SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૫, ૪૬ ભાવો સાથે ભેદ જણાય છે. આ રીતે જાતિ આદિ સાથે પોતાના અભેદનો સંબંધ અને બાલાદિ ભાવો સાથે પોતાના ભેદનો સંબંધ દરેકને પ્રતીત છે. તેથી બાહ્ય પ્રત્યક્ષથી પોતે ભેદાભેદાત્મક છે એ પ્રકારની પ્રતીતિ થાય છે. અહીં ટીકાકારશ્રીએ ગાથામાં રહેલ ‘સંબંધો' શબ્દનો અન્વય બે રીતે કરેલ છે. પ્રથમ અન્વય અનુસાર ‘જાતિ આદિને આશ્રયીને સંબંધ' એ પ્રમાણે અર્થ કર્યો, જે પૂર્વમાં બતાવ્યો. ત્યારબાદ ‘અથવા’ શબ્દથી જેમ જાતિ આદિ છે તેમ સંબંધ પણ જન્મજનકભાવરૂપ છે અર્થાત્ પોતાના માતાપિતાદિ પોતાના જનક છે પોતે તેનાથી જન્ય છે, આ પ્રકારનો સંબંધ છે. જાતિથી માંડીને સંબંધ સુધી, સર્વ પુરુષમાં જન્મથી માંડીને મૃત્યુકાલ સુધી એકત્વરૂપે અભિન્ન અવભાસમાન છે. એથી અભેદનો બોધ થાય છે. અહીં જન્ય-જનકભાવ સંબંધ ગ્રહણ કર્યો અને તેનાથી અન્ય જે સંબંધો જન્મથી માંડીને મૃત્યુ સુધી રહેતા હોય તે સંબંધો ઉપલક્ષણથી ગ્રહણ કરવાના છે. ૧/૪૫મા અવતરણિકા : आध्यात्मिकाध्यक्षतोऽपि तथाप्रतीतेस्तथारूपं तद् वस्त्विति प्रतिपादयन्नाह दृष्टान्तदान्तिकोप संहारद्वारेण અવતરણિકાર્ય : આધ્યાત્મિક પ્રત્યક્ષથી પણ તે પ્રકારની પ્રતીતિ હોવાથી=ભેદાભેદાત્મકની પ્રતીતિ હોવાથી, તેવા રૂપવાળી તે વસ્તુ છે=ભેદાભેદાત્મક સ્વરૂપવાળી જીવરૂપ વસ્તુ છે, એ પ્રમાણે પ્રતિપાદન કરતાં ગ્રંથકારશ્રી દૃષ્ટાંતથી દાષ્કૃતિકરૂપે ઉપસંહાર દ્વારા કહે છે wow છાયા : ભાવાર્થ - ગાથા-૪૩-૪૪ના દૃષ્ટાંતથી દાĒતિકનો ઉપસંહાર ગાથા-૪૫માં કર્યો, તે બાહ્ય પ્રત્યક્ષથી કરેલ. હવે આધ્યાત્મિક પ્રત્યક્ષથી ગાથા-૪૩-૪૪માં બતાવેલ દૃષ્ટાંતથી દાષ્કૃતિકનો ઉપસંહાર બતાવે છે, જેનાથી જીવરૂપ વસ્તુ ભેદાભેદાત્મક છે તેનું પ્રતિપાદન થાય છે ગાથા : = Jain Educationa International तेहिं अतीताणागयदोसगुणदुगुछणऽब्भुवगमेहिं । तह बंधमोक्खसुहदुक्खपत्थणा होइ जीवस्स || १/४६।। तेभ्योऽतीतानागतदोषगुणदुगुञ्छणाभ्युपगमाभ्याम् । तथा बन्धमोक्षसुखदुःखप्रार्थना भवति जीवस्य ।।१/४६।। For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy