________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧ તષ્ટમુષ્ટિ-ચિંતા, લાભ-અલાભ, સુખ-અસુખ, જીવિત-મરણ, ગ્રહ, ઉપરાગ, મંત્ર, ઔષધ, શક્તિ આદિ પદાર્થો પરિચ્છેદન કરાય છે.
સમવસીસ' શબ્દમાં રહેલા વરસમય' પછી ‘વિ' શબ્દનો અર્થ કરે છે – તે પદાર્થોનું વિવિધ અન્ય પદાર્થતા કાર્યપણા વડે કે કારણપણા વડે અનેક પ્રકારે, શાસન-પ્રતિપાદક જે કારણથી શાસન છે તે સમયવિસાસણ છે અને તેમાં પ્રારંભમાં ‘' શબ્દ છે તેનો અર્થ પૃથ્વી છે. તેથી તેની જેમ=પૃથ્વીની જેમ, પદાર્થોનું વિવિધ પ્રકારે પ્રતિપાદક એવું શાસન તે ‘કુસમયવિસાસણ’ છે એ પ્રકારે અર્થ પ્રાપ્ત થાય અને અતીન્દ્રિય એવા નષ્ટ, ચોરાયેલાદિ પદાર્થોને યથાર્થ જાણી શકાય એ પ્રકારનું જ્ઞાન ભગવાનના શાસનમાં છે તે બતાવવા માટે નમુષ્ટિ આદિ પદાર્થોનું પ્રતિપાદન કરનાર ભગવાનનું શાસન છે એ પ્રકારનો અર્થ છે.
“કુસમયવિશાસનનો અન્ય પ્રકારે ટીકાકારશ્રી અર્થ કરે છે. તે આ પ્રમાણે – ટીકા - - कुत्सिताः प्रमाणबाधितैकान्तस्वरूपार्थप्रतिपादकत्वेन, समयाः कपिलादिसिद्धान्ताः, तेषाम् 'सन्ति पंच महब्भूया' [सूत्रकृ० १-१-१-७] इत्यादि वचनसंदर्भेण दृष्टेष्टविषये विरोधाद्युद्भावकत्वेन 'विशासनम्' विध्वंसकं यतः अतो द्वादशांगमेव जिनानां शासनमिति । ટીકાર્ય :
કુત્સિતા .. શાસનમતિ કુ એટલે કુત્સિત=પ્રમાણબાધિત એકાંત સ્વરૂપ અર્થતા પ્રતિપાદકપણાથી કુત્સિત, એવા સમયોઃકપિલાદિ સિદ્ધાંતો, તેઓનો, પાંચ મહાભૂતો છે (સૂત્રકૃતાંગસૂત્ર ૧-૧-૧-૭) ઈત્યાદિ વચન સંદર્ભથી દષ્ટઈષ્ટવિષયમાં વિરોધાદિ ઉભાવકપણાથી વિશાસન=વિધ્વંસક, એવું દ્વાદશાંગીરૂપ જિનોનું શાસન છે. ટીકા :
भवजिणाणं इति । भवन्ति नारकतिर्यग्नराऽमरपर्यायत्वेनोत्पद्यन्ते प्राणिनोऽस्मिन्निति भवः= संसारः, तद्धेतुत्वाद् रागादयोऽत्र भव'शब्देनोपचाराद् विवक्षिताः तं जितवन्त इति जिनाः उपचाराश्रयणे च प्रयोजनम्-न ह्यविकलकारणे रागादावध्वस्ते तत्कार्यस्य संसारस्य जयः शक्यो विधातुमिति प्रतिपादनम् । ટીકાર્ય :
મનVTvi ...પ્રતિપાનમ્ વળી તે જિનો કેવા છે? તેનું વિશેષણ ભવજિણાણું છે. તેનો અર્થ કરતાં કહે છે – નારક, તિર્યંચ, નર, અમર પર્યાયપણાથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે આમાં, તે ભવ= સંસાર, છે અને તેનું હેતુપણું હોવાથી રાગાદિ પણ ઉપચાર દ્વારા ભવ શબ્દથી કહેવાય છે અને તેને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org