SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧ અવતરણિકા : અને અહીં સંસારમાં, શારીરિક, માનસિક અનેક દુઃખ દારિત્ર્યના ઉપદ્રવોથી ઉપદ્રવ પામેલા નિરુપમ અનતિશય અનંત એવા શિવસુખના અનત્યસમ=અસાધારણ, અને અવંધ્યકારણ એવા સમ્યમ્ જ્ઞાન-દર્શન-ચારિત્રાત્મક પરમ રત્નત્રયીની પ્રાપ્તિ કરવાની ઇચ્છાથી અતિગંભીર જિતવચન મહોદધિમાં અવતાર પામવાની કામનાવાળા, પરંતુ તેમાં અવતરણના ઉપાયને નહીં જાણતારા ભવ્યજીવોને તેના દર્શન વડે જિનશાસનરૂપી સમુદ્રમાં અવતારના ઉપાયના દર્શન વડે, તેઓનો મહાન ઉપકાર થાઓ અને તપૂર્વક પોતાનો ઉપકાર છે=અત્યજીવોને કરાયેલા ઉપકારપૂર્વક પોતાનો ઉપકાર છે, એ પ્રમાણે માનનાર આચાર્ય દુષમા આરારૂપ શ્યામા=રાત્રિ, એવા સમયથી ઉદ્ભુત સમસ્ત જનતાના હૃદયમાં રહેલ સંતમસ અંધકાર, તેના વિધ્વંસકપણાથી પ્રાપ્ત કર્યું છે યથાર્થ અભિધાન જેમણે એવા પ. પૂ. આ. ભ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ, તેના ઉપાયભૂત સમ્મતિ નામના પ્રકરણના કરણમાં પ્રવર્તમાન, “શિષ્ટો કોઈપણ અભિષ્ટ વસ્તુમાં પ્રવર્તતા અભિષ્ટ દેવતાવિશેષતા સ્તવવિધાનપૂર્વક પ્રવર્તે છે” એ પ્રકારે તેના સમયના પરિપાલતપર=શિષ્ટોના આચારના પરિપાલનમાં તત્પર, અને તેના વિધાનથી ઉદ્ભૂત=શિષ્યના આચારના સેવનથી ઉદ્ભૂત, પ્રકૃષ્ટ શુભભાવરૂપ અત્યંત બળતા અગ્નિથી દગ્ધ પ્રચુરતર ક્લિષ્ટકર્મને કારણે આવિર્ભત વિશિષ્ટ પરિણતિથી પ્રભાવ એવી પ્રસ્તુત પ્રકરણની પરિસમાપ્તિને જાણતા, ‘અરિહંતોની અહંતા શાસનપૂર્વિકા છે અને પૂજિતનાં પૂજક લોક છે', “વિનયમૂલવાળું સ્વર્ગ-અપવગદિ સુખરૂપ સુમનના સમૂહથી પુષ્પોના સમૂહથી, ઉત્પન્ન થયેલો આનંદરૂપ અમૃતરસ, તેના ઉદગ્ર સ્વરૂપની પ્રાપ્તિના સ્વભાવવાળા ફળને આપવામાં સમર્થ એવું ધર્મકલ્પદ્રમ છે એ પ્રકારે પ્રદર્શન પર એવા ભુવનગુરુ, એવા પણ અને પ્રાપ્ત કરી છે નિર્મલ કેવલજ્ઞાનસંપત્તિ જેમણે એવા તીર્થંકર વડે, શાસતાર્થની અભિવ્યક્તિકરણના સમયમાં વિહિત સ્તવપણું હોવાથીeતીર્થની સ્તુતિ કરેલ હોવાથી, શાસન અતિશયથી સવા છે એ પ્રમાણે નિશ્ચયવાળા અને “અસાધારણ ગુણના ઉત્કીર્તનસ્વરૂપ જ પારમાર્થિક સ્તવ છે” એ પ્રમાણે સંપ્રધારણ કરીને ગ્રંથકારશ્રી અભિષ્ટ દેવતાવિશેષરૂપ શાસનના પ્રધાનભૂત સિદ્ધત્વ, કુસમયવિશાસિત્વ, અહ~ણીતવાદિ ગુણ પ્રકાશન દ્વારા સ્તવને કહેનારી ગાથાને કહે છે – ભાવાર્થ : સંસારમાં શારીરિક, માનસિક અનેક દુઃખ દારિદ્રયના ઉપદ્રવથી ઉપદ્રવ પામેલા જીવો છે. તેમાંથી જે ભવ્યસત્ત્વજીવો છે તેઓ નિરુપમ અતિશય આનંદને દેનાર શિવસુખની ઇચ્છા કરનાર છે અને તેવા શિવસુખના બહિરંગ અનેક કારણો છે તોપણ અનન્યસમ કારણ રત્નત્રયી છે. વળી તે રત્નત્રયી શિવસુખની પ્રાપ્તિમાં અવંધ્ય કારણ છે અને તેવી રત્નત્રયીની પ્રાપ્તિના તે ભવ્યજીવો અર્થ છે અને તેના કારણે તે ભવ્યજીવો અતિગંભીર એવા જિનવચનરૂપી સમુદ્રમાં અવતરણની કામનાવાળા છે. આમ છતાં તે જિનવચનરૂપી સમુદ્રમાં અવતરણના ઉપાયને જાણતા નથી તેવા ભવ્યજીવોને જિનવચનરૂપી સમુદ્રમાં અવતરણના ઉપાયને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy