SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૦ ૧૧૯ શબ્દો એકાર્થક છે એ પ્રમાણે શબ્દનય કહે છે. વળી સમભિરૂઢનય ભિન્ન અભિધેય ઘટ, કુંભ શબ્દ કહે છે; કેમ કે રૂપ, રસાદિની જેમ ભિન્ન પ્રવૃત્તિનિમિત્તપણું છે=ઘટ અને કુંભ શબ્દોનું ભિન્ન પ્રવૃત્તિનિમિત્તપણું છે. એથી એક અર્થવાળો એક શબ્દ છે એમ સમભિરૂઢનય માને છે. પૂર્વમાં કહેલ કે વિકલ્પિત શબ્દપર્યાય ભિન્ન અને અભિન્ન છે, તેથી વિકલ્પિત પર્યાય શબ્દનયની અપેક્ષાએ કઈ રીતે ભિન્ન છે અને સમભિરૂઢનયની અપેક્ષાએ કઈ રીતે અભિન્ન છે ? તે બતાવ્યું. હવે વિકલ્પિત શબ્દપર્યાય કઈ અપેક્ષાએ માત્ર અભિન્ન છે ? તે સ્પષ્ટ કરે છે વળી એવંભૂતનય ચેષ્ટાસમયમાં જ ‘ઘટ‘, ‘ઘટ’ શબ્દવાચ્ય છે એમ કહે છે, અન્યથા=ચેષ્ટાસમય સિવાય, ઘટને ‘ઘટ' શબ્દવાચ્ય સ્વીકારવામાં આવે તો પટને પણ ઘટ સ્વીકારવાનો અતિપ્રસંગ આવે. તે કારણથી=ચેષ્ટાસમયમાં જ ઘટને ઘટ સ્વીકારે છે તે કારણથી, આ રીતે ચેષ્ટા સાથે અભિન્ન એવો ઘટરૂપ અર્થ આને=એવંભૂતનયને, વાચ્ય છે એથી અભિન્ન અર્થવાળો ઘટ શબ્દ છે એમ એવંભૂતનય માને છે. ।।૧/૩૦।। - ભાવાર્થ :-- પૂર્વ ગાથામાં બાહ્ય દેખાતો પદાર્થ દ્રવ્યરૂપ અને પર્યાયરૂપ છે તેમ કહ્યું. વળી દ્રવ્યરૂપ દૃષ્ટિથી વસ્તુ અવિકલ્પરૂપ દેખાય છે અને આરંભ કરાયેલો વિભાગ પર્યાયાસ્તિકનો માર્ગ છે એમ બતાવીને પદાર્થનું સ્વરૂપ બતાવ્યું. એથી પદાર્થ દ્રવ્યથી અભેદરૂપ અને પર્યાયથી ભેદરૂપ છે તેમ પ્રાપ્ત થાય છે. વળી, વસ્તુ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે અને તે સંગ્રહાદિ છ નયનો વિષય છે. તે વસ્તુને જ જોનાર પર્યાયાસ્તિકનયની દૃષ્ટિ ભેદને બતાવે છે. તેને સામે રાખીને વિચારીએ તો સર્વ નયના વિષયરૂપ વસ્તુને પણ પર્યાયાસ્તિકનયની દૃષ્ટિ બે વિભાગમાં વિભક્ત કરે છે તેને બતાવે છે. તે વળી સંક્ષેપથી બે પ્રકારનો છે (૧) વ્યંજનનિયતભેદ અને (૨) અર્થનિયતભેદ. વ્યંજન એટલે પદાર્થના સ્વરૂપને અભિવ્યક્ત કરનાર શબ્દો. તે શબ્દને જોનારી જે નયદૃષ્ટિ તે શબ્દનય સાથે નિબંધનવાળી છે. તેનાથી નિયત એવો જે પર્યાયાસ્તિકનયના વિષયવાળો ભેદ છે તે વ્યંજનનિયત ભેદ છે. અર્થ એટલે બાહ્ય દેખાતો પદાર્થ, તેને જોનારી જે નયદૃષ્ટિ તે અર્થનય છે. તેનાથી નિયત એવો જે ભેદ છે તે અર્થનય સાથે નિબંધનવાળો છે. તેનાથી નિયત એવો દ્રવ્યાસ્તિકનયના વિષયવાળો ભેદ છે તે અર્થનિયત ભેદ છે. વળી વ્યંજનનિયતમાં અને અર્થનિયતમાં જે અર્થગતવિભાગ છે એ અભિન્ન છે=સંગ્રહનય, વ્યવહારનય, અને ઋજુસૂત્રનયરૂપ અર્થપ્રધાનનયનો વિષય એવો અર્થપર્યાય અભિન્ન છે. કેમ અભિન્ન છે ? તેમાં યુક્તિ બતાવે છે સંગ્રહનય અસદ્દી વ્યવચ્છિન્ન એવું જે સત્ એનાથી અભિન્ન એવા અર્થપર્યાયરૂપ વસ્તુને સ્વીકારે છે, તેથી સંગ્રહનય અસદ્દી વ્યવચ્છિન્ન એવા સત્ પર્યાય વિશિષ્ટ વસ્તુ સ્વીકારે છે. વ્યવહારનય અદ્રવ્યથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy