________________
૧૮૮
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૮ त्मनस्तथाविधत्वात् तथाव्यपदेशसम्भवात्, आत्मपुद्गलयोश्च रूपादिज्ञानादीनामन्योन्यानुप्रवेशात् कथञ्चिद् एकत्वम् अनेकत्वं च, मूर्त्तत्वम् अमूर्त्तत्वं चाव्यतिरेकात् सिद्धमिति ।।१/४८।। ટીકાર્ય :
રૂપ .. સિદ્ધતિ | દેહ આશ્રિત જે રૂપ, રસ, ગંધ, સ્પર્ધાદિ પર્યાયો છે અને વિશુદ્ધ સ્વરૂપવાળા જીવદ્રવ્યમાં જે જ્ઞાનાદિ છે તે ભવસ્થમાં=સંસારી જીવમાં, અન્યોન્ય અનુગત “જીવમાં રૂપાદિ અને દેહમાં જ્ઞાનાદિ” એ પ્રકારે અન્યોન્ય અનુગત, પ્રરૂપણા કરવી જોઈએ અર્થાત્ કહેવા જોઈએ. ગાથામાં ભવસ્થ શબ્દ છે ત્યાં “'કારનો પ્રશ્લેષ થવાથી “અથવાથી અસંસારી એવા મુક્તમાં પણ દેહ અને જીવના પર્યાયો અચોચ અનુગત જાણવા એમ અવય છે.
અને સંસાર અવસ્થામાં દેહ અને આત્માનો અવ્યોચ અનુબંધ હોવાથી=અન્યોન્ય એકમેકભાવ હોવાથી રૂપાદિ વડે તે પ્રકારનો વ્યપદેશ થાય=જીવમાં રૂપાદિ છે અને દેહમાં જ્ઞાનાદિ છે તે પ્રકારનો વ્યપદેશ થાય, પરંતુ મુક્ત અવસ્થામાં વળી તેનો અભાવ હોવાથી-દેહ અને આત્માના અવ્યોચ સંબંધનો અભાવ હોવાથી, આ યુક્ત નથી દેહતા રૂપાદિ અને જીવના જ્ઞાનાદિ અન્યોન્ય અનુગત છે તે યુક્ત નથી, એ પ્રમાણે તે કહેવું; કેમ કે તે અવસ્થામાં પણ=મુક્ત અવસ્થામાં પણ, દેહ આદિ આશ્રિત રૂપાદિના ગ્રહણ પરિણત જ્ઞાન અને દર્શનના પર્યાય દ્વારા આત્માનું તથાવિધિપણું હોવાથી-દેહ આદિ આશ્રિત રૂપાદિનું આત્મા સાથે અન્યોન્ય અનુગતપણું હોવાથી, તે પ્રકારના વ્યપદેશનો સંભવ છેઃસિદ્ધ અવસ્થામાં દેહતા રૂપાદિ જીવમાં છે અને જીવના જ્ઞાનાદિ દેહમાં છે તે પ્રકારના વ્યપદેશનો સંભવ છે અને આત્માના અને પુદ્ગલના રૂપાદિતો અને જ્ઞાનાદિનો અન્યોન્ય અનુપ્રવેશ છે.
આનાથી શું પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરે છે – આત્માનું અને પુદ્ગલનું કથંચિત્ એકત્વ અને કથંચિત્ અનેકત્વ, કથંચિત્ મૂર્તત્વ અને કથંચિટ્ટ અમૂર્તત્વ, અવ્યતિરેકને કારણે સિદ્ધ છે=આત્માના અને પુગલના અભેદને કારણે સિદ્ધ છે. II૧/૪૮II ભાવાર્થ :
ગાથા-૪૭માં કહ્યું એ પ્રમાણે જીવ અને કર્મ પરસ્પર અનુપ્રવિષ્ટ છે, એથી જીવમાં વર્તતા જ્ઞાનાદિ ગુણો અને પુદ્ગલરૂપ કર્મમાં વર્તતા રૂપાદિ ગુણો પણ પરસ્પર અનુપ્રવિષ્ટ છે, તે બતાવતાં કહે છે –
પગલાત્મક દેહાશ્રિત જે રૂપ, રસ, ગંધ, સ્પર્ધાદિ પર્યાયો છે તે જીવમાં અનુગત છે અને જીવમાં જે જ્ઞાનાદિ ગુણો છે તે પુદ્ગલમાં અનુગત છે.
આશય એ છે કે સંસારી જીવો દેહ સાથે કથંચિત્ એકત્વભાવને પામેલ છે, તેથી આત્મા અરૂપી હોવા છતાં દેહ સાથે એકત્વવાળો હોવાને કારણે “આ દેહ છે અને આ આત્મા છે' એવું પૃથર્ગે દર્શન થતું નથી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org