________________
૨૦
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪, ૫
વ્યવહાર કરે છે તે વ્યવહાર એ પ્રકારની અવર્થસંજ્ઞાને ધારણ કરતા અશુદ્ધ દ્રવ્યાસ્તિકની પ્રકૃતિ થાય છે અર્થાત્ તે તે પ્રકારના પર્યાયથી કાંઈક આંક્રાંત એવા દ્રવ્યતા સ્વીકારરૂપ અશુદ્ધ દ્રવ્યાસ્તિકની પ્રકૃતિ થાય છે. I૧/૪ ભાવાર્થ :
દ્રવ્યાર્થિકનયના બે ભેદો છે – એક સંગ્રહનય અને બીજો વ્યવહારનય. નય એ જ્ઞાનદૃષ્ટિ છે અને શુદ્ધ દ્રવ્યાર્થિકનયની જ્ઞાનદૃષ્ટિથી દેખાતો વિષય તે સંગ્રહનયની પ્રરૂપણાનો વિષય છે. જેમાં વિશેષના સ્પર્શ વગરની શુદ્ધસત્તા અભિધેય બને છે અને વ્યવહારનય લોક પ્રસિદ્ધ વ્યવહારમાં પ્રવર્તનપર છે, તેથી કોઈ વિશેષનો સ્પર્શ કર્યા વગર સામાન્યથી દ્રવ્યને ગ્રહણ કરવામાં આવે તો વ્યવહાર પ્રવર્તી શકે નહીં તેથી વ્યવહાર પ્રવર્તન માટે અસંકીર્ણ એવી શુદ્ધ સત્તા જ વિશેષ એવા ઘટાદિ દ્રવ્યથી સંકીર્ણ કરીને પ્રવર્તે છે, તેથી “આ ઘટદ્રવ્ય છે” “આ પટદ્રવ્ય છે' ઇત્યાદિ વ્યવહાર પ્રવર્તે છે.
ગાથામાં “વચનાર્થનિશ્ચય' શબ્દ છે તેનો અર્થ ટીકામાં કરતાં કહે છે – હેય, ઉપાદેય અને ઉપેક્ષણીય વસ્તુના વિષયમાં નિવૃત્તિ, પ્રવૃત્તિ અને ઉપેક્ષારૂપ વ્યવહાર સંપાદન માટે જે બોલાય તે વચન કહેવાય. તે વચનનો અર્થ વિષય, “ઘટ છે “પટ છે' ઇત્યાદિ છે તેમાં ઘટ વિભક્તરૂપે પ્રતીયમાન વ્યવહારક્ષમ અર્થ છે અને “અસ્તિ' એ અવિભક્તરૂપે પ્રતીયમાન વ્યવહારક્ષમ અર્થ છે અને તેનો નિશ્ચયઃવચનાર્થનો નિશ્ચય, એ દ્રવ્યાર્થિકનયનો વ્યવહાર છે, એ પ્રકારે ગાથામાં અન્વયે છે. II૧/૪ અવતરણિકા :
विशेषप्रस्तारस्य पर्यायनयो मूलव्याकरणी, शब्दादयश्च शेषाः पर्यायनयभेदा इति प्रागुक्तम् तत्समर्थनार्थम्અવતરણિકાર્ય :
વિશેષ પ્રસ્તારનો પર્યાયનય મૂળવ્યાકરણી છે ગાથા-૩માં બતાવ્યું એ પ્રમાણે વિશેષના પ્રસ્તારનું મૂલ કારણ પર્યાયનય છે. અને શબ્દાદિ શેષ પર્યાયનયના ભેદો છે એ પ્રમાણે પૂર્વમાં કહેવાયું ગાથા-૩માં કહેવાયું. તેના સમર્થન માટે કહે છે – ભાવાર્થ :
ગાથા-૩માં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બે મૂળ નયો બતાવ્યા. તેમાં સંગ્રહનો પ્રસ્તાર ગાથા-૪માં બતાવ્યો. તેથી સંગ્રહના પ્રસ્તારનો મૂળ વ્યાકરણી દ્રવ્યાર્થિકનય છે એમ પ્રાપ્ત થાય. વળી, વિશેષ પ્રસ્તારનો=વિશેષના ભેદોનો, મૂળ વ્યાકરણી=મૂળ ઉત્પાદક, પર્યાયનય છે. જે ઋજુસૂત્રનયથી પ્રારંભ થાય છે અને શબ્દ આદિ શેષ નયો પર્યાયાર્થિકનયના ભેદો છે એ પ્રમાણે ગાથા-૩માં બતાવ્યું. હવે તેનું સમર્થન કરવા અર્થે બતાવે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org