SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧ કઈ રીતે સિદ્ધ અર્થોનું પ્રતિપાદક શાસન છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – સિદ્ધપ્રમાણાત્તરના સંવાદનથી નિશ્ચિત, જે નષ્ટ પુષ્ટિ આદિ અર્થો તેઓનું શાસન=પ્રતિપાદક, જે કારણથી દ્વાદશાંગી પ્રવચન છે આથી જિનોના કાર્યપણાથી સંબંધી છે અર્થાત્ જિન વડે કહેવાયેલું છે. ૧/૧ ભાવાર્થ - ભગવાનનું શાસન કેવું છે ? તે બતાવવા અર્થે કહે છે – જે કુત્સિત સમય=એકાંતવાદીરૂપ કુસિદ્ધાંતો, તેનું વિનાશક છે; વળી તે ભગવાનનું શાસન જગતમાં જે સિદ્ધ અર્થો છે અને છબસ્થને અતીન્દ્રિય છે તેવા અર્થોને પ્રગટ કરનાર છે, તેથી સિદ્ધાર્થોનું શાસન છે; વળી, તે ભગવાનનું શાસન નિશ્ચિત પ્રામાણ્યથી પ્રતિષ્ઠિત છે માટે સિદ્ધ છે. તે શાસન દ્વાદશાંગીરૂપ છે. તે શાસનને કહેનારા ભગવાન અનુપમ એવા મોક્ષસ્થાનને પામવાની તૈયારીમાં છે. તેથી અનુપમ સુખના સ્થાનને પ્રાપ્ત થયેલા છે. વળી, રાગ-દ્વેષને જિતનારા હોવાથી જિન છે અને ચારગતિના પરિભ્રમણરૂપ ભવ તેના કારણને જીતનારા હોવાથી ભાવજિન છે. આ પ્રકારના ગાથાના કથનથી એ પ્રાપ્ત થાય કે ભગવાને ભવનો નાશ કર્યો છે, રાગદ્વેષનો નાશ કર્યો છે અને અનુપમ સુખરૂપ સ્થાનને પામવાની તૈયારીમાં છે. તેઓએ જે દ્વાદશાંગીરૂપ શાસન કહ્યું છે તે જગતમાં કાર્યકારણભાવરૂપે પ્રતિષ્ઠિત એવા સિદ્ધઅર્થોનું કથન કરે છે, પરંતુ અસમ્બદ્ધ પદાર્થોનું કથન કરતું નથી. આવું શાસન નિશ્ચિત પ્રામાણ્યવાળું છે. વળી “કુસુમયવિસાસણ' એ શાસનનું વિશેષણ છે, તેનો અર્થ ટીકાકારશ્રીએ અન્ય પ્રકારે પણ કરેલ છે. તે પ્રમાણે વિચારીએ તો સમય એટલે અતીન્દ્રિય પદાર્થોનો સમ્યક્ પરિચ્છેદ અને તેનું વિવિધ પ્રકારે શાસન-પ્રતિપાદન, તે સમયવિસાસણ છે અને કુ એટલે પૃથ્વી. તેથી પૃથ્વીની જેમ અતીન્દ્રિય પદાર્થોનું વિશેષથી પ્રતિપાદન છે જેમાં, એવું ભગવાનનું શાસન છે એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય છે. “પૃથ્વીની જેમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે જેમ પૃથ્વીને જોઈને પૃથ્વીના કાઠીન્યાદિ પદાર્થો છદ્મસ્થ જીવોને પ્રત્યક્ષથી દેખાય છે એથી તેના સ્વરૂપમાં કોઈને વિસંવાદ નથી તેમ જે પદાર્થો છદ્મસ્થ જોઈ શકતાં નથી તેવા અતીન્દ્રિય પદાર્થોનો સમ્યફ બોધ કરીને “આ પદાર્થ આનું કારણ છે, આ પદાર્થ આનું કાર્ય છે' ઇત્યાદિ વિવિધ પ્રકારે અતીન્દ્રિય પદાર્થો સર્વજ્ઞને પ્રત્યક્ષ છે અને સર્વજ્ઞથી કહેવાયેલા તે પદાર્થો આગમમાં પ્રતિપાદિત છે. તેથી આવા યથાર્થ પદાર્થને કહેનારા ભગવાનના વચનના પરમાર્થને જાણીને અતીન્દ્રિય એવા પદાર્થોમાં જિનવચનાનુસાર જે પ્રવૃત્તિ કરે છે તેને પણ તે પ્રવૃત્તિનું યથાર્થ ફળ મળે છે. પ્રસ્તુત ગાથામાં જિનોનું શાસન છે તેમ કહ્યું ત્યાં જિનના બે વિશેષણો બતાવ્યા. (૧) ભવજિન અને (૨) અનુપમ સુખના સ્થાનને પામેલા. એનાથી એ પ્રાપ્ત થાય કે ભગવાન રાગ-દ્વેષને જિતનારા હતા માટે જિન હતા, અને અનુપમ સુખનું સ્થાન એવો જે મોક્ષ, તેને પામેલા છે અર્થાત્ મોક્ષ પામવાની તૈયારીમાં છે, તેથી તેઓએ જે કાંઈ કથન કર્યું છે તે યોગ્ય જીવોને પોતાના તુલ્ય જિન થવા માટે ઉપકારક છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy