SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૬, ૩૭ કહેવાથી દુર્નય બને છે અર્થાત્ ઘટાદિ વસ્તુ ઘટવાદિ સ્વરૂપે છે જ' તેમ કહેવાથી પરરૂપે નાસ્તિનો અપલોપ થાય છે, તેથી દુર્નય બને છે. સ્યાદ્ અસ્તિ', “યાદ્ નાસ્તિ” અને “સ્યાદ્ અવક્તવ્ય' એ પ્રમાણે ત્રણ વિકલ્પોનો સમુદાય ગ્રહણ કરવાથી પ્રમાણરૂપ બને છે; કેમ કે સ્વરૂપથી, પરરૂપથી અને ઉભયરૂપથી ગ્રહણ ત્રણે વિકલ્પોથી થાય છે જેના દ્વારા પૂર્ણ વસ્તુનો બોધ થાય છે, માટે પ્રમાણ છે. I૧/૩૬ અવતરણિકા : एवं निरवयववाक्यस्वरूपं भगकत्रयं प्रतिपाद्य सावयववाक्यरूपचतुर्थभगकं प्रतिपादयितुमाह - અવતરણિકાર્ય : આ રીતેeગાથા-૩૬માં કહ્યું એ રીતે, નિરવયવ એવા ઘટાદિરૂપ વસ્તુને કહેનારા વાક્યસ્વરૂપ ભંગત્રયનું પ્રતિપાદન કરીને સાવયવ એવા ઘટાદિ વસ્તુને કહેનારા વાક્યસ્વરૂપ ચોથા ભંગને બતાવવા માટે કહે છે – ભાવાર્થ ઘટાદિ વસ્તુના અગ્ર-પૃષ્ઠ આદિ વિભાગ કર્યા વગર પૂર્ણ ઘટ વસ્તુને ગ્રહણ કરીને, તે ઘટ વસ્તુના સ્વરૂપને બતાવનાર જે વાક્ય છે તે વાક્યરૂપ પ્રથમ ત્રણ ભાગાની પ્રાપ્તિ છે, તેનું પ્રતિપાદન ગ્રંથકારશ્રીએ ગાથા-૩૬માં કર્યું. હવે ઘટાદરૂપ વસ્તુને અગ્ર-પૃષ્ઠ આદિ દ્વારા વિભાગ કરીને સાવયવ એવા ઘટાદિ વસ્તુને કહેનાર વાક્યરૂ૫ ચોથા ભાંગાને પ્રતિપાદન કરવા માટે કહે છે – ગાથા - अह देसो सब्भावे देसोऽसब्भावपज्जवे णियओ । तं दवियमत्थि णत्थि य आएसविसेसियं जम्हा ।।१/३७।। છાયા : अथ देशः सद्भावे देशोऽसद्भावपर्याये नियतः । तत् द्रव्यमस्ति नास्ति च आदेशविशेषितं यस्मात् ।।१/३७।। અન્વયાર્થ: કદ અહ=જ્યારે, કેસો દેશ=વસ્તુનો દેશ, સમારે નિયમો સદ્ભાવમાં નિયત છે અસ્તિત્વમાં નિયત છે, કેસો=દેશ=અન્ય દેશ, સમાવપm=અસદ્ભાવ પર્યાયમાં છે=નાસ્તિત્વમાં નિયત છે, તે વિયસ્થિ પત્નિ = ત્યારે તે દ્રવ્ય અસ્તિ અને નાસ્તિ છે. ના=જે કારણથી, માણસવિસિયં=આદેશથી વિશેષિત છે અવયવભાગથી વિશેષિત છે. ll૧/૩૭ના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy