SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | પ્રસ્તાવના વસ્તુ જે સ્વરૂપે વિદ્યમાન છે તે વસ્તુને તે સ્વરૂપે સ્વીકારે છે અને આ ત્રણે નયોની દૃષ્ટિ અર્થનયની દૃષ્ટિ છે અર્થાત્ “સમ્મતિ' ગ્રંથમાં પદાર્થને જોનાર બે દૃષ્ટિ અર્થનય અને વ્યંજનનય સ્વરૂપ છે તેમ બતાવીને પ્રથમ ત્રણ નયથી જોનારી દૃષ્ટિ અર્થનય સ્વરૂપ છે તેમ કહેલ છે. ત્યારપછી ઋજુસૂત્રનયથી દેખાતા વર્તમાનક્ષણવર્તી પદાર્થને જ સૂક્ષ્મ-સૂક્ષ્મતર જોવા માટે શબ્દ આદિ ત્રણ નવો પ્રવર્તે છે જેને પ્રસ્તુત ગ્રંથમાં વ્યંજનનય કહેલ છે; કેમ કે શબ્દના બળથી તે પર્યાયો અભિવ્યક્ત થાય છે. તેથી શબ્દ આદિ ત્રણ નો વ્યંજનનય છે. જેમ વર્તમાન ક્ષણવર્તી તટને જોઈને શબ્દનયની દૃષ્ટિથી કોઈ પુરુષ તે તટને પુલિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ દ્વારા કહે કે તટ:, તરી, તરં તો પુરોવર્સી દેખાતો એક જ તટ લિંગના ભેદથી ભેદને પામે છે. વળી, તટમાં વર્તતા પાણીને જોઈને કોઈક કહે કે “રત્ન' અથવા ‘મ:' ત્યાં પણ એકવચન-બહુવચનના પ્રયોગના ભેદથી એક જ નન અને માપ નો શબ્દનય ભેદ કરે છે. વળી, શબ્દનય ઘટ, કુંભ આદિ પર્યાયવાચી શબ્દોથી દેખાતા ઘટને ઘટરૂપ જ કહે છે, પરંતુ શબ્દનય કરતાં પણ સૂક્ષ્મ જોનાર સમભિરૂઢનય ઘટના અને કુંભનો ભેદ કરે છે; કેમ કે ઘટનક્રિયા કરનાર વસ્તુને ઘટ કહેવાય અને કુંભનક્રિયા કરનાર વસ્તુને કુંભ કહેવાય એમ સમભિરૂઢનયની દૃષ્ટિ કહે છે. વળી, સમભિરૂઢનય ઘટનક્રિયા થતી ન હોય ત્યારે પણ તે ઘટને ઘટ કહે છે અને ઘટનક્રિયા થતી હોય ત્યારે પણ તે ઘટને ઘટ કહે છે, પરંતુ એવંભૂતનય જ્યારે ઘટનક્રિયા ન થતી હોય ત્યારે તે ઘટને ઘટ સ્વીકારતો નથી અને ઘટમાં ઘટનક્રિયા વર્તતી હોય ત્યારે જ ઘટને ઘટ કહે છે. વળી, આ શબ્દાદિ ત્રણે નયો અત્યંત ગંભીર છે, તેથી યોગમાર્ગના સૂક્ષ્મ બોધમાં તેની અત્યંત ઉપયોગિતા છે. વળી, ઋજુસૂત્રનય પર્યાયાસ્તિકનયનો ભેદ હોવા છતાં કાંઈક સામાન્યને સ્પર્શે છે એથી : તટી, તરંનો ભેદ કરતો નથી. પરંતુ પરોવર્સી દેખાતા વર્તમાનના તટને તટ સ્વીકારે છે. માટે દ્રવ્યાસ્તિકનયથી કાંઈક આક્રાંત છે. વળી, શબ્દનય પણ પર્યાયાસ્તિકનયનો ભેદ હોવા છતાં અને ઋજુસૂત્રનય કરતાં પણ સૂક્ષ્મ પર્યાયનો ભેદ કરનાર હોવા છતાં કાંઈક સામાન્યને સ્પર્શનાર છે આથી દ્રવ્યાસ્તિકનયથી કાંઈક આક્રાંત છે, આથી જ શબ્દનય ઘટ અને કુંભ શબ્દથી વાચ્ય ઘટના ભેદને કરતો નથી એથી ઘટનક્રિયા કરનાર અને કુંભનક્રિયા કરનાર ઘટ અને કુંભ બન્નેને ઘટરૂપે સ્વીકારે છે. વળી, શબ્દનય કરતાં પણ સૂક્ષ્મ પર્યાયનો ભેદ કરનાર સમભિરૂઢનય પર્યાયાસ્તિકનયનો ભેદ હોવા છતાં કાંઈક સામાન્યને સ્પર્શે છે માટે દ્રવ્યાસ્તિકનયથી કાંઈક આક્રાંત છે આથી ઘટનક્રિયા ન વર્તતી હોય અને ઘટનક્રિયા વર્તતી હોય ત્યારે તે બંને અવસ્થામાં સામાન્ય એવા ઘટને ઘટ કહે છે. વળી, એવંભૂતનય ઘટનક્રિયાકાળમાં જ ઘટને ઘટ સ્વીકારે છે અને જ્યારે ઘટનક્રિયા નથી ત્યારે તે ઘટને એવંભૂતનય ઘટ સ્વીકારતો નથી માટે એવંભૂતનય શુદ્ધ પર્યાયાસ્તિકનયની દૃષ્ટિ છે. ત્યારપછી પર્યાયનો સૂક્ષ્મભેદ થઈ શકતો નથી. આથી એ ફલિત થાય કે સંગ્રહનય શુદ્ધ દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિ છે અને અન્ય નયનો અપલાપ નહીં કરનાર હોવાથી અને અન્ય નયનો ગૌણરૂપે સ્વીકાર કરનાર હોવાથી સુનય દૃષ્ટિ છે. વળી, એવંભૂતનયની દૃષ્ટિ શુદ્ધ પર્યાયાસ્તિકનયની દૃષ્ટિ છે અને પૂર્વના સર્વ નયોને પોતપોતાના સ્થાને ઉચિત રીતે ગૌણરૂપે સ્વીકારનાર દૃષ્ટિ હોવાથી સુનય દૃષ્ટિ છે. વળી, વ્યવહારનયથી માંડીને સમભિરૂઢનય સુધીના ચાર નવો કાંઈક દ્રવ્યને અને કાંઈક પર્યાયને સ્પર્શનારા છે તોપણ પૂર્વ-પૂર્વ કરતાં ઉત્તર-ઉત્તરના નયો સૂક્ષ્મ-સૂક્ષ્મ પર્યાયને જોનારા છે અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy