________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | પ્રસ્તાવના અસ્તિત્વરૂપે સાદૃશ્ય છે તેથી અભેદ છે અને તે તે વ્યક્તિરૂપે ભેદ છે તેથી જગતવર્તી સર્વ પદાર્થોમાં કોઈક રીતે અભેદની અને કોઈક રીતે ભેદની પ્રતીતિ છે. આ રીતે અભેદને જોનારી દૃષ્ટિ દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિ છે અને ભેદને જોનારી દૃષ્ટિ પર્યાયાસ્તિકનયની દૃષ્ટિ છે. તેને આશ્રયીને સર્વ નયોનો ઉદ્ભવ છે. માટે વિવેકી પુરુષે સ્વઅનુભવ અનુસાર પદાર્થને સૂક્ષ્મ જોવા યત્ન કરવો જોઈએ અને તેના બળથી જે સાક્ષાત્ દેખાતા નથી તેવા અતીન્દ્રિય ભાવોનું શાસ્ત્રવચનથી ગ્રહણ કરવું જોઈએ અને જે રીતે દેખાતા પદાર્થોમાં ભેદભેદનો અનુભવ છે તેને આશ્રયીને નયોનો ઉદ્ભવ સ્વસંવેદનથી દેખાય છે. તે રીતે શાસ્ત્રથી દેખાતા પદાર્થોમાં નયોનું યોજન કરવા માટે યત્ન કરવો જોઈએ, પરંતુ મૂઢતાથી શાસ્ત્રના તે તે વચનોને ગ્રહણ કરીને એકાંતવાદનું સ્થાપન થાય તે પ્રમાણે યત્ન કરવો જોઈએ નહીં.
આ રીતે વિભજ્યવાદની મર્યાદાનો સૂક્ષ્મ બોધ થાય છે. વિભજ્યવાદની મર્યાદાનો સૂક્ષ્મ બોધ જેમ જેમ સૂક્ષ્મ-સૂક્ષ્મતર થાય છે તેમ તેમ સમ્યગ્દર્શન જ નિર્મળ-નિર્મળતર થાય છે, કેમ કે સમ્યગ્દર્શનનું બીજ જ વિભજ્યવાદ છે અને તેને જ અતિશય કરવા અર્થે “સમ્મતિ' ગ્રંથનું નિર્માણ છે. આથી જ વિભજ્યવાદની સુંદર મતિને આપનાર પ્રસ્તુત ગ્રંથ છે.
વળી, દ્રવાસ્તિકનયન અને પર્યાયાસ્તિકનયની દૃષ્ટિ પૂર્ણ પદાર્થને બતાવનાર છે અને તે નયોની દૃષ્ટિ તરતમતાથી સંગ્રહનય આદિ છે નયોને બતાવે છે તેમ તે છ નયોમાંથી બાહ્ય પદાર્થરૂપ અર્થને આશ્રયીને સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયરૂપ નયો પ્રવર્તે છે અને શબ્દરૂપ વ્યંજનપર્યાયને આશ્રયીને શબ્દનય આદિ ત્રણ નયો પ્રવર્તે છે. તેમાં બાહ્ય પદાર્થરૂપ અર્થને જોનાર જે અર્થનય છે તેને અવલંબીને સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનય પ્રવર્તે છે તેને અવલંબીને સપ્તભંગીની પ્રાપ્તિ થાય છે. તેમાં સંગ્રહનય “સત્'ને સ્વીકારનાર છે. તેથી “સ્યા અસ્તિ'નો ભાંગો પ્રાપ્ત થાય છે. વળી, તે “સત્ જ કોઈક સ્વરૂપે “સ” હોવા છતાં અન્ય સ્વરૂપે “અસત્” છે. આથી જ ઘટરૂપ સત્ વસ્તુ ઘટરૂપે સત્ હોવા છતાં પટરૂપે કે અન્ય ઘટરૂપે અસત્ છે તેથી વ્યવહારનય તે સત્ વસ્તુને પર સ્વરૂપે નાસ્તિ' કહે છે. તેથી “સ્યાદ્ નાસ્તિ'નો ભાંગો પ્રાપ્ત થાય છે. તેથી એ ફલિત થાય કે સંગ્રહનયે પદાર્થને અસ્તિરૂપે કહ્યો તે જ પદાર્થને વ્યવહારનય અન્ય સ્વરૂપે નાસ્તિ કહે છે. વળી, દરેક પદાર્થો કોઈક સ્વરૂપે છે અને કોઈક સ્વરૂપે નથી તે રીતે પદાર્થનું સ્વરૂપ બે નયો બતાવે છે અને ઋજુસૂત્રનય તે બંને સ્વરૂપ વસ્તુમાં હોવા છતાં એક કાળમાં એક શબ્દથી વાચ્ય નથી તેમ સ્વીકારીને તે વસ્તુને અવક્તવ્ય સ્વીકારે છે; કેમ કે પદાર્થમાં રહેલું અસ્તિ સ્વરૂપ અને પદાર્થમાં રહેલું નાસ્તિ સ્વરૂપ એક સાથે એક જ શબ્દથી કહી શકાતું નથી તેથી “સ્યાદ્ અવક્તવ્ય રૂપ ત્રીજો ભાંગો પ્રાપ્ત થાય છે.
આ ત્રણ ભાંગા એક પૂર્ણ વસ્તુને આશ્રયીને થયેલા છે; કેમ કે ઘટરૂપ વસ્તુ પોતાના સ્વરૂપે છે તેને આશ્રયીને “સ્યાદ્ અસ્તિ'રૂપ પ્રથમ ભાંગો પ્રાપ્ત થયો. તે જ ઘટરૂપ વસ્તુને પરરૂપે જોવામાં આવે ત્યારે ‘સ્યા નાસ્તિ'રૂપ બીજો ભાંગો પ્રાપ્ત થાય છે અને તે જ ઘટરૂપ વસ્તુને સ્વરૂપે અને પરરૂપે જોવામાં આવે તો તેને આશ્રયીને “સ્યાદ્ અવક્તવ્ય રૂપ ત્રીજો ભાગો પ્રાપ્ત થાય છે. આ રીતે પૂર્ણ ઘટરૂપ વસ્તુને જોઈને ત્રણ જ ભાંગા પ્રાપ્ત થાય છતાં બુદ્ધિથી એક ઘટરૂપ વસ્તુના દેશની કલ્પના કરીને વિચારણા કરવામાં આવે તો અન્ય ચાર ભાંગા પ્રાપ્ત થાય છે. જે ચાર ભાંગા એક જ વસ્તુના દેશને આશ્રયીને થાય છે. આ રીતે સપ્તભંગીના બળથી નિપુણતાપૂર્વક પદાર્થને જોવામાં આવે તો અનુભવ અનુસાર તે પદાર્થને જોનારી સર્વ દૃષ્ટિઓનો ઉઘાડ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org