________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૮
૬૯
સ્વભાવપણું જ છે, અને એકાંતઉચ્છેદમાં=પર્યાયાસિકપક્ષમાં સુખ-દુઃખનો સંપ્રયોગ-સુખ-દુઃખનો સંયોગ, ઘટે નહીં, એ પ્રમાણે ગાથાના પૂર્વાર્ધ સાથે સંબંધ છે. તે રીતેગાથાનો અત્યાર સુધી અર્થ કર્યો તે રીતે, પક્ષદ્વયમાં પણ એકાંત દ્રવ્યાસ્તિક અને એકાંત પર્યાયાસ્તિકરૂપ પક્ષદ્વયમાં પણ, સુખ માટે અને દુઃખ વિયોગ માટે વિશિષ્ટ કલ્પન-વિશિષ્ટ યત્ન, અયુક્ત છે અઘટમાન છે. અહીં વિકલ્પમાં રહેલ કલ્પત શબ્દનું ‘યત્ન' અર્થપણું છે=પ્રયત્નના અર્થમાં છે એથી કલ્પન'નો અર્થ ‘પ્રયત્ન કરેલ છે. પક્ષઢયમાં સુખ માટે કે દુ:ખના વિયોગ માટે યત્ન અયુક્ત કેમ છે ? તેમાં યુક્તિ આપે છે – સુખતા ગ્રહણ માટે અને દુઃખના ત્યાગ માટે પ્રયત્નનું પણ આયુક્તપણું ઉક્ત વ્યાયથી છે અર્થાત્ જો આત્મા એકાન્તનિત્ય હોય તો પરિવર્તન ન થાય અને એકાંત ક્ષણિક હોય તો ઉત્તરના સુખ માટે કે ઉત્તરના દુ:ખના વિયોગ માટે યત્ન કરવો એ અર્થ વગરનો છે એમ ઉપરના કથનથી સિદ્ધ થાય છે. ૧/૧૮ ભાવાર્થ :
આત્માને માત્ર દ્રવ્યરૂપે સ્વીકારવામાં આવે અને પર્યાયરૂપે સ્વીકારવામાં ન આવે તો આત્મામાં સુખ અને દુઃખનો ક્રમસર સંયોગ થતો દેખાય છે તે ઘટે નહીં, કેમ કે માત્ર દ્રવ્યરૂપ આત્મા હોય અને તેનો સુખસ્વભાવ હોય તો તેનો સુખ સ્વભાવ સદા સુખરૂપે રહેવો જોઈએ અને તેનો દુઃખસ્વભાવ હોય તો દુઃખસ્વભાવ દુઃખરૂપે સદા રહેવો જોઈએ, પરંતુ સંસારમાં જીવોને અનુભવ છે કે અમુક કાળે પોતે સુખી છે અને અમુક કાળે પોતે દુઃખી છે તે અનુભવ એકાન્તનિત્યવાદમાં ઘટે નહીં.
વળી, એકાંત ક્ષણિકવાદમાં પણ સુખ-દુઃખનો સંયોગ ઘટે નહીં, કેમ કે જે આત્મા સુખરૂપ છે તે બીજી ક્ષણમાં નથી એમ એકાંત પર્યાયાસ્તિકનયના મતથી પ્રાપ્ત થાય અને લોકને અનુભવ છે કે પહેલાં મને સુખનો સંયોગ હતો, હવે મને દુઃખનો સંયોગ થયો છે. તે અનુભવ આત્માને અનુગત સ્વીકારીએ તો જ સંગત થાય.
વળી, એકાન્તનિત્યપક્ષમાં અને એકાન્તઅનિત્યપક્ષમાં સુખ માટે અને દુઃખના વિયોગ માટે જે જીવો યત્ન કરે છે તે યત્ન અઘટમાન થાય; કેમ કે જો પોતે એકાન્તનિત્ય હોય તો પોતાના સ્વભાવમાં કોઈ પરિવર્તન થવાનું નથી તેમ સ્વીકારવું પડે અને પોતાના સ્વભાવમાં કોઈ પરિવર્તન થાય તેમ ન હોય તો પોતાના દુઃખની નિવૃત્તિપૂર્વક સુખ માટે યત્ન સંસારી જીવો કરે છે, તે અર્થ વગરનું સિદ્ધ થાય.
વળી, ક્ષણિકવાદમાં પણ પોતે બીજી ક્ષણમાં ન હોય તો આગામી સુખ માટે કે આગામી દુઃખના વિયોગ માટે યત્ન કરવો અસંગત થાય અને સંસારમાં જીવો સુખ માટે યત્ન કરે છે અને દુઃખના વિયોગ માટે યત્ન કરે છે અને તે યત્નાનુસાર ક્વચિત્ ફળ પણ પ્રાપ્ત કરે છે. માટે આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે અને પર્યાયરૂપે પ્રતિક્ષણ પરિવર્તન પામે છે તેમ સ્વીકારવું ઉચિત છે. II૧/૧૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org