SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૯, ૪૦ ઉભયથા સત્-અસત્ એ પ્રકારે યુગપદ્, નિશ્ચિત છે ત્યારે તે દ્રવ્ય વિકલ્પના વશથી તાતિ અને અવક્તવ્ય થાય છે. કઈ રીતે નાસ્તિ-અવક્તવ્ય થાય છે ? તેથી કહે છે – તત્યપદેશ્ય એવા અવયવના વશથી=જાતિ અને અવક્તવ્યરૂપે વ્યપદેશ્ય એવા બે અવયવના વશથી, દ્રવ્ય પણ તત્યપદેશને પ્રાપ્ત કરે છે=નાસ્તિ અવક્તવ્ય વ્યપદેશને પ્રાપ્ત કરે છે. કેવલ એવા= પૃથભૂત એવા બીજા અને ત્રીજા ભાંગાના ભુદાસથી છઠ્ઠો ભાંગો બતાવાયો છે=અપૃથભૂત એવા એક જ ઘટરૂપ દ્રવ્યમાં બે અવયવોને આશ્રયીને છઠ્ઠો ભાંગો બતાવાયો છે. I૧/૩૯ ભાવાર્થ : ઘટાદરૂપ વસ્તુને ગ્રહણ કહીને બુદ્ધિ દ્વારા તેના બે દેશોની ઉપસ્થિતિ કરીને વિવક્ષા કરનાર પુરુષ એક અંશમાં પટસ્વરૂપે તે ઘટાદિને જુએ ત્યારે તે ઘટના તે દેશમાં પટદ્રવ્યરૂપે તે ઘટના નાસ્તિત્વનો બોધ થાય છે. અને તે ઘટમાં થયેલો નાસ્તિત્વનો બોધ પણ અન્ય દેશમાં જે અવક્તવ્યનો બોધ થાય છે તેનાથી અનુવિદ્ધ છે. વળી, તે ઘટના અપર દેશમાં ઘટના સ્વરૂપ અને પરરૂપને એકસાથે બોધ કરવા અર્થે યત્ન કરે છે ત્યારે અસત્ત્વથી અનુવિદ્ધ એવા અવક્તવ્યનો તે દેશમાં તેને બોધ થાય છે. તેથી તે પ્રકારના વિકલ્પના વશથી તે ઘટરૂપ દ્રવ્ય તેને નાસ્તિ-અવક્તવ્યરૂપે જણાય છે. વળી, નાસ્તિ અને અવક્તવ્ય સ્વરૂપે વ્યપદેશ્ય એવા ઘટના અવયવના વશથી તે ઘટદ્રવ્ય પણ નાસ્તિ અને અવક્તવ્યરૂપે પ્રાપ્ત થાય છે. વળી બીજો અને ત્રીજો ભાગો પૃથર્ હતો જેમાંથી બીજામાં નાસ્તિત્વનો બોધ હતો અને ત્રીજામાં અવક્તવ્યનો બોધ હતો. તે ભાંગાથી પૃથભૂત એવા આ છઠ્ઠા ભાંગામાં બન્ને એક જ ઘટરૂપ વસ્તુમાં પ્રાપ્ત થાય છે, તેથી છટ્ટો ભાંગો બીજા, ત્રીજા ભાંગા કરતાં પૃથભૂત છે. ll૧/૩૯ll અવતરણિકા - सप्तमप्रदर्शनायाह - અવતરણિકાર્ય - સાતમા ભાંગાને બતાવવા માટે કહે છે – ગાથા : सब्भावाऽसब्भावे देसो देसो य उभयहा जस्स । तं अत्थि णत्थि अवत्तव्वयं च दवियं वियप्पवसा ।।१/४०।। છાયા : सद्भावासद्भावयोः देशो देशश्च उभयथा यस्य । तदस्ति नास्त्यवक्तव्यं च द्रव्यं विकल्पवशात् ।।१/४०।। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy