના ચરિત્રથી લજ્જા પામે છે એમ કહ્યું તેનાથી, અતીત અને વર્તમાનનું એકપણું જણાય છે. અને ગુણોમાંsઉત્સાહાદિ ગુણોમાંaધનઅર્જતાદિ માટેના કે પરલોકના સાધન અર્થે યોગ માટેના ઉત્સાહાદિ ગુણોમાં, પ્રણિધાન એકાગ્રપણું કરે છે. શેના માટે ગુણોમાં ઉત્સાહ કરે છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – અનાગત એવું જે સુખ તેનું ઉપધાન પ્રાપ્તિ તેના માટે ગુણોમાં ઉત્સાહ કરે છે. કેવા પ્રકારનું પ્રણિધાન કરે છે ? તે સ્પષ્ટ કરે છે –
મારા વડે આ સુખસાધનથી સુખ પ્રાપ્ત કરવું જોઈએ એ પ્રકારના સુખપ્રાપ્તિ અર્થે પ્રણિધાન કરે છે. અને જે કારણથી આમ છે-અનાગત સુખ માટે તે યૌવનગત પુરુષ ગુણોમાં ઉત્સાહ કરે છે એમ છે, આથી-યૌવતવાળા પુરુષ ભાવિના સુખ માટે યત્ન કરે છે આથી, અનાગત અને વર્તમાનનું એક્ય છે=ભવિષ્યનું અને વર્તમાનનું ઐક્ય છે. ll૧/૪૩ ભાવાર્થ :
ઇન્દ્રિયથી ગ્રહણ થતી વસ્તુ માત્ર વર્તમાન ક્ષણવાળી નથી, પરંતુ અનાગતક્ષણ અને અતીતક્ષણ સાથે ઐક્યવાળી છે તે બતાવવા માટે કહે છે –
કોઈ પુરુષ પ્રાપ્ત યૌવનગુણવાળો હોય ત્યારે તે વયના કારણે તે પ્રકારના બુદ્ધિના વિકાસથી તે પુરુષને પોતાના બાલભાવના સેવાયેલા અનુષ્ઠાનના સ્મરણથી લજ્જા આવે છે, અર્થાત્ તે વિચારે છે કે “પૂર્વમાં હું અજ્ઞ હતો તેથી અસ્પૃશ્ય એવી વિષ્ટા આદિના સ્પર્શ આદિ કૃત્યોને કરનારો હતો.'
આ પ્રકારના કથનથી એ પ્રાપ્ત થાય કે “બાલભાવવાળો તે પુરુષ યૌવનભાવને પામે છે ત્યારે તે બાલભાવ સાથે યૌવનભાવવાળા પુરુષનું ઐક્ય છે.” જો ભૂતકાળના બાલભાવ સાથે વર્તમાનમાં યૌવનભાવવાળા પુરુષને ઐક્ય ન હોય તો જેમ અન્યની અનુચિત પ્રવૃત્તિથી તે પુરુષને લજ્જા આવતી નથી તેમ પોતાના બાલભાવથી કરાયેલી પ્રવૃત્તિથી પણ તેને લજ્જા આવે નહીં. તેથી બાલભાવની ચેષ્ટાની લજ્જારૂપ પ્રામાણિક પ્રતીતિથી નક્કી થાય છે કે બાલભાવ સાથે યુવાનભાવવાળા પુરુષનું ઐક્ય છે, પરંતુ ભેદ નથી.
વળી, “યૌવનને પામેલ પુરુષ અનાગત એવા સુખના ઉપાયભૂત ધનઅર્જનાદિમાં ઉત્સાહવાળો થાય છે અને પ્રણિધાનપૂર્વક ભાવિ સુખ માટે ધનાદિ અર્જનમાં યત્ન કરે છે. અથવા વિવેક સંપન્ન યોગી ભાવિ કલ્યાણની પરંપરાના કારણભૂત એવી ઉચિત ક્રિયામાં ઉત્સાહવાળા થાય છે અને પ્રણિધાનપૂર્વક તે તે ક્રિયા કરીને ભાવિના હિતને સાધે છે”. તે બતાવે છે કે અનાગત એવા પોતાની સાથે યૌવનકાળના પુરુષનું ઐક્ય છે જેથી અનાગત એવી પોતાની અવસ્થાના હિત અર્થે વર્તમાનમાં તે પુરુષ પ્રયત્ન કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org