________________
५०
ટીકા ઃ
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૬
संग्रहादिसकलनयसमूहे ऽपि नास्ति कश्चिद् नय उभयवादप्ररूपकः, यतः मूलनयाभ्यामेव यत् प्रतिज्ञातं वस्तु तदेव आश्रित्य प्रत्येकरूपाः संग्रहादयः पूर्वपूर्वनयाधिगतांशविशिष्टमंशान्तरमधिगच्छन्तीति न विषयान्तरगोचराः, अतो व्यवस्थितम् परस्परात्यागप्रवृत्तसामान्यविशेषविषयसङ्ग्रहाद्यात्मकनयद्वयाधिगम्यात्मकत्वात् वस्त्वप्युभयात्मकम् ।।१/१६।।
ટીકાર્ય ઃ
संग्रहादिसकलनय વર્સ્વણુમવાભમ્ । સંગ્રહાદિ સકલ નયના સમૂહમાં પણ ઉભયવાદનો પ્રરૂપક કોઈ નય નથી. જે કારણથી મૂળનયો દ્વારા જ જે પ્રતિજ્ઞાત વસ્તુ છે તેને જ આશ્રયીને પ્રત્યેકરૂપ સંગ્રહાદિ નયો પૂર્વ પૂર્વ નયથી અધિગત અંશથી વિશિષ્ટ અંશાન્તરને સ્વીકારે છે, એથી વિષયાન્તર ગોચર નથી=દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના વિષયથી અન્ય વિષયાન્તર ગોચર સંગ્રહાદિ નયો નથી. આથી=દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયના વિષયથી વિષયાન્તર ગોચર સંગ્રહાદિ નયો નથી આથી, પરસ્પર અત્યાગથી પ્રવૃત્ત એવા સામાન્યવિશેષ વિષયવાળા સંગ્રહાદિઆત્મક નયદ્વયથી અધિગમ્યાત્મકપણું હોવાથી=સંગ્રહાદિ નયો પરસ્પરના વિષયનો ત્યાગ કર્યા વગર સાપેક્ષ રીતે જોડાઈને પ્રવૃત્ત થયેલા સામાન્યરૂપ અને વિશેષરૂપ વિષયવાળા એવા સંગ્રહાદિ આત્મક દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય છે તેનાથી યથાર્થ વસ્તુનો બોધ થતો હોવાથી, વસ્તુ પણ ઉભયાત્મક વ્યવસ્થિત છે. ।।૧/૧૬।।
ભાવાર્થ:
સંગ્રહાદિ સાત નયના સમૂહમાં પણ કોઈ એવા નય નથી કે જે નય દ્રવ્ય અને પર્યાય ઉભયવાદનો પ્રરૂપક બને.
અહીં પ્રશ્ન થાય કે સાત નયોમાંથી કોઈ નય કેમ ઉભયવાદનો પ્રરૂપક નથી ? તેથી કહે છે
દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક બે નયોથી જે પ્રતિજ્ઞાત વસ્તુ છે તે વસ્તુને આશ્રયીને સંગ્રહાદિ સાતેય નયો વિશેષ વિશેષ કહે છે=સંગ્રહ નય જે કહે છે તેના કરતાં ઉપરનો નય કાંઈક વિશિષ્ટ અંશને ગ્રહણ કરીને કહે છે અને તેના પછીનો નય તેના કરતાં કાંઈક વિશિષ્ટ અંશને ગ્રહણ કરીને કહે છે, એ પ્રકારે યાવત્ એવંભૂતનય સુધી વિશિષ્ટ અંશને ગ્રહણ કરીને કહે છે. તેથી ફલિત થાય કે દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના વિષયથી અન્ય વિષયવાળા સંગ્રહાદિ નયો નથી, પરંતુ દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય જે દ્રવ્ય અને પર્યાયરૂપ વિષયને ગ્રહણ કરીને પ્રવૃત્ત છે તે જ વિષયને ગ્રહણ કરીને સંગ્રહાદિ સર્વ નયો પ્રવૃત્ત છે. માટે સંગ્રહાદિ નયોના સમૂહમાં ઉભયવાદનો પ્રરૂપક કોઈ નય નથી.
આશય એ છે કે સંગ્રહાદિ સર્વ નયોનો સમૂહ પૂર્ણ વસ્તુને બતાવનાર છે. હવે જો સંગ્રહાદ નયોમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org