SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૧ અવતરણિકાર્ચ - ગાથા-૧૭થી કરાયેલ કથનનું નિગમન કરતાં કહે છે – આ રીતે એકાંતવાદના અભ્યપગમમાં બંધહેતુ આદિની અનુપપત્તિ હોવાથી આલોકના અને પરલોકના સર્વ વ્યવહારનો વિલોપ છે. એથી એકાંત વ્યવસ્થાપક સર્વ પણ તયો મિથ્યાષ્ટિ છે. વળી, અન્યોન્ય વિષયના અપરિત્યાગવૃત્તિવાળા તેઓ જ સમ્યક્તને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ ગાથા-૧૭થી અત્યાર સુધી સ્થાપન કર્યું કે આત્માને એકાંત દ્રવ્યરૂપ કે એકાંત પર્યાયરૂપ સ્વીકારવામાં આવે તો બંધહેતુ આદિની અપ્રાપ્તિ થાય અને બંધહેતુ આદિની અપ્રાપ્તિ થાય તો આલોકના અને પરલોકના સર્વ વ્યવહારનો વિલોપ પ્રાપ્ત થાય. આશય એ છે કે બંધતુ આદિમાં “આદિ' પદથી એકાંતપક્ષમાં સુખ-દુઃખની અનુપપત્તિ છે તેનું ગ્રહણ છે. સંસારી જીવો આલોકમાં સુખની પ્રાપ્તિ અર્થે અને દુઃખની નિવૃત્તિ અર્થે પ્રયત્ન કરે છે, પરલોક અર્થે યોગીઓ બંધના હેતુઓના ઉચ્છેદ માટે પ્રવૃત્તિ કરે છે અને મોક્ષાર્થક પ્રવૃત્તિ કરે છે, તે સર્વનો વિલોપ થાય; કેમ કે આત્મા એકાંતનિત્ય હોય કે એકાંતક્ષણિક હોય તો આગામી સુખ માટે કે પ્રાપ્ત થયેલા દુઃખની નિવૃત્તિ માટે પ્રયત્ન થાય નહીં અને પરલોક માટે યોગમાર્ગમાં જે પ્રવૃત્તિ થાય છે તે પણ સંગત થાય નહીં. એથી એકાંત વ્યવસ્થાપક સર્વ પણ નયો મિશ્રાદષ્ટિ છે. મિથ્યાદૃષ્ટિ એવા તે જ નવો અન્યોન્ય વિષયના અપરિત્યાગવૃત્તિવાળા બને છે=દરેક નયો પોતાનાથી અન્ય નયનો અપલાપ નહીં કરનારા બને છે, ત્યારે તે નમો સમ્યક્તને પ્રાપ્ત કરે છે એ પ્રમાણે ઉપસંહાર કરતાં કહે છે – ગાથા : तम्हा सव्वे वि णया मिच्छादिट्ठी सपक्खपडिबद्धा । अण्णोण्णणिस्सिआ उण हवंति सम्मत्तसब्भावा ।।१/२१।। છાયા : तस्मात् सर्वेऽपि नया मिथ्यादृष्टयः स्वपक्षप्रतिबद्धाः । अन्योऽन्यनिश्रिताः पुनः भवन्ति सम्यक्त्वसद्भावाः ।।१/२१ ।। અન્વયાર્થ: તા=તે કારણથી=એકાંતપક્ષમાં બંધાદિ હેતુની અનુપતિ છે તે કારણથી, સાપવિદ્ધા=સ્વપક્ષ પ્રતિબદ્ધ એવા, સર્વે વિ પા=સર્વ પણ તયો સ્વપક્ષમાત્રને સ્વીકારનારા અને અન્ય નયના પક્ષનો અપલાપ કરનારા સર્વ પણ નયો, મિચ્છાવિઠ્ઠી મિથ્યાદષ્ટિ છે, ૩UT Tvvruvrforસિગા=વળી અન્યોન્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy