Book Title: Le Miserabla urfe Patit Pavan
Author(s): Victor Hugo, Gopaldas Patel
Publisher: Vishva Sahitya Academy
Catalog link: https://jainqq.org/explore/006009/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જ્ય લે-મિઝેરાબ્લ ઉર્ફે પતિતપાવન વિક્ટર ભૂગો સંપાદક : ગોપાળદાસ પટેલ विश्व साहित्य अकादमी વિશ્વ સાહિત્ય અકાદમી Page #2 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ સાહિત્યનો આસ્વાદ માણો. ગાંધીવાદી સ્વતંત્ર વિચારક અને રાષ્ટ્રીય કેળવણીકાર શ્રી મગનભાઈ પ્રભુદાસ દેસાઈની પ્રેરણાથી શ્રી ગોપાળદાસ જીવાભાઈ પટેલે વિશ્વ-સાહિત્યની કહી શકાય એવી વિશ્વઃ || મોટા સાહિત્ય સમ્રાટોની જાણીતી મોટી નવલકથાઓના, પોત વિચારી કાઢેલી એક ખાસ શૈલીમાં, ‘વિસ્તૃત’ અને ‘સચિત્ર' સંક્ષેપો ઢગલાબંધ બહાર પાડ્યા છે. આ સુંદર અને ઉપયોગી પરંપરાને કાયમી સ્વરૂપ આપવાને “વિશ્વ-સાહિત્ય અકાદમી” નામની ખાસ નવી સંસ્થા સ્થાપવામાં આવી છે. અકાદમીની મંગલ-યોજનાનું આ પ્રથમ પુષ્પ છે. તે શ્રી મગનભાઈ દેસાઈના ‘શિક્ષણ અને સાહિત્ય' માસિકમાંથી ચૂંટવામાં આવ્યું છે . દર મહિને ગુજરાતી વાચકને આવું એક સુગંધીદાર પુષ્પ ભેટ આપવાનો અકાદમીએ સંકલ્પ કર્યો છે. બત્રીસ પાંખડીવાળું આ પુષ્પ દર માસની પહેલી તારીખે ખીલશે. આ માળામાં હવે પછી નીચેની પુસ્તિકાઓ પ્રસિદ્ધ થશે: અમરવેલ, અવળ-વાણી, આઈન્સ્ટાઈનની ધર્મદષ્ટિ, હેરોલ્ડ લાકીની જીવનદષ્ટિ, દીન-દુ:ખિયાંનો બેલી આલ્બર્ટ ગ્વાઈઝર, કલાગુરુ રવિશંકર રાવલ અને નંદલાલ બોઝ, માતૃભાષામાં ન્યાય, ચિંતન-મણિમાળા, યોગ અને સાચું પર્યાવરણ, ડૉ. ભમગરાનું આરોગ્ય-વિજ્ઞાન, ડૉ. વી. પી. ચિદવાણીનો ‘નિસર્ગોપચાર'. Page #3 -------------------------------------------------------------------------- ________________ વિશ્વસાહિત્ય અકાદમી ગ્રંથમાળા-૧ લે-મિઝેરાબ્લ ફે પતિતપાવન [શ્વિકટર હ્રાગા કૃત નવલકથાના વિક્રમ સક્ષેત્ર] સપાદક ગાપાળદાસ જીવાભાઈ પટેલ “અજ્ઞાન અને દારિદ્ર આ પૃથ્વી ઉપર જ્યાં સળી કાયમ હશે, ત્યાં લગી આ જાતનાં પુસ્તકો હરગિજ નિરુપયોગી નહિ બને. " - વિકારાશે . विश्व साहित्य અાવી વિશ્વસાહિત્ય અકાદમી સરદાર-બ્રિગેડ હૉલ, ૧૭૦, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ, અમદાવાદ-૧૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ ગરી: છે. જનીકાન્ત જ વિશ્વસાહિત્ય અકાદમી, સરદાર બ્રિગેડ હોવ, છ, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ, અમદાવાદ-૧૫ રબર ઓશે આત્મદર્શન શાનમુદ્ર, ઘરતી પે અપના ડેરા, ૧૭૭, સત્યાગ્રહ છાવણી ફૂલવાડી આશ્રમ, સેટેલાઈટ, અમદાવાદ-૧૫ લઇ આવૃત્તિ, પ્રત ૭૦૦ મુખ્ય વિતા : નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ-૧૪ અને વલી કહાસિક સ્મૃમિ , સરદાર-બ્રિગેડ હૉલ, ૧૭૦, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ, અમદાવાદ-૧૫ ફોનઃ ૬૭૫૧૫૦૧, ૬૭૪૬૫૭૮ કિંમત ૧૦૦ રૂપિયા તા. ૧-૫-૯૮ Page #5 -------------------------------------------------------------------------- ________________ 11'' - અર્પણ પરમ પિતા ગુરુ શ્રી મગનભાઈ પ્રભુદાસ દેસાઈ -- -ને ચરણે - - સ્મના સંસ્થશે મારા બધા દો . ચણાઈ ગયા, અને હું માટીમાંથી માનવ બન્યા, เmask แug 2 Page #6 -------------------------------------------------------------------------- ________________ કૃતાંજલિ જગવિખ્યાત ફ્રેન્ય સાહિત્યકાર વિકટર હ્યુગોની આ મશહુર અમર કૃતિને કિશોરભોગ્ય વિક્રમ સંક્ષેપ ભાઈ ગોપાળદાસે, મારી સૂચનાથી તૈયાર કર્યો છે. પરિવાર સંસ્થાએ એક વિસ્તૃત સચિત્ર સંક્ષેપ પણ પ્રસિદ્ધ કર્યો છે. ઇંગેની આ કથા એવી છે કે, સર્વ-વયીઓને તેમાં રસ પડે, એટલું જ નહિ વારંવાર વાંચતાંય થાક ન લાગે – બલ્ક ફરી ફરી વાંચવા મન થાય. આવો સુંદર સંક્ષેપ ભેટ આપવા બદલ ગુજરાતી વાચકોએ ગોપાળદાસને અને પ્રકાશક સંસ્થાનો આભાર માન ઘટે છે. ઘગેની આ કથા આર્જના યુગમાં પણ ખૂબ રસથી અને પ્રેમપૂર્વક વંચાય છે. તે બતાવે છે કે, યક્તિ અને વસ્તુ વચ્ચે જ પસંદગી કરવાની હોય, તે વ્યક્તિ જ ચડે, કેમ કે પસંદગી વ્યક્તિ જ કરે છે વસ્તુ વ્યક્તિ માટે છે, નહીં કે વ્યકિત વસ્તુ માટે. આજના જડવાદો વ્યકિતને વસ્તુ માટે બનાવીને દુનિયાને ધાર્યો ઘાટ ઉતારવા તાકે છે, એમ ખરું. છતાં, તે સિદ્ધાંતના પિર રૂપ એવા રશિયામાં પણ ટૉલ્સ્ટૉય ઇ૦. જેવા સાહિત્યસ્વામીઓ રસપૂર્વક પાછા વંચાય છે. એ બતાવે છે કે, માનવ-હૃદય છેવટે છે તેવું જ છે. તેનો પ્રેમ અન્ય માટે છે; પ્રેમપાત્ર જનોને સારુ ઘસાઈ મરવાને માટે તે હૃદયમાં ઊંડી ભાવના પણ છે જ. આ તે કાયદા-કાનૂન દ્વારા તેમાં ભાગ્યે ફેરફાર કરી શકાય. ગરીબાઈ ઇ૦ ગુને નથી, પરંતુ આવા માનવપ્રેમ કે હૃદયધર્મને દ્રોહ એ મૂળ ગુનો છે. આવા પ્રેમધર્મની સાક્ષાતુ વફાદારીનું આ કથાચિત્ર વાંચતાં અપૂર્વ સંતોષ અને આત્મતૃપ્તિ થાય છે. ભાઈ ગોપાળદાસની આ ચોપડી માટે કાંઈક લખવાને મિષે હૃગેની આ કથાનું ચિંતન-મનન કરવાની જે તક મળી, તેને માટે આભારપૂર્વક, તે મહાન માનવ-કથાકાર માટેની આ મારી કૃતાંજલિ પૂરી કરું છું. ભાઈ ગોપાળદાસે ગુજરાતી ભાષામાં વિશ્વ-સાહિત્યને જે અદ્ભુત ધોધ વહેવડાવ્યો છે તે માટે તેમને અને તેમની પ્રકાશક સંસ્થાને ધન્યવાદ આપું છું. ૨-૧૦-૧૯૬૮ મગનભાઈ દેસાઈ Page #7 -------------------------------------------------------------------------- ________________ + : : જીવનધર્મ કયો!- 1 “લે મિરાબ્લ' આ નવલકથાએ વિશ્વ-સાહિત્યમાં ક્યારનું સ્થાન મેળવ્યું છે. નવલકથા અને નવલકથાકાર બંનેની શતાબ્દી ઊજવવાને આ સમય છે. આ નવલકથા વાંચીને જ મારા મનમાં એક વિચાર જો તે મેં અનેક ઠેકાણે વાપર્યો છે. ; દરેક નવલકથામાં નાયક નાયિકા ઉપરાંત એક મંગલમૂતિની પણ આવશ્યકતા હોય છે. તે મિઝેરાન્વેમાં નાયક ઉપર પોતાની ક્ષમાયુક્ત ઉદારતાની અમીટ અસર પાડનાર એક બિશપ પ્રારંભમાં આવીને ગાયબ થઈ જાય છે. ફરી એનાં દર્શન તે શું, ઉલ્લેખ પણ મળે નહીં. અને છતાં એ મંગલમૂર્તિ બિશપની અસર આખી વાર્તામાં આખર સુધી દેખાય છે. - રવિબાબુની “ઘરે બાહિરે'માં નાયક નાયિકાના જીવન ઉપર નત નયને અમિષે આશીર્વાદ રેડનારા અધ્યાપકે એ મંગલમૂર્તિ છે. " ' , ' ' - - મહાભારતમાં શ્રીકૃષ્ણ ભગવાન, વ્યાસ અને વિદુર એ ત્રણેને આપણે મંગલમૂર્તિ ગણી શકીએ. રામાયણ માટે “કરગર્ભા સીતાને આશ્રય આપનાર અને એમનાં બાળકોનું સંગેપન કરનાર વાલ્મીકિ પોતે જ મંગલમૂર્તિ છે. - આ નવલકથાને કારણે એને નાયક જો વાત ઐતિહાસિક વ્યક્તિ, જેવો થઈ ગયો છે. * જીવનમાં સર્વશ્રેષ્ઠ શું? ત્રાજવાને અણિશુદ્ધ કાનૂની ન્યાય? કે માણસાઈની અપાર ઉદારતા, ક્ષમા અને પ્રેમ? આ વાર્તામાં ચળકતો પિલીસ ઑફિસર કાનૂનમાં માને છે. ત્યાં એ હાર્યો ત્યારે એને અણગમતો ઉદારતાને ધર્મ સ્વીકારવાને બદલે એ આત્મહત્યા કરે છે. એની સ્વધર્મ-નિષ્ઠા અને એના ધર્મની વિફલતા બંને આપણા હૃદય ઉપર અંકાઈ જાય છે. તે આવી વિશ્વમાન્ય નવલકથાનો વિક્રમ સંક્ષેપ ગુજરાતીમાં આણી આપનાર મા જના સાથી શ્રી ગોપાલદાસભાઈને હાર્દિક અભિનંદન. ૧૨-૧૦-૬૩ काका कालेलकर Page #8 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ-સાહિત્ય અકાદમીનું નિવેદન " ગે-ગોપાળદાસ જીવાભાઈ પટેલના નામથી કયો વિશ્વ-સાહિત્યપ્રેમી ગુજરાતમાં અજાણ છે? તેમની પ્રથમ પુણયતિથિ તારીખ ૨ જી જુલાઈ ૧૯૯૭ના પુણ્ય-પ્રસંગે શ્રી દર્શનસિંગ શીખની અધ્યક્ષતામાં એક જાહેર પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ગોપાળદાસ પટેલે તૈયાર કરેલ “ગુરુ નાનકની વાણ' પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થનાસભામાં હાજર રહેલ ઉત્સાહી વિશ્વ-સાહિત્યના રસિયાઓએ તેમને પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મગનભાઈ પ્રભુદાસ દેસાઈની પ્રેરણાથી માતૃભાષા ગુજરાતીમાં તેમણે વિશ્વ-સાહિત્યને અદ્દભુત પૈધ વહેવડાવ્યો છે. શિષ્ટ, સરળ, શુદ્ધ, માતૃભાષા ગુજરાતીમાં સુંદર છપાઈ અને સુર ઉઠાવ સિચિત્ર] સાથે ગુજરાતની ભાવી પેઢીને તેમણે એક હાથે, વિદેશી સાહિત્ય સમ્રાટોનાં ઢગલાબંધ પુસ્તકો ભેટ આપ્યાં છે. આ સુંદર અને ઉપયોગી પરંપરાને કાયમી સ્વરૂપ આપવા માટે “વિશ્વ-સાહિત્ય અકાદમી” નામની નવી સંસ્થા તેમની પુણ્યતિથિએ સ્થાપવામાં આવી છે. આ નવી સંસ્થા સ્વતંત્રપણે ગુજરાતમાં ઉત્તમ સાહિત્યના સર્જન અને પ્રસાર માટે સવાંગી બનતા બધા પ્રયત્નો કરશે. તા. ૧લી મે ૧૯૯૮ થી સ્વાધ્યાય માટે બત્રીસ પાનની નાનકડી પુસ્તિકાઓ [જગતના ઘડવૈયા, ભારતના ઘડવૈયા, ગુજરાતના ઘડવીયા અને જ્ઞાન વિજ્ઞાનની પુસ્તિકાઓ) ગુજરાતી વાચકને ભેટ આપવાને પણ તેણે સંકલ્પ કર્યો છે. વિશ્વ-સાહિત્ય અકાદમીની મંગલ પેજનાનું આ પ્રથમ સુગંધીદાર પુષ્પ છે. તેની મહેક પણ જબરી છે. “લે-મિરાબ્લ' પુસ્તકને આ વિકમ સંક્ષેપ છે. તેના વનમાળી પણ “ગોપાળદાસ પટેલ જ છે. આ અગાઉ શ્રી ગોપાળદાસ પટેલે વિકટર હ્યુગોની જગ-પ્રસિદ્ધ નીચેની પાંચ સુંદર વાર્તાઓ પ્રસિદ્ધ કરીને ગુજરાતી વાચકની કીમની સેવા બજાવી છે. ૧. લે મિઝેરાલ્વ યાને દરિદ્રનારાયણ. ૨. “નાઈન્ટી શ્રી’ યાને કાંતિ કે ઉત્ક્રાંતિ. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૩. લાફિંગ મૅન યાને ઉમરાવાહીનું પાત અને પ્રતિભા. ૪. 'ટોઇલર્સ ઑફ ધ સી” – યાને પ્રેમ-બલિદાન. " ૫. હૂંચબૅંક ઑફ નેાાદામ ' – યાને ધર્માધ્યક્ષ. આપણી યુવાન પેઢીને સમૃદ્ધ કરવી હશે તે આવું સુંદર સાહિત્ય ઢગલાબંધ તેમને પીરસવું પડશે. તેથી તેમને એ વિશ્વસાહિત્યનાં મેટાં પુસ્તકોનો વાર્તારસ સહેજે સુલભ થા, પોતાના અમૂલ્ય સાહિત્ય-વારસો તરફ તેમની પહેલેથી નજર જાય, તેમની સુરુચિ કેળવાય તથા માનવ-સાહિત્યમાં સંઘરાયેલ અમર સંસ્કાર-વારસાના પરિચયમાં તે આવે. એથી તેમની દૃષ્ટિ અને એમનું વ્યક્તિત્વ પણ બહુદેશી, વ્યાપક અને સર્વાંગિણ બને. ઉદાર મતવાદી કેળવણી સાધવામાં એ વસ્તુ સારું કામ દઈ શકે. હવે પછી આ ગ્રંથમાળામાં શ્રી ગેાપાળદાસ પટેલે શેશનાં પદ્મ પરથી તૈયાર કરેલ સંતાની પ્રસાદી [કબીર, મીરાં, પલટૂ, દાદૂ, મલૂક, ૧૦ની અમૃત-વાણી] અને ચાર્લ્સ ડિકન્સ તથા સર વૉલ્ટર સ્કૉટની વાર્તાઓ ‘આઈવન હ। ', · બ્લીક હાઉસ ', અને · ઑલ્ડ કયૂરિયેસિટી શૉપ' પ્રકાશિત કરવાની યોજના કરી છે. લે-મિઝેરાબ્તની હિંદી આવૃત્તિ અને ‘થ્રીમસ્કેટિયર્સ’૧ થી ૫ હાલ પ્રેસમાં છે. . . ઉપરાંત વિશ્વ-સાહિત્ય પરિવાર શ્રેણીમાં બત્રીસ પાનની નાનકડી નીચેની પુસ્તિકા દર માસે પ્રસિદ્ધ થશે. અમરવેલ, અવળ-વાણી, માતૃભાષામાં ન્યાય, ભારતનું બંધારણ, રાષ્ટ્રીય એજેંડા, આઇન્સ્ટાઇનની ધર્મદૃષ્ટિ, હેરાલ્ડ લારકીની જીવનદૃષ્ટિ, બર્ટ્રાન્ડ રસેલની ચિંતનસૃષ્ટિ, રવિશંકર રાવલ અને નંદલાલ બોઝની કલાદષ્ટિ, નિસર્ગવાદી ગાંધી. ડૉ∞ વી. જી. પટેલ અને તેમના પરિવારે હ્યુગેાની આ સુંદર મઝાની વાર્તા છાપવાની પરવાનગી આપી, તે માટે અકાદમી તેમને ખાસ આભાર માને છે. આ પુણ્યના વેપારમાં મદદ કરનાર સૌને ધન્યવાદ. તા. ૧-૫-’૨૮ ડૉ રજનીકાન્ત જોશી [મત્રી] જીવણલાલ શાહ [પ્રમુખ] વિશ્વ-સાહિત્ય અકાદમી, અમદાવાદ-૧૫ Page #10 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા અર્પણ કૃતાંજલિ મગનભાઈ દેસાઈ જીવનધર્મ ! કાકા કાલેલકર - નિવેદન ૧. હડધૂત મુસાફર ૨. બિશપને મહેમાન ૩. છેલ્લી ચિનગારી ૪. પેરીસનાં પંખીડાં ૫. મા-દીકરી ૬. ફેન્ટાઈન ૭. જાવટ ૮ વર્ષ પાછે જીન વાલજિન્ય - ૯. નં. ૯૪૩૦ ૧૦, “વૉટલૅનો સારજંટ’ ૧૧. પેરીસમાં વસવાટ ૧૨. પીટનો મઠ ૧૩. નવા ચહેરા, નવી પિછાન્ય ૧૪. મેરિયસને પડોશી ૧૫. મેરિયસ પગલાં ભરે છે ૧૬. ડાક પાછળ ૧૭. સ્ત્રીની ઈર્ષ્યા * ૧૮. માર પડ્યો ૧૯. દાદાને ત્યાં . * * ૨૦. એકરાર . . ૨૧. અંત ૧૦૮ ૧૧૮. ૧૨૮. ૧૪? ' ૧૫૭ Page #11 -------------------------------------------------------------------------- ________________ લે મિરાબ્લ [વિકટર હ્યુગો રચિત ભલે મિરાબ્લને ગોપાળદાસ પટેલે કરેલો વિક્રમ સં૫] Page #12 --------------------------------------------------------------------------  Page #13 -------------------------------------------------------------------------- ________________ હડધૂત મુસાફર ૧૮૧પને ઓકટોબર માસની શરૂઆતને એક દિવસે, સૂર્યાસ્ત પહેલાં કલાક અગાઉ, એક પગપાળો મુસાફર ડી૦ના નાના શહેરમાં દાખલ થયો. તેના હાથમાં ગઠ્ઠાદાર દડો હતો, અને ખાંધ પર વજનદાર ઝોયણો. ચાલતો ચાલતો તે સીધો પોલીસ-થાણામાં ગયો, અને ત્યાં પોતાનો પીળો પરવાનો બતાવી આવ્યો. લાંબી જેલમાંથી છૂટેલા અને ભયંકર ગણાતા ગુનેગારને એ પરવાનો આપવામાં આવે છે, અને દરેક ગામમાં દાખલ થતાં તેણે પોલીસ અમલદારને તે બતાવી આવવો પડે છે. થાણામાંથી નીકળી તે ચાલતો ચાલતો એક વીશી તરફ ગયો. વીશીવાળાએ તેનો ચીંથરેહાલ દેખાવ જોઈને જ કહ્યું, “પૈસા રેકડા.' પેલાએ લેંઘાના ખિસ્સામાંથી પૈસાંભરેલી વજનદાર કોથળી બતાવતાં કહ્યું, “આ રહ્યા!' તો હું પણ સેવામાં હાજર છું” વીશીવાળાએ જવાબ વાળ્યો. પરંતુ વાળુ તૈયાર થતું હતું તેવામાં તે વીશીવાળાએ છાનામાના ચિઠ્ઠી લખીને થાણામાંથી આ અજાણ્યા વિષે માહિતી પુછાવી લીધી. માહિતી મળતાં જ તેણે દેવતા પાસે તાપવા બેઠેલા પેલા મુસાફરને કહ્યું, “તને અહીં વાળુ તેમજ પથારી મળી શકે તેમ નથી. અહીંથી ચાલતી પકડ!” પેલાએ પૈસા અગાઉથી રેકડા આપવા કહ્યું, તથા તબેલામાં કે માળિયામાં ગમે ત્યાં પડી રહેવાનું કબૂલ્યું. પણ વીશીવાળાએ કશું સાંભળવા ઘસીને ના પાડી. Page #14 -------------------------------------------------------------------------- ________________ લે સિઝેરાલ્ડ મુસાફર ખિન્ન થઈ, ઝોયણો ખભે નાખી બહાર નીકળી ગયો. દરમ્યાન પેલો વીશીવાળો આસપાસ ભેગા થયેલા લોકોને એ મુસાફર વિષે હાથ લાંબા કરી કરી, કંઈ કંઈ વાતો કહેવા લાગ્યો. સૌને તે સાંભળી ધ્રુજારી વછૂટી ગઈ. ભૂખ લાગી અને અંધારું થવા આવ્યું, એટલે પેલો મુસાફર ફરતો ફરતો ક્યાંક નાની વીશી જેવું દેખાયું તે તરફ વળ્યો. વીશીવાળાએ ઉતારો આપવાની હા પાડી, એટલે તે પોતાનો ઝોયણો નીચે ઉતારી, થાકથી સૂજેલા પોતાના પગ શેકતો દેવતા પાસે બેઠો; અને ખાવાનું પીરસાય તેની રાહ જોવા લાગ્યો. ત્યાં બેઠેલામાંનો એક જણ હમણાં જ પેલી મોટી વીશીના તબેલામાં પોતાનો ઘોડો બાંધવા ગયો હતો. ત્યાંથી તે આ નવા આવેલા મુસાફર વિષે અનેક વાતો સાંભળી લાવ્યો હતો. તેણે વીશીવાળાને પાસે બોલાવી કાનમાં કંઈક કહ્યું, એટલે તે તરત પેલા મુસાફર પાસે ગયો અને તેના ખભા ઉપર જોરથી હાથ મૂકીને બોલ્યો, “અલ્યા એય, ઊઠ, અહીંથી ચાલતી પકડ!' પેલો સમજી જઈને તરત થેલો અને દડી ઉપાડી બહાર નીકળ્યો. બહાર કેટલાક છોકરાઓ તેની રાહ જોતા હોય તેમ ઊભા હતા, તેમણે તેના ઉપર પથરો ફેકવા માંડયા. પેલાને ગુસ્સો ચડી આવ્યો. તેમના તરફ દડો વીંઝતો તે એવો તો તડયો કે છોકરાઓ પડીને નાઠા ! થોડે દૂર જતાં જેલખાનાનો દરવાજો આવ્યો. તેણે અંદરના પ્રાંટની દોરીનો છેડો ખેંચ્યો. દરવાજાની નાની બારી ઊઘડી. મુસાફરે નમ્રતાથી ટોપી ઊંચી કરીને કહ્યું, “જેલર સાહેબ, મહેરબાની કરી મને આજની રાત અંદર સૂવા દેશો!” અંદરથી જવાબ આવ્યો, “બેટમજી, આ કંઈ વીશી નથી. પહેલાં કશું પરાક્રમ કરીને કેદ પકડાઈ જા; એટલે તારે માટે આ દરવાજો તરત ખૂલશે.” Page #15 -------------------------------------------------------------------------- ________________ હડધૂત મુસાફર મુસાફર હવે ગામને છેડે આવેલી વાડીઓ તરફ આવી પહોંચ્યો હતો. એક વાડી વચ્ચેના નાના મકાનની બારીમાંથી પ્રકાશ આવતો હતો. તેણે બારીના કાચમાંથી અંદર જોયું. છોકરાં સાથે કલ્લોલ કરતું એક કુટુંબ બેઠું હતું. આશાભર્યા હૃદયે તેણે ટકોરા માર્યા. | ‘પૂછવા બદલ માફ કરજો; પણ પૈસા લઈને તમે મને થોડું ખાવાનું આપશો? તથા આજની રાત બહારની ઓરડીમાં કયાંક પડી રહેવા દેશો?' તમે કોણ છો?' હું બંદરેથી આવ્યો છું અને આખો દિવસ ચાલ્યો છું.” પણ તમે વીશીમાં કેમ નથી જતા?' ક્યાંય જગા નથી.” અરે, એ તે કંઈ વાત છે? આજે નથી બજારનો દિવસ કે નથી મેળાનો દિવસ !' મુસાફરે આનાકાની સાથે કહ્યું, “કોણ જાણે શાથી, પણ મને ના પાડી.” - ઘરધણીનો ચહેરો હવે એકદમ બદલાવા લાગ્યો. તેણે પણ ગામમાં આવેલા ભામટા વિષે વાતો સાંભળી હતી. તરત ભીંતેથી બંદૂક હાથમાં લઈ, પેલા તરફ તાકીને તેણે બૂમ પાડી, અલ્યા, તું પેલો ભામટો તો નથી ને? ચાલ, ભાગ અહીંથી!' અને પછી ભડભડ બારણું બંધ કરી દીધું. રાત હવે ઝપાટાબંધ વધવા લાગી હતી. કડકડતી ઠંડી બચકાં ભરતી હતી. થોડે દૂર રસ્તા પાસે એક નાની ઝૂંપડી જેવું દેખાયું. મુસાફરે માન્યું કે રસ્તો સમારનારાઓ દિવસે નાનાં ઝૂંપડાં જેવું ઊભું કરે છે, તેમાંનું કંઈક હશે. ટાઢમાંથી તો બચાશે એમ માની તે નીચો નમી અંદર પેઠો. અંદર પરાળની પથારી જેવું બિછાવેલું હતું. થાક્યો હોવાથી તે ખાંધેથી ઝોયણો પણ ઉતાર્યા વિના તરત તેના ઉપર આડે Page #16 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાબ્લ પો. એટલામાં બારણા પાસે ખોખરા ઘુરકાટ સંભળાયો. એક શિકારી કૂતરો પોતાના ધોલકામાં કોઈ માણસને પેઠેલો જોઈ, તેના ઉપર તૂટી પડવાની તૈયારીમાં હતો. મહામહેનતે, ઝોયણાને તથા દડાને વીંઝતો વીંઝતો પેલો બહાર નીકળીને નાઠા; પણ તેનાં ફાટેલાં કપડાંનાં બાકોરાં વધુ પહોળાં તો થયાં જ. કંઈક દૂર ગયા પછી એક દેવળનું શિખર નજરે પડતાં તે ત્યાં ગયો અને દરવાજા પાસેના પથ્થરના બાંકડા ઉપર આડા પડયો. થોડી વાર પછી એક ડેાસીમા અંદરથી નીકળ્યાં. તેમણે તેને આમ સૂતેલો જોઈ કહ્યું, ‘ભાઈ, આમ કેમ સૂતો છે? વીશીમાં કેમ જતો નથી?' મારી પાસે પૈસા નથી.’ અરેરે, મારી પાસે પણ અત્યારે બે પેન્સ જ છે.' લાવો એટલા તો એટલા.' ‘લે; પણ એટલા વડે તું વીશીમાં તો નહીં જ રહી શકે. આ કકડતી ઠંડીમાં તું આખી રાત અહીં શી રીતે પડ્યો રહીશ? તું ભૂખ્યો પણ થયો હશે. કોઈ દયા લાવીને કદાચ તને ઘરમાં લેશે. પૂછ તો ખરા.’ મેં બધાં બારણાં ઠોકી જોયાં છે.' પછી ?’ • બધેથી મને હાંકી કાઢવામાં આવ્યો છે.' પેલી ભલી બાઈએ તેના ખભા ઉપર હાથ મૂકી, બિશપના મહેલ પાસેના એક નાના મકાન તરફ આંગળી કરીને કહ્યું, ‘પેલું બારણુ' તેં ઠોકયુ છે?' ( ના.' ‘તું તે બારણું ઠોક, એ બારણું કોઈને માટે કદી બંધ નથી રહેતું.’ Page #17 -------------------------------------------------------------------------- ________________ બિશપનો મહેમાન ઈ.સ. ૧૮૦૬માં ૬૬ વર્ષની આધેડ વયના મેં. ચાર્લ્સ મિરેલ ડી પરગણાના બિશપ (ધર્માચાર્ય)ને પદે નિમાઈને આવ્યા હતા. તેમની સાથે તેમનાં વૃદ્ધ કુમારિકા બહેન શ્રીમતી બેપ્ટિસ્ટાઇન હતાં. તે તેમનાથી ૧૦ વર્ષ નાનાં હતાં. ઉપરાંતમાં તે બહેનની જ ઉંમરની એક નોકરડી હતી. તેનું નામ મેંગ્લોઇર હતું. મેં. મિશેલ નિમાઈને આવ્યા, ત્યારે ધર્માચાર્ય માટેનો આલશાન મહેલ તેમને ઉઘાડી આપવામાં આવ્યો. તે મહેલ પથ્થરનો બનાવેલો હતો, અને તેમાં મોટી મોટી કમાનોવાળાં ભવ્ય દીવાનખાનાં તથા ઓરડાઓ હતા. મહેલની આસપાસ મોટો બગીચો હતો. તેની પડોશમાં ધર્માદા ઇસ્પિતાલનું સાંકડું નીચું મકાન હતું. તેને ઉપર એક જ માળ હતો અને આસપાસ નાનોસરખો બગીચો હતો. મેં. મિરેલ પોતાના આગમન બાદ ત્રીજે દિવસે ઇસ્પિતાલની મુલાકાતે ગયા. છવ્વીસ પથારીઓ અડોઅડ સંકડાશમાં ગોઠવેલી હતી. અંદર પૂરતી તાજી હવા આવી શકે એવું પણ ન હતું. કઈ રોગચાળો ફાટી નીકળતો, ત્યારે તો સો સો દરદીઓ એકીસાથે આવી પડતા. તે વખતે તેમની જગા કયાં કરવી, એની કોઈને ભાગ્યે સૂઝ પડતી. મેં. મિરેલે એ બધું જોઈ, તરત ઇસ્પિતાલના વ્યવસ્થાપકને બોલાવી હુકમ આપ્યો કે, ઇસ્પિતાલને મહેલમાં ખસેડવી, અને ઇસ્પિતાલનું મકાન પોતાને રહેવા માટે ખાલી કરી આપવું! Page #18 -------------------------------------------------------------------------- ________________ હૈ મિઝેરામ્હ વ્યવસ્થાપક એ હુકમ સાંભળી આભો જ બની ગયો. પરંતુ બીજે જ દિવસે ૨૬ ગરીબ દરદીઓની પથારીઓ ધર્માચાર્યના મહેલના ભવ્ય ઓરડાઓમાં ગોઠવાઈ ગઈ. તેના ભવ્ય બગીચામાં બેસી, દરદીઓ નિરાંતે તડકો ખાવા લાગ્યા. માં. મિરેલને ધર્માચાર્ય તરીકે રાજ્ય તરફથી પંદર હજાર ફ઼ાંકની રકમ* મળતી હતી. જે દિવસે મોં, મિ૨ેલે ઇસ્પિતાલના મકાનમાં ઘર બદલ્યું, તે જ દિવસે તેમણે પોતાના ઘરખર્ચ માટેનું અંદાજપત્ર તૈયાર કરી દીધું. તેનું નામ હતું ઘરખર્ચ; પરંતુ એક હજાર ફ઼ાંક જેટલી રકમ ઘરખર્ચ માટે બાદ કરતાં, જુદી જુદી કેટલીય રકમો કેળવણી, ગરીબ-રાહત, કેદી-રાહત, સ્ત્રી-વિકાસગૃહ વગેરે સંભાળતી ધર્માદા સંસ્થાઓની મદદ માટે લખી દીધેલી હતી ! બિશપે પોતાના ઘરના બારણાને નકૂચો કે સાંકળ રહેવા દીધાં ન હતાં. તે કહેતા કે, ‘વૈદના ઘરનું બારણું કદી બંધ ન કરવું જોઈએ; અને પાદરીના ઘરનું બારણું હંમેશ ઉધાડું રહેવું જોઈએ.’ શરૂઆતમાં તો સ્ત્રીઓ એ સદા-ઉધાડા બારણાથી ગભરાઈ હતી; પણ છેવટે બિશપની શ્રદ્ધામાં તેઓ પણ ભાગીદાર બની. વળી, ઘરમાં ચોરી જવા જેવું હતું પણ શું? જોકે, એક વાત કબૂલ કરી દેવી જોઈએ કે, જૂની મિલકતમાંથી છ ચાંદીની તાસકો, એક મોટો ચમચો, અને દાદીમાના સંભારણાની રૂપાની બે દીવીઓ એટલાં વાનાં હજુ બાકી હતાં. ચાંદીનાં વાસણો રોજ વાપરીને બિશપના સૂવાના ઓરડામાંના એક હાટિયામાં મૂકવામાં આવતાં. પણ તે હાટિયાની કૂ ંચી તાળામાં જ રહેતી, દીવીઓનું સ્થાન અભરાઈ ઉપર હતું. મૅગ્લોઇર ડેાસી આજે સાંજના કાંઈક ખરીદવા શહેરમાં ગઈ હતી. ત્યાંથી એક ભયકર ભામટો શહેરમાં આવ્યાની *આશરે ૮૯૦૦ રૂપિયા. ત Page #19 -------------------------------------------------------------------------- ________________ બિશપને મહેમાન વાત તે સાંભળી લાવી હતી. “એ ભામટો ભારે ખૂની માણસ છે; અને કોઈ વીશીવાળાએ તેને પૂરા પૈસા લઈને પણ પોતાને ત્યાં એક રાત પૂરતોયે રહેવા દેવાની હિંમત કરી નથી. હજુ તે ભામટા ગામમાં જ ક્યાંક ભટક્યા કરે છે. બધા લોકો વેળાસર બારણાં બરાબર બંધ કરી, સાવધાન થઈ ગયા છે, પણ આપણે તો અહીં બારણાને સાંકળ-નકૂચો કાંઈ જ નથી. નામવર જો રજા આપે, તો તે વાળુ કરવા બેસે તે દરમ્યાન લુહારને અબઘડી બોલાવી લાવું અને આજની રાત પૂરતી સાંકળ નંખાવી લઉં. નામવરને હંમેશ “અંદર આવો' એમ જ બોલવાની ટેવ છે; અને મધરાતેય આ ઘરનું બારણું ઉધાડવા કોઈને રજા માગવી પડે તેવું શું છે?” બિશપ વાળુ કરવા ખુરશીમાં આવીને બેઠા ત્યાં સુધીમાં તેમને કાને પડે તે રીતે મેંગ્લોઅર ડેસીએ ફરીથી આ આખી વાત કહી સંભળાવી. તે જ ઘડીએ મુખ્ય બારણા ઉપર કોઈએ જોરથી લાકડી વડે ટકોરો માર્યો. “અંદર આવો,’ બિશપે કહ્યું. એની સાથે જ, જોરથી ધક્કો મારીને ઉઘાડી નાખ્યું હોય તેમ, બારણું ઊઘડી ગયું, ને પેલો મુસાફર અંદર દાખલ થયો. મેંગ્લોઇરમાં તો ચીસ પાડવા જેટલાય હોશ ન રહ્યા; અને બેપ્ટિસ્ટાઈન પણ ચેકીને અધ ઊભી થઈ ગઈ. બિશપે પોતાની શાંત નજર આવનાર ઉપર ઠેરવી. પણ તે કંઈ પૂછે તે પહેલાં પેલાએ મોટા અવાજે સંભળાવી દીધું – મારું નામ જીન વાલજિન છે. લશ્કરી વહાણ ઉપર કેદી-ગુલામ તરીકે ૧૯ વર્ષ સજા ભોગવીને હું ચાર દિવસ . ઉપર જ છૂટ્યો છું અને પોંટ જવા નીકળ્યો છું. શહેરમાંથી બધાએ મારા પીળા પરવાનાને કારણે મને તગેડી મૂક્યો છે. હું ખુલ્લાં ખેતરમાં પડી રહેત, પણ વાદળ ઘેરાયેલાં હોવાથી Page #20 -------------------------------------------------------------------------- ________________ લે મિરાન્ડ વરસાદની બીકે હું પાછો ફર્યો છું. દેવળ પાસેની એક છાટ પાસે હું સૂતો હતો, તેવામાં એક ભલી બાઈએ મને આ બારણું ઠોકી જોવા કહ્યું. આ વીશી છે? મારી પાસે પૈસા છે. ૧૯ વર્ષ વહાણમાં કેદી તરીકે મજૂરી કરીને હું ૧૦૯ ફ્રાંક* કમાયો છું. હું બહુ થાક્યો છું અને મને કકડીને ભૂખ લાગી છે. તમે મને આજની રાત રહેવા દેશો ?' “મેંગ્લોઅર બાનુ,” બિશપે કહ્યું, “ટેબલ ઉપર બીજું ભાણું મૂકો, અને અંદરના ઓરડાવાળી પથારી ઉપર નવી ચાદર બિછાવો.' - બંને સ્ત્રીઓ બિશપની આજ્ઞાનું પાલન કરવામાં પાછું જુએ તેમ ન હતી. મેંગ્લોર તરત આજ્ઞા મુજબ તૈયારી કરવા અંદર ચાલી ગઈ. બિશપે પેલા તરફ ફરીને કહ્યું, ‘બેસો અને જરા તાપતા થાઓ સાહેબ, આપણે હમણાં જ વાળુ કરવા બેસીશું. વાળનું પરવારીશું, ત્યાં સુધીમાં તમારી પથારી તૈયાર થઈ ગઈ હશે.” હવે પેલો આ બધાનો અર્થ સમજ્યો. તેના ચહેરા ઉપર ઘેરી નિરાશા અને કાળી કઠોરતાને બદલે નવાઈ અને આનંદની ઉજજવળતા છવાઈ રહ્યો. તે ગાંડાની પેઠે ખચકાતો ખચકાતો બોલ્યો, “સાચી વાત? સાચી વાત ?' - દરમ્યાન મેંગ્લોઇર બાનુએ વાળનું પીરસવા માંડ્યું હતું. પેલો ભૂખાળવાની પેઠે ખાવા મંડી ગયો. વાળનું પત્યા પછી મહેમાનને ઊંધે ઘેરાતો જોઈ, બિશપે એક મીણબત્તી પોતાના હાથમાં લીધી અને બીજી તેના હાથમાં આપીને કહ્યું, “આવો સાહેબ, હું તમને તમારી સુવાની જગા બતાવું.” જેટલી વખત બિશપ તેમના મૃદુ ગંભીર અવાજે “સાહેબ” શબ્દ બોલતા, તેટલી વખત પેલાના મેં ઉપર ઉજાસ છવાઈ * આશરે ૬૪ રૂપિયા. Page #21 -------------------------------------------------------------------------- ________________ બિશપને મહેમાન જતો. આટલાં વર્ષ “કુત્તા' સિવાય બીજું સંબોધન તેણે સાંભળ્યું ન હતું, પેલાએ પોતાની ઝોયણો અને દડે ઉપાડી લીધાં. તેની પથારીવાળા ઓરડામાં જતાં બિશપનો સૂવાનો ઓરડો વચ્ચે આવતો હતો. તેઓ ત્યાં થઈને જતા હતા, ત્યારે મેંગ્લોઇ વાળ વખતે વાપરેલાં ચાંદીનાં વાસણ ઓશીકા તરફના હાટિયાની ટોપલીમાં પાછાં મૂકતી હતી. અડધી રાતે જીન વાલજિન ઊંઘમાંથી જાગી ઊઠ્યો. તે બ્રીડને એક ગરીબ ખેડૂત-કુટુંબમાં જન્મ્યો હતો. નાની વયે જ તે માબાપ વિનાનો બન્યો હતો : મા રોગમાં સારવારને અભાવે મરી ગઈ, અને બાપ લાકડાં કાપતાં ઝાડ ઉપરથી પડીને મરી ગયો. તેની મોટી બહેને તેને ઉછેરીને મોટો કર્યો. બહેન પોતે જ્યારે વિધવા થઈ, ત્યારે તેનાં સાત બાળકોમાંનું સૌથી મોટું બાળક આઠ વર્ષનું હતું, અને નાનું એક વર્ષનું. જીન વાલજિન હમણાં જ પચીસમે વર્ષે પહોંચ્યો હતો. હવે બહેન અને તેના કુટુંબનું ગુજરાન ચલાવવાનો ભાર તેને માથે આવ્યો. તે ફેવ૦માં કઠિયારો બન્યો. લાકડાંની મોસમમાં તે રોજના ૧૮ સૂ (પોણા બે આના) કમાતો. તે ઉપરાંત લણવાની કે બીજી જે કાંઈ મજૂરી મળે, તે પણ તે કરતો. તેની બહેન પગ કામકાજ કરતી. પણ સાત સાત છોકરાં લઈને તે કેટલું કરી શકે? એ આખું કુટુંબ ધીમે ધીમે કરૂણ ગરીબાઈમાં ઘેરાવા તથા ગૂંગળાવા લાગ્યું. તેવામાં એક શિયાળો ખરાબ આવ્યો, અને જીન વાલજિન કામ વિનાનો તથા કુટુંબ રોટી વિનાનું થઈ ગયું. • અને સાત છોકરાં ! ઈ. સ. ૧૭૯૫ની સાલમાં રવિવારની એક રાતે, એક ભઠિયારાની દુકાનના બારણાનો કાચ તૂટ્યો. બાકોરામાંથી એક Page #22 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરા હાથ અંદર પેસીને રોટી ઉપાડવા લાગ્યો. ભઠિયારાએ દોડતા બહાર આવીને ચોરને પકડયો. ચોરે રોટી ફેંકી દીધી હતી પણ તેના હાથમાં કાચ પેસી જઈ લોહી દદડતું હતું. તે જીન વાલજિન હતો. આ ગુના માટે જીન વાલજિનને લશ્કરી વહાણ ઉપર સખત મજારીવાળી પાંચ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી. વહાણ ઉપરની સજાનું કપરાપણું, તે સજા ભોગવનાર સિવાય બીજા કેઈને કલ્પનામાં આવવું મુશ્કેલ છે. પરિણામે, વહાણ ઉપરના કેદીઓ તેમાંથી નાસી છૂટવા પ્રયત્ન કર્યા જ કરતા હોય છે. ચોથા વર્ષને અંતે જીન વાલજિનનો નાસી છૂટવાનો વારો આવ્યો. તેના સોબતીઓએ રાબેતા મુજબ તેને મદદ કરી. તે નાસીને બે દિવસ ખેતરોમાં લપાતો ફર્યો. બીજા દિવસની સાંજે તેને પકડી પાડવામાં આવ્યો. આ ગુના માટે ત્રણ વર્ષ વધારીને તેની કુલ સજા આઠ વર્ષની કરવામાં આવી. છઠ્ઠા વર્ષમાં ફરી તેનો નાસવાનો વારો આવ્યો. પાસે જ બંધાતા એક વહાણમાં તે સંતાયો. તરત તે પકડાઈ ગયો. પણ તે વખતે તેણે જે સામનો કર્યો, તે કાયદાની ભાષામાં “હુલ્લડ’ ગણાયું. અને તેને વધુ પાંચ વર્ષની સજા થઈ. તેમાંનાં બે વર્ષ તેને બેવડી સાંકળ પહેરવાની હતી. કુલ તેર વર્ષ. તેરમાં વર્ષમાં તેણે નાસવાનો છેલ્લો પ્રયત્ન કર્યો અને તે ચાર કલાક ભાગી છૂટ્યો. તે ચાર કલાક બદલ તેને બીજાં ત્રણ વર્ષની સજા થઈ. આમ કુલ ૧૯ વર્ષ સજા ભોગવી, તે ૧૮૧૫ના ઓકટોબરમાં છૂટયો, કેદનાં લાંબાં વર્ષ દરમ્યાન, તેના ચિત્તમાં અનેક વિચાર આવ્યા હતા. તે હાડકૂટ મજૂરી કરવા તૈયાર હતો, પણ તેને પૂરતું કામ કે ખાવાનું કેમ મળતું નહોતું? પોતે ગુનો કરતાં પકડાયો તે ખરી વાત; પરંતુ, ભૂખે મરતાં નાનાં છોકરાંને માટે એક રોટી ચોરવા બદલ આટલી મોટી સજા શા માટે Page #23 -------------------------------------------------------------------------- ________________ બિશપને મહેમાન - ૧૩ તેને કરવામાં આવી? એને જેલમાં પૂર્યા પછી એ નાનાં છોકરાંનું શું થયું હશે? તેની કેદના ચોથા વર્ષને અંતે એક જ વાર તેને બહેનના સમાચાર મળ્યા હતા. તે પેલેસમાં એક કંગાળ લત્તામાં રહેતી હતી, અને તેની સાથે નાનામાં નાનો એક છોકરો હતો. બીજાં છ ક્યાં હતાં? કદાચ તે પોતે જ જાણતી નહીં હોય. રોજ વહેલી સવારે તે એક છાપખાનામાં ગડી વાળવાના અને સાંધવાના કામે જતી. તે વખતે તે છોકરો બહાર ટાઢમાં પગથિયાં ઉપર પડ્યો રહેતો. સાત વાગ્યે નિશાળ ઊઘડે ત્યારે તે તેમાં જતો. એ પછી એ લોકોના કશા સમાચાર તેને મળ્યા ન હતા. જીન વાલજિનને આ બધામાં સમાજનો કશો ન્યાય દેખાતો ન હતો. અને તે પોતે જ હવે એ અવિચારી સમાજને પૂરેપૂરા ધિક્કારથી સજા કરવાના ઇરાદા સાથે જેલમાંથી બહાર નીકળ્યો હતો. દેવળના ઘડિયાળમાં બેના ટકોરા પડ્યા. તેણે ફરી ઊંઘવાનો વિચાર કર્યો, પણ તેના મનમાં ભરાતા અનેક વિચારોમાં બિશપના સૂવાના ઓરડાના હાટિયામાં મુકાતાં જોયેલાં ચાંદીના વાસણનો વિચાર વારંવાર કયાંકથી ધસી આવતો હતો. તેમાં જે કડછી જેવો પીરસવાનો ચમચો હતો, તેની કિંમત ૨૦૦ ફૂાંક જેટલી હશે; અર્થાત્ ૧૯ વરસે તે જે ૨કમ કમાયો હતો તેનાથી લગભગ બમણી ! આવા વિચારમાં ને વિચારમાં તેણે એક કલાક કાઢી નાખ્યો. પછી ત્રણનો ટકોરો પડતાં જ તે અચાનક બેઠો થઈ ગયો. આખું ઘર શાંત હતું. પગમાંથી જોડા કાઢી તે શ્વાસ દઘૂંટીને ધીમે પગલે બિશપના સૂવાના ઓરડા ભણી ચાલ્યો. કૂંચી હાટિયાના તાળામાં જ હતી. તેણે હાટિયું ઉઘાડી વાસણવાળી ટોપલી ઉપાડી. પછી જલદી પોતાની પથારી પાસે આવીને વાસણો પોતાના ઝોયણામાં ઠાલવી દીધાં; ખાલી ટપલીને બારીમાંથી બહાર ફગાવી દીધી; પોતે બાગમાં થઈને Page #24 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાઇલ તેની દીવાલ તરફ દોડ્યો; વાઘની પેઠે છલાંગ મારી તેને કૂદી ગયો, અને નાઠો. બીજે દિવસે મેંગ્લોરે બિશપને આ ચોરીના સમાચાર સંભળાવ્યા. “ભલા ભગવાન, આવા માણસને ઘરમાં પેસવા દેવો, અને બાજુના ઓરડામાં જ સુવાડવો! બાપરે, તે માત્ર ચોરી કરીને જ ગયો; નહિ તો, – મારાં તો રુવાંટાં જ ઊભાં થઈ જાય છે.” - બિશપ નાસ્તો પૂરો કરી ટેબલ પાસેથી ઊઠતા જ હતા, તેવામાં બારણા ઉપર ટકોરો પડ્યો. “અંદર આવો', બિશપે કહ્યું. બારણું ઊઘડયું અને એક વિચિત્ર તથા ઉશ્કેરાયેલું ટોળું તેમની નજરે પડ્યું. ત્રણ માણસો ચોથાને ગળપટા આગળથી પકડીને ઊભા હતા. તે ત્રણે સિપાઈઓ હતા, અને ચોથો જીન વાલજિન હતો. બિશપ સાહેબ કાલ રાતના પોતાના મહેમાનને જોઈ ઝટ આગળ દોડી આવ્યા. “વાહ ભાઈ !” તેમણે મુંજીની પેઠે નીચે મેએ ઊભેલા જીન વાલજિન તરફ જોઈને કહ્યું, “પેલી રૂપાની દીવાદાનીઓ પણ મેં તમને આપી દીધી હતી; વાસણ સાથે તે પણ કેમ ન લેતા ગયા?' જીન વાલજને આંખો ઉઘાડી બિશપ સામે એવી નજરે જોયું કે જેનું વર્ણન માનવ ભાષામાં થઈ શકે તેમ નથી. નામવર', જમાદાર બોલ્યો. ત્યારે તો આ માણસ કહેતો હતો તે સાચી વાત છે? અમે તેને ચોરી કરીને જાણે ભાગી જતો હોય તેમ રસ્તા ઉપર થઈને જતો જોયો, એટલે પકડ્યો. તેની પાસે આ વાસણ હતાં.” બિશપ વચ્ચે જ બોલી ઊઠ્યા, “અને તેણે તેમને કહ્યું કે, એક ઘરડો પાદરી કે જેને ત્યાં તે રાતવાસો રહ્યો હતો Page #25 -------------------------------------------------------------------------- ________________ બિશપના મહેમાન ૧૫ તેણે તે વાસણ તેને રાજીખુશીથી આપ્યાં છે, ખરું ને? તો પણ તમે તેને અહીં પાછો લાવ્યા એ ખરેખર ભૂલ થઈ છે.’ ‘તો પછી, અમે તેને જવા દઈએ?' ‘અલબત્ત’, બિશપે જવાબ આપ્યો. ‘તો હું શું છૂટો છું?’ તે જાણે ઊંધમાં બોલતો હોય તેમ બોલ્યો. " ‘મારા મિત્ર, આ વખતે જતા પહેલાં પેલી તમારી દીવાદાનીઓ લઈ જવાનું ભૂલી ન જતા.' બિશપે ઉમેર્યું. તે તરત અભરાઈ પાસે ગયા અને ત્યાંથી બંને દીવાદાનીઓ લાવીને તેમણે જીન વાલજિનને આપી. બંને સ્ત્રીઓ એક શબ્દ પણ બોલ્યા વિના કે જરા પણ હાલ્યા વિના જોઈ રહી. જીન વાજિન આખે શરીરે ધ્રૂજતો હતો. સિષાઈઓ ચાલ્યા ગયા પછી બિશપે જીન વાલજિન પાસે જઈ ધીમેથી કહ્યું, ‘ભાઈ, તું પણ શાંતિથી હવે જા. આ બધાના પૈસાનો ઉપયોગ પ્રમાણિક માણસ બનવામાં કરજે. તું હવે પાપના પંજામાંથી મુક્ત થાય છે. તારા અંતરાત્માને મેં ખરીદી લીધો છે. તેને ઘોર વિચારો અને અધોગતિમાંથી ઉપાડીને હું ઈશ્વરના હાથમાં સોંપું છું.' Page #26 -------------------------------------------------------------------------- ________________ છેલ્લી ચિનગારી જીન વાલજિન જાણે કેદમાંથી નાસી છૂટયો હોય તેમ ડી૦ શહેરમાંથી નીકળી ગયો. આખી સવાર તેણે અજાણતાં એક મોટા ચકરાવામાં ગોળ ફર્યા કરવામાં પૂરી કરી; છતાં તેને ભૂખ જેવું કંઈ લાગ્યું ન હતું. અવનવી લાગણીઓ તેનામાં ઊછળી રહી હતી. તેના હૃદયમાં વીસ વીસ વર્ષથી જામેલું કશુંક પડ ખસી રહ્યું હતું પણ તેની જગાએ શું આવતું હતું તે એને સમજાતું ન હતું. સૂર્ય આથમવા આવ્યો ત્યારે એક તદ્દન નિર્જન સપાટ પ્રદેશમાં એક ઝાડવા પાછળ તે બેઠો હતો. ડી૦થી તે લગભગ નવેક માઈલ દૂર આવી ગયો હતો. તે કશા ઊંડા વિચારમાં પડેલો હતો. તેવામાં દૂરથી આવતો કોઈનો આનંદી અવાજ તેને કાને પડયો. દશેક વર્ષનો એક ગારુડી જેવો છોકરો રસ્તે રસ્તે ચાલ્યો આવતો હતો. તેની ઝોળી તેની બગલ નીચે લટકતી હતી, અને સારંગી પીઠ પાછળ. તે ગાતો હતો તથા વચ્ચે વચ્ચે પોતાની પાસેના થોડા પૈસા કૂકાની પેઠે ઉછાળીને રમતો હતો. તે પૈસામાં બે ફ્રાંકનો ચાંદીનો ગોળ ઢબૂ જેવો સિક્કો પણ હતો. પેલા ઝાડવા પાસે આવીને તેણે પૈસા ઉછાળ્યા, ત્યારે પેલો બે ફ્રાંકનો ઢબૂ ગબડી ગયો અને જીન વાલજિન પાસે જઈ પહોંચ્યો. જન જાજિને તરત કશા વિચાર વિના તેના ઉપર પોતાનો પગ દબાવી દીધો. પેલો છોકરી જરા પણ ગભરાયા વિના સીધો જીન વાલજિન પાસે આવ્યો, અને બોલ્યો – Page #27 -------------------------------------------------------------------------- ________________ છેલ્લી મિનમારી ‘સાહેબ, મારો સિક્કો !’ ' તારું નામ શું, અલ્યા ?’ . નાનો જવે, સાહેબ.’ આપ્યો. ૧૭ ચાલ ભાગ, અહીંથી,’ ‘મારો ચાંદીનો ઢબૂ આપી દેા, સાહેબ.' જીન વાલજિને માથું નીચું કરી દીધું; કશો જવાબ ન છોકરાએ ફરીથી કહ્યું, ‘મારો બે ફ઼્રાંકનો ઢબૂ, સાહેબ !' એમ કહી, તેણે જીન વાજિનનો ગળપટો પકડી ધીમેથી હલાવવા માંડયો, અને તેના પગને જરા ખસેડવા પ્રયત્ન કર્યો. જીન વાજિને હળું પોતાનું માથું ઊંચું કર્યું; તથા જાણે નવાઈ પામ્યો હોય, તેમ છોકરા તરફ નજર કરી પોતાનો દડો ઉપાડયો, અને બિહામણા અવાજે ત્રાડ નાખી, ‘કોણ મૂઓ છે?’ હું સાહેબ, નાનો જવે સાહેબ. મારો સિક્કો આપી દે; તમારો પગ લઈ લો, સાહેબ.' છોકરો હવે રડતો રડતો પોતાના ઢબૂ માટે જીદ કરવા લાગ્યો. જીન વાજિન કૂદકા મારી ઊભો થયો. પોતાનો પગ સિક્કા ઉપર રાખીને જ તે તડૂકો, ‘જાય છે કે નહીં?' નજર પહોંચે ત્યાં સુધી આખા મેદાનમાં બીજું કોઈ માણસ જતું કે આવતું દેખાતું ન હતું. છોકરાને એકદમ આખે શરીરે ધ્રુજારી આવી ગઈ. પછી ક્ષણભર જડસડ બની જઈ, પાછું જોવાની હિમત કર્યા વિના કે ચીસ પાડયા વિના તે પૂરપાટ ભાગ્યો અને દેખાતો બંધ થયો. સૂર્ય આથમી ગયો. જીન વાલજિને આખો દિવસ કશું ખાધું ન હતું. કદાચ તેને તાવ જ ભરાયો હતો. છોકરો નાસી *ગયો ત્યારનો તે ત્યાં જ ઊભો રહ્યો હતો, અચાનક તે ઝબકી લે૦ – ૨ Page #28 -------------------------------------------------------------------------- ________________ લે મિરાલ્ડ ઊઠયો. સામે બરફથી ઢંકાયેલા આસ પર્વત ઉપરથી હાડકાં પરોવી નાખે તેવી ટાઢ વાવા લાગી હતી. પોતાની ટોપી કપાળ ઉપર ખેંચી, બટન ભીડી, આગળ ચાલવા તેણે પગ ઉપાડ્યા. એકાદ ડગલું ભરી દડો લેવા તે નીચો નમ્યો. તે જ વખતે પેલો બે ફ્રાંકનો ધોળો ઢબૂ તેની નજરે પડ્યો. એકદમ કાંઈ આંચકો લાગ્યો હોય, તેમ તે બે ત્રણ ડગલાં પાછો હઠયો. તેની નજર તે જગા ઉપર જ ચોંટી રહી. છલાંગ મારી, ગાંડાની પેઠે તેણે તે સિક્કો ઉપાડી લીધો અને જે દિશામાં પેલો છોકરો ગયો હતો તે દિશામાં “નાના જવે! નાના જવે!” કરતો તે દોડયો. ક્યાંયથી કશો જવાબ ન મળ્યો. તેનો અવાજ એવો ફાટેલો હતો કે પેલા છોકરાએ સાંભળ્યો હોત, તોપણ તે બનીને દૂર જ ભાગ્યો હોત. થોડા વખત બાદ જીન વાલજિનને ઘોડા ઉપર બેઠેલો એક પાદરી મળ્યો. તેની પાસે જઈ, તેણે પૂછયું, “પાદરી સાહેબ, તમને કોઈ છોકરો મળ્યો? ના. નાનો જર્વે, ગારુડીના છોકરા જેવો હતો, સાહેબ.” ના, મને કોઈ જ સામે નથી મળ્યું.' જીન વાલજિને પાંચ-ફ્રાંકના બે સિક્કા પોતાની કોથળીમાંથી કાઢ્યા અને પેલા પાદરીના હાથમાં મૂકી કહ્યું, “આ તમારાં ગરીબ-ગુરબાં માટે, પાદરી સાહેબ. પેલો છોકરો દશેક વર્ષનો હતો; તેની પાસે ઝોળી અને સારંગી હતાં.” ભાઈ, એવા છોકરા આ બાજુના રહેવાસી હોતા નથી આ રસ્તે જઈને તેવા ઘણા આવે-જાય છે ખરા.” જીન વાલજને ઝડપથી બીજા બે પાંચ-ક્રાંકના સિક્કા ખેંચી કાઢ્યા અને પાદરીને આપીને કહ્યું, “તમારાં ગરીબગુરબાં માટે.” પછી આવેશમાં આવી જઈને તેણે આંસુભરી Page #29 -------------------------------------------------------------------------- ________________ પરીસનાં પંખીડાં આંખે પાદરીને કહ્યું, “મને ગિરફતાર કરાવો, પાદરી સાહેબ, હું લૂંટારો છું.” પાદરીએ નવાઈ પામી ઘોડાને એડી લગાવી, અને ચાલતી પકડી. જીન વાલજિન પેલો છોકરો ગયો હતો તે દિશામાં ફરીથી દોડ્યો. એક જગાએ ત્રણ રસ્તા ભેગા થતા હતા. ત્યાં ધૂમસના ધૂંધળા વાદળમાં તેની છેલ્લી બૂમ “નાના જર્વે'– ક્યાંય લીન થઈ ગઈ. ત્યાર પછી તે છૂટે મોંએ રડી પડયો : ૧૯ વર્ષમાં પહેલી જ વાર. પેરીસનાં પંખીડાં ઈ. સ. ૧૮૧૭માં ફ્રાંસના જુદા જુદા પ્રાંતોમાંથી ચાર જુવાનિયા પરસમાં ભણવા આવ્યા હતા. ચારે પૈસાદારના છોકરા હતા અને પેરીસમાં આવ્યા હતા એટલે ભણવા ઉપરાંત પ્રેમ પણ કરતા હતા ! ચારેને એક એક સુંદર પ્રિયતમા હતી. શહેરમાં એવી યુવતીઓ ગમે ત્યારે મળી રહે. તે ચારમાંથી એક ફેન્ટાઈન નામે છોકરી હતી. તે મ0માં જન્મી હતી, પણ તેના બાપ કે માને તેણે કદી જોયાં-જાણ્યાં ન હતાં. તે પોતાને ફેન્ટાઈન નામથી ઓળખાવતી, પરંતુ તે નામ તેને કોણે કયારે આપ્યું હતું, તે કોણ જાણે? દશ વર્ષની ઉંમરે ફેન્ટાઇન ગામ છોડી પરામાંનાં ખેડૂતોને ત્યાં નોકરીએ જોડાઈ હતી. પંદર વર્ષની ઉંમરે તે પોતાનું નસીબ અજમાવવા પેરીસમાં આવી. તે સુંદર હતી; તેને માથે સુંદર સોનેરી વાળ હતા, અને તેના દાંત ફૂટડા હતા. સોનું અને મોતી એ બે મોંધી મિલકતો તેને હતી : સોનું માથા ઉપર, અને મોતી મોંમાં. તે જીવવા માટે કામકાજ કરતી; અને પછી પ્રેમ કરવા લાગી તે પણ જીવવા માટે. કારણ કે, હૃદયને પણ ભૂખ હોય Page #30 -------------------------------------------------------------------------- ________________ લે સિરાઇલ છે. પેલા જુવાન કૉલેજિયનને મન તો ઘડીભરની ગમ્મત હતી; પણ ફેન્ટાઇનને મન તે સર્વસ્વ હતું. આ તેનો પ્રથમ પ્રેમ હતો, એટલું જ નહીં પણ એક જ પ્રેમ હતો. બાકીની ત્રણની બાબત જુદી હતી : તેઓ રીઢી થઈ ગયેલી હતી. ચારે જુવાનિયાઓ મિત્રો હતા, અને ચારે પ્રિયતમાઓ સખીઓ હતી. જુવાનિયાઓને ભણતર પૂરું કરી જ્યારે ઘેર જવાનું થયું, ત્યારે તેઓએ પોતાની પ્રિયતમાઓની વિદાય લેવાનો અનોખો રસ્તો વિચારી કાઢ્યો. તેઓની પ્રિયતમાઓ હરહંમેશ તેમની પાસેથી “કંઈક નવાઈનું માગ્યા કરતી હતી. તેઓ તે બધીને એ “નવાઈનું કંઈક' આપવાનું કહી, દૂરની એક હોટલમાં લઈ ગયા. સાંજ પડવા આવતાં, “અમે તમારે માટે ‘નવાઈનું કંઈક લઈ આવીએ છીએ” એમ કહી, તેમને હોટલમાં જ રાખી, પોતે બહાર તૈયાર રાખેલી ગાડીઓમાં બેસી રવાના થઈ ગયા! કલાક બાદ રાહ જોઈ રહેલી એ ચારે અપ્સરાઓને હોટલવાળાનો નોકર એક ચિઠ્ઠી આપી ગયો, જેમાં એ ચારેની હંમેશ માટે દર્દભરી વિદાય રમૂજી ભાષામાં લેવામાં આવી હતી! અલબત્ત, હોટલનું બિલ ચૂકવી દેવામાં આવ્યું હતું. પેલી અનુભવી ત્રણેને તો આ મશ્કરીથી રમૂજ પડી; પણ ફેન્ટાઇન જ્યારે એક કલાક બાદ પોતાની ઓરડીએ પાછી ફરી, ત્યારે તે જોરથી રડી પડી. પેલા કૉલેજિયનને તે પોતાનો પતિ જ માનતી હતી; તે એક બાળકીની મા પણ બની ચૂકી હતી. કામકાજ કરવાની તેની જૂની ટેવ છૂટી ગઈ હતી. હવે ક્યાંથી કામ મેળવવું એ પણ સવાલ હતો. તેને માંડ વાંચતાં આવડતું હતું, અને લખવામાં તો માત્ર પોતાની સહી કરતાં તે શીખી હતી. દશ મહિના આથડ્યા બાદ તેણે પોતાના વતન મ0 શહેર તરફ પાછા ફરવાનું નક્કી કર્યું. ત્યાં કોઈ Page #31 -------------------------------------------------------------------------- ________________ પરીરનાં પંખાડા ૨૧ ઓળખીનું મળી આવે, અને તેને કદાચ કામ મળે. પણ તેણે પોતાના બાળકને તો છુપાવવું જ જોઈએ; નહીં તો વતન તરફ તો તેના જેવી કુંવારી-માને કોઈ પાસે પણ ન આવવા દે. એટલે પતિના વિયોગ કરતાં પણ વધુ કારમાં એવા પોતાની બાળકીના વિયોગની શક્યતા તેને નજીક દેખાવા લાગી. પણ ફેન્ટાઇન બહુ દઢ મનવાળી બાઈ હતી. તેણે પોતાનો સરસામાન વેચી કાઢયો અને સાદાં કપડાં પહેરી લીધાં. દેવું વગેરે ચૂકવતાં તેની પાસે ૮૦ ફ્રાંક બાકી રહ્યા. તે મૂડી સાથે ૨૨ વર્ષની ઉંમરે તેણે પેરીસ છોડયું. વચ્ચે વચ્ચે થાકે ત્યારે પરામાં ફરતાં વાહનોમાં થોડું થોડું બેસી લઈને બપોરના અરસામાં તે મેટ આવી પહોંચી. રસ્તા ઉપર જ “વટલુંનો સાર્જ"ટ” નામવાળી એક વીશી હતી. તેના બારણા પાસે એક ગાડું અથવા ગાડાનું હાડપિંજર પડેલું હતું. એક વખત કોઈ રાક્ષસી તોપને વહી જવા માટેનું વાહન તે હશે. તેની ધરી નીચે તોરણની પેઠે એક ભારે સાકળ લટકતી હતી. એ સાંકળનો મધ્ય ભાગ જમીન સરસો લટકતો હતો અને આ સાંજે તેના ઉપર બે નાની છોકરીઓ એકબીજીને બરાબર વળગીને ઝૂલતી હતી. એક અઢી વરસની હતી અને બીજી અઢાર મહિનાની. થોડે દૂર વીશીના બારણામાં બેઠેલી વીશીવાળી બાઈ એક દોરી વડે તેમને હીંચોળતી હતી. વીશીનાં માલિક થેનારડિયર દંપતી હતાં. બાઈનો દેખાવ પેલી તોપ-ગાડીને મળતો આવે તેવો રાક્ષસ હતો. માત્ર અત્યારે તે હાલરડું ગાઈને પોતાનાં બાળકોને હીંચોળતી હતી, એટલે જ તેના ચહેરા ઉપર વાત્સલ્યનો મધુરો ભાવ છવાયેલો દેખાતો હતો. તમારે બે સુંદર બાળકો છે, બાન !” એમ કહી ફેન્ટાઇન પાસે આવી. તેની પાસે પણ એક બાળક હતું Page #32 -------------------------------------------------------------------------- ________________ છે મિઝેરાલ્ડ અને એક ભારે પેટી હતી. તેનું બાળક ખરેખર જોવા લાયક હતું. તે બે કે ત્રણ વર્ષની મધુર ચહેરાવાળી બાળકી હતી. તે નિરાંતે ઊંઘતી હતી. જંગલીમાં જંગલી પ્રાણી પણ તેના બચ્ચાને કોઈ પંપાળે તો નરમ થઈ જાય છે. થેનારડિયર બાનુએ માથું ઊંચું કરી આભાર માન્યો, અને વીશીના બારણા પાસેની પાટલી ઉપર તેને બેસવા કહ્યું, બંને સ્ત્રીઓ થોડી વારમાં વાતોએ વળગી. - “મારું નામ થનારડિયર બાનુ છે; અમે આ વીશી ચલાવીએ છીએ.” આગંતુક બાઈએ પણ પોતાની વાત જરા ફેરફાર સાથે કહી સંભળાવી. પોતે મજૂરણ બાઈ છે; પતિ ગુજરી ગયો છે; પેરીસમાં કામકાજ ન મળવાથી પોતાના વતન તરફ પાછી જાય છે, આજે સવારે જ પગે ચાલતાં પેરીસ છોડવું છે; બાળકી પણ થોડું થોડું ચાલવા લાગે છે, પરંતુ નાની હોવાથી પાકી જાય છે, અને હમણાં તો ઊંધી જ ગઈ છે. એટલું કહી, તેણે પોતાની વહાલી બાળકીને આંખો ઉપર ચુંબન કર્યું. તે તરત જાગી ઊઠી. પેલા બાળકોને હીંચતાં જોઈ તે તેમના તરફ આનંદથી દોડી ગઈ. ત્રણે બાળકો આનંદથી કિલ્લોલ કરતાં રમવા લાગ્યાં. “તમારી ચેલાનું નામ શું, બાઈ?' કેટ; હમણાં જ ત્રીજમાં પેઠી.” બરાબર મારી મોટીના જેટલી જ. જુઓને, છોકરાંને હળી જતાં વાર લાગે છે? બીજું કોઈ તો ત્રણેને સગી બહેનો જ ધારી લે !' બસ જાણે આ શબ્દની જ ફેન્ટાઈન રાહ જોઈ રહી હતી. તેણે તરત એ બોલનારીનો હાથ પકડી લીધો. તેના મે Page #33 -------------------------------------------------------------------------- ________________ પેરીસનાં પંખીડાં સામું સ્થિર નજર કરીને કહ્યું, “તમે મારી બાળકીને થોડા દિવસ રાખશો, બાનુ?” થેનારડિયર બાનુના માં ઉપર થઈને નવાઈનો એક ચમકારો પસાર થઈ ગયો. “તમે જુઓ છો ને બાઈ, એને લઈને વતન જવાની ભારે પંચાત છે. ભગવાને જ મને આજે તમારા બારણા પાસે થઈને મોકલી. તમારાં સુખી છોકરાં જોઈને જ મને એમ થયું કે, એ છોકરાની મા ખરેખર માયાળુ હશે. એ ત્રણે સગી બહેનો જેવી જ છે. મારું ઠેકાણું પડશે એટલે હું જલદી આવીને મારી છોકરીને પછી લઈ જઈશ. એટલા દિવસ તમે તેને અહીં રાખશો?' વિચાર કરીએ.” બાનુએ જવાબ આપ્યો. “હું તમને દર મહિને છ ફૂાંક મોકલાવીશ.” અંદરથી અચાનક પુરુષનો અવાજ આવ્યો, “સાત ફાંકથી ઓછા નહીં; અને છ મહિનાનાં નાણાં અગાઉથી.” સારું કબૂલ છે,' માએ જવાબ આપ્યો. “અને બીજા પરચૂરણ ખર્ચ માટે ૧૫ ફ઼ાંક વધુ.' પુરુષના અવાજે ઉમેર્યું. કુલ ૫૭ ફૂાંક. થેનારડિયર બાનુએ કહ્યું. હું જરૂર આપીશ; મારી પાસે ૮૦ ફ્રાંક છે. અને પગે ચાલીને જવા માટે મારી પાસે પૂરતું રહેશે. હું ત્યાં ખૂબ મહેનત કરીશ; અને મારી પાસે થોડુંક બચશે, એટલે આવીને મારી ઘેલડીને તરત પાછી લઈ જઈશ.' “નાની પાસે કપડાં પૂરતાં છે? તે બધાં આપી દેવાં એ પડશે.” પુરુષનો અવાજ આવ્યો. “હા, હા, જરૂર. મારી બાળકીને ઉઘાડી મૂકીને તો નહીં જ જાઉં.' Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૪ લે સિરાક્લ પેટી અને પૈસાની કોથળી ઠીક ઠીક હલકી કરીને, ફેન્ટાઈન, થોડા દિવસમાં પાછા ફરવાની આશા સાથે, હૃદય ફાટી જાય તેમ રડતી ૨ડતી, બીજી સવારે મેટ)માંથી ચાલી નીકળી. મા-દીકરી થેનારડિયરની વીશી પડી ભાગવા બેઠી હતી. ફેન્ટાઇનના પ૭ ફ્રાંક, લેણદારોનો તગાદો થોડોઘણો ઓછો કરવામાં જ, વપરાઈ ગયા. પણ બીજે જ મહિને ફરીથી પૈસાની જરૂર પડી. આ વખતે તેની પત્ની પેરીસ જઈને કેસેટનાં કપડાં ૬૦ ફ્રાંકમાં ગીરો મૂકી આવી. એ રકમ પણ ખરચાઈ જતાં, થેનારડિયર દંપતી હવે કોસેટ જાણે ફોગટની ગળે પડી હોય, એમ માનવા તથા વર્તવા લાગ્યાં. કેસેટને તેનાં પોતાનાં કપડાં રહ્યાં નહીં એટલે તેને થેનારડિયરનાં બાળકોનાં ઊતરેલાં કપડાં અર્થાત્ છેક જ ચીંથરાં મળવા લાગ્યાં. તેને ખાવાનું પણ બધાંનાં ભાણામાં રહેલું જ મળતું. તેની મા દર મહિને સાત ફૂાંક મોકલતી તથા કાગળ લખાવીને તેની બાળકીની ખબર મંગાવતી થનારડિયર દંપતી અચૂક જવાબ આપતાં કે, “કોસેટ ઘણી મજામાં છે, તેને બરાબર ગોઠી ગયું છે.' પરંતુ વરસ પૂરું થવા ન આવ્યું તેવામાં થનારડિયર તડૂકી ઊઠયો : “વાહ, એ દુત્તી શું સમજી બેઠી છે? સાત ફ્રાંકમાં આવડી મોટી વાંદરીને હું શી રીતે પૂરો મહિનો ખવાડું? અને તેણે મહિને બાર ફૂાંક માગવા માંડયા. કેસેટની માને એમ ઠસાવવામાં આવ્યું કે, તેની બાળકી ઘણી સુખી તથા નીરોગી હોઈ, ખાસી ફૂલી-ફાલી છે, એટલે તે બાર ફ્રાંક મોકલવા પણ કબૂલ થઈ. Page #35 -------------------------------------------------------------------------- ________________ મા-દીકરી ધીમે ધીમે થનારડિયરને ખબર મળી કે, કોસેટ ઘણુંખરું કાયદેસર બાળક ન હોવાથી, તેની મા તેને વતનમાં પોતાના બાળક તરીકે જાહેર કરી શકે તેમ નથી. એટલે તેણે મહિને ૧૫ ફ્રાંટની માંગણી કરી, તથા સાથે ધમકી મોકલી કે એટલા ફ્રાંક નહીં મોકલો, તો બાળકને મારે પાછું તમારી પાસે મોકલવું પડશે. માએ ૧૫ ફૂાંક મોકલવા માંડ્યા. વરસ જતાં ગયાં તેમ તેમ કેસેટની કંગાળ સ્થિતિ પણ વધતી ચાલી. તે પાંચ વરસની થઈ ત્યારથી જ ઘરની નોકરડી બની રહી. ફેરાફાંટા ખાવા, ઓરડા વાળવા, આંગણું વાળવું, તાસકો ધોવી, અને નાનાં બચકાં ઉપાડવાં વગેરે કામો તેના નબળા ખભા ઉપર વધતાં જ ચાલ્યાં. પછી તો, થેનારડિયર દંપતી તેની પાસેથી એ પ્રમાણે કામ લેવાનો હક જ માનવા લાગ્યાં; કારણ કે, કેસેટની મા હવે પૈસા બરાબર મોકલી શકતી ન હતી, તથા ઘણા મહિનાની રકમ ચડી ગઈ હતી. ત્રણ વર્ષને અંતે ફેન્ટાઇન મેટ) આવી હોત, તો પોતાની દીકરીને ઓળખી શકી જ ન હોત. કોસેટ પાસે માત્ર તેની મોટી સુંદર આંખો જ બાકી રહી હતી, પરંતુ તે આંખો સામે નજર પણ કરી શકાય તેમ ન હતું. તેને જોઈને તેની માનું તો હૃદય જ ફાટી જાય. બીજી બાજુ તેની માની શી સ્થિતિ હતી? જૂના જમાનાથી મ0 શહેરના વતનીઓનો ધંધો કાળા મણકા અને તેનો મસાલો બનાવવાનો હતો. કાચા માલની વધતી જતી મોંઘવારીને કારણે અત્યાર સુધીમાં આ ધંધો પડી ભાગવાની અણી ઉપર આવી ગયો હતો. પરંતુ ફેન્ટાઇન મ0 પાછી ફરી, તે એરસામાં એ માલના ઉત્પાદનમાં એક અસાધારણ ક્રાંતિ થઈ હતી. ૧૮૧૫ના અંત ભાગમાં એક અજાણ્યો માણસ ત્યાં આવીને વસ્યો હતો. તેને એ મણકા Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૬ લે મિરાલ બનાવવાના મસાલામાં એકને બદલે બીજી વસ્તુ વાપરવાનું સૂઝયું. એ નાના ફેરફારથી કાચા માલની કિંમતમાં મોટો ઘટાડો થઈ ગયો; તેથી પ્રથમ તો કારીગરોના પગારમાં વધારો થઈ શક્યો. બીજું, માલની જાતમાં સુધારો થયો; એ થઈ વાપરનારના ફાયદાની વાત. ત્રીજું, માલ સસ્તો વેચાવા છતાં નફો ત્રણ ગણો વધી ગયો; એ થઈ માલ બનાવનારને ફાયદાની વાત. ત્રણથી ઓછા વર્ષમાં તો એ નવી રીતનો શોધનાર માલદાર બની ગયો. તે આ શહેરમાં પહેલવહેલો જ્યારે આવ્યો હતો, ત્યારે તેનો પોશાક, રીતભાત અને ભાષા છેક મજદૂર જેવાં જ હતાં. વાત એમ બની હતી કે, તે આ શહેરમાં ડિસેમ્બર મહિનાની રાતે જ્યારે ખભે ઝોયણો અને હાથમાં ગઠ્ઠાદાર દડો લઈને દાખલ થયો, ત્યારે શહેરના થાણામાં આગ લાગી હતી, આ માણસે પોતાના જાનના જોખમે આગમાં ઝંપલાવીને, અંદર સપડાયેલાં બે બાળકોને બચાવીને બહાર કાઢમાં. તે બાળકે થાણદારનાં જ હતાં. તેથી તે વખતે કોઈને તેનો પરવાનો માગવાનું સૂઝયું ન હતું. ત્યારથી તે એ ગામમાં જ રહેતો હતો અને મેડલીન બાપુને નામે ઓળખાતો હતો. મેડલીન બાપુનો નફો એટલો મોટો હતો કે, બીજે જ વર્ષે કારખાના માટે તે એક મોટું મકાન બંધાવી શકયા. તેમાં સ્ત્રી-કામદારો માટે જુદો વિભાગ હતો. કોઈ પણ ભૂખ્યો માણસ ત્યાં આવે, એટલે તેને રોજી અને રોટી મળી રહેતાં. પણ તેનું ચારિત્ર્ય સારું હોવું જોઈએ, અને તે પ્રમાણિક હોવો જોઈએ. એટલા નિયમનું કડક પાલન કરવામાં આવતું. મેડલીન બાપુ ખૂબ કમાયા; પણ માત્ર પૈસો એકઠો. કરવો એ જ તેમનું ધ્યેય ન હતું. પોતા કરતાં બીજાનો લાભ જ તે વધુ જોતા. જાણવા પ્રમાણે ૧૮૨૦માં લેફાઇટ બેંકમાં Page #37 -------------------------------------------------------------------------- ________________ મા-દીકરી ૨૭ તેમના ખાતામાં સાડા છ લાખ ફ્રાંક જમા થયેલા હતા. પણ એટલા પૈસા બાજુએ બચત મૂકતા પહેલાં, તેમણે, દશ લાખ જેટલા ફ્ાંક જુદી જુદી રીતે શહેર તેમજ ગરીબો પાછળ ખર્ચી નાખ્યા હતા. મફત ઇસ્પિતાલ, છોકરાની અને છોકરીની જુદી એવી બે નિશાળો, તથા અનાથ અપંગ માટે એક સેવાશ્રમ – એટલું તો તે પોતા થકી જ ચલાવતા. - - પાંચ વર્ષ બાદ, ઈ. સ. ૧૮૨૦માં રાજાએ તેમને નગરપતિ બનાવ્યા. તેમ છતાં મેડલીન બાપુ તો પહેલાં જેવા જ સાદા અને મળતાવડા રહ્યા. આમેય તે બહુ થોડા માણસો સાથે બોલતા; ખુલ્લાં ખેતરોમાં એકલા ફરવાનું તેમને વધુ ગમતું. હવે તે જુવાન ન હતા, તેમ છતાં તેમનામાં રાક્ષસી બળ છે, એમ મનાતું. બેસી પડેલા ઘોડાને ઊભો કરવો, કાદવમાં ખૂ`પી ગયેલા પૈડાને બહાર કાઢવું, અથવા વકરેલા સાંઢને શીંગડાં પકડી ઊભો રાખવો, એ તેમને મન રમતવાત હતી. લોકો ચાલીસ ચાલીસ ગાઉથી તેમની સલાહ લેવા આવતા, કેટલાય ઝઘડા તેમની પાસે પતી જતા. તેમના પ્રત્યેનો આદરભાવ એવો ચેપી હતો કે, છ-સાત વરસમાં તો આખા પ્રદેશમાં ફેલાઈ ગયો. પણ એક માણસ એવો હતો કે જે એ ચેપથી મુક્ત રહ્યો હતો. તે હતો પોલીસ ઈન્સ્પેકટર જાવ. તે માં, મેડલીન તરફ હંમેશાં શંકાની દષ્ટિથી જ જોતો. તેને એમ લાગ્યા જ કરતું કે, આ માણસને તેણે કયાંક જોયો છે, અને તેય બહુ સારા માણસ તરીકે નહીં. આ શહેરમાં તે ઈન્સ્પેકટર તરીકે નિમાઈને આવ્યો, ત્યારે મેડલીન બાપુ સમૃદ્ધ તથા જાણીતા બની ચૂકયા હતા. તે પહેલાં જાવની નોકરી દક્ષિણ તરફનાં વહાણો ઉપર હતી. Page #38 -------------------------------------------------------------------------- ________________ ' તે મિઝરાઉં ગુનેગાર માટે ધિક્કાર, અને સરકારી માણસ તરફ અંધશ્રદ્ધા અને બફાદારી- એ બે લાગણીઓ જાવટમાં મુખ્ય હતી. એક વાર પણ કાયદાની મર્યાદા તોડનાર ગુનેગાર તરફ તે હંમેશાં તિરસ્કાર અને ધૃણાની નજરે જોતો; અને બીજી બાજુ, સરકારી અમલદાર કદી ભૂલ ન કરે, એમ તે માનતો. ગુનેગારોની દુનિયા ઉપર ગુપ્તપણે ચોકી રાખવા જ જાણે તેનો અવતાર હતો. બદમાશમાં બદમાશ ગુનેગારો પણ તેનું નામ સાંભળતાં જ ભાગવા માંડતા અને તેનું માં નજરે પડતાં જ તેઓના માં ઉપરનું લોહી ઊડી જતું. માં. મેડલીન એક સવારે શહેરની એક શેરીમાં થઈને જતા હતા, એવામાં તેમણે દૂર કંઈક ધાંધળ જેવું જોયું. ત્યાં જઈને જોતાં માલૂમ પડયું કે, ફોશલ નામનો એક ડોસો પોતાના માલભરેલા ગાડા નીચે આવી ગયો હતો. ઘોડો જમીન ઉપર ફસડાઈ પડ્યો હતો, અને તેની સાથળો ભાગી ગઈ હતી. ડોસો ગાડા નીચે એવી રીતે આવી ગયો હતો કે આખા ગાડાનું વજન તેની છાતી ઉપર જ દબાતું જતું હતું. ગાડાની નીચે પેસી તેને ઊંચું કરવામાં આવે, તો જ ડોસો બહાર નીકળી શકે, એમ હતું. જાવટે ત્યાં હાજર હતો, અને દુમકલાસ લઈ આવવા તેણે માણસ દોડાવ્યો હોં. મૅ. મેડલીને પૂછયું, “દુમકલાસ આવતાં કેટલી વાર લાગશે?” “ઓછામાં ઓછો પા કલાક.” જવાબ મળ્યો. - આગલી રાતે વરસાદ પડયો હોવાથી જમીન ઢીલીપોચી થઈ ગઈ હતી. એટલે ગાડું દરેક ક્ષણે ઊંડું ને ઊંડું ઊતરતું જતું હતું, અને પાંચેક મિનિટમાં તો ડોસાની બધી પાંસળીઓ ભાગી જાય એ નક્કી હતું. કોઈ મજબૂત માણસ ગાડા નીચે પેસી ગાડાને પીઠ વડે ઊંચું કરે, તો તેને એક-બે – અરે, Page #39 -------------------------------------------------------------------------- ________________ મા-દીકરી ચાર જેટલી સોનામહોરો ઇનામ આપવાનું મેં. મેડલીને જાહેર કર્યું. અહીં કંઈ દયાભાવની ખોટ નથી –' એક અવાજ આવ્યો. બોલનાર જાવટ હતો. “ખોટ તો એટલા જોરની છે. પીઠ વડે આ ગાડું ઊંચકનાર માણસમાં રાક્ષસનું જોર જોઈએ. એવો એક માણસ જ મેં આજ સુધીમાં જોયો છે; પણ તે ટુલા બંદર ઉપર વહાણમાં કેદી હતો. તેને અમે જીવતો દુમકલાસ જ કહેતા.' આ બોલતાં બોલતાં જાવટે મેડલીન બાપુ સામે શકરાબાજ જેવી નજર કરી. તે સાંભળી, મેડલીન બાપુનું મે ફીકું પડી ગયું. પણ એવામાં ડોસાએ કારમી ચીસ પાડી, “બાપરે, મરી ગયો. એ ચીસ સાંભળતાં જ મેડલીને પોતાનું માથું ઊંચું કર્યું અને જાવર્ટની નજરની પરવા કર્યા વિના તરત તે ઘૂંટણિયે પડ્યા, અને લોકો બૂમ પણ પાડી શકે તે પહેલાં તો ગાડા નીચે સરકી ગયા. ગાડાના જંગી વજન નીચે લગભગ ચપ્પટ સૂઈને બે વખત પોતાની કૂણીને ઢીંચણ સુધી લાવવાનો તેમણે નિષ્ફળ પ્રયત્ન કર્યો. આજુબાજુ ઊભેલા ખેડૂતો અને ફેશલä ડોસો પોતે પણ બુમરાણ કરી ઊઠયો : “મેડલીન બાપુ, બહાર નીકળો, તમે પણ સાથે લોચો થઈ જશો.” મેડલીને કશો જવાબ ન આપ્યો. લોકોનો શ્વાસ થંભી ગયો. પૈડાં વધુ નીચે કળી ગયાં. હવે તો મેડલીનથી પણ બહાર નીકળી શકાય તેમ ન હતું. એ જ ઘડીએ અચાનક આખું ગાડું હાલ્યું, અને ધીમે ધીમે ઊંચું થવા લાગ્યું. પૈડાં કાદવમાંથી અર્ધઅર્ધ બહાર આવ્યાં. એક ગૂંગળાતો અવાજ સંભળાયો, “જલદી કરો, ટેકો કરે!” • એ અવાજ મેડલીનનો હતો. તેમણે હવે આખરી પ્રયત્ન કર્યો હતો. એકી સાથે વીસ-વીસ હાથોએ ગાડું અધ્ધર પકડી રાખ્યું, ડોસો બચી ગયો. મેડલીન બહાર નીકળી ગયા. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૦ લે મિઝેરાન્ડ તેમનું માં ભૂરું થઈ ગયું હતું, અને તેમનું શરીર પરસેવાથી નીતરતું હતું. ડોસાએ ઘૂંટણિયે પડી તેમના પગને ચુંબન કર્યું. માત્ર જાવટે પોતાની શાંત તીણી દષ્ટિ હજુ મેડલીન ઉપરથી ખસેડી ન હતી. ફેશલ ડોસાને સારવાર માટે મેડલીન બાપુના સેવાશ્રમમાં પહોંચાડી દેવામાં આવ્યો. બીજી સવારે ડોસાને પથારીમાં પડખે પડેલી એક હજાર ક્રાંકની નોટ મળી. સાથે ચિઠ્ઠીમાં મૈ. મેડલીને એક લીટી લખી હતી : “મેં ખરીદી લીધેલા તમારા ગાડાની અને ઘોડાની કિંમત.' ગાડું ભાગી ગયું હતું અને ઘોડો મરી ગયો હતો. ફોશલોં સાજો થયો, પણ તેનો પગ નકામો જ રહ્યો. એટલે સેવાશ્રમની સેવિકા સાધ્વીઓ અને પાદરીઓની ભલામણથી મેડલીન બાપુએ તેને પેરીસના સેંટ એન્ટાઈન વિભાગમાં આવેલા સાધ્વીઓના મઠમાં માળીની નોકરી મેળવી આપી. લગભગ આ અરસામાં ફેન્ટાઇન પોતાને વતન મ0 શહેરમાં પાછી આવી હતી. મેં. મેડલીનના કારખાનાનું બારણું તેને મિત્રતાભર્યો આવકાર આપવા તૈયાર હતું, અને તે સ્ત્રીઓના વિભાગમાં કામે જોડાઈ ગઈ. પોતે પરણેલી છે કે પોતાને સંતાન છે એ બાબતનો જરા પણ ઉલ્લેખ તે ભૂલેચૂકેય કરતી નહોતી. શરૂઆતમાં તો તે થનારડિયરને નિયમિત પૈસા મોકલતી. તેને સહી કરતાં જ આવડતું, એટલે તેને ધાંધાદારી લહિયા પાસે કાગળો લખાવવા પડતા. પણ એમાંથી જ કારખાનામાં અને આસપાસનાં માણસોમાં તેના ચારિત્ર્ય અંગે વાતો શરૂ થઈ. તે એક જ સરનામે મહિનામાં બે વાર કાગળ લખાવતી અને પૈસા ભરતી. એટલે લહિયા પાસેથી સરનામું લઈ, એક જણ પોતાને ખર્ચે મેટ૦ જઈ આવીને તેના બાળકને નજરે જોઈ પણ આવ્યું. Page #41 -------------------------------------------------------------------------- ________________ મા-દીકરી ૧ આ બધું થતાં વરસ નીકળી ગયું હતું. એવામાં એક સવારે કારખાનાની મુકાદમ બાઈએ નગરપતિને નામે ૫૦ ફ઼ાંક ફેન્ટાઇનના હાથમાં મૂકી તેને કહ્યું, ‘તારા જેવી ભ્રષ્ટ સ્ત્રીને કારખાનામાં રાખી શકાય તેમ નથી. તું હવે છૂટી છે. અને નગરપતિએ જણાવ્યું છે કે, તું આ શહેર પણ છોડી જાય તો સારું.’ આ જ સમય દરમ્યાન થેનારડિય૨ે માસિક ૭ ને બદલે ૧૨ ફ઼ાંક માગ્યા પછી પોતાની માગ વધારીને ૧૫ ફ઼ાંકની કરી હતી. ફેન્ટાઈન આભી જ બની ગઈ. તેણે તોતડાતે અવાજે થોડીક આજીજી કરી જોઈ; પણ મુકાદમ બાઈએ તેને કારખાના બહાર નીકળી જવાનો હુકમ કર્યા. શરમથી ગૂંગળાતી તે કારખાના બહાર નીકળી અને પોતાની ઓરડીએ પાછી આવી. મોં. મેડલીનને આ કશાની ખબર ન હતી. તે પોતે નિયમ તરીકે કારખાનાના સ્ત્રીવિભાગમાં કદી જતા નહીં. તે વિભાગની મુકાદમ તરીકે એક કુમારિકા બાઈને તેમણે પાદરીની ભલામણથી નીમી હતી. મેડલીન તેના ઉપર દરેક બાબતમાં સંપૂર્ણ વિશ્વાસ મૂકતા. ફેન્ટાઈને શહેરમાં નોકરડી તરીકેની નોકરી શોધવા માંડી. પરંતુ કોઈએ તેને રાખી નહીં. સરસામાન અને ભાડાનું દેવું ન પતે ત્યાં સુધી તેનાથી શહેર પણ છોડાય તેમ ન હતું. બધું વેચી સાટી તેણે ૫૦ ફ્રાંક દેવા પેટે વહેંચી આપ્યા. છતાં તેને ૧૦૦ ફ્રાંકનું દેવું રહ્યું. તે હવે લશ્કરનાં કપડાં સીવવાના કામે લાગી. તેમાં તેને રાજના છ પેન્સ મળતા. તેમાંથી ચાર પેન્સ તો તેને દીકરીને મોકલવા માટે જ બચાવવા પડે. પરિણામે, થેનાર ડિયરને મોકલવાની રકમમાં તે અનિયમિત બનતી ચાલી. વધારે પડતી મજૂરી અને કંગાલિયતથી ધીમે ધીમે તેનું શરીર ઘસાવા લાગ્યું. તેને જે થોડીક સૂકી ઉધરસ રહેતી હતી, તે ખૂબ વધી ગઈ. એટલામાં શિયાળો આવ્યો. ફ્રાંસના આ Page #42 -------------------------------------------------------------------------- ________________ લે મિરાહ ભાગમાં શિયાળામાં દિવસે પણ પ્રકાશ જેવું હોય જ નહીં; અને દિવસોય ટૂંકા એટલે કામ ઘણું ઓછું ઊતરવા લાગ્યું. થેનારડિયર દંપતીના પૈસા માટેના તગાદા પણ ઘણા વધી ગયા. એક દિવસ તો થેનારડિયરે લખ્યું કે, “કોસેટ હવે છેક જ ઉઘાડી થઈ ગઈ છે, આ શિયાળામાં તેને એકાદ ગરમ કપડું પણ નહીં મળે, તો તે લાંબું નહીં જીવે માટે ગમે તેમ કરીને દસ ફાંક તો તરત મોકલો જ.” ફેન્ટાઇને આખો દિવસ એ કાગળ હાથમાં ચોળ્યા કર્યો. પછી રાતે હજામની દુકાને જઈ, તેણે પોતાના વાળ કપાવી નાખ્યા. હજામે તે સોનેરી વાળના તેને દસ ફૂાંક આપ્યા. ફેન્ટાઇને ગૂંથેલું ગરમ ફરાક ખરીદીને થેનારડિયર દંપતીને મોકલ્યું. તેઓ તે જોઈ ગુસ્સે થઈ ગયાં. કારણ, તેમને પૈસા જ જોઈતા હતા. એ ફરાક તો તેમની નાની છોકરીને જ પહેરવા મળ્યું; કેસેટ ટાઢે પૂજતી જ રહી. ફેન્ટાઈન હવે માથે ગોળ ટોપી બાંધવા લાગી, જેથી તેનું બોડું માથું ઢંકાઈ રહે. ફેન્ટાઇનના મનમાં અને શરીરમાં ધીમે ધીમે કાળા ફેરફાર થતા જતા હતા. પોતાને કામ વગરની રખડતી કરી મૂકનાર મેડલીન બાપુને તે સૌથી વધારે ધિક્કારવા લાગી. હવે તેને માત્ર કેસેટ પ્રત્યે જ માયા-મમતા જેવું બાકી રહ્યું હતું; અને પૈસાવાળી થયા બાદ તેને ફરી પોતાની પાસે લાવવાની આશામાં જ તે મોત સામે ઝઝૂમી રહી હતી. તેની ઉધરસ વધતી ચાલી, અને તેને રાતે પરસેવો વળવા માંડ્યો. એક દિવસ તેને થેનારડિયર તરફથી કાગળ મળ્યો કે, કોસેટને મુદતિયો તાવ લાગુ થયો છે, એની મોંઘી દવાઓ અમારાથી લવાય તેમ નથી. એક અઠવાડિયામાં ૪૦ ફાંક નહીં મોકલો તો તમારી દીકરીને મરી ગયેલી જાણજો.” ફેન્ટાઈન ગાંડાની પેઠે ખડખડાટ હસી પડી. “જુઓ તો Page #43 -------------------------------------------------------------------------- ________________ માનીકરી ખરા; મારી પાસે ૪૦ ફ્રાંક માગે છે; હું કયાંથી લાવવાની હતી ?’ 33 કાગળ હાથમાં રાખી, તે શેરીમાં દાડી ગઈ. તેને હવે જાતનું ભાન રહ્યું ન હતું. રસ્તામાં એક ટોળું એકઠું થયું હતું. દાંત ખેંચનારો અને દાંતનાં ચોકઠાં બેસાડનારો એક દાક્તર ટોળા આગળ ઊભો રહી રમૂજી ભાષણ આપતો હતો. ફેન્ટાઇન પણ તે ટોળામાં ઊભી ઊભી તેની રમૂજ ઉપર હસવા લાગી. તેને હસતી જોતાં વેંત જ પેલો દાંત ખેંચનારા બોલી ઊઠયો, ‘વાહરે મારી હસતી પરી ! તારે બહુ સુંદર દાંત છે. જો તું મને તારા આગલા બે દાંત વેચવા ઇચ્છે, તો તને દરેકના વીસ ફ઼ાંક આપવા હું તૈયાર છું.’ ફેન્ટાઈન તરત કાનમાં આંગળીઓ ખોસૌ, ત્યાંથી ચાલતી થઈ. બાપરે, મારા આગલા બે દાંત ! વાળ તો ફરી પણ ઊગે; પણ દાંત ! પછી તો હું ડાકણ જેવી જ દેખાઉં. તેના કરતાં પાંચમે માળથી પડતું મૂકવું સારું.' પણ રાત સુધીમાં તો કાસેટનું દયામણું મોં તેને ગભરાવવા લાગ્યું. તે તરત પેલા દાક્તર પાસે દોડી ગઈ. મોડી રાતે તે પાછી ફરી, ત્યારે તેનું મોં લોહીલુહાણ થઈ ગયું હતું અને તેના ખીસામાં ૪૦ ફ઼ાંક ખખડતા હતા. ‘મારી દીકરીને હવે દવા વગર પેલા તાવથી મરવું નહીં પડે !' એ પૈસા થેનારડિયરને પહોંચ્યા; પણ કાસેટ માંદી હતી જ કાં? ફેન્ટાઇને હવે ઓરડી કાઢી નાખી અને માળિયામાં રહેવાનું શરૂ કર્યું. તેની આંખો હવે વિચિત્ર રીતે તગતગવા લાગી. દરેક ઉધરસે તેને ખભાની ડાબી હાંસડીએ દુખાવો થતો. દિવસના તે સત્તર કલાક સીવણકામ કરતી. પણ એવામાં એક ઠેકેદારે કેદખાનાની બધી સ્ત્રી-કેદીઓને સસ્તામાં લે૦ – ૩ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૪ લે સિઝરામ્હ કામે રોકી લીધી. એટલે બહારની મજૂરીનો ૬૨ રોજના નવ સૂ (સવા ત્રણ પૈસા) થઈ ગયો. આખા દિવસના કામના નવ સૂ! 6 લેણદારોના તગાદા હવે વધી ગયા; અને થેનારડિય૨ે પણ ફેન્ટાઈનને આખરી કાગળ લખ્યો કે, પાછલા ચડેલા સૌ ફ઼ાંક તરત જ મને નહીં મળે, તો રાગમાંથી ઊઠેલી કેસેટને હું ઘરમાંથી કાઢી મૂકીશ.' ‘સો ફ઼ાંક !' ફેન્ટાઇને વિચાર્યું. ‘પણ કયા ધંધામાંથી મને દિવસના સો સૂ પણ મળે તેમ છે? ભગવાન જાણે આ લોકો મારી પાસે શું કરાવવા ઇચ્છે છે? ઠીક ! હવે હું મારી પાસે જે બાકી ૨હ્યું છે, તે જ વેચીશ!’ અને એ અભાગણી સ્ત્રી પોતાનું રૂપ વેચવાનો ધંધો કરવા લાગી. ફેન્ટાઈન દસ મહિના બાદ, ૧૮૨૩ના જાન્યુઆરીની શરૂઆતમાં લશ્કરી અમલદારોની હોટલ પાસે એક બજારુ સ્ત્રી પોતાના ધંધાના વેંતમાં આંટા મારતી હતી. તે વખતે ગામનો એક તવંગર વંઠેલ જુવાનિયો તેની મશ્કરીઓ કરતો તેને સતાવી રહ્યો હતો. ‘વાહ કૂતરી! શું તારું રૂપ! તારે કેટલા દાંત છે, બોખી !' ઈ. પેલી બિચારી બરફથી ઢ’કાયેલા રસ્તા ઉપર જેમ તેમ અડબડિયાં ખાતી આંટા મારતી હતી, અને ગામના ઉતાર જેવા પેલા જાણીતા જુવાનિયાની પજવણી સામે જોયું-ન-જોયું કરતી હતી. પણ તેથી તો પેલાને વધારે શૂર ચડવા લાગ્યું. પેલી ક*ઈક ચિડાય કે વકરે એવું કરવા ખાતર, એક વખત તેની પીઠ ફરી કે તરત તેની પાછળ છાનામાના જઈ, પેલાએ Page #45 -------------------------------------------------------------------------- ________________ ફેન્ટાઈન મૂઠી ભરીને બરફ તેની ખુલી બોચી નીચે સરકાવી દીધો. પેલી ચીસ પાડી ઊઠી અને પાછી ફરીને જુવાનિયા ઉપર ચિત્તાની પેઠે લપકી. પછી પોતાના નખથી તેના ગાલ ઉતરડીને તે એવા શબ્દો બોલવા લાગી, કે જે કાગળ ઉપર લખી શકાય નહીં. ધાંધલ સાંભળી હોટલમાંથી તેમજ રસ્તા ઉપરથી લોકો ટોળે વળ્યા; અને તાળીઓ તથા બૂમો પાડી બંનેને વકરાવવા લાગ્યા. એટલામાં અચાનક ટોળામાંથી એક ઊંચો માણસ ધસી આવ્યો અને એ સ્ત્રીને તેનાં કાદવથી ખરડાયેલાં કપડાં વડે પકડીને બોલ્યો, “ચાલ મારી સાથે.” સ્ત્રીએ માથું ઊંચું કર્યું અને જાવટને ઓળખ્યો. તે એકદમ ફીકી પડી ગઈ અને ભયથી ઇ જવા લાગી. દરમ્યાન પેલો હરામી જુવાનિયો પોબારા ગણી ગયો. લોકો પાછળ પાછળ હુરિયો બોલાવતા થાણે આવ્યા. ફેંચ કાયદામાં આ વર્ગની સ્ત્રીઓને પોલીસની જ મુનસફી ઉપર છોડી દીધેલી હોય છે. “એક વેશ્યાએ એક ફેંચ નાગરિકનું, મતદારનું, ત્રણ માળવાળા મકાનના માલિકનું અપમાન કરી તેને શારીરિક વ્યથા પહોંચાડી હતી. જાવટે ફેન્ટાઇનને છે મહિનાની સજા ફરમાવી. “મહિના! જેલમાં! બાપરે, મારી વહાલી કોસેટનું શું થશે? ઇન્સ્પેકટર સાહેબ, થેનારડિયરોનું મારે સો ફ્રાંક દેવું છે.” તે પગ ઉપર ઊભી થઈ શકી જ નહીં. પોલીસો તેને ઘસડીને લઈ ચાલ્યા. ફેન્ટાઇન કરગરવા લાગી : “મારે કશો વાંક નહોતો, સાહેબ. તેમણે મને નાહક ચીડવ્યા કરી. મને થયું કે ભલે તેઓ સાહેબ થોડો આનંદ કરે. પણ તેમણે પછી વિના કારણે મારી બોચી નીચે બરફ સરકાવી દીધો. મારી તબિયત સારી રહેતી નથી, અને બરફ એકદમ બોચી નીચે આવ્યો એટલે હું ચિડાઈ ગઈ. હું તેમની માફી માગવા Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૬ લે મિઝરાયલ તૈયાર છું. હું સો ફ઼ાંક નહીં મોકલું તો થેનારડિયા મારી માંદી દીકરીને શેરીમાં હાં કાઢશે. તે બહુ નાની છે; તેનાથી કામકાજ પણ શું થઈ શકે? સાહેબ, હું ખરાબ જાતની સ્ત્રી નથી; પણ મને કારખાનામાંથી કાઢી મૂકી, અને મા૨ે દીકરી માટે પૈસા મોકલવાના હતા, એટલે આ ધંધા કરવા પડે છે.’ આ અગાઉ થોડો વખત થયાં એક માણસ થાણામાં કોઈ ન જુએ તેમ અંદર દાખલ થયો હતો. તેણે બધું સાંભળ્યું હતું. તે હવે આગળ આવ્યો અને બોલ્યો, ‘જરા થોભો !’ જાવટે નજર ઊંચી કરી, અને માં. મેડલીનને ઓળખ્યા. ‘નગરપતિ સાહેબ, આપ શું પણ ‘નગરપતિ’ એટલા શબ્દો સાંભળતાં તો ફેન્ટાઈન અચાનક જમીન ઉપરથી સીધી ઊછળી, તથા મેડલીન સામે જઈને ‘તું જ નગરપતિ છે કેમ ?' એમ બોલીને તેમના માઁ ઉપર થૂંકી. માં. મેડલીને પોતાનું મોં લૂછી નાખ્યું અને કહ્યુ', ‘ઇન્સ્પેકટર જાવ, આ બાઈને મુક્ત કરો.' ક્ષણભર તો જાવને પોતાની ઇંદ્રિયો ખરેખર ઠેકાણે છે કે નહીં તેની જ શંકા થઈ આવી. એક બજારુ સ્ત્રીને નગરપતિના મોં સામું થૂકતી જોવી, એ જેમ કલ્પનામાં પણ ન લાવી શકાય; તેમજ એક નગરપતિ એ જ બજારુ સ્ત્રીને પાછો મુક્ત કરવાનો આદેશ આપે, એ તો તેથી પણ વધુ ન માનવા જેવી વાત હતી. ફેન્ટાઇન પણ એ શબ્દો નગરપતિ બોલ્યો એમ માની ન શકી. તેણે તે શબ્દો જાવના જ માની લીધા. તે તેના સામું જોઈને બોલી, ‘સાહેબ, આ ઢચરો બદમાશ નગરપતિ જ મારા બધા દુ:ખનું અને પાયમાલીનું મૂળ કારણ છે. તેના કારખાનાની કેટલીક નવરી ડાકણોએ મારે માટે ગમે તેવી Page #47 -------------------------------------------------------------------------- ________________ ફેન્ટાઇન વાતો કરવા માંડી, એટલે આણે તે ઉપરથી મને નોકરીમાંથી જ કાઢી મૂકી. એક બાઈને આમ રોજગાર વગરની રઝળતી કરવી, એ પુરુષ માણસનું લક્ષણ કહેવાય? પછી રોજગાર વગરની થઈ, એટલે જ મારે આ ધંધા કરવા પડયા. મારે મારી નાની દીકરી માટે પૈસા મોકલવા પડતા. બાકી હું મૂળ ખરાબ સ્ત્રી નથી.' આટલું કહી, તે સિપાઈઓ તરફ ફરીને બોલી, “જુઓ દોસ્તો, જાવટ સાહેબે મને છૂટી કરી છે એટલે હું જાઉં છું. હું હવે આવું તોફાન કદી નહીં કરું. સગૃહસ્થ લોકો જરા હસવા માટે અમારા જેવીને થોડું અડપલું કરે પણ ખરા; એમાં વળી અમારે ચિડાવું શું? સાહેબ, એ તો મારી તબિયત ખરાબ રહેતી હતી, અને તેમાં વળી મારી પાસે એ એક જ સારો રેશમી પોશાક હતો તે બગડ્યો, એટલે મને ગુસ્સો ચડી ગયો.” આટલું કહી, તે બહાર નીકળવા જતી હતી, તેવામાં જ જાવટે જાણે ઊંઘમાંથી ચોંકી ઊઠયો હોય તેમ વિકરાળ ચહેરો કરી બોલી ઊઠયો, “સાર્જ'ટ, જોતા નથી, પેલી ડાકણ નાસી જાય છે તે? કોણે તમને તેને છૂટી કરવાનું કહ્યું છે?” “મ.” મેં. મેડલીને જણાવ્યું. ફેન્ટાઇનની આંખ ફાટી ગઈ. રૂંધાને હેયે તે જાવટે તથા મે. મેડલીન એ બંને જણા તરફ નજર કરવા લાગી. જાવટે ફીકા મેએ તથા ભૂરા પડી ગયેલા હોઠો સાથે નગરપતિ તરફ જોઈને બોલ્યો : મેં. નગરપતિ સાહેબ, એ નહીં બની શકે.” શાથી?” આ તુચ્છ સ્ત્રીએ એક સદ્દગૃહસ્થનું અપમાન કર્યું છે.' ઇન્સ્પેકટર જાવટે, જુઓ સાંભળો; તમે આ છોકરીને પકડીને લઈ જતા હતા, ત્યારે હું તે તરફ થઈને જતો હતો. Page #48 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાઇલ લોકોનું ટોળું ત્યાં જ ઊભું હતું. મને તપાસ કરતાં બધી વાત સમજાઈ છે. તમારે પેલા માણસને જ કેદ પકડવો જોઈતો હતો. આ બાઈનો કશો વાંક ન હતો.” જવટે વિરોધ કરતાં કહ્યું, “એણે અહીં જ મારા દેખતાં મેં. નગરપતિનું પણ અપમાન કર્યું છે.' “એ મારે પોતાને લગતી વાત છે.” સાહેબ હું આપની ક્ષમા માગું છું; પરંતુ એ અપમાન આપનું નથી, પણ ન્યાયની અદાલતનું છે. એ સ્ત્રીએ છે મહિના જેલ જવું જ પડશે.” મેંમેડલીને ધીમેથી પણ મક્કમતાથી જવાબ આપ્યો – એક વખત આ વાત લક્ષ દઈને સાંભળી લો – તે એક દિવસ માટે પણ જેલ જશે નહીં !' જાવટે આ મક્કમ શબ્દો સાંભળતાં જ સ્થિર નજર કરી કંઈક અદબભર્યા અવાજે બોલ્યો – “આ ગુનો શેરીમાં બનેલ હોઈ, મારી હકૂમતનો છે. અને હું આ છોકરીને સજા કરવાનો આના જવાબમાં . મેડલીન પોતાના હાથની અદબ વાળીને એવા કડક અવાજે બોલ્યા કે, તેમનો એવો અવાજ પહેલાં આ શહેરમાં કોઈએ કદી સાંભળ્યો ન હતો : આ બનાવ શહેરની પોલીસને લગતો છે અને ક્રિમિનલ કોડની નવમી, અગિયારમી અને છાસઠમી કલમ અનુસાર એનો ફેંસલો આપવાનું કામ મારું છે. હું હુકમ કરું છું કે, આ બાઈને એકદમ મુક્ત કરવામાં આવે.' જાવટે છેલ્લો પ્રયત્ન કર્યો – “પણ, નગરપતિ સાહેબ –' “જો એક શબ્દ પણ બોલ્યા, તો તમારા ઉપર હું મનસ્વી ગેરકાયદેસર અટકાયત માટે કામ ચલાવીશ.” મને બોલવા દો સાહેબ –' Page #49 -------------------------------------------------------------------------- ________________ ફેન્ટાઈન ‘એકદમ અહીંથી ચાલતા થાઓ!' મે. મેડલીને કહ્યું. જાવર્ટે આ પ્રહાર રશિયન સૈનિકની પેઠે ખુલ્લી છાતીએ ઝીલ્યો. તે નગરપતિને જમીન સુધી નમન કરી, બહાર ચાલ્યો ગયો. ફેન્ટાઇન ઘેનમાં હોય એમ બારણાને અઢેલીને ઊભી હતી. પોતાની નજર સમક્ષ બે વિરોધી સત્તાઓ વચ્ચે એક ભયંકર યુદ્ધ ખેલાયેલું તેણે જોયું. બંનેના હાથમાં તેની જિંદગી, તેનો આત્મા, અને તેનું બાળક હતાં. એ બેમાંનો એક માણસ તેને અંધકારમાં હંમેશ માટે ડુબાડી દેવા ઇચ્છતો હતો; બીજાએ તેને પ્રકાશમાં ફરી સ્થાપિત કરી હતી. દેવે દાનવને હરાવ્યો હતો, પણ કંપાવી મૂકે તેવી વાત એ હતી કે ફેન્ટાઇન પોતાને બચાવનાર દેવને જ આ ઘડી સુધી પોતાની બધી બરબાદીનું મૂળ ગણી ધિક્કારતી આવી હતી. અને જે ઘડીએ પોતે તેનું ઘોર અપમાન કર્યું હતું, તે ઘડીએ જ તેણે તેને હંમેશના અંધકારમાંથી બચાવી હતી. - મે. મેડલીન હવે તેના તરફ વળ્યા અને મહા પ્રયત્ન આંસુ રોકીને ધીમેથી બોલ્યા: “મેં તારી બધી વાત સાંભળી છે. તે જે કહ્યું તેમાંનું કશું હું જાણતો ન હતો. તે મને અરજી કેમ ન કરી? આજે હવે હું તારું બધું દેવું ચૂકવી દઉં છું અને તારી બાળકીને તેડવા માણસ મોકલું છું. તું પોતે જવા ઇચ્છે, તો તું જ તેને તેડવા જઈ શકે છે. ત્યાર પછી તારે અહીં રહેવું હોય તો અહીં રહેજે, અને પેરીસમાં રહેવું હોય તો પેરીસમાં રહેજે – આજથી તારું અને તારી બાળકીનું બધું ખર્ચ મારે માથે છે. તારું ઘોર દુ:ખ હવે દૂર થાઓ; અને તું તારું આત્મગૌરવ ફરીથી પ્રાપ્ત કર. હું તો એમ પણ કહું છું કે, પરમાત્માની નજરમાં તું કદી સદ્ગુણી અને પવિત્ર મટી જ નથી, બહેન!' Page #50 -------------------------------------------------------------------------- ________________ લે મિરાહ બિચારી ફેન્ટાઇન સહન કરી શકે તેનાથી આ ઘણું વધારે હતું. તે માત્ર બે કે ત્રણ વાર “ઓહ, ઓહ, ઓહ” એટલું બોલી શકી; અને પછી કોઈ રોકી શકે તે પહેલાં મેં. મેડલીન સામે ઘૂંટણિયે પડીને તેમનો હાથ પકડી તેણે પોતાના હોઠ ઉપર દબાવ્યો-ન-દબાવ્યો, તેવામાં તો મૂઈિ છે થઈ તે જમીન ઉપર ઢળી પડી. જાવટ મેં. મેડલીને ફેન્ટાઇનને પોતાના મકાનમાં જ સ્થાપેલા સેવાશ્રમમાં ખસેડી; અને તેની સારવાર સેવાશ્રમની સાધ્વીઓને સોંપી. તેને સનેપાતનો તાવ ચડી આવ્યો હતો. - મોં. મેડલીને થેનારડિયર દંપતીને કાગળ લખ્યો. ફેન્ટાઈનને તેમનું ૧૨૦ ફ્રાંકનું દેવું હતું. મેડલીને ૩૦૦ ફૂાંક મોકલ્યા અને તરત જાતે આવીને બાળકીને મૂકી જવા જણાવ્યું, કારણ કે તેની મા પથારીવશ હતી. થેનારડિયર તો ચમકી જ ઊડ્યો, “વાહ, આ તો ખરી મજા ! હવે આ દેડકીને ગમે તેમ કરી હાથમાંથી જવા જ ન દેવાય !” જવાબમાં થનારડિયરે વધારાના ૨૦૦ ફ્રાંકનું બિલ રવાના કર્યું. મેં. મેડલીને ૩૦૦ ફ્રાંક મોકલ્યા, અને લખ્યું, “કોસેટને લઈને તરત આવો.” “ભલા ભગવાન !' થનારડિયરે કહ્યું, “આ તો ખરી દૂઝણી ગાય !” દરમ્યાન ફેન્ટાઇનનો તાવ અટક્યો નહીં; કોસેટ કયારે આવશે એની આશામાં જ તે જાણે ટકી રહી હતી. ડાકટરે એક દિવસ તેને તપાસ્યા પછી પોતાનું માથું ધુણાવ્યું. મેં. મેડલીન પાસે ઊભા હતા. તેમણે તરત પૂછયું : “કેમ લાગે છે?” Page #51 -------------------------------------------------------------------------- ________________ જાવટ તેના કોઈ પ્રિયજનને તે મળવા માગે છે?' હા, તેની બાળકીને.” “તો તેને હવે તરત ભેગી કરી દો.' મેં. મેડલીન ચમકી ઊઠડ્યા. પણ થનારડિયર હજાર બહાનાં કાઢીને દિવસ ભાગ્યા કરતો હતો. કોસેટ માંદી છે; આ ટાઢમાં તેને મુસાફરી કરાવાય તેમ નથી; બીજાં કેટલાંક નાનાં દેવાંનો હિસાબ કરવાનો બાકી છે –' વગેરે. મેં. મેડલીને કહ્યું, “હું અબઘડી માણસ મોકલું છું; જરૂર લાગશે તો હું જાતે જ જઈશ.” મે. મેડલીને ફેન્ટાઇનના લખાવ્યા પ્રમાણે નીચે મુજબ કાગળ લખ્યો; ફેન્ટાઇને નીચે સહી કરી. મ. થેનારડિયર – તમે આ ચિઠ્ઠી લાવનારને કેસેટ સોંપી દેશો; તે બધી બાકીની નાની રકમો ચૂકવી દેશે. – આપની ફેન્ટાઈન.' પરંતુ ઈશ્વરે જુદું જ ધાર્યું હતું. બીજી સવારે મેં મેડલીન પોતાની કચેરીમાં કેટલાંક અગત્યનાં કામો પતાવી રહ્યા હતા, જેથી જરૂર પડે તો પોતે જ કેસેટને લઈ આવવા જઈ શકે. તે વખતે જાવટે બહારથી કહેણ મોકલ્યું કે, પોતે નગરપતિ સાહેબને મળવા માગે છે. જાવર્ટના મોં ઉપર આજે એક પ્રકારની પશ્ચાત્તાપની અને દઢતાની વિચિત્ર છાયા હતી. અંદર આવીને સલામ ર્યા બાદ તે ગંભીરતાથી બોલ્યો – નગરપતિ સાહેબ, હું આપને અરજ કરવા આવ્યો છું કે, આપ મને નોકરીમાંથી બરતરફ કરાવો. છ અઠવાડિયાં અગાઉ પેલી છોકરીવાળી વાત બન્યા પછી, મેં ગુસ્સે થઈને પેરીસના પોલીસ વડા સમક્ષ આપના ઉપર એક ગંભીર આક્ષેપ કર્યો હતો. વીસ વર્ષ ઉપર હું ટુલે બંદરે લશ્કરી Page #52 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરામ્હ વહાણો ઉપર દેખરેખ રાખનાર મદદનીશ હતો. તે વખતે જીત વાજિત નામના એક કેદીને મેં જોયો હતો. વહાણ ઉપરથી છૂટયા પછી એ જીન વાજિને એક બિશપને ત્યાં ચોરી કરી હતી અને પછી એક ગારુડીના છોકરાને રાજમાર્ગ ઉપર લૂંટયો હતો. આઠ વર્ષથી એ માણસ અલોપ થઈ ગયો હતો. કેટલાંક કારણોસર મારી ખાતરી થઈ કે, આપ જ એ કેદી છો; અને એ જાતનો આક્ષેપ મેં પેરીસના પોલીસ વડા સમક્ષ કર્યો.’ ૪૨ ‘તેમણે તમને શો જવાબ આપ્યો?” મેડલીને પૂછ્યું. ‘કે હું ગાંડા થયો છું; કારણ કે, સાચો જીન વાજિન જડયો હતો અને તે જ વખતે તેમની કેદમાં હતો.’ માં. મેડલીનના હાથમાં જે ચોપડી હતી, તે એકદમ પડી ગઈ. તે એક જ શબ્દ બોલા શકયા — ‘હેં !' “હું આપને વિગતે બધી વાત કહું સાહેબ. એઈલી કલોયમાં એક ચેંપમેથ્યુ નામનો ડાસો હતો. તે બહુ કંગાળ હાલતમાં રહેતો હતો. આ મોસમમાં તે સફરજનની ચોરી કરતાં પકડાયો. એ તો એક સામાન્ય ફોજદારી અદાલતનો જ મામલો કહેવાય. પણ નસીબનો જોગ કે, કેદખાનાની ઓરડી સમરાવવાની હતી, તેથી મૅજિસ્ટ્રેટે તેને અસની જેલમાં ખસેડવાનો હુકમ કર્યો. આ જેલમાં બ્રેવેટ નામનો એક જૂન ગુનેગાર કઈ ગુનાસર પકડાઈને આવેલો હતો. તેને દરવાજા ઉપર કૂંચીનું કામ સોંપેલું હતું. તેણે ચેંપમેથ્યુને જોતાં જ ઓળખી કાઢયો અને કહ્યું કે, ‘વાહ, આ તો મારો જૂનો સોબતી જીન વાજિન ! કેમ અલ્યા, મારી સામે જો તો ખરા! ઓળખાણ પડે છે કે નહીં!' ...... પેલો ચોંપમેથ્યુ ઢોંગ કરી અજાણપણું બતાવવા ગયો; ૨૦ વર્ષ પહેલાં તું ને હતા તે ભૂલી ગયો?' પણ બ્રેવેટે તરત કહ્યું કે, ‘અલ્યા હું ટુલાં બંદરે વહાણ પર સાથે Page #53 -------------------------------------------------------------------------- ________________ જાવ ચેંપમેથ્યુ છેક જ નામુક્કર જવા લાગ્યો એટલે તે બાબતની તપાસ શરૂ થઈ. બ્રેવેટ ઉપરાંત વહાણ ઉપર બીજા બે કેદી તેને ઓળખી શકે તેમ હતું. તે બેને વહાણ ઉપરથી લાવવામાં આવ્યા. તેમણે પણ પેલા ઢોંગી ચેંપમેથ્યુને જીન વાજિન તરીકે ઓળખી કાઢયો. ૪૩ “એ જ અરસામાં મારા કાગળ પેરીસ ગયો, એટલે ન્યાયાધીશે મને પણ તેને ઓળખવા બોલાવ્યો. હું પણ ત્યાં જઈ તેને જોઈ આવ્યો, તો તે ખરેખર જીન વાજિન જ હતો. હવે તેની સફરજનની ચોરી ગંભી૨ ગુનો બની જશે. તેનો કેસ હવે જૂરી સમક્ષ ઉપલી અદાલતમાં ચાલશે, અને તેને સજા પણ જીવનભર વહાણ ઉપર સખત કેદની થશે. વળી ગારુડીના છોકરાને લૂંટવાની બાબત પણ છે જ. આવતી કાલે જ તેનો ફેસલો છે. “મારે આજે સાંજે જ તે મુકદ્દમામાં જુબાની આપવા અહીંથી ઊપડવાનું છે. પણ તે પહેલાં, આપની સામે આવો ગંભીર આક્ષેપ મૂકવા બદલ બરતરફીની સજા લેવા હું આવ્યો છું. શંકા લાવવી અને તપાસ કરવી એ મારા જેવાનું કામ જ કહેવાય; પણ કશા પુરાવા વિના ગુસ્સામાં આવી જઈ, વરબુદ્ધિથી આપ જેવા માનવંત નગરપતિ તથા મેજિસ્ટ્રેટ સાહેબ ઉપર સીધો આક્ષેપ કરવો, એ બહુ ગંભીર બાબત છે. મેં આપની મારફત સરકારનું જ અપમાન કર્યું” કહેવાય. તેથી નગરપતિ સાહેબ, હું માગણી કરું છું કે, ઇન્સ્પેકટર જાવને બરતરફ કરવામાં આવે.’ ,, ‘ઠીક છે, એ બાબત આપણે પછી વિચારીશું,' કહી માઁ. મેડલીને પોતાનો હાથ જાવ તરફ ધર્યાં. જાવ કડકાઈથી પાછો ખસી ગયો અને બોલ્યો, નગરપતિસાહેબનો હાથ મારા જેવા એક હલકટ જાસૂસ માટે C Page #54 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાઇલ ન હોઈ શકે. મારી જગાએ બીજો માણસ આવી પહોંચશે, ત્યાં સુધી અલબત્ત હું મારી ફરજ ઉપર ચાલુ રહીશ.” તે જ દિવસે પાછલે પહોરે મોં. મેડલીન રાબેતા મુજબ ફેન્ટાઇનની ખબર કાઢવા ગયા. પરંતુ ફેન્ટાઇનની પથારી પાસે સીધા જતા પહેલાં તેમણે સિસ્ટર સિપ્લાઈસને બહાર બોલાવી. સેવાશ્રમનો કારભાર તે બાઈના હાથમાં હતો. તે નમ્ર, તાપરાયણ, સંસ્કારી બાઈ હતી. આખા સંપ્રદાયમાં અખંડ સતવાદી તરીકે તેની ખ્યાતિ હતી. મેં. મેડલીને સિમગ્લાસને અવાજમાં એક પ્રકારના થડકા સાથે ફેન્ટાઇનની ખાસ સંભાળ રાખવા ભલામણ કરી. - ત્યાર પછી મેડલીન બાપુ સીધા પોતાની કચેરીમાં ગયા. ત્યાં તેમણે ફ્રાન્સના રસ્તાઓના નકશાને કાળજીથી તપાસીને કેટલીક નોંધ કરી. પછી એક દિવસમાં સાઠ માઈલ પહોંચાડે અને બીજે દિવસે તેટલા જ માઈલ પાછો લાવે તેવા એક ધોડાને તથા વજનમાં હલકી ડમણીને ભાડે ઠરાવ્યાં. ભાડું અગાઉથી ચૂકવી દીધું તથા બંનેની કિંમત પણ અનામત આપી રાખી. પછી બીજે દિવસે ડમણીને સવારે સાડા ચારે પોતાના મકાનના બારણા આગળ હાજર કરવાનું જણાવી, તે ઘેર પાછા ફર્યા. મેં. મેડલીનની ડમણી પાછલી રાતના અંધારામાં મ0 શહેરની બહાર નીકળી. ડમણીને તે પોતે જ હાંકતા હતા. રસ્તામાં સામેથી આવતી ટપાલ-ગાડીના જંગી પૈડા સાથે તેમની ડમણીનું પૈડું અથડાયું. બૂમાબૂમ થઈ ગઈ; પણ મોં. મેડલીનની ડમણી પવનવેગે આગળ ધએ જ ગઈ. રસ્તામાં એક જગાએ નવું ડમણિયું તથા બીજી જગાએ ઘોડો બદલ્યા પછી, તે જ્યારે અર્વાસ અદાલતને મુકામે પહોંચ્યા, ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. પરંતુ ચેપમેથ્યવાનું કામ હજુ હાથમાં લેવાતું હતું. Page #55 -------------------------------------------------------------------------- ________________ જાવટ સ આ તરફ ફેન્ટાઈનની આખર-ઘડી આવી ગઈ હતી. માં. મેડલીન ડમણી લઈ બહારગામ ગયા હૈં એમ તેણે જાણ્યું, ત્યારે તે કેસેટને લેવા જ ગયા હશે એમ માની, એ એકદમ ઉત્સાહમાં આવી ગઈ. રાતે ડાકટર આવ્યો, ત્યારે ફેન્ટાઇનની તબિયતમાં થયેલો અચાનક સુધારો જોઈ, તે પણ નવાઈ પામ્યો. નગરપતિ જો ખરેખર કાલે કાસેટને લઈને આવે, તો કદાચ ફેન્ટાઇન બચી પણ જાય, એવો ભરોસો તેને પડયો. પણ માં. મેડલીન તો અર્રાસની અદાલતમાં જ્યાં Üપમેથ્યુનો મુકદ્દમો ચાલવાનો હતો ત્યાં દોડી ગયા હતા; કેસેટને લેવા નહીં ! અદાલતમાં પહોંચી તેમણે મુકદ્દમા વખતે હાજર રહેવાની પરવાનગી ન્યાયાધીશ પાસે માગી. ન્યાયાધીશે ચિઠ્ઠી ઉપર તેમનું નામ વાંચતાં જ, પોતાની બેઠક પાછળ અધિકારી વર્ગના માણસો માટે અનામત રખાતી બેઠક ઉપર તેમને જગા કરી આપી. જાવ તો જુબાની લખાવીને કયારનો પોતાને મથકે પાછો ફરી ગયો હતો. સરકારી વકીલે ચેંપમેથ્યુને ઘોર અપરાધી, રીઢો ગુનેગાર તથા સમાજ અને તેની શાંતિને ખતરારૂપ ઠરાવવા નામઠામ અને પુરાવા સાથે જોરદાર ભાષણ કર્યું. વહાણ ઉપરના સાથીદારોએ પણ તેને જીન વાલજિન તરીકે ઓળખી બતાવ્યો. ચેંપમેથ્યુ બિચારો આ બધી માથાકૂટ સમજી જ ન શકયો. તેણે ટૂકમાં એટલો જ જવાબ રજૂ કર્યા કે, ‘સરકારી વકીલ મારું ગામ, નામ, ઠામ બધું જાણે છે, એ ઉપરથી તે બહુ હોશિયાર માણસ હોવા જોઈએ. કારણ કે મને પોતાને જ મારું ગામ કયાં છે, કે મારો જન્મ કયાં થયેલો તેની *શી ખબર નથી. હું તો એટલું જાણું છું કે, મારાં મા અને બાપ પણ રસ્તે રખડતાં માણસ હતાં; જોકે મને એની પણ પૂરી ખબર નથી. મેં કશાની ચોરી કરી નથી. આ સફરજનની Page #56 -------------------------------------------------------------------------- ________________ લે મિઝેરાલ ડાળી, હું વહેલી સવારે આવતો હતો ત્યારે, આગલી રાતના સખત તોફાનમાં તૂટીને રસ્તા ઉપર પડેલી હતી. તે ચોરવા હું કોઈની ભીંત કૂદીને વાડામાં પેઠો નથી. કારણ કે, મને રોજ ખાવા મળ્યું હોય તેવું મારી આખી ઉંમરમાં બન્યું નથી; એટલે પેટમાં ભૂખ હોય માટે અચાનક ચોરી કરવા જેવું કામ કરી બેસું, એ મારે માટે જરા પણ સંભવિત નથી.” પણ ઍપમેથ્યને જવાબ આપતો તરત અટકાવવામાં આવ્યો. તેની આ બધી વાતો, તથા વહાણ ઉપરના સાથીઓને બિલકુલ ન ઓળખતો હોવાનો તેનો ઢોંગ – એ બધું તેની ચાલાકી જ ગણી લેવામાં આવ્યું. એટલામાં મેડલીન બાપુએ પોતાની બેઠકેથી નીચે પાંજરા, પાસે આવી, વહાણ ઉપરના કેદીઓને પોતાની સામું જોવા કહ્યું. પછી તરત ન્યાયાધીશને સંબોધીને તેમણે કહ્યું કે, આપને જે માણસ જોઈએ છે, તે આ ઍપમેથ્ય નથી; તેને તરત છોડી મૂકો. કારણ કે, જીન વાલજિન હું છું.” સાંભળનારા સૌનો શ્વાસ થંભી ગયો. જજ સાહેબના મુખ ઉપર મૈ. મેડલીનના સ્વાથ્ય બાબતની ચિંતા અને સહાનુભૂતિની લાગણી સ્પષ્ટ છવાઈ રહી. સરકારી વકીલે તો પ્રેક્ષકોમાં કોઈ ડાકટર હોય તો નગરપતિ સાહેબની સારવાર માટે તરત દોડી આવવાની વિનંતિ કરી. તેના જવાબમાં મેડલીન માત્ર હતાશભર્યું પણ સંતોષનું ફિકું હાસ્ય હસ્યા. Page #57 -------------------------------------------------------------------------- ________________ વળી પાછે જીન વાલજિન સવાર થવા આવી. ફેન્ટાઈને ઊંઘ વગરની અને તાવ ભરેલી રાત જેમ તેમ પસાર કરી હતી. છેક સવાર લગોલગ તે જરા ઊંઘે ભરાઈ. તે તકનો લાભ લઈ, સિપ્લાઇસ તેની દવાનું મિશ્રણ તૈયાર કરવા દવાઓના ઓરડામાં ગઈ, અચાનક તેણે પાછા ફરીને જોયું તો મે. મેડલીન ચૂપકીથી ત્યાં દાખલ થયા હતા અને સામે ઊભા હતા. તેમણે ધીમે અવાજે પૂછયું : ફેન્ટાઇનને કેમ છે?' સિપ્લાઇસે ટૂંકામાં ગઈ કાલની બધી વાત કહી સંભળાવી. તે કોસેટને હજુ લાવ્યા નથી એમ જાણી, ફેન્ટાઇનનું શું થશે, તેની ચિતા તે બતાવવા જતી હતી, તેવામાં મેં. મેડલીનના માથા તરફ નજર પડતાં તે ચેકીને બૂમ પાડી ઊઠી : “ભલા ભગવાન! આપને શું થયું છે? આપને બધા વાળ તદ્દન ધોળા થઈ ગયા છે!” મેં. મેડલીન માત્ર એટલું જ બોલ્યા : “હું ફેન્ટાઈનને જોઈ શકું?’ આપ તેની બાળકીને તેડી મંગાવવાના નથી?' જરૂર; પણ તેને તેડી લાવતાં હજુ ઓછામાં ઓછા બેત્રણ દિવસ થાય. પરંતુ મારે ફેન્ટાઇનને તો હમણાં જ જોવી જોઈએ; હું કદાચ બહુ ઉતાવળમાં છું.” સિમલાઇસ એ “કદાચ' શબ્દનો કશો અર્થ સમજી ન શકી. ફેન્ટાઇન તો નગરપતિને જોતાં જ હસતી હસતી ધીમેથી બોલી – “અને કોસેટ?” Page #58 -------------------------------------------------------------------------- ________________ મૈં સિઝેરાg તેને ખાતરી હતી કે કેસેટ તેમની સાથે છે જ. માં. મેડલીન તેની પથારી પાસે ખુરશી ઉપર શાંતિથી બેઢા. ફ્રેન્ટાઇન કહેવા લાગી કે, “આપ તેને લેવા જ ગયા હતા; હું રાતે કેટલાય સમયથી આપને દૂરથી જોઈ શકતી હતી. આપના મુખારવિંદની આસપાસ અદ્ભુત પ્રકાશ ઝળહળી રહ્યો હતો. પણ કોસેટ કાં? આપ લોકોએ તેને મારી પથારીમાં જ કેમ ન સુવાડી? હું આંખ ઉઘાડતાં જ તેને જોઈ શકત! પેલાં થેનારડિયર તેને કેવી રીતે રાખતાં હતાં ? તે દૂબળી પડી ગઈ છે? મને તો તે આટલે વર્ષે ન પણ ઓળખે. પણ આપને તે જરૂર ‘દાદા’ કહેતી હશે. મુસાફરીમાં તેને ખૂબ મઝા પડી હશે. આપને કદાચ મારે વિષે તે બહુ સવાર્લો પૂછતી હશે.” ૪૮ માં. મેડલીને તેને શાંતિથી કહ્યું, ‘મા, હવે જરા શાંત થા; કોર્સેટ મજામાં છે; અને તારી પાસે તેને જલદી લાવીશું. પરંતુ તું બહુ આવેશમાં આવી જઈને બોલ્યા કરે છે, તે સારું નહીં.’ વસ્તુતાએ ફેન્ટાઇનને શબ્દે શબ્દે ઉધરસ ચડતી હતી. પણ અચાનક બારણા સામે નજર પડતાં જ તેની આંખ ફાર્ટી ગઈ. તે એકદમ ચૂપ થઈ ગઈ અને છળી મરી હોય તેમ પથારીમાં અર્ધી બેઠી થઈ ગઈ. બારણાને બીજે છેડે જાવ ઊર્ભો હતો. વાત એમ બની હતી કે, આખી અદાલત માં. મેડલીને કરેલા અદ્ભુત સ્વાર્પણથી ચાંકીને સ્તબ્ધ બની ગઈ હતી. મોં. મેડલીન તે વખતે છેવટનું એક વાકય બોલીને અદાલતમાંથી ચાલી નીકળ્યા હતા : ‘આપ સાહેબો હજુ મને કેદ પકડવાનું જાહેર કરતા નથી, તો હાલ તુરત હું આપની રજા લઉં છું; કારણ કે મારે કેટલાંક તાકીદનાં કાર્યો પતવવાનાં છે. હું કોણ છું અને કયાં જાઉં છું, તે સરકારી વકીલ બરાબર જાણે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ વળી પાછે જીત વાજિત એટલે જ્યારે યોગ્ય લાગે, ત્યારે આપ લોકો મને પકડવાનો હુકમ મોકલીને પકડી શકો છો.' × તે જયારે બારણામાંથી જવા લાગ્યા, ત્યારે દરેક જણ આપોઆપ તેમને જવાનો માર્ગ આપવા લાગી ગયું. અર્રાસથી તે મમાં આવી પહોંચ્યા, ત્યારે છ વાગવા આવ્યા હતા. આવીને તરત જ તેમણે પોતાના બૅંકવાળ । માં. લેફાઇટને કંઈક કાગળ લખી ટપાલમાં નાખ્યો અને પછી સીધા તે સેવાશ્રમમાં આવી પહોંચ્યા. પેલો ન્યાયાધીશ ભલો તથા સમજુ હતો. પણ ચેંપમેથ્યુને છોડી જ મૂકવો પડયો, એટલે સાચા જીન વાલજનને સજા થવી જ જોઈએ, – એ વિચાર તેને આવ્યો. તેણે તરત માં. મેડલીનની શોધ શરૂ કરાવી. તેમને મ૦ તરફ પાછા ફરેલા જાણી, તેણે ઉતાવળે તેમની ધરપકડનો હુકમ લખી નાખ્યો અને ઇંન્સ્પેકટર જાવને પહોંચાડવા ખાસ માણસ દોડાવ્યો. જાવ એ હુકમ મળતાં જ પહેરા ઉપરથી ચાર સિપાઈઓ અને એક જમાદારને સાથે લઈ, માં. મેડલીનને મકાને આવી પહોંચ્યો. ફેન્ટાઇનને એક જ ખ્યાલ આવ્યો કે, જાવ તેને પોતાને કેદ પકડવા આવ્યો છે. તેને લાગ્યું કે, કોસેટને મળ્યા વિના તેને જેલમાં જવું પડશે. તે પોતાનું માં બંને હાથમાં દબાવી દયામણે અવાજે પોકારી ઊઠી, ‘નગરપતિ સાહેબ, મને બચાવો ’ જીન વાજિન ( હવેથી તેનું તે જ નામ વાપરીશું,) ઊભો થઈ ગયો. તેણે ફેન્ટાઇનને શાંત અવાજે કહ્યું, ‘ગભરાઈશ નહીં; એ તારે માટે નથી આવ્યા.' પછી બવ ભણી જોઈને તેમણે કહ્યું, ‘તમારે શું જોઈએ છે, તે હું જાણું છું.' લે૦ – ૪ Page #60 -------------------------------------------------------------------------- ________________ લે મિરાન્ડ તો ચાલ ઉતાવળ કર –' જાવટે એકદમ તોછડાઈથી જવાબ આપ્યો. ફેન્ટાઇને એ સાંભળી પોતાની આંખ ઉઘાડી. પોલીસ જાવટે નગરપતિને બોચીએથી પકડયા હતા. નગરપતિનું માથું નીચું ઝૂકી ગયું હતું. “નગરપતિ સાહેબ !' ફેન્ટાઈને ચીસ નાખી. જાવટે તેના બધા દાંત દેખાય એમ હસીને બોલ્યો, “અહીં કોઈ નગરપતિ નથી! જીન વાલજિને નમ્રતાથી જાવર્ટને કહ્યું, “મને ત્રણ દિવસ આપો; ત્રણ દિવસમાં જઈને હું આ દુખિયારી બાઈનું બાળક લઈ આવું. જે કહેશો તે નુકસાની હું આપને ભરી આપીશ. તથા મરજી હોય, તો આપ મારી સાથે આવી શકો છો. અત્યારે આ બાઈના જીવનમરણનો સવાલ છે, નહીં તો હું આવી વિનંતિ ન કરત.” અલ્યા, મશ્કરી કરે છે કે શું?” જાવટે બૂમ પાડી. ત્રણ દહાડા, અને તે પણ આ કૂતરીના ભટોળિયાને લઈ આવવા સારુ! વાહ, આ તો અમીર-ઉમરાવો જેવી વાત છે !' “મારી બાળકીને લઈ આવવા?” ફેન્ટાઈને ચીસ પાડી. તો શું કોસેટ અહીં આવી નથી? નગરપતિ સાહેબ, મને મારી બાળકી લાવી આપો !' જાવટે જોરથી પોતાનો પગ પછાડ્યો. “તું ચૂપ મરીશ, ડાકણ? આ ખરે સેતાનોનો મુલક છે, જ્યાં વહાણ ઉપરના કેદીઓ મેજિસ્ટ્રેટો થઈને બેસે છે, અને રસ્તે રખડતી રાંડોની ઉમરાવજાદીઓની પેઠે સારવાર થાય છે, પણ હવે એ બધું ઠીક કરી લેવાનો વખત આવી પૂગ્ય છે.” આમ કહી તેણે જીન વાલજિનના બોચી આગળની કૉલરોને જોરથી આમળ્યા. Page #61 -------------------------------------------------------------------------- ________________ વળી પાછે છન વાલજિન ફેન્ટાઇન સફાળી ઊભી થઈ. તેણે જીન વાલજિન સામે નજર કરી. જાવટે તરફ નજર કરી. પછી કંઈક બોલવા માં ઉઘાડયું, પણ ગળામાંથી કશો અવાજ ન નીકળ્યો. કશુંક પકડવા તેણે હાથ પહોળા કર્યા, એટલામાં અચાનક તે ઓશીકા તરફ માથું પછડાય તેમ ઢળી પડી. તેની આંખો ફાટેલી ૨હી, અને તેનો જીવાત્મા તેનું દુ:ખી ખોળિયું છોડી, વિદાય થઈ ગયો. જીન વાલજિને હવે પોતાનો હાથ બોચી તરફ ઊંચો કરી જાવટંનો હાથ ખસેડી નાખ્યો; અને પછી જાવર્ટને કહ્યું, તમે આ બાઈનો જીવ લીધો.” “ચાલ, હવે રહેવા દે,” જાવટ તપી જઈને બોલ્યો. હું અહીં ગાળો સાંભળવા નથી આવ્યો. નીચે સૈનિકો ઊભા છે; જલદી કર, નહીં તો બેડી પહેરાવવી પડશે.” ઓરડાના ખૂણામાં એક જૂનો લોઢાનો ખાટલો હચમચી ગયેલી હાલતમાં પડયો હતો. આંખના પલકારામાં જીન વાલજિને તેનો એક સળિયો ખેંચી કાઢયો. પછી એ સળિયો હાથમાં રાખી તે ધીમે ધીમે ફેન્ટાઇનની પથારી પાસે ગયો. ત્યાં જઈને પાછું જોઈ તેણે જાવટને તદ્દન ધીમા અવાજે કહ્યું, અત્યારે મારા કામમાં કશી ખલેલ ન પહોંચાડવાની તમને મારી સલાહ છે.' જાવટે પણ એ સળિયો અને એ હાથ જોઈ ધ્રૂજી ઊઠયો. તેણે સિપાઈઓને બોલાવવા જવાનો વિચાર કર્યો, પણ તે દરમ્યાન જીન વાલજિન કદાચ નાસી જાય તો? એટલે તે જીન વાલજિન ઉપર આંખ ચોંટાડી રાખી, દડો બરાબર હાથમાં પકડી, બારણા વચ્ચે ઊભો રહ્યો. • જીન વાલજિન પથારી પાસે જઈ, ફેન્ટાઇન સામે નજર રાખી ઘૂંટણિયે પડયો, અને તક્ષણ ધ્યાનસ્થ થઈ ગયો. દુનિયાનું કશું ભાન તેને ન રહ્યું. તેના ચહેરા ઉપર ફક્ત Page #62 -------------------------------------------------------------------------- ________________ પર @ મિઝરાબ્લ એક પ્રકારની અવર્ણનીય કરુણા છવાઈ રહી. ત્યાર બાદ તેણે ફેન્ટાઈનના કાન પાસે માં લઈ જઈ, ધીમે અવાજે કશું કહ્યું. સિસ્ટર સિમ્પ્લાઇસને તે ક્ષણે એવો આભાસ થયો કે, તે શબ્દો સાંભળી મૃત ફેન્ટાઇનના માં ઉપર જાણે આનંદભર્યું સ્મિત છવાઈ રહ્યું. ત્યાર બાદ જીન વાજિને ફેન્ટાઈનનું માથું માની પેઠે ઊંચકી ઓશીકા ઉપર બરાબર ગોહવ્યું, અને તેની ફાટેલી આંખો ધીમેથી બંધ કરી. ત્યાર બાદ જાવ તરફ ફરીને તેણે કહ્યું કે, ‘હવે હું તમારી આજ્ઞામાં છું.' જાવટે જીન વાજિનને શહેરની જેલમાં પૂરી દીધો. આખા શહેરમાં તે સમાચારથી ધમાલ મચી રહી. પણ જ્યારે સૌએ જાણ્યું કે, તે માણસ તો એક વારનો વહાણ ઉપરનો કેદી હતો, ત્યારે દરેક જણે તુચ્છકારપૂર્વક તેની વાત મન ઉપરથી કાઢી નાખી. આખા શહેરમાં માત્ર બે કે ત્રણ જણ માં. મેડલીનની સ્મૃતિને વફાદારીથી વળગી રહ્યાં. માં. મેડલીનના ઘરની નોકરડી તેમાંની એક હતી. સાંજ પડયે આ ભલી ડોસી પોતાની ઓરડીમાં ચમકેલી હાલતમાં શોકવિષ્ટ થઈને બેઠી હતી. તેવામાં અચાનક બારણું સહેજ ઊઘડયું, અને મોં. મેડલીન દાખલ થયા. ડોસીએ ગળામાં અધે આવેલી ચીસ જોરથી દબાવી દીધી. આપ સાહેબ અહીં કયાંથી ?’ ‘હા, હું જેલની બારીનો એક સળિયો ખેંચી કાઢીને અહીં આવ્યો હું ઉપર મોટા ઓરડામાં જાઉં છું. તમે જઈને સિસ્ટર સિમ્પ્લાઇસને બોલાવી લાવો; એ હજુ પેલી બાપડીની પથારી પાસે જ બેઠાં હશે. ’ જીન વાજિને દીવો લઈ, પોતાના ઓરડામાં જઈ, એક ખાનામાંથી બિશપવાળી બે દીવાદાનીઓ કાઢી અને એક જૂના ખમીસના કપડામાં વીંટી લીધી. ત્યાર બાદ, પોતાની Page #63 -------------------------------------------------------------------------- ________________ વળી પાછે જન વાઢજિન તમામ મિલકત ગરીબગુરબાં માટે રિટર રિપ્લાઇસને સોંપવાનો કાગળ લખી કાઢયો; અને રિસ્ટર સિપ્લાઇસ આવતાં તેના હાથમાં મૂકી દીધો. સિસ્ટરે તે વાંચી કશુંક બોલવા પ્રયત્ન કર્યો, પણ તેના ગળામાંથી અવાજ ન નીકળી શક્યો. તે થોડી વારે એટલું બોલી શકી : “એ બિચારી દુખિયારીને છેલ્લી વાર જોવા આપ નહીં પધારો ?' “ના, મારી પાછળ પોલીસ આવતા જ હશે, અને તેના ઓરડામાં જો હું ફરી વાર પકડાઉં, તો તે મૃતાત્માને ફરીથી આઘાત થાય.” પણ એટલામાં તો દાદર ઉપર દોડધામ કરતાં પગલાં સંભળાયાં. ડોસી તેના ગળામાંથી નીકળે તેટલો મોટો અવાજ કાઢીને બૂમો પાડતી હતી : “ભલા સાહેબ, હું સોગંદપૂર્વક કહું છું કે, અહીં આખો દિવસ કે સાંજે કોઈ જ આવ્યું નથી.' જાવટેનો અવાજ આવ્યો : “પણ એ ઓરડીમાં દીવો બળે છે.’ એ ઓરડાનું બારણું એવી રીતે ખૂણા પાસે આવેલું હતું કે તેને ઉઘાડે એટલે અંદરની જમણી બાજુની ભત સાથે તેનો ત્રિકોણ બની રહે. જીન વાલજિન તરત એ ખૂણામાં ભરાઈ ગયો. સિસ્ટર સિપ્લાઇસ તરત મીણબત્તીવાળા ટેબલ પાસે ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરવા લાગી ગઈ. સાધ્વીને પ્રાર્થના કરતી જોતાંવેંત જાવટે ભારે સંકોચ સાથે બારણામાં જ ઊભો રહી ગયો. સત્તા તરફ આદરભાવ એ તો જાવટંના ઘડતરનું મુખ્ય અંગ હતું. તેમાંય ધર્મસત્તાનું સ્થાન તેને મન રાજસત્તા કરતાં પણ મોટું હતું. તેણે ધીમેથી પૂછયું, “સિસ્ટર, આ ઓરડામાં તમે એકલાં જ છો?' એક કારમી ઘડી આખા ઓરડામાં તોળાઈ રહી. સિસ્ટર સિપ્લાઇસ પ્રાણાંતે પણ જૂઠું બોલે, એ તો બને જ નહીં. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તે મિશખ ડોસીને તો સિસ્ટર સિપ્લાઇસનો અચૂક સાચો જવાબ કલ્પનામાં સંભળાવા લાગતાં તમ્મર આવી ગયાં. સિસ્ટરે આંખો ઉંચી કરીને ધીમેથી જવાબ આપ્યો, “હું એકલી જ છું.’ તોપણ હું ફરી પૂછવા બદલ માફી માગું છું – તમે આજ સાંજે અહીં પેલા જીન વાલજિનને હરગિજ નથી જોયો? તે ભાગી ગયો છે, અને અમે તેને શોધીએ છીએ.” સિસ્ટરે જવાબ આપ્યો, “ના નથી જોયો.” ઉપરાઉપરી તે બે અસત્યો બોલી હતી : જરાય ખચકાયા વિના, ઝડપથી, જાણે ભગવાનની સ્તુતિ કરતી હોય તેમ. જાવટે આજુબાજુ સહેજ પણ નજર કર્યા વિના તરત પાછો ફરી ગયો. એક કલાક બાદ ધૂમસમાં થઈને જીન વાલજિન ઉતાવળે શહેરથી દૂર ભાગી રહ્યો હતો. તેના હાથમાં માત્ર કપડે વીંટાળેલું નાનું સરખું પોટલી જેવું કંઈક હતું. તે આમ જાવટના પંજામાંથી છટકીને ભાગ્યો તો ખરો, પણ છેવટે ફરી પકડાઈ ગયો. જે દિવસે તે પકડાયો, તે દિવસનાં છાપાંમાં તેના ટૂંક અહેવાલો પ્રસિદ્ધ થયા. એક છાપાએ (૨૫ મી જુલાઈ, ૧૮૨૩) મે. મેડલીનની પૂર્વ-વિગતો આપીને પછી જણાવ્યું હતું કે, “તે મેડલીન બીજો કોઈ નહીં, પણ ૧૭૯૫માં લૂંટ માટે સજા પામેલો જીન વાલજિન નામનો ગુનેગાર જ હતો. તેને ફરી જીવનભર કેદ અને સખત મજૂરોની સજા ભોગવવા ટુલ બંદરે વહાણ ઉપર મોકલી આપવામાં આવ્યો છે.” બીજા છાપાએ થોડી વિશેષ વિગતો આપીને જણાવ્યું હતું કે, “આ ગઠિયામાં રામસી બળ હોવાથી, જેલખાનાના સળિયા તોડી તે ભાગી છૂટ્યો હતો. પરંતુ ત્રણચાર દિવસ બાદ પેરીસથી માંટ૭ જતી ટપાલગાલમાં તે બેસવા જતો Page #65 -------------------------------------------------------------------------- ________________ નં. ૯૪૨• હતો તેવામાં પોલીસે તેને ફરી ઝડપી લીધો. કહેવાય છે કે, વચગાળાના આ ત્રણ કે ચાર દિવસના છુટકારાનો લાભ લઇ, તેણે છ થી સાત લાખ ફ્રાંક જેટલી રકમ આપણા એક મુખ્ય બેંકવાળા લેફાઈટને ત્યાંથી ઉપાડી લીધી હતી. તે રકમ તેણે મેંટની બહાર વગડામાં ક્યાંક દાટી દીધી છે. પોલીસને પ્રયત્ન કરવા છતાં તે જગા હાથ આવી નથી. એ ગઠિયા ઉપર આઠ વર્ષ પહેલાં ધોરી રસ્તા ઉપર એક પ્રમાણિક નાના છોકરાને લૂંટી લેવાના આરોપસર કામ ચલાવવામાં આવ્યું હતું.' અહીં જ સાથે સાથે જણાવવા જઇએ કે, મેં. મેડલીન પકડાઈ જવાની સાથે મેટ૦ ગામની સમૃદ્ધિ પણ વિદાય થઈ ગઈ. તેમની હાજરીમાં જ આખા ધંધા માટે આત્મારૂપ હતી. આત્મા જતાં ખોળિયું ચોગરદમ સડા અને વિનાશનું ધામ બનીને પીંખાઈ ગયું. | વહાણના કેદી તરીકે આ વખતે જીન વાલજિનનો નંબર ૯૪૩૦ હતો. નં. ૯૪૩૦ ૧૮૨૩ના વર્ષના ઓકટોબર માસના અંત ભાગમાં, ભરદરિયે ભારે તોફાનને કારણે નુકસાન પામેલું લડાયક જહાજ “ઓરાયન’ સમારકામ માટે ટુલ બંદરમાં દાખલ થયું. પ્રેક્ષકોની ભીડ સવાર-સાંજ ડક્કા ઉપર કાયમ જામેલી રહેલા લાગી. એક સવારે ખલાસીઓ જહાજના સઢ ખોલતા હતા. તેવામાં ટોચે આવેલા સઢના ઉપરના છેડાને પકડનારો ખલાસી અચાનક લથડયો અને નીચે મોંએ પાણી તરફ પડવા લાગ્યો. તેના હાથમાં દોરડાનો એક છેડો આવી ગયો. તે બંને હાથે પકડી તે અધવચ લટકવા લાગ્યો. પણ તેની એ અંતરિયાળ દશા જોઈને કિનારા પરનાં માણસોનાં મોંમાંથી એકીસાથે તીણી ચીસ નીકળી પડી. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૬ લે મિઝરાછ૭ પેલા લટકતા ખલાસીના હાથ ધીરે ધીરે થાકતા જવા લાગ્યા. હાથના રદ્યાસહ્યા જોરથી તે દોરડાને આધારે ઊંચે ચડવા પ્રયત્ન કરતો, પણ તેથી તો દોરડું વધારે ઝૂલવા લાગતું. તેના હાથમાંથી દોરડું છૂટવાની આખરી ઘડી હવે લગોલગ આવી લાગી. અને એ કારમો દેખાવ જોવો ન પડે તે માટે કેટલાક પ્રેક્ષકે તો આડું પણ જોઈ ગયા. * એટલામાં અચાનક એક માણસ ખિસકોલીની ચપળતાથી કૂવાથંભના તાણિયા ઉપર ઊંચે ચડતો દેખાયો. તેનાં રાતાં રંગનાં કપડાં પરથી તે સજા પામેલો ગુનેગાર હતો એ નક્કી હતું, અને તેના માથા ઉપર લીલી ટોપી હતી એટલે તે જીવનભરની સજા પામેલો હતો એ પણ સ્પષ્ટ હતું. વાત એમ બની હતી કે, તૂતક ઉપર કેદની સજાની કામગીરી બજાવતો એક કેદી, પેલા ખલાસીને લટકતો જોઈ, પહેરા ઉપરના અમલદાર પાસે એકદમ દોડી ગયો. બધા જ ખલાસીઓ જ્યારે ઇ જીને પાછા પડતા હતા, ત્યારે તેણે પેલા લટકતા ખલાસીને બચાવવા પોતાના જાનના જોખમે ત્યાં દોડી જવા પરવાનગી માગી. પેલા અમલદારે “હા” કહેવા ડોકું હલાવવાની સાથે તે હથોડાના એક ટકાથી પોતાના પગ ઉપરની સાંકળ છૂટી કરીને, એક દોરડું સાથે લઈ ઊંચે ચડવા લાગી ગયો. ટોચ ઉપરના કઠારાએ પહોંચી તેણે થોડી વાર થોભી આજુબાજુ નજર કરી લીધી. પછી કઠારા ઉપર એક જગાએ પોતાની સાથેના દોરડાનો એક છેડો ગાંડ્યો. બીજો છેડો તેણે પેલા લટકતા માણસ તરફ નાખ્યો અને તે દોરડાને આધારે એક પછી એક મૂઠી ભરી તેણે ઊતરવા માંડયું. પેલા લટકતા ખલાસીની હવે આખરી ક્ષણ જ આવી લાગી હતી. તેના હાથ હવે વધુ એક ક્ષણ પણ દોરડું પકડી રાખી શકે તેમ રહ્યું ન હતું. પેલા કેદીએ પોતાના દોરડાનો છેડો એ ખલાસીને ગાંઠવા માંડ્યો. એક હાથે તેણે પોતાનું Page #67 -------------------------------------------------------------------------- ________________ ન હ૪૩૦ દોરડું પકડ્યું હતું, અને બીજે હાથે તે આ કામ બની શકે તેટલી ઝડપથી પતાવતો હતો. થોડી વાર બાદ તે પાછો કઠેરા તરફ ઊંચે ચડવા લાગ્યો. ત્યાં પહોંચતાંવેંત તેણે દોરડું ખેંચી પેલા ખલાસીને ઉપર તાણી લીધો. નીચે ઊભેલા ટોળાએ તાળીઓ પાડી તેને વધાવી લીધો. સ્ત્રીઓ એકબીજીને વળગીને ડૂસકાં ભરવા લાગી, અને ચારે તરફથી એક અવાજે એક જ પોકાર ઊડ્યો, “આ બહાદુર કેદીને એકદમ છોડી મૂકવો જોઈએ!' પરંતુ પેલા કેદીએ તો તરત જ પોતાને કામે પાછા ઊતરી જવાનું જ નિરધાર્યું હતું. અને વધુ જલદી ઊતરી શકાય તે માટે તે પહેલા કઠેરા પાસેના દોરડા ઉપરથી સીધો સરકતો સરકતો નીચેના કઠેરા તરફ આવવા લાગ્યો. દશ હજાર આંખો પણ તેની પાછળ પાછળ જ સરકતી હતી. એવામાં અચાનક સ ચાંડ્યા. અધવચ એક જગાએ આવતાં તે કંઈક ખચકાયો અને થાક કે નંમરને કારણે લથડિયું ખાઈ ગયો. આખું ટોળું એક કારમી ચીસ પાડી ઊઠયું – પેલો કેદી દરિયામાં ગબડી પડ્યો હતો. એક બીજું વહાણ “ઓરાયન'ની નજીક જ લાંગરેલું હતું. પેલો કેદી બરાબર એ બેની વચ્ચે જ પડી ગયો હતો. ચાર માણસો ઝપાટાભેર એક હોડી લઈને ઊતરી પડયા. પણ પેલો માણસ મૂએલો કે જીવતો બહાર પાછો દેખાયો જ નહીં. એ બે વહાણોના ગમે તે એકને તળિયે તેની કાયમની જળશા થઈ ગઈ હતી. એ કેદીની નંબર ૯૪૩૦ હતો, અને તેનું નામ જીન વાલજિન હતું. બીજે દિવસે તેના કરુણ મરણની ટૂંક નોંધ છાપાંમાં આવી. Page #68 -------------------------------------------------------------------------- ________________ વટને સારજંટ હવે આપણે કોસેટની ખબર લેવા થનારડિયરની વીશી તરફ પાછા વળીએ. તે વીશીના પાટિયા ઉપર “વટલૂનો સારજંટ’ નામવાળું પાટિયું હોવાથી આપણે તરત તેને શોધી શકીએ. તે પાટિયામાં વૅટલૂના રણમેદાનનો દેખાવ આપી, સેનાપતિ જેવા દેખાતા કોઈ ઘાયલ માણસને ઊંચકીને આવતો બીજો માણસ ચીતરેલો હતો. થેનારડિયરને પૂછો, તો તે પોતાની બહાદુરીના એક બનાવ તરીકે તે ચિત્રની વાત કહી બતાવે. પણ ખરી વાત એટલી જ હતી કે, નેપોલિયન વટલૂના રણમેદાનમાં હાર્યો, તે ૧૮૧૫ના જૂતની ૧૮મી તારીખની રાતે, ઘાયલ થયેલા કે મરેલા સૈનિકોની સારી સારી ચીજો ચોરી લેવા થનારડિયર ત્યાં પહોંચ્યો હતો. તે દિવસોમાં લશ્કરી કાયદા પ્રમાણે એ જાતના ચોરોને “દેખો ત્યાંથી હાર કરો'ની જ સજા થતી. થેનારડિયરે પોતાનું ડમણિયું દૂર ઊભું રાખ્યું હતું, તેમાં તેની પત્ની બેઠી હતી. તે પોતે લોહીનો કાદવ ખૂંદતો ખૂંદતો સાવધાનીથી મેદાનમાં આગળ વધતો હતો. તેવામાં ચંદ્રના ઝાંખા પ્રકાશમાં તેણે મડદાંના એક ઢગલામાંથી એક ખુલ્લો હાથ આગળ નીકળેલો જોયો. તે હાથની આંગળી ઉપર સોનાની વીંટી ચમકતી હતી. થેનારડિયરે નીચા નમી તે વીંટી કાઢી લીધી. પણ તે પાછો ઊભો થવા ગયો ત્યારે તેણે જોયું કે પેલો હાથ તેના કોટના છેડા સાથે ભિડાઈ ગયો હતો! થેનારડિયરે નીચા નમી જોવા માંડ્યું કે તે મડદામાં જીવ છે ૫૮ Page #69 -------------------------------------------------------------------------- ________________ વટને સારજ.” કે કેમ. પછી તેણે ખેંચાખચ કરી એ મડદુ ઢગલામાંથી બહાર કાઢ્યું. મડદાના શરીર ઉપરનાં કપડાંના દોરી-પટ્ટા ઉપરથી લાગતું હતું કે તે આ ટુકડીનો નાયક-અમલદાર હશે. થેનારડિયરે તેનાં કપડાં ફંફોસી ઘડિયાળ, પૈસાની થેલી, ચાંદીનો કૂસ વગેરે ચીજો કાઢી લીધી. એવામાં ખુલ્લી હવા લાગતાં પેલો અમલદાર ભાનમાં આવ્યો. તેણે પૂછ્યું, કોણ જીત્યું?' અંગ્રેજો.” ડાકુએ જવાબ આપ્યો. મારા ખિસ્સામાં પૈસાની થેલી, ઘડિયાળ વગેરે હશે. તે તું કાઢી લે.” ડાકુએ ખિસ્સાં ફંફોસીને કહ્યું, “નથી કોઈ કાઢી ગયું લાગે છે.' પેલાએ કહ્યું, “તે મારી જિંદગી બચાવી છે; હું તને જરૂર એ બધું આપી દે. હવે મારી પાસે કશું નથી.” એટલામાં પહેરેગીરનાં પગલાં પાસે આવતાં સંભળાયાં. ડાકુ ઉતાવળ કરવા લાગ્યો. તેણે કહ્યું, “જુઓ હું તમારી પેઠે ફેંચ લશ્કરનો માણસ છું, પણ હવે મારે જવું જોઈએ. હું જો પકડાઇ જઈશ, તો મને ગોળીએ દેશે. તમે પણ હવે તમારાથી ભગાય તેમ ભાગજો.’ તારો હોદ્દો શો છે?” ‘સારજંટ.” તારું નામ શું?' “થેનારડિયર.' હું એ નામ કદી ભૂલીશ નહિ. અને તું પણ મારું નામ યાદ રાખજે – પોન્ટમર્સ.' • મડદાંને લૂંટીને ઊભી કરેલી થાપણમાં જ થનારડિયરે પોતાની આ વીશી ઊભી કરી હતી. તેનું ખરું પરાક્રમ આટલું જ હતું. Page #70 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરા ૧૮૨૩ની સાલ ચાલતી હતી. નાતાલનો તહેવાર કાવ્યો હતો. ખેલાડીઓ અને મેળાની દુકાનોવાળાઓએ આવીને મટ) ગામમાં ડેરા-તંબૂ ખડા કરી દીધા હતા. થેનારડિયરની વીશીમાં તે રાતે કેટલાક ગાડાંવાળા, ફેરિયા વગેરે ટોળે વળી પ્યાલીઓ ગટકાવતા અને વાતોમાં ગરમાવો લાવતા બેઠા હતા. બાનુ ચૂલા પરની વાળને સંભાળી રહી હતી અને થનારડિયર મહેમાનોને વાતોમાં તેમજ પીવામાં સાથ આપતો હતો. કેસેટ તેની રોજની જગાએ – એટલે કે મોટા ટેબલ નીચે ચૂલાને અજવાળે બેઠી બેઠી થનારડિયરની બે છોકરીઓ માટે મોજા ગૂંથતી હતી. તેની આંખ ઉપર થનારડિયર બાનુએ થોડા વખત પહેલાં જોરથી મુક્કો મારેલો; તેનું લોહી જામી જઈને કાળું ચકામું પડી ગયું હતું. માંટ) ગામ ઊંચાણ ઉપર આવેલું હોઈ, ત્યાં પાણીનું દુ:ખ ભારે હતું. લોકોને દૂર જંગલમાં આવેલ તળાવડામાંથી અથવા ગામથી દૂર પાએક કલાકને રસ્તે આવેલા ઝરામાંથી પાણી ભરી લાવવું પડતું. પાણી ભરનારો ભિસ્તી શિયાળામાં પાંચ વાગ્યા સુધી જ પાણી ભરતો. તે પછી જેને પાણી જોઈએ, તેને જાતે જ ભરી લાવવું પડે. એ વીશીમાં ઊતરેલો એક ફેરિયો, તે વખતે, પોતાના તરસ્યા રહેલા ઘોડા માટે ફરિયાદ કરતો તથા પાણી ભરેલી ડોલ માગતો અંદર આવ્યો. કોસેટ તેને જોઈ, ટેબલ નીચે બેઠી બેઠી પણ કંપી ઊઠી. ટાંકીમાં પાણી થઈ રહેવા આવ્યું હતું. - બાનુએ કોસેટને તડૂકીને કહ્યું, “અબઘડી પાણી ઘોડાને પાઈ દે.' “પાણી થઈ રહ્યું છે, બાનુ, કોસેટે મંદ અવાજે જવાબ આપ્યો. ધણીધણિયાણી બંનેએ એકીસાથે બારણું ઉઘાડી, બહાર આંગળી કરીને કહ્યું, “જા, અત્યારે ને અત્યારે ભરી આવ.” Page #71 -------------------------------------------------------------------------- ________________ # લૉટલ ના સારજ ટુ' કાસેટને થેનારડિયર બાનુનો મુક્કો માથા ઉપર તોળાઈ રહેલો દેખાયો. તેનું માથું નીચું ઝૂકી ગયું. ધુમાડિયા નજીકના ખૂણામાં પડેલી જંગી ડોલ તેણે હાથમાં લીધી. તે જ વખતે થેનારડિયર બાનુએ એક ખાનામાંથી ફંફાસીને પંદર-સૂનો સિક્કો તેના તરફ ફેંકયો અને કહ્યુ, પાછી ફરે ત્યારે ભઠિયારાને ત્યાંથી પાંઉ લેતી આવજે.’ ૩૧ કાસેટ બહાર નીકળી. બારણું બંધ થઈ ગયું. મેળાની દુકાનવાળાના માંડવાઓ દેવળથી માંડીને થેનારડિયરની વીશી સુધી પથરાયેલા હતા. છેલ્લી દુકાન બાળકોનાં રમકડાંની હતી. તેનો ભષા જરા એર હતો. દુકાનની બરાબર આગળની બાજુએ એક સફેદ રૂમાલ ઉપર બે ફૂટ ઊંચી એક મોટી ઢીંગલી મૂકવામાં આવી હતી. તેનાં રંગબેરંગી કપડાં અને ડારા જોવા આખો દિવસ ગામનાં બાળકો ટોળે વળ્યા કરતાં હતાં. કોઈનાં માબાપ તે ઢીંગલી ખરીદવાની હિંમત કરી શકે તેમ ન હતું. રાતે જ્યારે હાથમાં ડાલ લઈ, કોસેટે શેરીમાં ડગ માંડયાં, ત્યારે એ સ્થિતિમાં પણ ઢીંગલી સામે તે નજર કર્યા વિના રહી શકી નહીં. તેણે તેનું નામ મહારાણી' પાડયું હતું. આખા દિવસમાં અત્યારે જ આટલે નજીકથી નજર માંડીને ઢીંગલી સામું જોવાનો તેને અવસર મળ્યો હતો. પણ એટલામાં થેનારડિયર બાનુએ બારણું ઉઘાડી, તેને ત્યાં ઊભેલી જોઈને તરત બૂમ પાડી, ‘હું જાણતી જ હતી; ઊભી રહે દેડકી, તારું ગોળ-મટોળ માથું જરા ચપટું કરી આપું.' આ શબ્દો સાંભળ્યા પછી, પાછળ વાઘ પડયો હોય તેમ છળીને કોસેટ નાડી, દુકાનોનું અજવાળું પૂરું થયું અને ખાવા ધાતો અંધકાર કોસેટને ગભરાવવા તથા ગૂંગળાવવા લાગ્યો. પણ થેનારડિયર બાનુના મુક્કાની બીકની મારી તે બિચારી જે નાઠી, તે છેક ઝરા આગળ જ આવીને થોભી. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૨ લે મિઝરાક્લ રોજની પેઠે કિનારાનું એક ઝાડવું પકડી, તે ડોલ ભરવા પાણી તરફ નીચી નમી, તેવી જ પેલો પંદરસૂનો સિક્કો તેના ખિસ્સામાંથી પાણીમાં ગબડી ગયો. ડોલ ભરાઈ તો ખરી; પણ તે ડોલ ઊંચકીને ઘેર પહોંચવું એ જુદી વાત હતી. તેના નાનકડા હાથ ઠંડા પવનથી ઠરી જતા હતા; તથા ડોલના ભારથી તેની હથેળી ઉપર સોજો ચડી આવ્યા જેવું દરદ થતું હતું. જંગલ પૂરું પણ થયું નહીં ત્યાર પહેલાં તો તે બેસી પડી. થોડી વારે ઊભી થઈને તેણે ફરી ડોલ હાથમાં લીધી, ત્યારે અતિશય દુ:ખના માર્યા “ઓ ભગવાન !' એ શબ્દો તેના મોંમાંથી નીકળી પડ્યા. અચાનક કોસેટને લાગ્યું કે, એક જોરદાર હાથે તેની ડોલ ઊંચકી લીધી છે. તેની પાછળથી લગોલગ આવી લાગેલો કોઈ માણસ એક શબ્દ પણ બોલ્યા વિના તેની ડોલ ઊંચકીને તેની સાથે ચાલતો હતો. તું ડોલ છોડી દે, બેટા, હું જ ઊંચકી લઈશ.” કેસેટે જરા પણ અંદેશા વગર ડોલ છોડી દીધી. પેલો તેની સાથે સાથે જ ચાલવા લાગ્યો. વાતવાતમાં તેણે પૂછી લીધું કે, તે આઠ વરસની છે તથા વીશીમાંથી પાણી ભરવા આટલે દૂર આવી છે. તારે મા નથી ?' “મને ખબર નથી,' બાળકે જવાબ આપ્યો. “બીજાં છોકરાંને મા હોય છે; મને કોણ જાણે નથી.” પેલો માણસ એકદમ ઊભો રહ્યો. તેણે ડોલ જમીન ઉપર મૂકી દીધી. પછી કોસેટના બે ખભા ઉપર પોતાના હાથ મૂકી, તેણે અંધારામાં તેનું મે જોવા પ્રયત્ન કર્યો. “તારું નામ શું, બેટા?” “કોસેટ.” Page #73 -------------------------------------------------------------------------- ________________ વાટલૂને સારજંટ’ પેલા માણસને જાણે વીજળીનો આંચકો લાગ્યો. તેણે ડોલ ઉપાડીને ફરી ચાલવાનું શરૂ કર્યું. “ચાલ મા, મારે આજની રાત કઈ વીશીમાં જ રહેવાનું છે. હું તારી વીશીમાં જ આવીશ.” રસ્તામાં ભઠિયારાની દુકાન આવી ગઈ, પણ કોસેટને પાંઉ ખરીદવાનું યાદ રહ્યું નહીં. વીશી નજીક આવતાં જ તેણે ધીમેથી પેલાના હાથમાંથી ડોલ લઈ લીધી, તથા બારણું ઉઘાડી, નવા મહેમાનને આદરપૂર્વક અંદર પધારવા કહ્યું. પણ મહેમાનનો ચીંથરેહાલ દેખાવ જોઇ, તેને કશો ખાસ ઉમળકાભર્યો આવકાર વીશીવાળાં તરફથી મળ્યો નહીં. કોસેટ તો આવીને ટેબલ નીચે પોતાના ગૂંથવાના કામે બેસી ગઈ. શેઠાણીએ તરત કેસેટ પાસે પાંઉ માગ્યો. તે બિચારી એની વાત ભૂલી જ ગઈ હતી, એટલે ઝટ જવાબ આપી બેઠી, ભઠિયારખાનું બંધ થઈ ગયું હતું.” થનારડિયર બાનુને એનો જવાબ સાચો ન લાગ્યો; એટલે બીજે દિવસે તપાસ કરીને પછી તેની ખબર લેવાનો નિશ્ચય કરી, તેણે પૈસા પાછા માગ્યા. કેસેટે ખિસું ફેફેસી જોયું પણ પૈસા ન મળે ! બાનુએ તરત ખીંટી ઉપર ભરવેલો ચાબખો હાથમાં લીધો. કોસેટ ચીસ પાડી ઊઠી. પેલ. નવો મહેમાન તે જ ઘડીએ હાંફળો હાંફળો ઊઠયો અને ટેબલ નીચે કંઈક શોધતો હોય એમ નમી, ઝટ ઊભો થયો અને બોલ્યો, “લો બાનુ; એ નાની છોકરીના ખિસ્સામાંથી હમણાં જ ગબડી પડતો મેં જોયો હતો.' બાનુએ એ સિકકો લીધો, પણ તે સમજી ગઈ કે એ સિક્કો પોતે આપેલો સિક્કો નથી; કારણ કે આ તો પંદરને બદલે વીસ-સૂનો સિક્કો હતો. થોડી વારમાં બાનુની બે હૃષ્ટપુષ્ટ છોકરીઓ ધમાચકડી કરતી ઓરડામાં દાખલ થઈ અને અંગારા પાસે બેસી એક Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૪ તે મિe ઢીંગલી સાથે રમવા લાગી. કેસેટ ગૂંથવાનું ભૂલ એ ઢીંગલી તરફ જોઈ રહી. તેવામાં બાનુની નજર તેના ઉપર પડી, એટલે તરત તે તડૂકી, “ડાકણ, તું મફતનું ખાઈને આવું કામ કરે છે કેમ ?” મહેમાને શેઠાણીને પાંચ ફ્રાંક આપી, કેસેટને રમવા માટે કામમાંથી મુક્તિ અપાવી. કોસેટ હવે એક સીસાની નાની તરવારને ચીંથરાં વીંટી, તેની ઢીંગલી બનાવીને રમવા લાગી. મહેમાન વાળુ કરવા બેઠો. બાનુની બે છોકરીઓ થોડી વારે પોતાની ઢીંગલી પડતી મૂકી, બિલાડીના બચ્ચાને પકડી, તેને કપડાંના રંગબેરંગી ટુકડા પરાણે વીંટવા લાગી. કેસેટે તેમણે પડતી મૂકેલી ઢીંગલી લઈને રમવા માંડ્યું. પાએક કલાક પછી અચાનક પેલી છૉકરીઓમાંથી એકનું ધ્યાન એ તરફ જતાં જ તેણે પોતાની માને કહી દીધું. મા એકદમ ગુસ્સે થઈને ઊછળી. પોતાની છોકરીઓની ઢીંગલીને હાથ લગાડવા બદલ કોસેટને તેણે એવી લાત લગાવી કે કોસેટ ચીસ પાડી ઊઠી. પેલો આગંતુક બોલ્યા ચાલ્યા વિના બહાર ચાલ્યો ગયો અને થોડી વારમાં આખા ગામની ઈર્ષ્યાની વસ્તુ– દુકાનની પેલી ઢીંગલી–ખરીદી લાવ્યો. તેણે કેસેટ સામે તે ઢીંગલી મૂકી અને કહ્યું, “લે; આ ઢીંગલી રમ.” કેસેટ તો આ જ બની ગઈ, અને ટેબલ નીચે પેસી ગઈ. બાનુ તથા તેની બે છોકરીઓ પણ સડક થઈ ગઈ. થેનારડિયર બધી પરિસ્થિતિ સમજી લઈ તરત પોતાની ધણિયાણી પાસે ગયો અને તેના કાનમાં બોલ્યો, “હવે જો તું આ માણસ આગળ હલકી પડી, તો ખબરદાર! એ ઢીંગલીની કિંમત કંઈ નહીં તોય ૩૭ ક્રાંક હશે. એ માણસની મરજી બરાબર સાચવજે. એ દેખાય છે તેવો ગરીબ નથી.' Page #75 -------------------------------------------------------------------------- ________________ ‘લૉટલૂ ના સારજ ટ' ૫ તરત બાનુએ પોતાની જીભમાં ઉમેરાય તેટલું મધ ઉમેરી કેસેટને કહ્યું, ‘બેટા, એ ઢીંગલી તારે માટે સાહેબ લાવ્યા છે. તું લઈ લે, એ તારી છે.' ‘સાચી વાત છે, સાહેબ ? આ મહારાણી મારે માટે છે?' કોસેટે પૂછ્યુ મહેમાનની આંખો આંસુથી ભરાઈ ગયેલી હતી. ૨ડી ન પડાય તે માટે તેણે માત્ર ડોકું ધુણાવી હા કહી, અને ઢીંગલીનો હાથ તેના હાથમાં મૂકયો. કાસેટે ઢીંગલીને અડતાંવેંત પોતાનો હાથ પાછો ખેંચી લીધો. પછી અજાણતાં પોતાની આખી જીભ બહાર કાઢી; અને એકદમ આવેશમાં આવી, પેલી ઢીંગલીને પકડી લીધી. બીજે દિવસે સવારે બિલ આપતી વખતે થેનારડિયરે પોતાને થયેલા આ નુકસાનનો બદલો બરાબર લીધો! તેણે એક રાતના રહેવાના ભાડાનું તથા સાદા ભોજનનું બિલ ૨૩ ફ઼ાંકનું બનાવ્યું, અને પોતાની ધણિયાણીને તે વસૂલ કરવા મોકલી. પેલો હાથમાં પોટલી અને ડઠંડા લઈ નીચે આવવા જ નીકળતો હતો. થેનારડિયર બાનુએ તેને પલાળવા સારુ ઘરાકીના અભાવની, ટૂંકી કમાણીની વગેરે વાતો કરી; તથા છેવટે ઉમેર્યું" કે, અધૂરામાં પૂરું પેલી ચેલકી પણ મફતની તેમને માથે પડી છે, અને અધુરૂં ઘર તો તે એકલી ખાઈ જાય છે. મહેમાને સહાનુભૂતિપૂર્વક કહ્યું, ‘એનો ભાર, તમે કહો તો, . હું લઈ લઉં.' બાનુ તો તરત કબૂલ થઈ ગઈ, અને તેને આશીર્વાદ જ દેવા મંડી. પણ થેનાડિયરે વચ્ચે પડીને, મોકો જોઈ, માંઘા થવા કહ્યું કે, ‘એ છોકરી ગમે તેમ તોપણ મને સોંપાયેલી થાપણ છે, અને તેના ઉપર મને મમતા બંધાયેલી છે. માટે તેને ગમે તે અજાણ્યાના હાથમાં સોંપી ન દેવાય. ૯૦-૫ Page #76 -------------------------------------------------------------------------- ________________ E લે મિઝરાબ્વ મારે તેની અવારનવાર ખબર કાઢતા રહેવું પડે; એટલે તેને કોણ કયાં લઈ જાય છે, તે મારે પહેલાં જાણવું જોઈએ.' મહેમાને કહ્યું કે, ‘હું કેાસેટને લઈ જાઉં, તો એટલેથી જ બધી વાત પૂરી થવી જોઈએ. પછી તેને તમારે યાદ જ કરવાની નહીં. તમારા હાથમાંથી હંમેશને માટે મુક્ત કરવા માટે જ હું તેને લઈ જાઉં. બોલો કબૂલ છે?’ ‘તેના અત્યાર સુધીના ખર્ચના ૧૫૦૦ ફ઼ાંક મને મળે, તો પછી મને વાંધો નથી.' પેલાએ તરત ત્રણ નોટો પાકીટમાંથી ખેંચી કાઢીને ટેબલ ઉપર મૂકી દીધી. પછી કાસેટ આવતાં જ પોતાની બચકીમાંથી સાત વર્ષની છોકરી માટેનાં તૈયાર કપડાંની જોડ કાઢીને તેને પહેરાવી દીધી. તે કપડાં શોક માટેનાં કાળા રંગતાં હતાં. થોડી વાર પછી બંને જણ ગામ બહાર ચાલી નીકળ્યાં. કાસેટના હાથમાં તેની ‘મહારાણી' હતી. પોતાને કોણ કર્યાં લઈ જાય છે, તેનો કર્શો અંદેશો તેના નિર્દોષ મનમાં ન હો. એ અજાણ્યો માણસ જ તેને અત્યારે સૌ કરતાં પોતાનો લાગતો હતો. Page #77 -------------------------------------------------------------------------- ________________ - ૧૧ પેરીસમાં વસવાટ જ્યારે કોસેટ અને તેનો તારણહાર વીશી છોડી ગયાં, ત્યારે પાએક કલાક વીત્યા પછી, થેનારડિયરે પોતાની પત્નીને ૧૫૦૦ ફ્રાંકની નોટો બતાવી. તેની પત્ની તરત બોલી ઊઠી, “બસ એટલા જ?' થેનારડિયર માટે આટલું મહેણું બસ હતું. તે માથા ઉપર ટપલી મારીને બોલ્યો, “ખરી વાત; તેણે તો મને પંદર હજાર ફૂાંક પણ આપ્યા હોત. આ કેસેટની વાતમાં કંઈક રહસ્ય જરૂર છે. પેલા પાસે તેને માટે તૈયાર કપડાં ક્યાંથી હતાં? જરૂર તે તેને લેવા માટે જ આવેલો!” આટલો વિચાર આવતાં તે તરત પેલી નોટો ખિસ્સામાં સરકાવતોકને જલદી જલદી દોડ્યો. આગળ જતાં એક જગાએ રસ્તો ફંટાતો હતો, ત્યાં પૂછપરછમાં થોડો વખત બગડ્યો. પછી નજરે જોનાર કેઈએ પેલાં બેએ લીધેલો રસ્તો જ્યારે બતાવ્યો, ત્યારે તે એ તરફ દોડ્યો. પણ એ નિર્જન જંગલનો રસ્તો હતો. થેનારડિયર ફરી વાર કપાળ ઉપર જોરથી ટપલો મારીને બોલ્યો, “ખરેખર હું ગધેડો જ છું; ઘેરથી મારી બંદૂક કેમ સાથે લેતો ન આવ્યો?” પેલાં બે થાક ખાવા એક તળાવડાને કિનારે જરા ફંટાઈને બેઠાં હતાં. ત્યાં થનારડિયર થોડી વારે હાંફતો હાંફતો આવી પહોંચ્યો. તેણે તરત પંદરસો ફૂાંક ખિસ્સામાંથી બહાર કાઢયા અને કેસેટને પાછી ફરવા કહ્યું. કેસેટ બ્રૂજી ઊઠી અને પોતાના તારણહારને વળગી પડી. પેલાએ થનારડિયરને પૂછ્યું, “કેમ, શું છે ?' ૬૭ Page #78 -------------------------------------------------------------------------- ________________ લે મિરાલ્ડ થેનારડિયર બોલ્યો, “સાહેબ, એ છોકરી મને એની મા સોંપી ગઈ છે. એની માને જ હું એ છોકરી પાછી સોંપી શકું. આપ કહેશો કે એની મા તો મરી ગઈ છે, તો પછી જે માણસ તેની માના હાથનું મુખત્યારનામું લાવે, તેને જ હું એ છોકરી આપી શકું. બીજા કોઈને નહીં !' પેલા માણસે તરત ખિસ્સામાંથી પાકીટ કાઢયું. થેનારડિયર આનંદથી કંપી ઊઠયો : “આ માણસ વધારે પૈસા આપવા માગે છે! બસ હવે તો હું મારું તેટલા આપે તો જ કોસેટને લઈ જવા દઉં' પેલાએ પાકીટમાંથી એક ચિઠ્ઠી કાઢીને થેનારડિયરને આપી. થેનારડિયરે ચિઠ્ઠી હાથમાં લઈને વાંચી – માર્ચ ૨૫-૧-૨૩ મેં. થેનારડિયર – તમે આ ચિઠ્ઠી લાવનારને કોસેટ સોંપી દેશો; તે બધી બાકીની નાની રકમો ચૂકવી દેશે. – આપની ફેન્ટાઇન. થેનારડિયરનું મે ફીકું પડી ગયું. પણ તે નમતું આપે તેમ ન હતો. તેણે કહ્યું, “સહી તો બરાબર ફેન્ટાઇન જેવી કરેલી છે; પણ ચાલશે; હવે ચિઠ્ઠીમાં લખ્યા પ્રમાણે મારી બાકી નીકળતી રકમો ચૂકવી દો, એટલે બસ!' પેલો માણસ હવે બોલ્યો, “જુઓ મેં. થેનારડિયર, જાન્યુઆરીમાં આ છોકરીની માએ હિસાબ ગણ્યો હતો, ત્યારે તમારા ૧૨૦ ફૂક નીકળતા હતા. ત્યાર બાદ નવ મહિના પસાર થયા છે, એટલે મહિને ૧૫ ફ્રાંકના હિસાબે તમે બીજા ૧૩૫ ફૂક માગો. તેને બદલે તમને ૬૦૦ ફ્રોક પહેલાં મળ્યા છે, અને હમણાં જ ૧૫૦૦ મે આપ્યા.” Page #79 -------------------------------------------------------------------------- ________________ પેરીસમાં વસવાટ થેનારડિયરનું મોં કાળું ઢણક થઈ ગયું. પણ તે હવે જાત ઉપર ગયો અને બોલ્યો, “મને અબઘડી બીજા ૩૦૦૦ ફ્રાંક નહીં મળે, તો હું કોસેટને પાછી લઈ જઈશ.” અજાણ્યાએ જવાબમાં કોસેટને માત્ર શાંતિથી કહ્યું, બહેન, ચાલ ઊઠ.' તેણે કોસેટનો ડાબો હાથ પકડ્યો, અને જમણે હાથે પોતાનો દડો ઉપાડ્યો. એ દડાની વિકરાળતા અને આજુબાજુની નિર્જનતા થનારડિયરના લક્ષમાં આવ્યા વિના ન રહ્યાં. તે તાકતો જ રહ્યો, અને પેલો કોસેટને લઈ આગળ ચાલ્યો. થેનારડિયર પોતાના નબળા હાથ તરફ જોતો, અને કપાળ કૂટતો થોડી વાર પછી પાછો ફર્યો. તે રાતે પેરીસમાં એક ઘર આગળ કોસેટ અને તેનો તારણહાર આવી પહોંચ્યાં, ત્યારે કોસેટ તેની પીઠે નિરાંતે ઊંધતી હતી. મહારાણી તેના હાથમાં જ હતી. પેરીસના એક વેરાન ભાગમાં તે મકાન આવેલું હતું. તે ઘરનો એક ઓરડો આગલે દિવસે બપોરે જ જીન વાલજન ભાડે રાખી ગયો હતો. ઘર ભાડે રાખી તે મેટજતા ટપ્પામાં બેસી ગયો હતો અને અધવચ જ ઊતરી ગયો હતો. ત્યાંથી જંગલને રસ્તે અમુક નિશાનીઓ ઓળખતો ઓળખતો, તે જ્યાં પોતાની બધી મિલકત દાટેલી હતી, ત્યાં ગયો હતો. ત્યાંથી પરવારીને તે મેટ૦ ગામ તરફ વળ્યો, તે વખતે જ રસ્તામાં ડેલ ઊંચકીને જતી કોસેટનો તેને અંધારામાં ભેટો થયો હતો. . નં. ૫૦ પર તરીકે ઓળખાતા આ મકાનમાં, ઉંમરે છેક ભિન્ન અને દુ:ખે એકદમ સમાન એવા, જગતથી તજાયેલા આ બે જીવો એકબીજાની હૂંફ રહેવાના હતા અને વિકસવાના હતા. એ ઓરડાની સવાર કોસેટના હસવાથી, વાતોથી અને ગાવાથી શરૂ થની. જીન વાલજિન દિવસે બહાર બ ઓછું Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૦ લે મિશાલ નીકળત. સામાન્ય રીતે સાંજ થયે તે એક-બે કલાક ફરવા નીકળતો; અને તે પણ નિર્જન શેરીઓમાં જ. કોસેટને જીન વાલજિન સાથે ફરવાનું બહુ ગમતું; એટલો વખત તે મહારાણી સાથેની પોતાની મનભાવતી રમત પણ પડતી મૂકવા તૈયાર થતી. જીન વાલજને મકાનના મૂળ સરસામાનમાં કે પોતાનાં કપડાંમાં કશો ફેરફાર કર્યો ન હતો. તેથી રસ્તા ઉપર કોઇ કોઈ વેળા કેટલીક પરગજુ બાઈઓ તેને ભિખારી ધારી, એકાદ સૂ દાન કરતી. તે પણ નીચો નમી તેનો સ્વીકાર કરી લેતો. ઘણી વાર એમ બનતું કે, કોઈ ખરો ભિખારી તેની પાસે હાથ ધરતો, ત્યારે તે આજુબાજુ નજર કરી લઈ, જલદી જલદી તેના હાથમાં ચાંદીનો સિક્કો મૂકી ભાગી જતો. એ કારણે થોડા વખતમાં તે આ લત્તામાં “દાન કરતો ભિખારી' એ નામે જાણીતો થયો. આમ શિયાળો પૂરો થવા આવ્યો. પાસેના દેવળ નજીક એક ભિખારી રહેતો હતો. તે સામાન્ય રીતે એક અવડ કૂવાની ધારે ભીખ માગવા બેસતો. જીન વાલજિન તેના હાથમાં કશું મૂક્યા વિના કદી જતો નહિ; અને કોઈ કોઈ વાર તેની સાથે વાત પણ કરતો. ભિખારીની ઉમર ૭૫ વર્ષની હતી, અને તે આખો વખત માળા ફેરવ્યા કરતો. એક રાતે જયારે જીન વાલજિન એકલો ફરવા નીકળ્યો હતો, ત્યારે તેણે પેલા ભિખારીને તેની રેજની જગાએ ફાનસ નીચે બેઠેલો જોયો. જીન વાલજને તેની પાસે જઈ, તેના હાથમાં રોજ પ્રમાણેની રકમ મૂકી. પણ એટલામાં પેલા ભિખારીએ એકદમ પોતાનું મેં ઊંચું કર્યું અને જીન વાલજન સામે તાકીને નજર કરી લીધી. વીજળીના ઝબકારાની પેઠે એ બની ગયું, પણ જીન વાલજિન ચાંકી ઊઠયો. કારણ કે તે પેલા ભિખારીનું મેં ન હતું, પણ જાણે જાવટનું મેં હતું! Page #81 -------------------------------------------------------------------------- ________________ પેરીસમાં વસવાટ ૭૧ બીજે સાંજે જીન વાર્જિન તે તરફ જ ફરવા ગયો. તેણે પેલા ભિખારીના હાથમાં રકમ મૂકીને તેની ખાસ ખબર પૂછી. તો તે પેલો જૂનો ભિખારી જ હતો! જીન વાલજનને લાગ્યું કે ગઈ કાલે તેને ભ્રમ જ થયો હતો. થોડા દિવસ બાદ સાંજના આઠેક વાગ્યાનો સુમાર હતો. જીન વાજિત ઘરમાં કોસેટને જોડણી શીખવતો બેઠો હતો. તેવામાં તેણે દાદરનું બારણું ઊઘડતું અને પાછું વસાનું સાંભળ્યું. આ એક નવીન ઘટના હતી. કારણ કે તેના સિવાય એ ઘરમાં ઓરડીઓ ભાડે આપનાર ડેાસી જ રહેતી હતી. અને તે તો દીવાબત્તીનું ખર્ચ બચાવવા સાંજના છ વાગ્યાથી જ સૂઈ જતી. જીન વાલિજને તરત મીણબત્તી બુઝાવી નાખી અને કોસેટને પથારીમાં સુવાડી દઈ, જરા પણ અવાજ ન કરવા કહ્યું. જીન વાજિન પછી પોતાની પીઠ બારણા તરફ રાખીને ચૂપ બેસી રહ્યો. લાંબા વખત સુધી કશો અવાજ સંભળાયો નહીં. એટલે તેણે ચૂપકીથી પોતાની ડોક ધીમે ધીમે ફેરવીને જોયું, તો બારણાની કૂંચીના કાણામાંથી પ્રકાશનું એક ટપકું ચમકી રહ્યું હતું. અર્થાત્ કોઈ ત્યાં ઓરડાનો ગણસાર સાંભળવા હાથમાં મીણબત્તી સાથે ગુપચુપ ઊભું હતું. થોડી મિનિટ બાદ પ્રકાશ ચાલ્યો ગયો, પણ પગલાંનો અવાજ ન સંભળાયો. ત્યાં ઊભેલું માણસ પગરખાં હાથમાં લઈને ચૂપકીદીથી સરકી ગયું હતું. જીન વાર્જિન આખી રાત ઊંઘી શકયો નહીં. સવાર થતાં જ થાકથી તેની આંખ મીંચાવાની તૈયારીમાં હતી. તેવામાં દાદર ઉપરની અંધારી ગલીનું બારણું ઊઘડવાનો અવાજ સાંભળી, તે જલદી જલદી કૂ`ચીના કાણા પાસે જઈ 'પહોંચ્યો . અને જોવા લાગ્યો. ગઈ રાતનો જ પગલાંનો અવાજ પાસે આવવા લાગ્યો. અત્યારે તે માણસ તેના બારણા પાસે થોભ્યા વિના જ દાદર તરફ ચાલતો થયો. દાદર પાસે Page #82 -------------------------------------------------------------------------- ________________ ७२ લે મિરાન્ડ જતાં જ પ્રકાશનું કિરણ તેના ઉપર પડ્યું; એટલે જીન વાલજિન જાવટની પીઠ બરાબર ઓળખી શક્યો ! “ સાંજ પડી ત્યારે જીન વાલજિન નીચે ઊતર્યો અને રસ્તા ઉપર દૂર સુધી નજર કરી આવ્યો. કોઈ નજરે ન પડયું એટલે તે તરત કોસેટ પાસે ગયો અને બોલ્યો, “બેટા, જલદી ચાલ જોઇએ.' તે બંને હતભાગીઓની પાછળ જતા પહેલાં આપણે વાર્તામાં થોડીક પાછળ નજર કરી લઈએ. મ0ની જેલમાંથી નાસી છૂટેલા જીન વાલજિનની શોધ કરવાની થતાં, તે પેરીસમાં જ છુપાઈ શકે એમ માની, જાવટની બદલી પેરીસમાં કરવામાં આવી હતી. તે વખતે જીન વાલજિનને પકડી આપવામાં તેણે જે ખંત અને હોશિયારી દાખવ્યાં હતાં, તેથી ખુશ થઈ, પોલીસવડાએ તેને કાયમ માટે પેરીસ ખાતે જ રાખી લીધો હતો. જીન વાલજિનની વાત ધીમે ધીમે જાવટંના મનમાંથી વિસારે પડવા આવી હતી. તેવામાં અચાનક એક દિવસે ૧૮૨૩ના ડિસેમ્બરના અરસાનું છાપું જોતાં તેના વાંચવામાં આવ્યું કે, જીન વાલજિન દરિયામાં લપસી પડવાથી ડૂબી મૂઓ. તે બાજુની તો હવે નિરાંત થઈ, એમ માની જાવટે તપકીરનો તડાકો આરામથી ખેંચ્યો. થોડા દિવસ બાદ પેરીસના પોલીસખાતાને જિલ્લાના ખાતા તરફથી એક બાળકીનું મેંટમાંથી વિચિત્ર સંજોગોમાં અપહરણ થયાના સમાચાર મળ્યા. એ શહેરના એક વીશીવાળાને ત્યાં ફેન્ટાઇન નામની એક સ્ત્રી કોસેટ નામની પોતાની બાળકી મૂકી ગઈ હતી. તે બાળકીને કોઈ અજાણ્યો શખસ આવીને તાજેતરમાં ઉઠાવી ગયો હતો. જાવટના હાથમાં એ અહેવાલ આવતાં તે તરત ચેકી ઊઠ્યો. જીન વાલજને પકડાતી વખતે ફેન્ટાઇનની બાળકીને છોડાવી લાવવા જ ત્રણ દિવસની Page #83 -------------------------------------------------------------------------- ________________ પિરસમાં વસવાટ મુદત માગી હતી ! વળી બીજી વાર જીન વાલજિન પેરીસમાં પકડાયો, ત્યારે તે મેટ૦ જની ટપાલગાડીમાં જ બેસવા જતો હતો! મટ૮માં એને શું કામ હોઈ શકે ? હવે જાવટને સમજાયું કે પેલી ફેન્ટાઇનની છોકરી ત્યાં હતી! પણ જીન વાલજિન તો ડૂબીને મરી ગયો હતો એમ કહેવાય છે, તેનું શું? જાવટે થનારડિયરને ત્યાં વધુ તપાસ કરી. થેનારડિયર સમજી ગયો કે, પોલીસની તપાસનું લફરું વળગશે, તો પોતાની બીજી પણ ઘણી બાબતો ઉઘાડી થશે. એટલે તેણે એવું જ કહેવા માંડયું કે, એ છોકરીને લઈ જનાર માણસ તેનો દાદો જ હતો, એવું પછીથી તેને માલૂમ પડયું છે! આમ બધી વાત જાવટના મનમાંથી સરી જવા લાગી હતી, તેવામાં માર્ચ ૧૮૨૪ના અરસામાં પેરીસના અમુક લત્તામાં દાન કરતો એક ભિખારી રહેતો હોવાની વાત તેના સાંભળવામાં આવી. તેની સાથે એક સાતઆઠ વરસની છોકરી રહેતી હતી. તે લોકો મેટ૦થી અહીં રહેવા આવ્યાં હતાં, એટલું એ ઘર ભાડે આપનારી ડોસી જાણતી હતી. ફરી પાછું મેટ! જાવટના કાન ખડા થઈ ગયા. જેને પેલો માણસ અવારનવાર દાન આપતો, તે ઘરડો ભિખારી પહેલાં પોલીસખાતાનો માણસ હતો. જાવટે એક દિવસ તેની જગાએ તેનાં કપડાં પહેરીને બેઠો. જાવટને પેલાનું મે જોઈ આભાસ થયો ખરે કે, એ જીન વાલજિન જ હતો. પછી જાવટે એ મકાનમાં એક ઓરડો ભાડે લઈ, વધુ ખાતરી કરવા પ્રયત્ન કર્યો. પણ પહેલી રાતે જીન વાલજિન ચેતી ગયો હોવાથી જાવર્ટને ફાવ્યું નહીં. પછી બીજે દિવસે તો જીન વાલજિન કોસેટ સાથે ઘર છોડીને જ નાઠો. જાવટ બે માણસો સાથે ઝાડ પાછળ સંતાઈને તૈયાર ઊભો હતો. તેણે જીન વાલજિનને ભાગતો જોઈને તરત જ ગિરફતાર ન કરી લીધો, તેનું કારણ હતું, એ જીન વાલજિન Page #84 -------------------------------------------------------------------------- ________________ ७४ લે મિઝરાપ્ત જ છે, તથા તે ઘર છોડીને જ નાસી જાય છે, એની તેને પૂરી ખાતરી ન હતી. તે દિવસોમાં છાપાંઓએ પોલીસો સામે પોકારી ઉઠાવી ઉડાવીને તેમને જરા બીતા કરી મૂક્યા હતા. કોઈ બુઢો પેન્શનર પોતાની દીકરી સાથે રાજમાર્ગ ઉપર ફરવા નીકળ્યો હતો, ત્યારે ક્યારનોય મરી ગયેલો જીન વાલજિન નામનો ગુનેગાર માની તેને પોલીસે પકડી લીધો, એવો આક્ષેપ પોતાને માથે આવે એની જાવટને બીક લાગતી હતી. છતાં, રસ્તા ઉપર ચાલતી વેળા પેલા બુઢ્ઢાની હિલચાલ એવી હતી કે, તે જાણે પોલીસને થાપ આપવા જ પ્રયત્ન કરતો હોય. એટલે આ કોઈ જુદો માણસ જ હોય, તો પણ તે કોણ છે, ક્યાં જાય છે, વગેરે માહિતી તો મેળવવી જ, એમ માની જાવટે તેનો પીછો છુપાઈને પકડવા માંડ્યો. તેવામાં એક શેરીમાં થઈને જતાં જતાં એક ખુલી દુકાનનો ઉજજવળ પ્રકાશ જીન વાલજિન ઉપર પડતાં જાવટ તેને બરાબર ઓળખી શક્યો. એ જીન વાલજિન જ હતો! તરત જાવટે પાસેની પોલીસ-ચોકીમાંથી વધુ મદદ મેળવવાની પેરવી કરી. તેમાં થોડો વખત બગડ્યો અને પેલો આગળ નીકળી ગયો. પણ જાવટને ખાતરી જ હતી કે, જીન વાલજિન ગમે તે રીતે નદીની પેલી પાર ચાલી જવા જ પ્રયત્ન કરશે. અને પુલ ઉપરના ટોલવાળાને પૂછતાં ખાતરી પણ થઈ કે, એક ડોસો અને એક છોકરી હમણાં જ ત્યાં થઈને ગયાં. થોડે દૂર ચાર રસ્તાનું વિશાળ ચોગાન આવતું હતું. જીન વાલજિન તે ચારમાંથી એક રસ્તામાં પેઠો. એ જોતાં જ જાવટના માં ઉપર થઈને મિત પસાર થઈ ગયું. તે રસ્તો એવો હતો કે જેને આગળ એક જ માં હતું; વચ્ચે બીજી કોઈ ગલી તેમાંથી ફંટાતી ન હતી. જાવટે તરત એક માણસને ઉતાવળથી ચકરાવો લઈ રસ્તાનું માં સામેથી રોકી લેવા Page #85 -------------------------------------------------------------------------- ________________ પેરીસમાં વસવાટ દોડાવ્યો; અને પોતે પહેરો ભરીને પાછી ફરતી એક લશ્કરી ટુકડીને મદદમાં લઈ, ગલીમાં તેની પાછળ ધીમેથી પેઠો. કેસેટ થાકવા લાગી એટલે જીન વાલજને તેને ઊંચકી લીધી. જાવટે પોતાનો પીછો પકડી રહ્યો છે, તેની હવે તેને પણ ખાતરી થઈ હતી. પરંતુ પુલ વટાવ્યા પછી પોતે કયા રસ્તામાં પેઠો છે તેની પેલાઓને ખબર પડી નહીં હોય, એમ માનીને તે આગળ વધી રહ્યો હતો. તેવામાં રસ્તાને છેડે ઊભેલા પોલીસવાળાને જોઈ તે ચમક્યો. જીન વાલજન તરત પાછો ફર્યો. એક ઠેકાણે વચમાં ઊભા રહી તેણે જોયું તો પાછળ જાવટે પોતાનાં માણસો સાથે ધીમે ધીમે આવી રહ્યો હતો. બંને છેડા જાવટે રોકી લીધા હતા અને વચ્ચે બીજી કોઈ ગલી ફંટાતી ન હતી. જીન વાલજિન જે ભાગમાં અધવચ ઊભો હતો, ત્યાં જ ઘોર અંધારું હતું. કાંઈ પણ ઉપાય થઈ શકે તો તે એટલા ભાગમાં છે. તે ભાગમાં એક બાજુએ વિશાળ વંઢો હતો. તેની પાછળના ભાગમાં એવી નીરવ શાંતિ વર્તાતી હતી કે વંઢાને અડીને મકાન હોવાને બદલે વાડો કે બગીચો હોય એવો સંભવ વધારે હતો. એ વંઢો ઓળંગીને અંદર પહોંચાય, તો જરૂર બચી જવાય. પણ કેસેટને લઈને એ વંઢ ઠેકવો શી રીતે? જાવટ અને તેનાં માણસો બધા ખૂણા તપાસતાં તપાસતાં ધીમે ધીમે આગળ વધતાં હતાં. આ ભાગમાં આવી પહોંચતાં તેમને પાએક કલાક લાગે. - જીન વાલજિન વંઢાના છેડા તરફ ઉતાવળો દોડયો. ત્યાં જોયું તો પાસેના મકાનની ભીંતનો એ વંઢા સાથે ઊંચે સુધી ખૂણો થતો હતો. વહાણ ઉપરની લાંબી સજા દરમ્યાન તેણે નિસરણી કે દોરડું કે ખાંચાના આધાર વિના બે ભીંતોના કાટખૂણે માત્ર હાથના સ્નાયુઓને બળે અને કોણી તથા ઘૂંટીને આધારે છઠ્ઠા માળ સુધી પણ ચડી જવાની અને ત્યાં Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૬ લે મિઝરાઇલ સ્થિર રહેવાની કળા સંપાદન કરી હતી. પણ કોર્સટનું શું? દોરડું હોય તો કદાચ કંઈક રસ્તો નીકળે. પણ આટલી મધરાતે અને ઘેરાયેલી સ્થિતિમાં આખું રાજ્ય આપી દેતાં પણ દોરડું ક્યાંથી મળે? જીન વાલજિનના માથામાં તણખા ઊડવા લાગ્યા. તે ચારે તરફ વિકરાળ ફાટેલી આંખોએ જોવા લાગ્યો. અચાનક તેની નજર દીવાના થાંભલા ઉપર પડી, તે દિવસોમાં દોરડા વડે બત્તીને ઊંચી ટીંગાવવામાં આવતી અને બાજુના થાંભલા સાથે જડેલી લોખંડની પેટીમાં તે દોરડાને વીંટવા-ઉકેલવાની ગરગડી રહેતી. ચાંદની રાત હોવાથી આજે બત્તી બંધ હતી. જીન વાલજિન તરત તે તરફ ગયો, અને છરીના અણિયાથી પેટીનું તાળું ખોલી નાખી થોડી વારમાં દોરડા સાથે કેસેટ પાસે આવ્યો. પોતાનો ડગલો કાઢી તેણે કોસેટની બગલો નીચે વીંટયો અને તેના દોરડા ઉપર દોરડાનો એક છેડો બાંધી લીધો. ત્યાર બાદ દોરડાનો બીજો છેડો દાંતમાં દબાવી, તે જાણે ભીંતમાં જડેલા ખીલા ઉપર ચડતો હોય તેમ ગંઢાના ખૂણાની બાજુઓએ કૂણીઓ ટેકવતો ઉપર ચડી ગયો. ઉપર ચડયા બાદ કેસેટને તેણે ખેંચી લીધી. તે ઉપર આવી એટલે તેને પીઠ ઉપર વળગાડી, તે વંઢા ઉપર ઘૂંટણિયે સરકવા લાગ્યો. થોડે દૂર એક છાપરાનો છેડો વંઢાને લાગેલો હતો અને તેનો બીજો ઢાળ બાગમાં જમીન નજીક ઢળનો હતો. જીન વાલજિન તે ઢાળ ઉપર સરકતો સરકતો જમીન ઉપર પહોંચી ગયો. Page #87 -------------------------------------------------------------------------- ________________ પીન મઠ નીચે પહોંચી ન વાલજન એ છાપરા નીચેનું ખંડેર જોઈ વળ્યો. કેઈ માણસનો વસવાટ ત્યાં ન હતો. એક મોટા બગીચાના ખૂણા ઉપર એ બાંધકામ જીર્ણ અવસ્થામાં પડેલું હતું. બાગનો છેડો જ્યાં દૂર અંધારામાં અલોપ થતો હતો, ત્યાં કિનારી ઉપર કેટલાંક મકાનોના ઓળા દેખાતા હતા. કેસેટને લઈ, કેટલીય વાર સુધી, જીન વાલજન એ ખંડેરના અંધારામાં જ ભરાઈ રહ્યો. પણ કોસેટ ટાઢથી ધ્રૂજતી હતી. એટલે જીન વાલજિને તેને પોતાનો કોટ ઉતારી ઓઢાડી દીધો; અને પોતે તેને બેસવાનું કહી, બહાર તપાસ કરવા નીકળ્યો. બગીચામાં ક્યાંકથી ઘૂઘરો ટશકતો હોય એવો અવાજ સંભળાતો હતો. દૂર નજર કરીને જોયું તો માણસ જેવું કોઈ પ્રાણી તરબૂચના ક્યારામાં એક પગે ખોડંગતું હોય તેમ ફરતું હતું. આ માણસ અંધારામાં પોતાને જોઈ એકદમ બૂમ પાડી ઊઠે, અને રસ્તા ઉપર જાવટે પહેરો તો મૂક્યો જ હોય, એમ માની તે તરત ખંડેરમાં પાછો ફરી ગયો. પણ કોસેટના હાથ ઉપર હાથ ફેરવવા જતાં જ તે ફરીથી ચમકયો – કોસેટનો હાથ બરફ જેવો ઠંડો પડી ગયો હતો. જીન વાલજિને ગભરાઈને તેને બોલાવી તથા ઢંઢોળી, પણ તે બોલી નહીં. અરે મરી ગઈ કે શું?' એવો વિચાર આવતાં જ તે પગથી માથા સુધી ધ્રૂજતો જતો ઊભો થઈ ગયો. આવી ઠંડી રાતે ખુલ્લામાં સૂવાથી નાની બાળકી મરી જાય તેમાં Page #88 -------------------------------------------------------------------------- ________________ લે મિરાલ્ડ નવાઈ પણ શી? તેણે નીચા નમી શ્વાસોચ્છવાસનો ધબકાર સાંભળવા પ્રયત્ન કર્યો. નહીં જેવો શ્વાસ ચાલતો હતો; પણ થોડા વખતમાં જ કોસેટને પથારી અને અગ્નિનો તાપ ન મળે, તો તે ભાગ્યે જ બચી શકે, એ નક્કી હતું. જીન વાલજિન મરણિયો થઈ હવે બાગમાં ફરતા પેલા માણસ પાસે દોડ્યો. તેણે પોતાના ખિસ્સામાંથી પડીકામાં વીંટેલી ચાંદીના સિક્કાની થપ્પી કાઢી; અને થોડા કૂદકામાં જ તેની પાસે જઈ પહોંચી ધીમેથી કહ્યું, “૧૦૦ ફૂાંક રોકડા, જો તું મને એક રાત તારા મકાનમાં આશરો આપે તો!' પેલો ચમકીને તેના તરફ ફાટી આંખે જોઈ જ રહ્યો. જીન વાલજિનનો મૂંઝાયેલો ચહેરો ચંદ્રના પ્રકાશમાં બરાબર દેખાતો હતો. ઓત્તારી, આ તો મેડલીન બાપુ!' પેલો બોલી ઊઠ્યો. ભલા ભગવાન, તમે અહીં આકાશમાંથી સીધા ઊતરી આવ્યા કે શું? તમને ઓળખતો ન હોય તે તો તમને દેખીને જ છળી મરે. તમારો કોટ ક્યાં? ટોપો કયાં?' “તું કોણ છે ભાઈ ? અને આ કઈ જગા છે?' જીન , વાલજિને નવાઈ પામી પૂછયું. વાહ, એ પણ ખરું! તમે તો મને નોકરી અપાવી છે, અને તે પણ આ મઠમાં જ. છતાં મને ઓળખી શકતા નથી? હું પેલો બુઢ્ઢો ફોશલોં! તમે ગાડા નીચેથી બચાવ્યો હતો તે. વાહ, લોકોની જિંદગીઓ તમે બચાવો છો ખરા, પણ પછી તેમને ભૂલી જાઓ છો ! તે બિચારા તો તમને હંમેશ સવાર-સાંજ પ્રાર્થનામાં યાદ કરતા હોય છે !' જીન વાલજિનને હવે બધું યાદ આવ્યું. તેણે પૂછયું, પણ તારા ઘૂંટણે આ ઘૂઘરો શાનો બાંધ્યો છે? તું અત્યારે આ બગીચામાં શું કરે છે?” Page #89 -------------------------------------------------------------------------- ________________ પીને મઠ કેમ વળી, આ હિમ પડવા માંડયું છે એટલે તરબૂચને ઢાંકું છું. અને ઘૂઘરો તો પેલીઓને ખસી જવાની ચેતવણી મળે તે માટે બાંધ્યો છે.” કોને?' “વાહ, આ મઠમાં માત્ર સ્ત્રીઓ જ રહે છે, અને અને ઢગલાબંધ છોકરીઓ. હું રહ્યો પુરુષ અને પુરુષ સામો મળે તો તેઓને મોટો ગજબ જ થઈ જાય ! માટે મને આ ઘંટ બાંધી રાખ્યો છે, જેથી હું પાસે છું એમ જાણી તેઓ દૂર જતાં રહે. પણ બાપુ, હવે મને કહો તો ખરા કે તમે અહીં આવી શક્યા શી રીતે? આ મઠમાં કોઈ પુરુષ આવી શકતો નથી. માત્ર હું એકલો જ અંદર રહું છું, અને બીજો છેક મોટા દરવાજા પાસેનો દરવાન.” પણ મારેય અહીં રહેવું પડે તેમ છે.' હે! એ કેવી વાત? એ શી રીતે બને?' શી રીતે બને, એ હું ન જાણું. પણ આજે તો તું મારો જીવ બચાવી શકે તેમ છે.” - “ભગવાનની ભારે મહેરબાની થાય, જો હું તમારું ત્રણ થોડું પણ અદા કરી શકું તો, મેડલીન બાપુ. આ ડોસાનો જીવ તમારો જ છે. એમ સમજી લો.’ “તો હું તારી પાસે બે ભીખ માગું છું. એક તો એ કે, મારે વિષે તું જે કંઈ જાણે છે, તે બાબત કશી વાત કોઈને કહેવી નહીં, તથા મારે વિષે કશું વધારે જાણવા માટે પ્રયત્ન કરવો નહીં; બીજી વાત, તારે રહેવાનું જે કાંઈ ઠેકાણું હોય ત્યાં પેલી બચીને જલદી લઈ જઈને તપાડવાની વ્યવસ્થા કર.” હે!” હજુ એક બાળકી પણ અંદર છે?' પરંતુ પછી તે એક શબ્દ પણ વધુ બોલ્યો નહીં. તેને ભરોસો હતો કે મેડલીન બાપુ ભગવાનના માણસ છે, અને તે જે કાંઈ કરતા હશે, તે જીવદયાનું જ કામ હશે. Page #90 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાઇલ અર્ધા કલાકમાં તો કોસેટ એક સારી તાપણીના તાપથી ફરી સજીવ બનીને પેલા બુઢ્ઢા માળીની પથારીમાં ઘસઘસાટ ઊંઘી ગઈ. પીઠનો પ્રાચીન મઠ કઠર તપસ્વિની સાધ્વીઓનો મઠ હતો. વ્રત, તપ, ઉપવાસ અને જપમાં જ તેમનો સમય વ્યતીત થતો. તેમાંય વ્રતનો જે ખાસ દિવસો ગણાય. તે દિવસોમાં તો વળી વિશેષ કઠોર નિયમો તેમને પાળવાના હોતા. સાધ્વીઓની વડી અધ્યક્ષ-માતા ત્રણ વર્ષ માટે ચૂંટાતી. બધી સાધ્વીઓ અધ્યક્ષ-માતાના હુકમોનો સંપૂર્ણ અમલ કરતી. એ વસ્તુ તેમના વ્રત-તપનો એક ભાગ જ ગણાતો. જે વેદીની સમક્ષ સાધ્વીઓએ પોતાની કઠોર સાધનાઓ જીવન દરમ્યાન કરેલી હોય, તે વેદીની નીચેના ઊંડા ભોંયરામાં, મર્યા બાદ, સાધ્વીઓનાં શબ ઉતારવામાં આવતાં. પણ હવે સરકારે વાંધો નાખી એ રિવાજની બંધી કરી હતી, અને દૂર આવેલી જમીન ઉપરના કબ્રસ્તાનના એક ખાસ ખૂણામાં એક ખાસ કલાકે સાધ્વીઓનાં શબ દાટવાની સગવડ કરી આપી હતી. સાધ્વીઓને મન સરકારની એ દખલગીરી અક્ષમ્ય હતી. આ મઠની સાથે કન્યાઓની એક છાત્ર-શાળા પણ જોડેલી હતી. તેમાં ઊંચાં ખાનદાનની તાલેવંત છોકરીઓ જ મુખ્યત્વે દાખલ થતી. નવા ભ્રષ્ટ જમાનાથી કલંકિત ન થાય તે રીતે પોતાની છકરીઓને ઉછેરવાની કેટલાંક માબાપને ખાસ ઈચ્છા રહેતી. પર્વના કેટલાક ખાસ દિવસોએ આ છોકરીઓને ખાસ મહેરબાની તરીકે અને ખાસ અધિકાર તરીકે સાધ્વીઓનો પોશાક પહેરવાની અને એક આખો દિવસ સાધ્વીઓના બધા કઠોર આચારનું અનુસંધાન કરવાની પરવાનગી મળતી. વહેલી સવારે, આંખ ઊઘડતાં જ મેડલીન બાપુને પથારીમાં બેઠેલા તથા ઊંઘતી કેસેટ તરફ જોઈ રહેલા જોઈને Page #91 -------------------------------------------------------------------------- ________________ પીને મઠ ફેશલ પણ બેઠો થઈ ગયો અને માથું હલાવતો બોલ્યો, “મેડલીન બાપુ, તમે છો તો નસીબદાર ! અમારી સાધ્વીઓમાંથી એક આજે મરણપથારીએ પડેલી છે, તેથી તેને માટે ૪૦ કલાકની પ્રાર્થના ચાલવાની છે. અને જો તે મરી જશે, તો પછી મરણ પછીની લાંબી પ્રાર્થના ચાલશે. એટલે આજે તો આ તરફ કોઈ આવવાનું નથી એ નક્કી. પણ પછી જ્યારે નિશાળની છોકરીઓ ચારે બાજુ ભટકતી હોય, ત્યારે તેમની આંખોમાંથી બચવું તમારે માટે અશક્ય છે. તમને બહારથી અંદર લાવવાની યુક્તિ તો મને આવડે તેવી છે – “મારી મદદમાં મારા બુઠ્ઠા ભાઈને અને તેની નાની દીકરીને લાવવા દો” એમ હું કહી શકું; પણ તે માટે એક વાર તમારે બહાર તો જવું પડે ને! તમે જે રસ્તે થઈને અંદર આવ્યા, તે રસ્તે થઈને એક વાર બહાર ન જઈ શકો ?” “અશકય.’ એટલામાં દાંટનો અવાજ આવવા લાગ્યો. આ મઠમાં મૌનનું જ સામ્રાજ્ય હોઈ, દાંટનો અવાજ જ સૌને એકમાત્ર ભાષા બની રહી હતી. ફોશલવે ટના જુદા જુદા અવાજોનો અર્થ સમજતો હતો. તે બોલી ઊઠયો, “લો, એ સાધ્વી મરી ગઈહવે સુધરાઈનો ડાકટર આવી મોતનું સર્ટિફિકેટ કાઢી આપશે.' થોડી વાર બાદ જુદી જાતનો અવાજ આવવા લાગ્યો. ફેશલ બોલ્યો, લો, ડાકટર પાછો ચાલ્યો; હવે સરકાર તરફથી મડદાપેટી આવશે. તે પેટીમાં મડદુ મુકાઈ જશે એટલે પછી મારે જઈને ખીલીઓ ઠોકી, તેનું ઢાંકણ જડી દેવાનું. પછી તે પેટીને બીજે દિવસે સાંજના કબ્રસ્તાનમાં પહોંચાડવા પણ મારે જવાનું.’ એટલામાં ચોથી જાતનો ધાંટ વાગ્યો. ફેશનલૈં તરત ઊભો થઈને બોલ્યો, “આ વખતે ઘંટ મારે માટે વાગે છે. ૧૦ – ૬ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૨ બે સિઝેન્ડ અધ્યક્ષ-માતા મને બોલાવી રહ્યાં છે. હું જાઉં છું. તમે જરાય આઘાપાછા ન થતા. આજ કંઈ અવનવું બનતું હોય એમ લાગે છે.” દશ મિનિટ બાદ કેશલર્વે અધ્યક્ષ-માતાની રૂબરૂમાં જઈને ઊભો રહ્યો. “ફર્વે ડોસા, મેં તમને બોલાવ્યા છે, તે એક ખાસ વાત કરવા માટે.” ભલે માતાજી, હું આપની સેવામાં હાજર છું. આપની પરવાનગી હોય, તો મારે પણ એક વાત આપને કરવાની છે.” ઠીક, પહેલાં તમારી વાત કહો; પણ પછી અમારી વાત તમારે આજે ખાસ લક્ષમાં લેવાની છે. તમને વિશ્વાસુ માનીને એ વાત અમે કરવાનાં છીએ.” જી, આપનો મારા ઉપર વિશ્વાસ છે, એ મારા ઉપર આપની ખાસ કૃપા છે એ હું જાણું છું. મારી વાત એટલી જ છે કે, હું આજ સુધી આ મઠની સેવા વફાદારીથી અને નિષ્ઠાથી કરતો આવ્યો છું. મઠના બગીચાને મેં જાતમહેનતથી સુધાર્યો છે અને તેમાં રૂડાં ફળ હવે નીપજે છે. હું જાતે જ થેલા ભરીને તે બહાર વેચી આવું છું. પણ હવે મારું શરીર ભાગતું જાય છે, અને મઠનું કામ બગડે એ મારાથી સહન થતું નથી. આવી ઠંડી હિમભરી રાતોમાં તો બધાં કોળાં-તરબૂચ ઢાંકી દેવાં પડે છે. મારો એક બુઢ્ઢો ભાઈ છે; તે મારા કરતાં વધુ મજબૂત છે અને બાગકામ વધારે સારું જાણે છે. તેને મારી મદદમાં લાવવા દો. તો મઠનો બગીચો સ્વર્ગના બગીચા જેવો બની રહે. તેને વળી એક નાની દીકરી છે. તે અહીં જ ભણશે અને સંભવ છે કે ભવિષ્યમાં તે સાધ્વી પણ બને.” ફોશલનું બોલવું પૂરું થયું એટલે તરત અધ્યક્ષ-માતા હાથમાંની માળા બંધ કરીને બોલી ઊઠ્યાં – ‘ડોસા, આજ સાંજ સુધીમાં તમે એક લાંબી મજબૂત કોશ મેળવી શકશો?' Page #93 -------------------------------------------------------------------------- ________________ પીને મઠ ‘શું કરવા?’ ભોંયતળમાંથી એક મોટો પથરો ઊંચો કરવા.' . ‘હા માતાજી.’ વર પછી માતાજીએ ડોસાને અત્યંત ચૂપકીદીથી જે વાત કહી, તેનો સાર એ હતો કે, જૈ સાધ્વી આજે મરણ પામ્યાં છે તે ક્રૂસી૦ માતા ભારે ચમત્કારી બાઈ હતાં. મરણ બાદ પણ તે બીજા ચમત્કારો કરીને આ મઠની અદ્ભુત સેવાઓ કરશે એવી સૌને ખાતરી છે. તેમણે પોતાની અંતિમ ઈચ્છા એ બતાવી હતી કે, ગમે તેમ કરીને તેમનું કોફિન (મડદાપેટી) વેદી નીચેના ભાંયરામાં જ ઉતારવું – બહારના કબ્રસ્તાનમાં દાટવા લઈ ન જવું. સરકારે ભલે વેદી નીચે ભોંયરામાં શબ ઉતારવાની અને રાખવાની સખત મના કરી હોય. - ફોશલોંએ એ કામ છૂપી રીતે પતવવામાં મદદ કરવાની ખુશીથી તૈયારી બતાવી. પણ પછી સવાલ એ થયો કે, પેલું જે સરકારી કૅફિન આવે તેનું શું કરવું? તેને તો સ્મશાનમાં લઈ જઈ દાટવું જ જોઈએ. કૅફિન ઊંચકનારા તે ખાલી છે એમ જાણી જાય, તો સરકારી તપાસ થાય. ફોશલોંએ ઉપાય સૂચવ્યો કે, ‘એ કોફિનમાં હું માટી ભરી કાઢીશ, એટલે ઊંચકનારાઓને ખાલી નહીં લાગે.' " ઠીક, તો એ ખાલી કોફિન સ્મશાનમાં જાય, અને દટાય ત્યાં સુધીનું બધું બરાબર હેમખેમ પાર ઉતારવાનું તમારે માથે. એ બધું પતી જાય એટલે તમારા ભાઈને અને તેની દીકરીને કાલે મારી ભેગાં કરજો. અમે તેમને રાખવાનો જરૂર વિચાર કરીશું.' ફોશલોં ડોસો આનંદથી કૂદતો કૂદતો જીન વાલજન પાસે આવ્યો. બધી વાત તેને કહી. ‘હું જો ખાલી કૉફિનને ઠેકાણે પાડવામાં મદદ કરું, તો અધ્યક્ષ-માતા મારા ભાઈને અને ભત્રીજીને મઠમાં રાખવા કબૂલ થયાં છે. ભત્રીજીને તો Page #94 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાયલ હું ફળના થેલામાં ભરીને બહાર લઈ જાઉં અને મારી ઓળખીતી એક ડોસીને ત્યાં એક દિવસ માટે મૂકી આવું. પણ તમને બહાર શી રીતે લઈ જાઉં?” જીન વાલજિને હવે ફોશલવેને મદદ કરવા માંડી. તેણે કહ્યું કે, “ખાલી કોફિનમાં માટી ભરવી એ પણ સલામત નથી. માટી સરકયા કરે, તો ઉપાડનારાને વહેમ જાય જ. તેને બદલે એ કોફિનમાં તું મને જ સુવાડી દે ને!' ફોશલવે ઊછળીને ઊભો થઈ ગયો. ‘તમને?' શા માટે નહિ? મારે અહીંથી બહાર તો જવું જ જોઈએ ને ! રાતે એ કોફિનના ઓરડામાં મને છાનામાના લઈ જવાય એવું છે કે નહિ? છે, પણ કાલે બપોરે છેક ત્રણ વાગ્યે એ કૉફિન ઉપાડનારા આવે અને છેક રાત પડશે એ કોફિન કબ્રસ્તાનમાં પહોંચે, ત્યાં સુધી તમે શ્વાસ લીધા વિના જીવતા રહેશો શી રીતે ?' “મેના ભાગ આગળ પાટિયામાં થોડાં કાણાં પાડી રાખજે. મને ચિંતા એ બાબતની નથી; પણ સ્મશાનમાં પહોંચ્યા પછીનું શું ?' એ વાતની મને જરાય ચિંતા નથી! ઘોરખોડિયો ડોસો મૅસ્ટ્રીન મારો દોસ્ત છે, અને પાકો ગરાડી છે. હું તેને કહીશ: “પીઠું બંધ થાય તે પહેલાં ચાલ જરા ગળું ભીંજવી આવીએ.” એ જરૂર આવશે. પછી હું તેને દારૂથી તરબોળ કરી દઈને દૂણકું બનાવી દઈશ અને પછી એકાદ ટેબલ નીચે સરકાવી દઈશ. ત્યાર બાદ તેના ખિસ્સામાંથી કબ્રસ્તાનનો પરવાનો કાઢી લઈ, એકલો કબ્રસ્તાનમાં પાછો આવીશ. મારી પાસે મારો પરવાનો તો હશે જ. એટલે બે પરવાનાઓથી આપણે બે ચપટી વગાડતાંમાં કબ્રસ્તાનની બહાર નીકળી જઈશું !” Page #95 -------------------------------------------------------------------------- ________________ પીને મઠ બીજે દિવસે સૂરજ આથમવા આવ્યો, ત્યારે કબ્રસ્તાનને રસ્તે એક કોફિન-ગાડી ધીમે ધીમે આગળ વધતી હતી. પોલીસધારા હેઠળ આ કબ્રસ્તાનના દરવાજા પણ રાત પડશે બંધ થઈ જતા; પણ પી૦ના મઠની સાધ્વીઓનાં શબ આ કબ્રસ્તાનમાં એક જુદા ખૂણામાં રાતે જ દાટવાની ખાસ પરવાનગી હતી. સાધ્વીઓનાં શબ દાટવા જે ઘોરખોદુઓ અંદર રહેતા, તેમને પછી મોડી રાતે પરવારીને બહાર નીકળવા માટે ખાસ પરવાના આપવામાં આવતા. બહાર નીકળવા ઇચ્છનારો માણસ પોતાનો પરવાનો દરવાનની ઓરડીના બાકામાંથી નાખે, એટલે દરવાન કકડતી ઠંડીમાં ઓરડીની અંદર રહ્યો રહ્યો એક દોરી ખેંચીને દરવાજાની બારી ઉઘાડે, જેમાંથી પેલો બહાર નીકળી જાય. પરવાના વગર અંદર રહેનાર ઘોરખોદુને બહાર નીકળવા દરવાનને ખાસ ઓળખ આપવી પડે, અને તેનો ૧૫ ફ઼ાંક દંડ થાય તે જુદો. - કબ્રસ્તાનનો દરવાજો આવતાં ફેશલā સાથે ધોરખોદુ તરીકે આવનાર મજૂર પાવડો લઈને હાજર થયો. ફોશલવે એ અજાણ્યા તરફ જોઈને બોલ્યો, “તું ભાઈ કોણ છે? ઘોરખોદુ.” “પણ ઘોરખોદુ તો મૅસ્ટ્રીન બાપુ છે.' તેની તો ઘોર ખોદાઈ ગઈ!' ફોશલ જાણે એમ જ માનતો હોય કે, ઘોરખોદુને તો કદી ઘોરમાં સૂવાનું હોય જ નહીં, તેમ બોલી ઊઠ્યો, “વાહ, એ તે કંઈ બને ?” “કેમ વળી? નેપોલિયન પછી લૂઈ અઢારમો રાજા ગાદીએ આવ્યો; તેમ મૅસ્ટ્રીન પછી હું ગ્રીબિયર આવ્યો છું!' ' કોઈ માણસની છાતીની વચ્ચે તોપનો ગોળો વાગે ને તે જીવતો રહે, તો તેનું મે બુઢા ફોશલવં જેવું થાય. Page #96 -------------------------------------------------------------------------- ________________ લે સિઝેરાલ ખોદેલી કબરના ઢગલા પાસે જઈને હવે ગાડી ઊભી રહી. ફોશલવેંના કપાળેથી પરસેવાનાં ટીપાં સયે જતાં હતાં. કૉફિનની પેટીને દોરડું બાંધી અંદર ધોરમાં ઉતારવામાં આવી. પાદરીએ પ્રાર્થનાના છેલ્લા બોલ ઉચ્ચાર્યા અને પછી સૌ વિદાય થયા. પેલા ધોરખોદુએ હવે પાવડો ઊંચો કર્યા, અને માટીના ઢગલામાં જોરથી ખૂપાવીને માર્ટી સરકાવી. ફાશલવે એકદમ ગાંડાની માફક પેલાને વળગ્યો, ‘ચાલ દાસ્ત, હવે આપણે બેને જ વારંવાર ભેગા થવું પડવાનું; એટલે આપણી દાસ્તી સામેની વીશીમાં જઈ દારૂથી પાકી કરી આવીએ.' c પેલો બોલ્યો, ‘ડોસા, હું તો ભણેલો છું; હું દારૂ પીતો નથી.’ ‘પણ તારાથી દાસ્તીની આ મારી પહેલી માગણી પાછી ઠેલાય જ નહીં. ગળાની તરસ છિપાવીએ, તો જ દિલની તરસ પણ છીપે. ‘કામ પહેલું, પછી બીજી વાત. ડોસા મારે સાત છોકરાં ઘેર ખવરાવવાનાં છે; તેમની ભૂખ જ મારી તરસને સૂકવી નાખે છે.' આમ બોલી પેલાએ બીજો પાવડો ભરીને માટી સરકાવી. પછી ત્રીજો પાવડો માટી સરકતાં તો કૉફિનનું એક વધુ કાણું બંધ થયું અને અત્યાર સુધી હોશમાં રહેલો જીન વાલિજન અંદર બેહોશ બની ગયો. ગ્રીબિયર હવે ચોથો પાવડો ભરવા નમ્યો. તે વખતે તેના જાકીટના ખિસ્સાનું માં જરા પહોળું થયું. ફોશલવેની ચકળવકળ ફરતી આંખો તેમાંથી ડોકિયું કરતા પરવાના ઉપર સ્થિર થઈ. તરત જ તેણે પેલાને ખબર ન પડે તેમ હાથ લંબાવી તે પરવાનો કાર્યો લીધો. પછી પૂરી ઠંડાશથી તેના સામું જોઈ તે બોલ્યો, ‘કેમ અલ્યા શિખાઉ, તારું કાર્ડ તો લેતો આવ્યો છેને ?’ Page #97 -------------------------------------------------------------------------- ________________ પીને મટે ૮૭ ‘શાનું કાર્ડ?’ ‘આ સૂરજ આથમ્યો, એટલે કબ્રસ્તાનના દરવાજા બંધ થશે. પછી કાર્ડ નહિ હોય તો તું બહાર શી રીતે નીકળીશ?’ ‘અરે કાર્ડ આ રહ્યું', એમ કહી પેલાએ ખિસ્સું દબાવ્યું. પણ ત્યાં કા” ન હતું! પછી તો તેણે બંને ખિસ્સાં અંદર હાથ નાખી ઉલટાવી નાખ્યાં. ‘હું ઘેર ભૂલીને આવ્યો કે શું?' પરવાનો ન હોય તો પંદર ફ઼ાંક દંડ!' પંદર ફ઼ાંક ?’ એટલું બોલતાંમાં તો ઘોરખોદિયાના હાથમાંથી પાવડો પડી ગયો. જો હજુ દાડતો જાય, તો દરવાજા બંધ નહીં થયા હોય; તું ઘેરથી જલદી કાર્ડ લઈ આવ. તારું ઘર કયાં છે?” ‘નં. ૮૭, ૩ ૬ વાગીમાં, બુઢ્ઢા, તેં તો આજે મને જીવતદાન દીધું.’ એમ કહી તે મૂઠીઓ વાળીને નાઠો. પછી થોડી વારમાં ડોસાએ કોનનું ઢાંકણું ટાંકણા વડે ઉખાડી નાખ્યું. જીન વાલ્ટેજન અંદર બેહોશ પડેલો હતો. ડોસો એકદમ તો ગભરાઈ ગયો, અને જીન વાજનને ઢ ઢોળવા લાગ્યો. થોડી વારે જીન વાજને ચોખ્ખી હવા મળતાં અને શરીર સારી પેઠે ઢંઢોળાતાં આંખો ઉઘાડી. પછીની વાત ટૂંકી જ છે. બંને જણ કબર ઉપર માટી વાળવાનું કાત પતવી બે પરવાના વડે બહાર નીકળી ગયા. ડોસાએ ધોરખોદુને ઘેર જઈ ખબર આપી કે, ‘તારું કાર્ડ તો તારા ખિસ્સામાંથી માટીના ઢગલામાં પડેલું, તે મને જડયુ છે. કબરનું કામ મેં પૂરું કર્યું હોવાથી હવે તારે કશી ચિંતા કરવાની જરૂર નથી. તારું કાર્ડ મારા કાર્ડ ભેગું દરવાનની ઓરડીમાં નાખ્યું છે.' એક કલાક પછી રાતના અંધારામાં બે માણસો અને એક બાળક પીના મઠેના દરવાજા આગળ આવીને ઊભાં રહ્યાં. Page #98 -------------------------------------------------------------------------- ________________ લે મિરાન્ડ દરવાજો ઊઘડતાં જ ફોશલવે સીધો અધ્યક્ષ-માતા પાસે પહોંચી ગયો. તે તેની રાહ જોતાં જોતાં જ માળા ફેરવ્યા કરતાં હતાં. ફોશલāએ બધું બરાબર પતી ગયાની ખબર કહેતાં તેમણે નિરાંતનો દમ લૂંટ્યો. પછી ફેશલોંએ જીન વાલજનને તથા કોસેટને તેમની સમક્ષ રજૂ કર્યા. બીજે દિવસે બાગમાં એક નહીં પણ બે ઘૂઘરા સંભળાવા લાગ્યા. થોડી વારમાં મઠને ખૂણે ખૂણે વાત ફેલાતાં વાર લાગી નહીં કે ફો ડોસાના ભાઈને મદદનીશ તરીકે લેવામાં આવ્યો છે અને તેની દીકરી મઠની શાળામાં જોડાઈ છે. ૧૩ નવા ચહેરા, નવી પિછાન જીન વાલજિન જે મકાનમાં કોસેટ સાથે પહેલાં રહ્યો હતો, તે નં. ૫૦-૫ર તરીકે ઓળખાતા મકાનમાં આજકાલ ઘણા ફેરફાર થયા હતા. ફેરફાર વધુ ગરીબાઈ અને કંગાલિયત તરફના જ હતા. એ મકાન સામાન્ય રીતે ખાલી જ રહેતું, અને હંમેશા તેને ઉપર “ઓરડા ભાડે મળશે'નું પાટિયું ઝૂલ્યા જ કરતું. પણ નવાઈની વાત એ છે કે, અત્યારે તેમાં કેટલાક ભાડવાત રહેતા હતા. એ મકાનમાં જે ભાડવાતો અત્યારે રહેતાં હતાં, તેઓમાં સૌથી મુફલિસ કહેવાય તેવું ચાર જણનું એક કુટુંબ હતું : બાપ, મા, અને લગભગ ઉમરે પહોંચેલ બે પુત્રીઓ. મા-બાપને ઉપરાંતમાં બાર વરસનો એક છોકરો હતો; પણ તે આ કુટુંબનો મટી, પેરીસ શહેરનો – જાહેર રસ્તાન બની ગયો હતો. માબાપે તેને ફગાવી દીધો હતો અને બચપણથી તેને પોતાની પાંખો વાપરવી પડી હતી. એ છોકરાનું નામ બેવોચ હતું. તેના બાપનું નામ જોન્ટેડ હતું. છોકરો કોઈ દિવસ ઘેર આવી ચડતો, ત્યારે મા Page #99 -------------------------------------------------------------------------- ________________ નવા ચહેરા, નવી પિછાન એટલું જ પૂછતી : ‘ કેમ પધરામણી થઈ છે બેટમજી ?’ અને બાપ પૂછતો : ‘કયાંથી આવ્યો, અલ્યા?' જ્યારે છોકરા પાછો જવા નીકળતો, ત્યારે બાપ વિદાય આપતો : ‘કયાં સવારી ઊપડી ?' ક આ લોકોની ઓરડી માળિયા ઉપર છેક છેડે આવેલી હતી. તેની આ બાજુની ઓરડીમાં માં. મેરિયસ પોન્ટમર્સી નામે એક અતિ કંગાળ જુવાનિયો ભાડે રહેતો હતો. મેરિયસનાં મા અને બાપ તો ગુજરી ગયાં હતાં, પણ તેની માના બાપ દાદા જીલેનોર્માંડ જીવતા હતા. મેરિયસને તે પોતાને ત્યાં રાખતા આવ્યા હતા અને રાખવા ઇચ્છતા હતા; પણ મેરિયસ પોતે તેમનો ત્યાગ કરી, આ કંગાળ હાલતમાં રહેવા આવ્યો હતો. વાત એમ હતી કે દાદા જીલેનોર્માંડ હડહડતા રાજભક્ત હતા. પણ ફ્રાંસમાં થોડા વખત પહેલાં ક્રાંતિનાં પગરણ થયાં હતાં અને રાજા તથા રાજભક્તોની માઠી વલે થઈ હતી. હમણાં વળી ક્રાંતિનાં વળતાં પાણી થયાં હતાં અને રાજા તથા રાજભક્તો જોરમાં આવ્યા હતા. માં. જીલેનોર્માંડને લોકશાહી ક્રાંતિ અને નેપોલિયનના પક્ષના લોકો તરફ ભારે નફરત હતી. પણ તેમની બે દીકરીઓમાંથી નાની અને વહાલી દીકરી, ક્રાંતિના જમાનામાં, નેપોલિયનના લશ્કરના પરાક્રમી સૈનિક કર્નલ પોન્ટમર્સીને પરણી હતી. વૅાટલૂના મહાયુદ્ધ વખતે રણમેદાન ઉપર નેપોલિયને પોન્ટમર્સીની બહાદુરીથી ખુશ થઈ, તેને કર્નલનો હોદ્દો અને બૈરનનું પદ એનાયત કર્યાં હતાં. પણ એ બધું બક્ષનારા નેપીલિયનનો તે જ રણમેદાનમાં અસ્ત થયો. કર્નલ પોન્ટમર્સીની આખી ટુકડી ઓહેઇનના નાળા ઉપર કતલ થઈ ગઈ, અને તે પોતે બેહોશ થઈ મડદાંના ઢગલા નીચે દટાઈ ગયો. મોડી રાતે રણભૂમિ ઉપર મડદાંનો માલસામાન ચોરવા આવેલા થેનારડિય૨ે તેના બહાર દેખાતા Page #100 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાઇલ હાથ ઉપરની વીંટી કાઢવા જતાં, તેને જીવતો જોઈ ઢગલામાંથી બહાર ખેંચી કાઢયો. નેપોલિયનના પતન બાદ ફ્રાંસમાં રાજવંશની ફરી સ્થાપના થઈ. રાજા લૂઈ ૧૮માએ નેપોલિયને આપેલા કશા હોદ્દા કે પદવીઓ મંજૂર ન રાખ્યાં. ૧૮૧૫માં મૅડમ પોન્ટમર્સી એક બાળક પુત્ર મેરિયસને પાછળ મૂકી મરણ પામી. એ પુત્ર બાપની એકલવાયી જિંદગીમાં આનંદનું સ્થાન થઈ પડત. પણ મેં. જીલેનોર્મન્ડે તે બાળક પોતાના હાથમાં સોંપી દેવામાં આવે તો જ તેને પોતાની મિલકતનો વારસદાર બનાવવાનું જાહેર કર્યું; અને હવે ગરીબ બની ગયેલા બાપે છોકરાનું હિત વિચારી એ વાત કબૂલ રાખી. તે પોતે વર્નોનમાં સીન નદીના ડાબા કિનારા ઉપરની નાની વાડીમાં રહેતો અને કામકાજ કરતો. મેં. જીલેનોર્મન્ડ પોતાના જમાઈને ચેપી રોગ જેવો ગણી તેની સાથે કઈ પણ જાતનો સંબંધ રાખતા નહીં. જમાઈ ચોરીછૂપીથી પુત્રને મળવાનો કે તેની સાથે વાતો કરવાનો પ્રયત્ન પણ ન કરે, તેની તે ખાસ કાળજી રાખતા. નાના મેરિયસને એવો ખ્યાલ ઠસાવવામાં આવ્યો હતો કે, તેનો બાપ છે, તે પણ સારો માણસ નથી; અને તેની સાથે કશો સંબંધ રાખવો એ પાપ છે. મેરિયસ પોતાની ૫૦ વર્ષની કુંવારી માસી સાથે સેંટ સપાઇસના દેવળમાં પ્રાર્થના માટે આવતો. ત્યારે પોન્ટમસ પણ એક-બે મહિને ગુપચુપ વર્નાનથી પેરીસ આવી, એ દેવળમાં એક જગાએ થાંભલા પાછળ બેસી, દૂરથી પોતાના છોકરા તરફ આંસુભરી આંખે જોઈ રહેતો. વર્નોનના પાદરીનો ભાઈ મેબોફ પેરીસના એ દેવળનો વર્ડન – અધિકારી હતો. તેણે ઘણી વાર એ દશ્ય નિહાળ્યું હતું. અને પછી પૂછપરછથી તેની કહાણી જાણી લીધી હતી. Page #101 -------------------------------------------------------------------------- ________________ નવા ચહેરા, નવી પિછાન ૧૮૨૭માં મેરિયસે ૧૮માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે એક સાંજે તેના દાદાએ તેને ખબર આપ્યા કે, “કાલે તારે વર્નોન જવાનું છે તારા બાપ અતિશય બીમાર છે અને તને મળવા માગે છે.” એક ગાડી તે દિવસે જ વર્નોન જતી હતી, પણ કોઈએ ખબર ન કાઢી અને મેરિયસ બીજે દિવસે જ વર્નોન જવા નીકળ્યો. સાંજ પડતાં તે વન પહોંચ્યો, ત્યારે સવારના અરસામાં જ મગજના સોજાના તાવથી પટકાયેલો કર્નલ ઘેલછામાં “મારો પુત્ર હજુ ન આવ્યો; હું તેને મળવા જાઉં છું” કહીને પથારીમાંથી કૂદી પડયો હતો અને તરત તેના પ્રાણ નીકળી ગયા હતા. મેરિયસે પહેલી વાર અને છેલ્લી વાર પિતાના પુરુષાતનભર્યા ચહેરા ઉપર નજર કરી; અને પછી તેના દફનનો વિધિ આટોપ્યો. પથારી આગળથી નોકરડીના હાથમાં એક ચબરકી જેવું કાંઈ આવ્યું, તે તેણે મેરિયસને આપ્યું. કર્નલે પોતાને હાથે તેમાં લખ્યું હતું – “મારા પુત્ર માટે. શહેનશાહ નેપોલિયને મને વૉટલૂના રણમેદાન ઉપર બેરન બનાવ્યો છે. મારું લોહી રેડીને મેળવેલા એ પદને અત્યારનું તંત્ર સ્વીકારતું નથી, પણ હું એ પદ મારા પુત્રને બકું છું. તેણે તે ધારણ કરવું. તે એ પદને લાયક નીવડશે, એવી મને ખાતરી છે.” તે ચિઠ્ઠીની પાછળ કર્નલે ઉમેર્યું હતું – “વટલૂના એ જ યુદ્ધમેદાનમાં એક સાર્જ ટે મારું જીવન બચાવ્યું હતું. એ માણસનું નામ થનારડિયર હતું. થોડા સમય પહેલાં, મારી જાણ મુજબ, તે પેરીસના કૅલે કે મેટ) પરામાં એક વીશી ચલાવતો હતો. મારો પુત્ર જો તેને મળે, તો તેણે તેને માટે પોતાનાથી બનતું કરી છૂટવું.” મેરિયસ ૪૮ કલાક વર્નોનમાં રહ્યો. દફનક્રિયા બાદ તે પેરીસ પાછો ફર્યો અને કાયદાશાસ્ત્રના પોતાના અભ્યાસમાં Page #102 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાયલ જોડાઈ ગયો. તેનો બાપ કદી જીવતો હતો, એવો ખ્યાલ પણ તેને ન રહ્યો. મેરિયસે નાનપણની ટેવો ચાલુ રાખી હતી. એક રવિવારે તે સેંટ સવ્પાઈસના દેવળમાં પ્રાર્થના સાંભળવા ગર્યો, ત્યારે તેનું મન કંઈક તરંગે ચડી ગયું. હતું, એટલે થાંભલા પાછળની એક બેઠક ઉપરનું નામ વાંચ્યા વિના તે તેના ઉપર બેસી ગયો. તે બેઠક ઉપર ‘મોં, મેબોફ – દેવળના વૉર્ડન’એવું નામ લખેલું હતું. પ્રાર્થના હજુ શરૂ થતી જ હતી, તેવામાં એક વૃદ્ધ માણસ ત્યાં આવ્યો અને બોલ્યો, ‘ભાઈ, આ મારી બેઠક છે.' મેરિયસ તરત ત્યાંથી ઊઠી ગયો. પ્રાર્થના પૂરી થતાં તે વૃદ્ધ માણસ ફરી તેની પાસે આવ્યો, અને બોલ્યો – ' તમને મેં એ બેઠક ઉપરથી ઉઠાડ્યા તે બદલ ક્ષમા માગું છું. પણ તે બેઠક ઉપર દસ વર્ષ સુધી એક કંગાળ પણ બહાદુર પિતા પોતાના પુત્રને જોવા આવીને બેસતો. પેલા પુત્રને તો પોતાને બાપ છે કે નહીં તેનો ખ્યાલ પણ નહીં હોય. ત્યારથી મારી નજરે આ બેઠક પવિત્ર બની ગઈ છે, અને પરમ પિતાને યાદ કરવા મને એ બેઠક ઉપર જ બેસવાનું ગમે છે. એ બાપ વાટના રણમેદાનમાં નેપોલિયનના સૈનિક તરીકે લડયો હતો, માટે તેના સસરાએ તેના પુત્રને હંમેશને માટે તેના હાથમાંથી ખસેડી લીધો હતો. બાપ વર્તનમાં રહેતો હતો, ત્યાં મા ભાઈ પાદરી છે. તે માણસનું નામ પોન્ટમરી કે મોન્ટપસ એવું કંઈક હતું.' ‘પોન્ટમર્સી !' મેરિયસ ફીકો પડી જઈ બોલી ઊઠયો. · બરાબર, એ જ નામ હતું. તમે તેમને ઓળખો છો કે શું?’ એ જ મારા બાપુ !’ બુઢ્ઢો પોતાના બંને પંજા દબાવી બોલી ઊઠયો ‘ભાઈ, તું જ તેમનો દીકરો થાય? ઠીક બેટા, તું અભિમાન લઈને Page #103 -------------------------------------------------------------------------- ________________ નવા ચહેરા, નવી પિછાન કહી શકે છે કે, તારે એવો બાપ હતો જે તને ખૂબ ચાહતો હતો !' તે દિવસે મેરિયસ તે ભલા ડોસા સાથે વાતો કરતો કરતો તેના મકાન સુધી ગયો. પછી ત્રણ-ચાર દિવસ પ્રવાસનું અને શિકાર-પાર્ટીનું બહાનું કાઢી, ફરી વર્નોન આવી, પિતાની કબરને વળગી, કલાકોના કલાકો સુધી તે રડ્યો. ત્યાંથી પાછા ફરી, કૉલેજની લાઇબ્રેરીમાં જઈ, “મોનિટર” નામની લશ્કરી છાપાની ફાઇલ કેટલાય દિવસ સુધી કલાકોના કલાકો બેસી, તેણે આખી જ વાંચી કાઢી. નેપોલિયન મહા-સૈન્યનાં બુલેટિનો વાંચતાં વાંચતાં જ્યારે પહેલી વાર તેને પોતાના પિતાનું નામ અને તેમના પરાક્રમનો અહેવાલ વાંચવા મળ્યાં, ત્યારે તેને થરથરાટી સાથે તાવ ચડી આવ્યો, અને તે તાવ પૂરું એક અઠવાડિયું રહ્યો. પોતાના પિતાએ જે સેનાપતિઓના હાથ નીચે કામ કરેલું, તે બધાને તે મળી આવ્યો. મેરિયસ હવે આ વિરલ, ભવ્ય તથા નમ્ર માણસને – પોતાના પિતાને – સમજવા લાગ્યો. સમજવા લાગ્યો એટલે ચાહવા લાગ્યો, અને ચાહવા લાગ્યો એટલે પોતાના એ પિતાથી હંમેશને માટે પોતાને અળગો પાડનાર દાદાને અંતરથી ધિક્કારવા લાગ્યો. મેરિયસ હવે પોતાના પિતાએ આપેલ પદના સ્વીકાર રૂપે “બૅન મેરિયસ પોન્ટમર્સી' નામનાં સો કાર્ડ છપાવી લાવ્યો. એ થપ્પી તે પોતાના ખિસ્સામાં જ રાખતો. પિતાએ છેવટના લખેલો કાગળ માદળિયામાં ઘાલી તેણે ગળે બાંધવા માંડયો. પિતાની અંતિમ ઇચ્છા મુજબ તે મેંટપણ જઈ આવ્યો અને થેનારડિયર નામના વીશીવાળાની શોધ કરી આવ્યો. પણ તેને ખબર મળી કે, થેનારડિયરે દેવાળું કાઢ્યું હતું, અને તે કયાં ચાલ્યો ગયો તે કોઈ જાણતું ન હતું. Page #104 -------------------------------------------------------------------------- ________________ લે સિઝેરા પણ મેરિયસની આ ગેરહાજરીઓ તથા તેના સ્વભાવમાં પડતા જતા ફેરફારથી ધીમે ધીમે તેના દાદા કંઈક ચિતામાં પડયા. એક વખત તેવી ત્રણ દિવસની ગેરહાજરી પછી મેરિયસ વહેલી સવારે પેરીસ પાછો આવ્યો. પિતાની કબર પાસે બે રાતોના ઉજાગરાથી તેને થાક લાગ્યો હતો. તેથી તરવાના કુંડમાં નાહવા જવા તે પોતાનું માદળિયું અને કોટ પથારી ઉપર નાખી, ચાલ્યો ગયો. તેના દાદા તેના આવ્યાનો અવાજ સાંભળી તેને મળવા થોડી વાર બાદ ઉપર આવ્યા. ત્યારે તેમને મેરિયસ નહીં પણ તેનું માદળિયું અને કપડાં જોવા મળ્યાં. તેમણે માદળિયામાંની ચિઠ્ઠી તથા ખિસ્સામાંનાં કાર્ડ વાંચી જોયાં અને તેમને બધું સમજાઈ ગયું. મેરિયસ પાછો આવ્યો એટલે તેમણે ગુસ્સામાં આવી તેને સંભળાવી દીધું, “બદમાશ કુત્તા ! મારા ઘરમાંથી નીકળ, હરામજાદા:” મેરિયસ ઘર છોડીને ચાલતો થયો. ક્યાં જવું, તે એ પોતે જ જાણતો ન હતો. રસ્તામાં તેની કોલેજનો એક સહાધ્યાયી લેઇગલ તેને મળ્યો. આગલે દિવસે કોલેજમાં મેરિયસ ગેરહાજર હોવાથી તેના નામ વખતે. હાજર” એમ બોલતાં તે પકડાયો હતો, અને તેને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તે વાત સાંભળી મેરિયસને તેના તરફ સહાનુભૂતિ પેદા થઈ. લેઇગલ એ. બી. સી. મિત્રમંડળ નામના એક ક્રાંતિકારી યુવક મંડળના સભ્ય હતો. એન્જોલરસ, કોમ્બીફેર, કોર્ફોરાક વગેરે તે મંડળના આગેવાનો હતા. તેઓ એક હોટલમાં ગુપચુપ મળતા તથા ચર્ચાઓ કરતા અને ક્રાંતિની યોજનાઓ ઘડતા. લેઇગલ મેરિયસને એ મંડળમાં લઈ ગયો. તે મિત્રમંડળની થોડીઘણી મદદ તથા સલાહથી મેરિયસ કોઈ બુકસેલરને ત્યાં કામે રહ્યો. તે બુકસેલર વિશ્વકોષ Page #105 -------------------------------------------------------------------------- ________________ નવા ચહેરા, નથી પિછાન જેવું તૈયાર કરતો હતો. તેને માટે જર્મન કે અંગ્રેજી ભાષાના લેખોનો અનુવાદ કરી આપવાનું કામ મેરિયસે કરવાનું હતું. લાંબે વખતે સખત પરિશ્રમ, અતિશય સાદાઈ અને કરકસરથી તે વર્ષે સાતસો ફૂાંક કમાતો થયો. તેનું વાર્ષિક કુલ ખર્ચ ૬૫૦ ફ્રાંકથી વધુ નહોતું. અર્થાત્ વરસે દહાડે ૫૦ ફૂક જેટલો તે તવંગર થતો હતો. જોકે આ “સારી સ્થિતિએ પહોંચતાં તેને વરસો વીત્યાં હતાં : મુશ્કેલી અને તંગીનાં કપરાં વરસો. પણ મેરિયસ એકે પ્રસંગે હિંમત હાર્યો ન હતો અને દેવું કરવા સિવાય બીજું બધું જ કામ તેણે કર્યું હતું. દાદાને ત્યાંથી નીકળી ગયે મેરિયસને ત્રણ વર્ષ થયાં હનાં, અને હવે તેની ઉંમર ૨૦ વર્ષની થઈ હતી. મેરિયસ વકીલ થયો હતો, પણ તે કોર્ટમાં વકીલાત કરવા જવાની ઇચ્છા રાખતો ન હતો. તેને પોતાનું લેખકનું કામ વધુ પસંદ હતું. ૧૮૩૧ના મધ્યભાગમાં તેની ઓરડીનું કામકાજ કરતી ડોસીએ તેને જણાવ્યું કે, તેની પડોશમાં રહેતા જન્ડેટ કુટુંબને મકાનમાંથી હાંકી કાઢવાનું છે. મેરિયસ મોટા ભાગનો સમય ઘરની બહાર જ કાઢતો હોવાથી તેને ખબર પણ ન હતી કે તેને પડોશીઓ હતા. તેણે પૂછ્યું : તેમને શા માટે હાંકી કાઢવાના છે?' “કારણ કે તેમણે ભાડું ભર્યું નથી. બે હપ્તાના થઈને ૨૦ ફૂક ચડી ગયા છે.' • મેરિયસની પાસે ૩૦ ફ્રાંકની બચત હતી. તેણે કહ્યું, ડોસીમા, આ ૨૫ ફૂાંક લો; તેમનું ભાડું ભરી દેજો અને પાંચ ફ્રાંક તેમને ખાધા-ખર્ચ માટે આપજો. તેમને કહેશો નહીં કે કોણે આપ્યા છે.” Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મેરિયસના પડોશી આ બધા સમય દરમ્યાન મેરિયસના હૃદયમાં તેના પિતાના નામની સાથે બીજું એક નામ પણ કોતરાયેલું રહ્યું હતું — થેનારડિયરનું. રણમેદાનમાં ગોળીઓના વરસાદ વચ્ચે પોતાના બહાદુર પિતાની જદગી બચાવનાર એ માણસની આસપાસ તેણે વિચિત્ર ભાવભક્તિ સરજ્યાં હતાં. મેરિયસે અવારનવાર વખત કાઢીને તથા ખર્ચ કરીને થેનારડિયરને શોધવા આખો પ્રદેશ તળે ઉપર કરી નાખ્યો હતો. છેલ્લા એક વર્ષથી વધુ વખત થયાં, મેરિયસ લક્ષમબર્ગ બગીચાના એક એકાંત વિભાગ તરફ રાજ ફરવા જતો. તે જ વિભાગમાં એક એકાંત જગ્યાએ એક માણસને તથા તેની દીકરીને એક જ બાંકડા ઉપર રાજ આવીને બેઠેલાં તે જોતો. ડોસો અને તેની દીકરી કેાઈની નજર ન પડે તથા કોઈની ઉપર નજર ન કરવી પડે તે રીતે જ વર્તતાં અને મેરિયસ એ બાબતમાં આદર્શ માણસ હતો. તેને આસપાસ નજર કરવાને આંખો જ ન હતી; અને તેમાંય સ્ત્રીઓ તરફ તો તે ભૂલેચૂકે પણ નજર કરતો નહીં. તે એમ માનતો કે તેનાં કગાળ કપડાં અને તેથી પણ વધુ કંગાળ દેખાવ પર જવાન છોકરીઓ તુચ્છકારભરી નજરે જ જુએ છે. જોકે, ખરી વાત એ હતી કે, મેરિયસનો નિર્દોષ છતાં દૃઢ નિશ્ચયી અને ગંભીર છતાં સરળ ચહેરો નજરે પડતાં જ દરેક સ્ત્રીના વૃદયમાં વહાલ અને વાત્સલ્યનો તાર ઝણઝણ્યા વિના રહી શકતો ન નહીં. પેલી છોકરી બાપ સાથે સતત કંઈ ને કંઈ બોલ્યા જ કરતી. જાણે એના અંતરનો અખૂટ આનંદ તેના મીઠા શબ્દો ૯૬ Page #107 -------------------------------------------------------------------------- ________________ મેરિયસને પડોશી દ્વારા નિરંતર વહ્યા જ કરે છે. અને ડોસો પણ જાણે તે શબ્દો ઝીલવા જ ઉત્સુક હોય, તેમ પોતે બહુ થોડું બોલતો અને પોતાની દીકરી તરફ જ અવર્ણનીય વાત્સલ્યના ભાવથી જોઈ રહેતો. બગીચામાં ફરવા આવનારા જુવાનિયાઓ એ છોકરીને તેના ધ્યાનપાત્ર કાળા પોશાકને કારણે “કુમારી લેનોઇર” (કાજળ-કાળી) કહેતા, અને ડોસાને તેના ધોળા વાળને કારણે મહાશય લેબ્લાન્ક” (શ્વેત-ફણ) કહેતા. વખત થાય અને એ જોડી નજરે પડે એટલે દરેક જણ બોલી ઊઠતું, ‘લો! લેબ્લાન્ક ડોસા તેમના બાંકડે પધાર્યા!' પછીને વર્ષે એવું બન્યું કે, મેરિયસે કશા ખાસ કારણ વિના ૧૦ મહિના સુધી લક્ષમબર્ગ તરફ ફરવા જવાનું છોડી દીધું. છેવટે એક દિવસ ફરીથી જ્યારે તે ત્યાં ગયો, અને પેલા ડોસા તથા તેમની દીકરી બાંકડા આગળ થઈને પસાર થયો, ત્યારે મેરિયસને લાગ્યું કે, જાણે તેને ઘણે વખતે આવેલો જોઈ, પેલી છોકરીના માં ઉપર એક મધુર સ્મિત પસાર થઈ ગયું. મેરિયસ સામાન્ય રીતે બગીચાના એ લાંબા રસ્તા ઉપર પાંચ કે છ આંટા મારતો. બીજા આંટા વખતે જયારે તે એ લોકોના બાંકડા પાસે થઈને પસાર થયો, ત્યારે પેલી જુવાન છોકરીએ પોતાની આંખો અચાનક ઊંચી કરી. મેરિયસના બાકીના આંટા એ લોકોના કશા ખ્યાલ વિના પોતાના ચિંતનની લહેરમાં પૂરા થયા. તે પછીના દિવસોએ મેરિયસ પહેલાંની માફક ત્યાં ફરવા જવા લાગ્યો. ત્યારે બાપ-દીકરીની મોજૂદગી તેના લક્ષમાં આવતી. એ સિવાય તેમનો કશો ખ્યાલ તેના મનમાં રહેતો નહીં. લે૭ Page #108 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાયલ એક દિવસ હવા ખુશનુમા હતી. બગીચો સૂર્યના પ્રકાશ અને છાયાથી ઊભરાઈ રહ્યો હતો. આકાશ જાણે દેવદૂતોએ વહેલી સવારે ધોઈ કાઢયું હોય તેવું નિર્મળ હતું. મેરિયસે પ્રકૃતિના આ દિવ્ય પ્રવાહને ઝીલવા જાણે પોતાના અંતરને ખુલ્લુ કરી દીધું હતું. એવી અર્ધસમાધિની દશામાં તે પેલા બાંકડા આગળ થઈને પસાર થતો હતો, તેવાંમાં પેલી છોકરીએ ઓખો ઊંચી કરી, અને બંનેની નજર એકઠી થઈ. તે રાતે મેરિયસ પોતાની ઓરડીએ પાછો ફર્યો, ત્યારે પહેલી વાર તેની નજર પોતે પહેરેલાં કંગાળ કપડાં તરફ ગઈ. પોતે આ કપડાંમાં રોજ બગીચામાં ફરવા જતો હતો, એ વિચારીને તેનું હૃદય જાણે બેસી જવા લાગ્યું. - બીજે દિવસે કશા ખ્યાલ વિના મેરિયસ પોતાની પાસે જે એક જોડ નવાં કપડાં હતાં, તે પહેરીને લક્ષમબર્ગ તરફ ચાલ્યો. પણ આજે તેણે રોજના રસ્તા ઉપર ફરવાને બદલે એક ફુવારાની આસપાસ વિના કારણ ચક્કર માર્યા કર્યા. પછી નાછૂટકે તે પોતાની રોજની ફરવાની જગા તરફ ધીમો ધીમો વળ્યો. બાંકડો બેત્રણ ઝાડ જેટલો દૂર રહ્યો, પરંતુ તેના પગ જાણે આગળ વધવાની આનાકાની કરવા લાગ્યા. તેને લાગ્યું કે છોકરીનું માં તેના તરફ થોડું વળેલું છે. છતાં તેણે ભારે હિંમતપૂર્વક બહાદુરી દાખવીને આગળ ધપવા માંડયું. પણ કોણ જાણે આજે બાંકડા આગળ થઈને તે પસાર થવા લાગ્યો, ત્યારે કાનનાં ટેરવાં સુધી તે લાલ લાલ થઈ ગયો હતો. પેલી છોકરી શાંતિથી તેના બાપુ સાથે વાતો કર્યે જતી હતી, પરંતુ મેરિયસ તે તરફ નજર પણ કરી શક્યો નહીં! બીજે દિવસે તે બગીચામાં ગયો, ત્યારે બાંકડા સુધી જવાને બદલે અધવચ જ એક બેઠક ઉપર બેસી રહ્યો. દૂરથી પેલી છોકરીનાં કપડાં જ તેની નજરે પડતાં હતાં. Page #109 -------------------------------------------------------------------------- ________________ માયસને પડેલી ત્રીજે દિવસે પણ, બાંકડા સુધી પહોંચ્યા વિના જ ચોપડી વાંચતા વાંચતાં અને નિર્દોષ ચકલાંની ખેલકૂદ જોતો જોતો તે દૂર જ બેસી રહ્યો. આમ એક પખવાડિયું પસાર થઈ ગયું. તે બગીચામાં રોજ જતો, પણ હવે પલા બાંકડાથી દૂર જ બેસી રહેતો. બીજા અઠવાડિયાના છેવટના એક દિવસે મેરિયસ પોતાની બેઠક ઉપર ચોપડી હાથમાં લઈ બે કલાકથી બેસી રહ્યો હતો. તેવામાં અચાનક તે ધ્રૂજી ઊઠ્યો. એક મોટો બનાવ બની રહ્યો હતો. મેં. લેબ્લાન્ક અને તેની દીકરી પોતાને બાંકડેથી ઊઠી ધીમે ધીમે મેરિયસ બેઠો હતો તે તરફ આવી રહ્યાં હતાં. તેને લાગ્યું કે લેબ્લાન્ક તેના ઉપર ખૂબ ચિડાઈને નજર ફેંકી રહ્યા છે. તેણે પોતાનું માથું નીચે ઢાળી દીધું. પરંતુ પેલી જુવાન છોકરી ત્યાં આગળથી પસાર થઈ, ત્યારે મેરિયસ તરફ તેણે કરેલી નજર સ્થિર, મધુર તથા ચિંતાભરી હતી. જાણે મેરિયસને ઠપકો આપતી હોય કે, “કેટલા બધા વખતથી મને દુ:ખી કરવા જ જાણે અમારા બાંકડા તરફ ફરવા આવતા નથી, અને દૂર બેસી રહો છો; તેથી આજે મારે જ મારા બાપુજીને અનેક બહાનાં કાઢી આ તરફ ફરવા લાવવા પડ્યા!' એક આખો મહિનો આ રીતે પસાર થઈ ગયો. મેરિયસ હજુ પણ એ બાંકડા આગળ ફરતો નહીં, પરંતુ પાસે એવી જગાઓએ બેસતો કે પેલી છોકરી તેને જોઈ શકે, અને પોતે તે છોકરીને જોઈ શકે. પેલી છોકરી સ્વસ્થતાથી પોતાના બાપ સાથે વાતોમાં મશગૂલ રહેતી, છતાં મેરિયસ તરફ તેની આંખો અવારનવાર ઢળતી રહેતી. લેબ્લાક ડોસાની નજર બહાર આ વાત લાંબો વખત રહી નહીં. તેણે હવે પોતાની જગા બદલી નાખી – એ જોવા કે મેરિયસ તે તરફ આવે છે કે નહીં. પણ મેરિયસ એ ભૂલ કી જ બેડો. બાપે હવે બગીચામાં આવવાનું જ અનિયમિત Page #110 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાઇલ કરી નાખ્યું – કેટલીક વાર તે એકલો જ આવતો. ત્યારે મેરિયસ બગીચામાંથી વહેલો ચાલ્યો જતો – એ બીજી ભૂલ. પછી તો મેરિયસે તે છોકરીનું ઘર ક્યાં છે તે શોધી કાઢવા તેમની પાછળ પાછળ જવા પ્રયત્ન શરૂ કર્યો. એ ત્રીજી અને મોટી ભૂલ! થોડા દિવસ બાદ મ. લેબ્લાન્ક પોતાનું ઘર જ બદલી નાખ્યું. ઉનાળો પૂરો થયો અને શિયાળો બેસી ગયો. મેં. લેબ્લાન્ક કે તેમની જુવાન પુત્રી એ બેમાંથી કેઈએ લક્ષમબર્ગના બગીચામાં ફરી પગ મૂક્યો ન હતો. મેરિયસને હવે પોતાની ભૂલ સમજાઈ. એક દિવસ શિયાળાની અધવચ કારમી ઠંડીનાં છ અઠવાડિયાની શરૂઆતમાં થોડો ઘણો ઝબકેલો સૂર્ય આથમવાની તૈયારીમાં હતો, તેવામાં મેરિયસ હોટલ તરફ જમવા નીકળ્યો. તે વિચારમગ્ન દશામાં નીચે મેએ ચાલતો હતો, તેવામાં સામેથી દોડતી આવતી બે ચીંથરેહાલ છોકરીઓ સાથે તે ટિચાયો. તે બંને છોકરીઓ “પોલીસદાદા' વિષે વાતો કરતી કરતી, જાણે તેમના હાથમાં પકડાતી ભાગી છૂટી હોય તેમ. પાછું જોતી જોતી નાસતી હતી. એ છોકરીઓ પાસેથી તે જ વખતે કશુંક પરબીડિયા જેવું નીચે ગબડી પડ્યું. મેરિયસે તે ઉપાડીને જોયું તો તેમાં કાગળો હતા. તેણે થોડાં ડગલાં પાછા ફરી તેમને બૂમ પાડી, પણ પેલી છોકરીઓ દૂર નીકળી ગઈ હતી. ઘેર જઈ, કંઈ સરનામું મળે તો તે કાગળ ટપાલમાં રવાના કરવાને હિસાબે મેરિયસે વાંચવા માંડ્યા. તે કાગળો ચાર જુદા જુદા સજજનો અને સન્નારીઓ ઉપર લખેલા હતા. કાગળોના હસ્તાક્ષર એક જ જાતના હતા, પણ દરેકમાં લખનારનું નામ અને વિનંતિ જુદી જાતનાં હતાં. એક કાગળમાં તેણે પોતાની જાતને પરદેશી નિર્વાસિત જણાવ્યો હતો. તો Page #111 -------------------------------------------------------------------------- ________________ મેરિયસને પડોશી ૧૦૧ બીજામાં પોતાને તંગી વેઠતો સાહિત્યકાર કે કલાકાર જણાવીને પૈસાની મદદ માગી હતી. એક કાગળમાં તો પોતાને પતિથી તાયેલી બીમાર–અપંગ બાઈ તરીકે ઓળખાવી હતી અને પોતાની છોકરીઓને મદદની આશાએ મોકલી છે, એમ જણાવ્યું હતું. છેલ્લા કાગળ અમુક દેવળમાં નિયમિત હાજરી આપતા દયાળુ દાનવીર સદ્ગૃહસ્થને લખેલો હતો. તેમાં તો પુત્રી સાથે પોતાને ઘેર પધારી પોતાની કંગાળ પરિસ્થિતિ નજરે જોઈ મદદ કરવા વિનંતિ કરી હતી, અને પોતાના ઘરનું સરનામું બરાબર મેરિયસની તદ્દન જોડેની ઓરડીનું જ આપ્યું હતું! મેરિયસને તરત સમજાઈ ગયું કે, પોતાની પડોશમાં રહેતો કુટુંબી જ આ કાગળોનો લખનાર છે, અને આ રીતે જુદે જુદે નામે મદદ માટે કાગળો લખીને ગુજરાન ચલાવે છે! એ આખા મકાનમાં એના અને મેરિયસના સિવાય બીજું કઈ ભાડવાત હતું જ નહીં. સવારમાં ઊઠીને મેરિયસ પોતાના રોજના લખવાના કામે બેસતો જ હતો, તેવામાં તેની ઓરડીના બારણા ઉપર ટકોરો પડ્યો. તેણે બારણું ઉઘાડવું, તો એક છોકરી સામે ઊભી હતી. “આપને માટે એક કાગળ છે, મેં. મેરિયસ.' મેરિયસે કાગળ વાંચ્યો. અંદર લખ્યું હતું: મારા માયાળ પડોશી, જવાન મિત્ર ! તમે છ મહિના પહેલાં મારું ભાડું ચૂકવી દઈને મારા તરફ દર્શાવેલી મમતાથી હું વાકેફ છે. મારી મોટી દીકરી કહી શકશે કે અમે ચાર જણાંએ બે દિવસથી મોંમાં એક કોળિયો પણ મુક્યો નથી. મારી સ્ત્રી પથારીવશ છે. આપ જરૂર કંઈક મદદ કરશો. આપનો, એડ્રેટ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ લે મિઝરાયલ “તા. ક. મારી દીકરી આપનો હુકમ મળતા સુધી આપની તહેનાતમાં હાજર રહેશે.” આ કાગળે મેરિયસના મનમાં રહીસહી શંકા પણે નાબૂદ કરી દીધી. તેનો પડોશી આ રીતે જ પોતાનો નિર્વાહ ચલાવતો હતો. તેની છોકરીઓ પણ જે રીતે પોલીસનું નામ દેતી દેતી ભાગી છૂટી હતી, તે ઉપરથી સમજાતું હતું કે, તેઓ પણ અંધારાના છાના ધંધા પોતા થકી ચલાવતી હતી. તે છોકરીઓની ઉંમર, કંગાલિયત અને ભ્રષ્ટતાનો વિચાર આવતાં મેરિયસને કમકમાં આવી ગયાં. પેલી છોકરી આ દરમ્યાન આખા ઓરડામાં જરા પણ સંકોચ વિના ફરતી હતી તથા બધી ચીજો ઉપાડી ઉપાડીને જોતી હતી. અરીસો દેખી તે તરત તેમાં મોટું જોવા મંડી તથા નાટકનું ઇચ્છી ગાયન ગાવા લાગી. ચોપડીઓ દેખી એકાદ હાથમાં લઈ તે બોલી ઊઠી : “મને વાંચતાં આવડે છે; જુઓ વાંચું?' એમ કહી એક ચોપડીમાંથી એક વાક્ય તેણે વાંચ્યું. તેમાં વટલું શબ્દ આવતાં તે બોલી ઊઠી, “વટલ્ ! હું તેની વાત જાણું છું. મારા બાપુ ત્યાં લશ્કરમાં હતા.' પછી ટેબલ ઉપર કલમ પડેલી દેખી તે બોલી, “મને લખતાં પણ આવડે છે જુઓ લખું?” એમ કહી, ટેબલ ઉપર પડેલી એક ચબરકી ઉપર તેણે લખ્યું – “પોલીસદાદા આવી પહોંચ્યા.” પછી મેરિયસની પાસે જઈ તેને ખભે હાથ મૂકી તે બોલી, કહું છું, જુઓ અક્ષર કેવા છે? હું અને મારી બહેન નાનપણમાં ભણ્યાં હતાં. અમે પહેલેથી આવાં ન હતાં, અમે સારા ઘરનાં માણસ હતાં. તમે પણ મેં મેરિયસ બહુ સુંદર જુવાન છો. તમે મારી તરફ કદી નજર કરતા નથી; પણ હું તમને દાદર ઉપર ઘણી વાર ભેગી થાઉં છું. તમારા વાળ તમારા મોં ઉપર કેવા શોભે છે!” Page #113 -------------------------------------------------------------------------- ________________ મેરિયસના પડેાશી ૧૩ મેરિયસ એકદમ તેની પાસેથી દૂર ખસી ગયો; અને ઠંડા શબ્દામાં બોલ્યો, ‘બાનુ, મારી પાસે આ પરબીડિયું છે; તે કદાચ આપનું હોય એમ લાગે છે. કાલે રસ્તા ઉપરથી મને મળ્યું હતું.' એ પરબીડિયું જોતાં જ તે તાળી પાડતી બોલી ઊઠી, ‘હું ને મારી બહેન કાલે તેને કેટલું બધું શોધતાં હતાં? અમે રસ્તા ઉપર થઈને ભાગતાં હતાં ત્યારે મારી નાની બહેને તે પાડી નાખ્યું હતું. તે ખરેખર ગધેડી છે. મારની બીકે અમે ઘેર આવી એવું જ કહ્યું હતું કે, બધા કાગળો પહોંચાડી દીધા છે. હવે સમજાયું! મારી બહેન અને હું દોડતાં દોડતાં એક જણ સાથે ટિચાયાં હતાં, તે તમે જ હશો!' પછી તેમાંથી દેવળવાળા દાનવીર સગૃહસ્થનો કાગળ જુદા કાઢીને તે બોલી, ‘આ ભાઈસાહેબને દેવળમાં આપવાનો આ જ વખત છે. કદાચ નાસ્તા જોશું તો આપશે.' પછી તેણે હસતાં હસતાં ઉમેયુ` કે, ‘આજે અમને નાસ્તો મળે, તો અમે શું ખાધું કહેવાય, ખબર છે, માં. મેરિયસ ? પરમ દિવસનો નાસ્તો અને ભોજન, તથા ગઈ કાલનો નાસ્તો અને ભોજન એ બધું આજે સવારે એકી વખતે અમે પામ્યાં એમ કહેવાય!' એની આ કરુણ મજાકથી મેરિયસને છોકરીના આવવાનું કારણ યાદ આવ્યું. તેણે ખિસ્સાં ફંફોસીને પાંચ ફ઼ાંક અને ૧૬ સૂ કાઢયા. દુનિયામાં અત્યારે તેની પાસે એટલી જ મૂડી હતી. તેણે તે દિવસના ભોજન પેટે ૧૬ સૂ કાઢી લઈ, પાંચે ફ્રાંક પેલી છોકરીને આપી દીધા. છોકરી ચાલી ગઈ. મેરિયસ હવે પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. તેની પાસે જ - એક ભીંતની આડ પાછળ આ બધું દુ:ખદારિદ્રય તેની સોળે કળાએ ધૂઘવતું હતું; છતાં તેણે પોતાની લહેમાં મગ્ન રહીને તે તરફ્ નજર પણ કરી ન હતી. જે ભીંત Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ લે મિઝેર પોતાના આ દુઃખી પડોશીઓથી પોતાને છૂટી પાડતી હતી, તે તરફ તેણે અચાનક નજર કરી. એ ભીંત થાંભલા અને પાતળી ચીપટો ઉપર કરેલા પાતળા પ્લાસ્ટરની જ હતી. મેરિયસની નજર અચાનક ભીંતના ઉપરના ભાગમાં એક જગાએથી પ્લાસ્ટર નીકળી જવાથી પડેલા ત્રિકોણ બાકા ઉપર પડી. જે દુ:ખદારિદ્રય તરફ તે અત્યાર સુધી આંધળો રહ્ય હતો, તેના પ્રત્યક્ષ દર્શનથી પોતાના પસ્તાવાને શાંત પાડવા, મેરિયસ પથારીમાંથી એક કબાટ ઉપર ચડીને એ બાકામાંથી ઓરડાની અંદર જોવા લાગ્યો. ત્યાં જે ગંદકી, અવ્યવસ્થા અને માણસનો તથા વસ્તુનો ભંગાર મેરિયસની નજરે પડ્યાં. તેથી તે કંપી ઊઠયો. થોડી વાર બાદ પેલી મોટી છોકરી હાંફતી હાંફતી તે ઓરડામાં દાખલ થઈ અને રાજી થતી થતી બોલી – તે આવે છે !' “કોણ?” બાપે પૂછ્યું. પેલા દાનવીર સંગૃહસ્થ, દેવળવાળા! મેં દેવળમાં તેમને કાગળ આપ્યો તે વાંચીને જ તે બોલ્યા કે, “મારી દીકરીને કંઈક વસ્તુઓ ખરીદવાની છે, તે પરવારીને, હું તથા તે બંને તમારે ત્યાં આવીએ છીએ.” તરત જોવૅટે ચારે બાજુ ભાંગફોડ શરૂ કરી દીધી - ફાટેલાં કપડાં વધુ ફાડી નાખ્યાં, ખુરશીની તૂટેલી ગાદી વધુ તોડી નાખી, અને નાની દીકરી પાસે મુક્કી મરાવીને બારીનો એક કાચ તોડાવી નાખ્યું. કાચ ફોડવા જતાં છોકરીના હાથની ચામડી ચિરાઈ ગઈ અને તે રડવા લાગી. એટલે બાપે પોતાના ફાટેલા ઝભ્ભામાંથી તરત એક ચીંદરડો ફાડયો અને તેને બાંધ્યો. તે ચીંદરડાને લોહીથી તરબોળ થયેલો જોઈ, બાપને અત્યંત સંતોષ થયો. પોતાની સ્ત્રીને પણ ધમકાવીને તેણે કહ્યું કે, “તું પથારીમાં ગોટપોટ થઈને સૂઈ જા. નહીં તો Page #115 -------------------------------------------------------------------------- ________________ મેરિયસને પડોશી ૧૦૫ તારું બળદિયા જેવું શરીર જોઈ, કોઈ તને માંદી નહીં માને. મેં ચિઠ્ઠીમાં તો લખ્યું છે કે, તું મરવા પડેલી છે !' પેલી સ્ત્રી પતિએ આપેલા ઇલકાબથી ઘૂરકતી ઘૂરકતી પથારીમાં લપાઈ ગઈ. મેરિયસ બાકામાંથી આ નાટક તરફ કૌતુક અને દુ:ખ સાથે જોઈ રહ્યો. થોડી વારમાં બારણા ઉપર ટકોરા પડ્યા અને જે બે જણ તે ઓરડામાં દાખલ થયાં, તેમને જોઈને મેરિયસ કબાટ ઉપરથી પડતો પડતો રહી ગયો. તે બે મેં. લેબ્લાન્ક અને કુમારી લેૉઇર જ હતાં! જોકે લેનૈઇર આજે શોકનાં વસ્ત્રમાં ન હતી. જોન્વેટની મોટી દીકરી તો તેનો રેશમી પોશાક અને તેના મોહક પ્રસન્ન મુખ તરફ મેલી નજરે જોઈ રહી. જોવૅટે પોતાની કરુણ કહાણી હૃદયદ્રાવક રીતે રજૂ કરી. પણ મેરિયસને લાગ્યું કે, તે વચ્ચે વચ્ચે આ “દાનવીર સદગૃહસ્થ” તરફ કેઈ વિચિત્ર નજરે જોયા કરતો હતો. પેલાં બાપ-દીકરી હવે જોન્ડેટની ઘવાયેલી નાની દીકરીને તેના ઘા બાબત પૂછપરછ કરવા વળ્યાં. તે દરમ્યાન જોડ્રેટ પોતાની ધણિયાણીની પથારી તરફ સરકી ગયો અને તેના કાનમાં ધીમેથી કહી આવ્યો, “આ ડોસાને બરાબર ધ્યાનથી જોઈ લેજે, કંઈ ઓળખાણ પડે છે?' પેલા ડોસા બને તેટલી સહાનુભૂતિ પ્રગટ કરીને છેવટે ઊડ્યા, અને બોલ્યા, “અત્યારે તો મારી પાસે પાંચ જ ફ્રાંક છે, તે લો. તમે કહો છો કે, તમારે ઘરભાડું આજ સાંજે આઠ વાગ્યે જ ચૂકવવાનું છે, નહીં તો તમારે આ ઓરડો પણ ખાલી કરવો પડશે; તો હું આજ સાંજે છ વાગ્યે સાઠ કૂક જરૂર જાતે આવીને આપી જઈશ.' મોં. લેબ્લાન્ક પોતાની દીકરી સાથે ઘોડાગાડીમાં બેસી ચાલતા થયા. મેં. મેરિયસને એક વાર માઁ લેબ્લાન્કની Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ લે મિઝરાઇલ પાછળ બીજી ઘોડાગાડીમાં દોડી જઈ તેમનું નવું રહેઠાણ જોઈ આવવાનું મન થયું; પણ તેની પાસે ઘોડાગાડીના ભાડાના પૈસા જ ક્યાં હતા? છેલ્લા પાંચ ફ્રાંક તેણે આ પડોશીને જ આપી દીધા હતા. આમ વિચારમાં અને મુંઝવણમાં તે પડ્યો હતો, તેવામાં ભીંત પાછળથી તેને જોવૅટનો કર્કશ અવાજ સંભળાયો: મને પૂરેપૂરી ખાતરી છે કે, મેં તેને બરાબર ઓળખ્યો છે. એ ડોસા વિષે જ વાત ચાલે છે એમ જાણી, મેરિયસ ફરી કબાટ ઉપર ચડી પેલા બાકામાંથી જોવા લાગ્યો. એ ડોસા અને તેની દીકરી વિષે માહિતી મેળવવા તો તે આકાશપાતાળ એક કરવા તૈયાર હતો. જોડેટની સ્ત્રી આભી બની પૂછવા લાગી, “હે ખરી વાત? તમને ખાતરી છે?' . જોવૅટે કહ્યું, “આઠ વર્ષ પહેલાંની વાત છે; પણ મેં તેને બરાબર ઓળખી કાઢયો છે. એ બદમાશ કોસેટને લઈ ગયો તેમાંથી જ આપણી આ અવદશા શરૂ થઈ છે. અને એ કોસેટડી તો જો, કેવી રાજરાણીની પેઠે ઠઠારો કરીને ફરે છે?' - પેલી ધણિયાણી એથીય વધારે ફૂંફાડો કરતી બોલી, એ રાંડનું કાળજું તોડીને ચાવી ખાઉં! મારી છોકરીઓ ઉઘાડે પગે અને ફાટેલે કપડે ભીખ માગતી ફરે, અને એ ડાકણ રેશમી કપડાં અને મખમલની હૅટ પહેરે ! એ હેંટ જ બસો ફૂકથી વધુ કિંમતની હશે.” પેલો હવે ધીમે ધીમે મક્કમતાથી બોલ્યો, “બસ, હું બહુ દહાડા ભૂખે મરતો અને ટાઢે થથરતો માણસ રહ્યો. પણ હવે એ બદમાશ મારા હાથમાં આવ્યો છે. આજે જ હું થોડા ગુંડાઓની સગવડ કરી આવું છું. આજે સાંજે સાડ ફ્રાંક આપવા ને અહીં આવવાનો છે; તે વખતે આપણો પડોશી જુવાન તો જમવા ગયો હશે, અને અગિયાર વાગ્યા Page #117 -------------------------------------------------------------------------- ________________ મેરિયસને પડોશી વિના તે પાછો ફરતો નથી, મકાનવાળી ડોશી પણ વાસણ માંજવા શહેરમાં ગઈ હશે. બસ તે ઘડીએ જ બરાબર લાગ છે. એ ડોસાને નિચોવી આજે લખપતિ ન થાઉં, તો કાલથી મને ગધેડો કહેજે!” જોવૅટે ત્યાર બાદ ધણિયાણીને બે ફ્રાંક આપ્યા અને કહ્યું, “કોલસાની વખારમાંથી કોલસા ખરીદી લાવી સગડી બરાબર ધિકાવી ધણિયાણીએ થોડાક પૈસા ખાવાનું લાવવા માગ્યા, ત્યારે તેણે કહ્યું, “નહીં, નહીં, આજે તો મારે હજુ ઘણી ઘણી ચીજો લાવવી પડશે. એક તો મોટી ફરસી લાવવી છે. તેને તપાવીને લાલચોળ કરીને તેના વડે જ તિજોરીની પેઠે પેલાને કોચી કોચીને બધા પૈસા કઢાવવા છે. આજે જરા ધાનની ભૂખ વેઠ, કાલથી તો તું સોનું જ જમતી હોઈશ, સોનું!' મેરિયસને હવે થનારડિયરની યોજનાની કંઈક સમજ પડવા લાગી. કુ. લેનોઇને જ એ કેસેટ નામે કહે છે, એ પણ તેને સમજાયું. એ લોકોનું પેલા વૃદ્ધ સદ્ગૃહસ્થ કોસેટના સંબંધમાં શું નુકસાન કર્યું હતું, તે એને બરાબર ન સમજાયું; પણ આજે આ લોકો કેટલાક જાણીતા ભાડૂતી ગુંડાઓની મદદથી અને તપાવેલી ફરસીના ત્રાસથી તેની પાસે પૈસા પડાવવા જાનને જોખમે પ્રયાસ કરવાના, એની તેને ખાતરી થઈ ગઈ. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૫. મેરિયસ પગલાં ભરે છે પોતે જેને અંતરથી પ્રેમ કરતો હતો, તે કોસેટને તથા તેના પિતાને જાનના જોખમમાંથી બચાવવાની તક પોતાને મળી, તેથી મેરિયસ એકદમ ઉત્સાહમાં આવી ગયો. પણ તેમને આ જોખમમાંથી બચાવવાં શી રીતે, તેની તેને સમજ પડતી ન હતી. તે બાપ-દીકરીના સરનામાની તેને ખબર ન હતી, એટલે તેમને તે ચેતવે શી રીતે? પોતે બહાર રસ્તા ઉપર ઊભો રહી, મેં. લેબ્લાન્કને મકાનમાં જતા રોકવા જાય, તો જન્ડેટ અને તેના મળતિયા તેને જોઈ જાય અને પહેલો તેને જ પૂરો કરે! એક વાગી ચૂક્યો હતો. અને એ કારમો બનાવ બનવા વચ્ચે હવે પાંચ જ કલાક બાકી હતા. તરત તે પાસેના પોલીસથાણા તરફ દોડયો. વડા સાહેબ હાજર નહોતા; તેમના વતી ઇન્સ્પેકટર ત્યાં બેઠો હતો. મેરિયસે તેની પાસે જઈ, આખા કાવતરાની વાત તેને કહી, અને પૂરેપૂરું સરનામું બતાવ્યું. ઇન્સ્પેકટર બહુ થોડું બોલનાર માણસ હતો. તેણે કહ્યું, એ મકાનને હું બરાબર જાણું છું. ત્યાં રહેનારા બધા ભાડવાતો રાતે અંદર દાખલ થવા માટે દાદરના બારણાના ઉલાળાની પોતપોતાની જુદી ચાવી રાખે છે, તમારી ચાવી મને આપી દો.” મેરિયસે ચાવી આપી. જવાબમાં પેલાએ પોતાનાં બે જંગી ખિસ્સામાંથી બે નાની પિસ્તોલો કાઢીને મેરિયસને આપી અને કહ્યું, “આ દરેકમાં બબ્બે કારતૂસ છે. તમે અબઘડી ૧૦: Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ મેરિયસ પગલાં ભરે છે છાનામાના તમારી ઓરડીમાં જઈને સંતાઈ જાઓ. તે લોકોને એમ જ લાગવું જોઈએ કે, તમે બહાર જ ચાલ્યા ગયેલા છો. તમારે તમારી ઓરડીના બાકામાંથી જોયા કરવું. એ માણસોને તેમના કામમાં થોડા આગળ વધવા દેજો. પછી જ્યારે તમને લાગે કે છેવટની અણી આવી ગઈ છે, ત્યારે આમાંની એક પિસ્તોલ છત તરફ ફેડજો. એ નિશાની થતાં, બાકીનું બધું હું બરાબર સંભાળી લઈશ. તમે વકીલ છો એટલે આવી બાબતમાં છેવટની અણી કઈ કહેવાય, તે બરાબર સમજી શકશો. દરમ્યાન મારી કંઈ જરૂર પડે, તો અહીં આવજો. અથવા મને ખબર કહેવડાવજો. મારું નામ ઇન્સ્પેક્ટર જાવટે છે.” મેરિયસ ઘર ભણી આવવા નીકળ્યો, ત્યારે રસ્તામાં તેણે જોન્વેન્ટને એક દુકાનમાંથી ધોળા લાકડાના હાથાવાળી એક મોટી ફરસી લઈને નીકળતો જોયો. મેરિયસ એકદમ થોભી ગયો. જોડ્રેટ બીજી તરફ ચાલ્યો ગયો, પછી તે મકાન તરફ આવ્યો; અને અંગૂઠા ઉપર ચાલતો હોય તેમ દાદર ઉપર ચડ્યો. ભાડે આપવાની ખાલી કોટડીઓના બારણા પાસે થઈને પસાર થતી વખતે મેરિયસે જોયું કે, એક કેટડીમાં બારી નીચે ચારેક માથાં છુપાઈને ગોઠવાયેલાં છે. મેરિયસ સામાન્ય રીતે બહાર જતી વખતે પોતાની ઓરડીના બારણાની ચાવી બારણામાં જ રહેવા દેતો. મકાનવાળી ડોસી તેને વારંવાર કહેતી કે, “તમારો ઓરડો લૂંટાઈ જશે !' મેરિયસ હસીને જવાબ આપતો, “મારા ઓરડામાંથી મારી દરિદ્રતા સિવાય બીજું શું લૂંટી જવાનું છે?' આજે પણ મેરિયસ બારણાની ચાવી બારણામાં રાખીને જ અંદર પેસી ગયો, જેથી તે હજુ બહારથી આવ્યો જ નથી, એમ રોજ જોનારને લાગે. જોન્ડેટ વખતસર ઘરમાં આવી ગયો. પત્નીને ફરસી અંગારામાં મૂકવા તેણે કહ્યું, તે મેરિયસે સાંભળ્યું, પછી છ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ વાગ્યાના અરસો થતાં જોçટે પોતાની બંને દીકરીને રસ્તા ઉપર ચોકી રાખવા ધીમેથી કંઈક સૂચનાઓ આપી. પછી પાછો મોટેથી તેનો અવાજ સંભળાયો – ડોસી શહેરમાં ગઈ ને?' હા.” આપણા પડોશીના ઓરડામાં કોઈ નથી એની ખાતરી છે ને?' “આજ આખો દિવસ તે આવ્યો જ નથી; અને અત્યારે તો તેને જમવા જવાનો વખત પણ થયો.' તોપણ ખાતરી કરી જોવામાં શું બગડે છે? બેટા, મીણબત્તી લઈને જોઈ આવ તો!' મેરિયસ તરત ખાટલા નીચે સરકી ગયો. પેલી મોટી છોકરી બારણું ઉઘાડી અંદર આવી, અને અરીસામાં પોતાનું મોં જોઈ પોતાના વાળ સમ કરી, ગાતી ગાતી બારણું બંધ કરીને ચાલી ગઈ. થોડી વાર બાદ બંને છોકરીઓ રસ્તા ઉપર ચોકી રાખવાના કામે દાદર ઊતરી વિદાય થઈ. ત્યાર બાદ મેરિયસ બાકી આગળ જઈને ખડો થઈ ગર્યો. જોડ્રેટ પોતાની પત્નીને તેનું કામ સમજાવતો હતો. જો આ તુમાં તે ઘોડાગાડીમાં જ આવશે. તું ફાનસ સળગાવીને નીચે ઊભી રહે. તે દાદર ઉપર ચડે ત્યાં સુધી તેને ફાનસ ધરજે, પછી તે આપણી ઓરડીમાં દાખલ થાય એટલે તરત નીચે જઈ પેલા ઘોડાગાડીવાળાને પૈસા ચૂકવીને વિદાય કરી દેજે. લે આ પૈસા.” જોન્વેટ હવે ઓરડીમાં એકલો પડ્યો. તેણે અંગારા ઉપરની ફરસીને થોડી ફેરવી જોઈ; તેની આગળ કશી આડ જેવું ઊભું કર્યું. પછી ખૂણામાં પડેલા દોરડાંના ઢગલા તરફ તે ગયો અને કશુંક તપાસવા લાગ્યો. મેરિયસે જોયું કે તે Page #121 -------------------------------------------------------------------------- ________________ મેરિયસ પગલાં ભરે છે લાકડાના ગોળવા બાંધેલી દોરડાની નિસરણી હતી. દોરડાને બે છેડે ભરવવા માટે લોઢાના બે મોટા આંકડા બાંધેલા હતા. બીજો પણ લોઢાનાં ઓજારોનો ઢગલો નવો ખડકેલો હતો. છને ટકોરે મેં. લેબ્લાન્ક ઓરડામાં દાખલ થયા. તેમણે ૮૦ ફૂાંક ટેબલ ઉપર મૂક્યા અને કહ્યું, “આ તમારા ભાડા માટે તથા બીજી તાત્કાલિક જરૂરિયાત મટે છે. હવે વધુ કેટલા જાઈએ તે માટે આપણે વિચાર કરીએ.' પણ એ વિચાર શરૂ થાય તે પહેલાં એક પછી એક ચાર માણસો મેશથી મોં રંગીને અંદર આવ્યા અને એક બાજુ ગોઠવાયા. જોન્ટેટે હસીને કહ્યું, “તેઓ મિત્રો છે, અને નજીકમાં રહે છે, કેલસામાં કામ કરવાનું, એટલે તેઓ કાળા છે.’ પણ એટલામાં તો બીજા ત્રણ માણસો કાળા કાગળના બુરખાઓ પહેરી અંદર દાખલ થયા. તેમના હાથમાં લોઢાની મોગરી, ત્રિકમ અને કુહાડી જેવાં હથિયારો હતાં. જોવૅટે હવે પોત પ્રકાશ્ય. તે સીધો મેં લેબ્લાન્ક તરફ ધસ્યો અને ત્રાડ નાખીને બોલ્યો, “તે હજી મને ઓળખ્યો કે નહીં? મારું નામ શેનારડિયર, હું મોંટનો વીશીવાળો! હવે મને ઓળખ્યો?' મેરિયસે તેની ઓરડીમાં રહીને આ સાંભળ્યું, તેની સાથે તેના માથા ઉપર વીજળી તૂટી પડ્યા જેવું થઈ ગયું. પિસ્તોલનો ઘોડો દબાવવા જતો તેનો જમણો હાથ ધીરે ધીરે નીચે નમી ગયો. જે નામ તેણે વર્ષો સુધી રહ્યા કરીને હૃદય ઉપર પોતાના પિતાના વીલ સાથે ધારણ કરી રાખ્યું હતું, તે નામ ધારણ કરનાર માણસ મળ્યો ત્યારે તે કણ નીકળ્યો? એક ડાકુ, બદમાશ, રાક્ષસ! એક નાગરિક તરીકે તેણે એને એક કારમું કૃત્ય કરતો રોકીને પોલીસના હાથમાં જ સોંપવો જોઈએ. પણ એ માણસ માટે જ બનતું બધું કરી છૂટવાનો વારસો Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ લે મિરેલ પિતાએ તેને અંતિમ પળોએ આપ્યો હતો! આથી તેની અક્કલ જ બહેર મારી ગઈ. દરમ્યાન જોન્વેટ ઘૂરકતો અને હૂંફવતો ટેબલ પાસે પૈતરા ભરવા લાગ્યો હતો. તે હવે મેં. લેબ્લાન્ક તરફ મુક્કી ઉગામીને બોલ્યો, “બેટા દાનવીર ! તું મોટો ઢીંગલીઓ આપનારી! તું જ પેલી ૧૮૨૩ની નાતાલની રાતે ફાટેલાં કપડાંમાં આવીને ફેન્ટાઇનની પોરીને મારે ઘેરથી લઈ જનારી! તું પાછો મને ઓળખતો નથી ! પણ મેં તો તને આજે સવારે આ ઓરડીમાં પેઠો ત્યારથી ઓળખી કાઢયો હતો. હવે તને ખબર પડશે કે, લોકોની વીશીમાં ફાટેલે કપડે પેસી તેમનો એકમાત્ર આધાર ઝૂંટવી લેવો અને નિર્જન વનમાં એકલા હોય ત્યારે દડો બતાવીને તેમને ડરાવવા, એ કેટલા શેરની વાત છે!” - પોતાના જ ઉશ્કેરાટથી હાંફતો હાંફતો થોડો થોભીને પાછો તે લાલચોળ થઈ જઈને બોલ્યો, “તું જ મારા કમનરસીબનું મૂળ છે. પંદરસો ફ્રાંકમાં તું મારે ત્યાંથી એક છોકરીને ઉપાડી ગયો કે જે કોઈ તવંગર લોકોને છોકરી હતી અને જેને લીધે મને સારી પેઠે પૈસા મળતા હતા, તથા આખી જદગી ચાલે તેટલા મળવા જોઈતા હતા !” ' આટલું બોલી તે પોતાના સાથીદારે તરફ ફર્યો. આ તકનો લાભ લઈ, મેં લેબ્લાન્ક એકદમ ખુરશીને પગ વડે ધકેલી દીધી, તથા ટેબલને હાથ વડે ધક્કો મારી એક કૂદ કે ભર્યો; અને થનારડિયર પાછો વળીને જુએ ત્યાર પહેલાં તે બારીએ પહોંચી ગયો. એક સેકંડમાં બારી ઊઘડી ગઈ, અને તે બહાર પણ નીકળી ગયો. પણ એટલામાં તેને છ મજબૂત હાથે પકડ્યો અને પાછો ઓરડામાં ઘસડી આણ્યો. મેશના મોં વાળા ત્રણ જણા તેની ઉપર કૂદી પડ્યા અને થેનારડિયર બાનુએ તેના વાળ પકડયા. Page #123 -------------------------------------------------------------------------- ________________ રયસ પગલાં ભરે છે ૧૧૩ મેરિયસથી હવે વધુ થોભાય તેમ ન હતું. કઈ ક્ષણે એક જ લોઢાનું હથિયાર ખરાબ જગાએ વાગનાં લેબ્લાન્કનું મરણ થઈ જાય, તે નક્કી ન કહી શકાય. તેણે મૃત પિતાની ક્ષમા માગી અને પિસ્તોલના ઘોડા તરફ આંગળી લંબાવી. પણ એટલામાં થનારડિયરનો અવાજ સંભળાયો – તેને બાંધી દો; કશી ઈજા ન કરતા.” મેરિયસે પણ, હવે આગળ શું થાય છે તે જોવા, પિસ્તોલ ફોડવાનું મોકૂફ રાખ્યું. કદાચ એવો રસ્તો નીકળે કે પોતાના પિતાને બચાવનાર પણ બચી જાય અને કોસેટનો પિતા પણ બચી જાય! મેં. લેબ્લાન્કને ખાટલાના પાયા સાથે જકડીને બાંધી દેવામાં આવ્યા. ત્યાર બાદ થનારડિયર તેમની સામે ખુરશી લાવીને બેઠો અને શાંતિથી બોલ્યો, “મહાશય, આપે બારીમાંથી કૂદી જવા પ્રયત્ન કર્યો, તે ભૂલ કરી; કદાચ આપનો પગ ભાગી ગયો હોત! મેં પણ જરા આકળા થઈને વાત કરી, એ ભૂલ કરી. જુઓ સાહેબ, આપને લખપતિ કહું તો ખોટું ન લગાડતા; કારણ, આપ કદાચ કરોડપતિ હશો. પણ તેનો મારે કંઈ વાંધો નથી. સોનાનું ઈંડું મૂકનાર મરધીને છેક જ મારી નાખનાર જેવો હું નથી. હું અધે રસ્તે જઈને મારા ભાગમાંથી થોડુંઘણું જતું કરવા તૈયાર છું; તમારે પણ તમારા મોટા ખર્ચ માટે પૈસા જોઈએ જ. મારે માત્ર બે લાખ ફ્રાંક જોઈએ છે. એટલાથી હું મારું જીવન જેમ તેમ કરી સંતોષથી વ્યતીત કરવા તૈયાર છું. મારા આ મિત્રો પણ કંઈ બેચાર આનાનું ચવાણું ફાકવા જેટલું જ મળવાની આશાએ નથી પધાર્યા. તેમને પણ ઠીક ઠીક ખુશ કરવા જ પશે. એટલે, પેલી ગરમ કરેલી લાલચોળ ફરસીનો ઉપયોગ લે૦- ૮ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ લે મિઝરાબ્લ ન કરવો પડે તે માટે, ભલા થઈને, હું કહું તેમ આ પ્રમાણે એક ચિઠ્ઠી લખી આપો – ‘મારી વહાલી દીકરી ~ ‘તું એકદમ આવ. મારે અત્યંત જરૂરનું કામ છે. જે માણસ આ ચિઠ્ઠી લાવે, તે તને મારી પાસે લઈ આવશે. હું તારી રાહ જાઈ રહ્યો છું.' ‘હવે’, થેનારડિય૨ે કહ્યું, ‘નીચે આપની સહી કરો અને સરનામું પણ સાચેસાચું લખી દો.' એ બધો વિધિ પતી ગયો એટલે થેનારડિયરે પોતાની સ્ત્રીને એ કાગળ આપ્યો અને કહ્યું, ‘નીચે બગી તૈયાર રાખી છે; તેમાં તું આમાંથી એક ભાઈને સાથે લઈને આ કાગળ ઉપર લખેલા સરનામે પહોંચી જા.' પેલી તે પ્રમાણે વિદાય થઈ એટલે મેરિયસ કંઈક નિશ્ચય ઉપર આવવા લાગ્યો. કેસેટને લેવા જ થેનારડિયર બાનુ ગઈ હોય, તો તે આવતાંની સાથે પોતે ગમે તે ભોગે પણ તેને બચાવી લેવા પ્રયત્ન કરશે. ભલે પછી થેનારડિયરનું ગમે તે થાય. અર્ધો કલાક થઈ ગયો. થેનારડિયર કાઈ ઘેરા વિચારમાં ડૂબી ગયો હતો, તે હવે અચાનક જાગ્યો અને કેદીને સંબોધીને બોલ્યો, “જુઓ વધુ વખત ન બગડે, તે માટે હું તમને મારી યોજના પહેલેથી સમજાવી લઉં. મારી પત્ની તમારી પુત્રીને લઈને આવવા નીકળશે, ત્યાં વચ્ચે જ બે બોડાની એક સુંદર ગાડી ઊભી રાખેલી હશે. તમારી દીકરી અને મારા સાથી તેમાં બેસી જશે, અને મારી પત્ની તેમનાથી છૂટી પડીને ‘આલબેલ' કહેવા અહીં આવશે. તમારી દીકરીને એક ગુપ્ત જગાએ શાંતિથી પૂરી રાખવામાં આવશે. પછી જે ઘડીએ તમે મેં માગેલી નાનીસરખી ૨કમ મને લાવીને આપી દેશો, તે જ ઘડીએ તમારી પુત્રીને તમારે Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ મેરિયસ પગલાં ભરે છે ત્યાં પહોંચાડી દેવામાં આવશે. પણ જો તમે મને કે મારા સાથીઓને પકડાવી દેવા પ્રયત્ન કરશો, તો મારો સાથી તમારી પુત્રીને શું કરશે, તે કહેવાની જરૂર નથી.” મેરિયસને હવે પોતાની ભૂલ સમજાઈ. પેલી કેસેટને અહીં લાવવાની જ નથી! પિસ્તોલ ફોડવાથી પણ હવે કશું ન વળે; કારણ કે આ લોકો અહીં પકડાય, તો પેલો ખવીસ કોસેટને તો મારી જ નાખે ! અચાનક દાદરનું બારણું ઊઘડયું અને વસાયું. કેદી પોતાના દોરડામાં સળવળ્યો. એટલામાં થનારડિયર બાનુ ધમ ધમ કરતી અને હાંફતી હાંફતી દાખલ થઈ, અને ત્રાડ નાખતી બોલી, “ખોટું સરનામું !' થેનારડિયર ગુસ્સે થઈને ઊભો થઈ ગયો, અને કેદી પ્રત્યે બોલ્યો : “ખોટું સરનામું ! તેં એથી શાની આશા રાખી હતી ?' “વખત મેળવવાની !' કેદીએ રણકતે અવાજે જવાબ આપ્યો. અને એ જ ક્ષણે તે પોતાનું દોરડાંનું બંધન ખંખેરી નાખીને ઊભો થયો અને સીધો ભઠ્ઠી પાસે પહોંચી ગયો. તેમાંથી તરત તેણે પેલી લાલચોળ થયેલી ફરસી ઉપાડી લીધી. આ બનાવને અંતે જે પોલીસતપાસ થઈ હતી, તે દરમ્યાન પોલીસના હાથમાં તાંબાનો એક-સૂનો સિક્કો આવ્યો હતો. તેને વિચિત્ર રીતે ફાડેલો હતો. એવા સૂ વહાણ ઉપરના કેદીઓ છુટકારાની આશાએ સાદાં સાધનોથી અથાગ ધીરજ અને મહેનતથી બનાવે છે. છરી વડે ઢબૂ જેવા “સૂ’ના સિક્કાની બે ફાડ બનાવવામાં આવે છે. બંને ફાડીને અંદરની બાજુએથી ખોતરીને કરાય તેટલી પોલી કરવામાં આવે છે અને છેડા તરફ પેચ જેવો એક આંટો પાડીને બંને ફાડ પાછી બરાબર વળગાડી દેવાય તેવું બનાવવામાં આવે છે. એના પોલાણમાં ઘડિયાળની સિપ્રગનો કટકો સંતાડી રખાય છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ લે મિરાલ્ડ તેને જો બરાબર વાપરવામાં આવે, તો સાંકળની કડીઓ કે બારીના સળિયા વહેરી નાખી શકે. દોરડાંને તો કાપી જ શકે. આ જાતના એક મોટા સૂનાં બે ફાડિયાં જેન્ટેટના ઓરડામાં પથારી આગળથી પોલીસના હાથમાં આવ્યાં હતાં; અને એક ભૂરા પોલાદની નાની કરવતી પણ દોરડાંના કકડામાં વળગેલી મળી આવી હતી. ડાકુઓએ જયારે કેદીને બાંધવા માંડયો, ત્યારે તેણે કદાચ આ સૂને પોતાની આંગળીઓમાં છુપાવી રાખ્યો હશે; અને સહી કરવા છૂટા કરવામાં આવેલા જમણા હાથે પછી તેણે સૂનો પેચ ફેરવીને અંદરથી કાઢેલી કરવતી વડે દોરડાના આંટા કાપ્યા હશે. કેદીએ છૂટા થઈ, ફરસી હાથમાં લઈને પેલાઓને કહ્યું, ભલાદમીઓ, મારે જે ન બોલવું હોય ને તમે મારી પાસે બોલાવી શકે કે મારે ન લખવું હોય તે લખાવી શકો એમ તમે માનતા હો, તો તેનો જવાબ જુઓ આ રહ્યો –' એમ કહેતાંની સાથે તેણે પોતાના હાથની બાંય ઊંચી ચડાવીને ત્યાં પેલી જમણા હાથે પકડેલી લાલચોળ ફરસી ભારપૂર્વક ચાંપી દીધી. પછી માંસ બળીને થયેલા ઘામાંથી તેને ખેંચી કાઢીને, ઉઘાડી બારી વાટે, બહાર ફેંકી દીધી. થેનારડિયર હવે ગજ: “એને પકડી લો. હવે એને પૂરે કરવો એ એક જ રસ્તો બાકી રહે છે, અને તે કામ હું મારે પોતાને હાથે કરીશ.' એમ કહી, તેણે ટેબલના ખાનામાંથી એક છરો કાઢ્યો. મેરિયસ હવે પિસ્તોલનો ધોડો દબાવવા તત્પર થઈ ગયો. પણ તેના અંતરમાં હજુ પણ એકસાથે બે વિરોધી અવાજોની કારમી ગડમથલ મચી રહી હતી. અચાનક તેની નજર ચંદ્રના અજવાળામાં પોતાના ટેબલ ઉપર ઝબકતા કાગળના ટુકડા ઉપર પડી. તેના ઉપર આજે સવારના જ Page #127 -------------------------------------------------------------------------- ________________ મેરિયસ પગલાં ભરે છે થનારડિયરની મોટી દીકરીએ મોટા અક્ષરે લખેલી લીટી ઊભા ઊભા વાંચી શકાતી હતી – પોલીસદાદા આવી પહોંચ્યા.” મેરિયસના મનમાં વીજળીની પેઠે એક વિચાર ચમકી ગયો. તે તરત નીચે નમ્યો અને ટેબલ ઉપરથી લાંબે હાથે તે કાગળ ઉપાડી લઈ, ભીંત ઉપરથી એક પોપડો ઉખાડી, તેના ઉપર તે કાગળ વીંટી, તેણે બાકામાંથી ઓરડા વચ્ચે ફેંકયો. થેનારડિયર છરો લઈ કેદી તરફ ડગલું ભરવા જતો હતો, તેવામાં કશુંક પડ્યું જાણી થોભ્યો. થેનારડિયરે કાગળ ઉપાડીને સરખો કરી વાંચ્યો. “અરે, આ તો મારી મોટી દીકરીએ આપણને ચેતવણી મોકલી છે: પોલીસો આવી પહોંચ્યા છે. જલદી ભાગો. દોરડાની નિસરણી ભેરવી દો.' બધા એકબીજાને ધકેલતા બારીએ ટોળે વળ્યા. થેનારડિયરે બૂમ પાડી કહ્યું, “બધા સાથે ઊતરી શકવાના નથી. દોરડું એક સાથે એક જણનો જ ભાર ખમશે, એનો વિચાર કરો; નહિ તો બધા સાથે જ મરશો.’ આમ કહી, તે પોતે પહેલો ઊતરવા ગયો. પણ ગુંડાઓએ તેને પકડ્યો. “પહેલાં અમે, પછી તું.” મૂરખાઓ આ રકઝકમાં જ પોલીસ આવી પહોંચશે.” “તો ચિઠ્ઠીઓ નાખો, કેણ પહેલો જાય !” ગધેડાઓ, તમારું ચસક્યું છે? ચિઠ્ઠીઓ લખો, પછી એક ટોપામાં નાખી ચિઠ્ઠીઓને –'થેનારડિયર આગળ બોલવા જતો હતો, તેવામાં એક મજાકભર્યો અવાજ બારણામાંથી આવ્યો - “મારો ટોપો તમારા કામમાં આવશે વારુ?' બધાએ પાછા ફરીને જોયું, તો જાવટે પોતાનો ટોપો હાથમાં લઈ ઊભો હતો. મેરિયસની પિસ્તોલનો અવાજ સાંભળવાની રાહ જોઈને તે થાક્યો હતો. મેરિયસને કંઈ થયું Page #128 -------------------------------------------------------------------------- ________________ લે મિરાટક્લ હશે, એમ માની છેવટે તે પોતે જ માણસો સાથે ઉપર ધસી આવ્યો હતો. બધા ગુંડાઓને ગિરફતાર કરી, તે વિધિસર કાગળિયાં તૈયાર કરવા ટેબલ આગળ બેઠો. તે વખતે પેલા સદુગૃહસ્થનું નામ પૂછવાની જરૂર પડતાં, તેણે તેમને છોડીને પોતાની પાસે લાવવા કહ્યું. પણ નવાઈની વાત ! તે ત્યાં ન હતો. ચારે બાજુ નજર કરીને પછી બારી બહાર જોયું, તો દોરડાની નિસરણી છેડા આગળ થોડી હાલતી હતી, અને આજુબાજુ કોઈ ન હતું! જાવટે દાંત કચડતો બોલ્યો, “એ માણસ આ બધાના મોંમાં ધૂકે તેવો હોવો જોઈએ ! નહીં તો પોલીસથી ડરીને આમ ભાગી જવાની તેને શી જરૂર?' મેરિયસને પણ એના ગુપચુપ નાસી જવાની વાત જરાય સમજાઈ નહીં. १६ થોડાક પાછળ પીઠના મઠમાં જીન વાલજનને બધી વાતનું સુખ થયું હતું. તેને જે સુરક્ષિતના જોઈએ તે પણ મળી હતી; કોસેટનું ભણવા-ગણવાનું પણ ગોઠવાઈ ગયું હતું અને સૌથી વધારે તો કેસેટને સુખી થયેલી જોવાનો આનંદ તેને પ્રાપ્ત થયો હતો. પરંતુ થોડાં વર્ષ બાદ તેને વિચાર આવવા લાગ્યો કે, બહારને જગતમાં પોતાને માટે ભય છે, તેથી કરીને કોસેટને તે દુનિયાથી અલગ પાડી, આ મઠની દીવાલો વચ્ચે અકાળે સાધ્વી જીવન ગાળવા નાખી મૂકવી, એ તેના જીવનને છુંદી નાખવા બરાબર છે. એવામાં બુઠ્ઠો ફોશલવે ગુજરી ગયો; અને કોસેટનો મઠની શાળાનો અભ્યાસક્રમ પણ પૂરો થવા આવ્યો. એટલે Page #129 -------------------------------------------------------------------------- ________________ થડાક પાછળ જન વાલજિને અધ્યક્ષ-માતાને વિનંતિ કરી કે, મને મઠની નોકરીમાંથી છૂટો કરો. કેસેટ ભવિષ્યમાં સાધ્વી જ થશે, એ આશાએ મઠમાં તેની કેળવણીનું ખર્ચ લેવાયું ન હતું. તેથી જીન વાલજિને પાંચ વર્ષના તેના ખર્ચના પાંચ હજાર ફ્રાંક અધ્યક્ષ-માતાને અર્પણ કર્યા. તેમણે તેને ખુશીથી રજા આપી. બહાર પણ, જીન વાલજિનને, કોસેટને ખાતર સુરક્ષિતપણે રહેવાની જરૂર તો હતી જ. એટલે તેણે રુ-ટ્યુમેટ જેવી દૂરની જગાએ એક સરસ સુરક્ષિત મકાન શોધી કાઢયું અને ખરીદી લીધું. શેરી ભણી મોટી વાડવાળો બગીચો હતો, અને તેની વચ્ચે એ નાનું સરખું સુંદર મકાન આવેલું હતું. તે મકાનની પાછળ નોકરચાકર માટે જુદું મકાન હતું. કેસેટ પેલા વચલા સુંદર મકાનમાં ટુર નામની બુટ્ટી બાઈ સાથે રહેતી; અને જીન વાલજિન તેની પાછળ નોકર માટેના પેલા જુદા મકાનમાં રહેતો. આ ઉપરાંત તેણે દૂર દૂર બીજાં બે મકાન પણ પૂર્ણપણે સુસજજ રાખ્યાં હતાં. અવારનવાર કેસેટ સાથે તે એ મકાનમાં પણ થોડા દિવસ રહેતો. જીન વાલજિને બે ટેવી રાખી હતી : રોજ સાંજે કોસેટ સાથે જરા નિર્જન ગણાય તેવા લક્ષમબર્ગ બગીચામાં ફરવા જવું, અને દર રવિવારે એક દૂરના દેવળમાં પ્રાર્થના માટે જવું. દેવળ જતાં તે ગરીબગુરબાંને ઠીકઠીક દાન આપતો; અને એ ખ્યાતિથી જ થનારડિયરે તેને પત્ર લખી મદદ માટે પુત્રી મારફત યાચના કરી હતી. આ ઉપરાંત વધુ સુરક્ષિતતા માટે તે નેશનલ-ગાર્ડની ટુકડીમાં પણ ભરતી થયો હતો. વરસમાં ત્રણ કે ચાર વખત તેને ફરજ ઉપર હાજર થવું પડતું. કેસેટને આખો બગીચો પોતાની મરજી મુજબ ખેલવાકૂદવા અને સજાવવા માટે મળ્યો હતો. જીન વાલજિનને તો Page #130 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તે ઉમરાછલ વાંચવાનો શોખ વધુ હતો. તે એકાદ ખૂણે વાંચ હમ, ત્યાં કેસેટ થાકીને દોડી આવે. જીન વાલજિન તેને માથે હાથ ફેરવી, ખોળામાં સુવાડે અને પોતે વાંચેલામાંથી કંઈ સંભળાવવા જેવું હોય તે સંભળાવે. જીન વાલજિન પોતાના આ સુખથી અર્ધા અર્ધા થઈ જતો અને પરમાત્માને ધન્યવાદ આપ્યા કરતો. સમય સમયનું કામ કર્યે જતો હતો, અને કોસેટ પોતાનું બાળપણ છોડી શરીર અને મનથી વિકસતી જતી હતી. એ અરસામાં મેરિયસની નજરે તે પડી અને તેની નજરે મેરિયસ પડ્યો, બગીચામાં રોજ આવવાનો ક્રમ બંનેનો હતો; એટલે સ્વાભાવિક રીતે બગીચામાં આવતાં જ એકબીજાની હાજરી બંનેને લક્ષમાં આવતી. તેમાંથી જ્યારે કોઈ ગેરહાજર હોય, ત્યારે હાજર રહેનારને લાગે કે, આજે “તે’ નથી. પછી ધીમે ધીમે એકની હાજરી ન હોય, ત્યારે બીજાને તરત ખટકા જેવું પણ લાગવા માંડયું. અને પછી તો એકબીજાને રોજ જોવાં, એ બંને માટે એક આવશ્યકતા જેવું જ બની ગયું. જીન વાલજનના લક્ષમાં એ વાત જ્યારે આવી, ત્યારે તે એકદમ તો ચક્યો. સ્વાભાવિક રીતે જ તેને પોતાની તથા કોસેટની સુરક્ષિતતા માટે પણ એ વસ્તુ જોખમરૂપ લાગી. અને તેથી તેને મેરિયસ ઉપર ગુસ્સો લાગવા માંડ્યો. તેણે મેરિયસને ટાળવાનો પ્રયત્ન શરૂ કર્યો. ત્યારે મેરિયસે જે પીછો પકડવા જેવું કર્યું, તેથી તેની શંકા અને ભય વધુ ઢ થયાં. પછી તો થનારડિયરવાળો પ્રસંગ બન્યો; એટલે જીન વાલજિને બહાર જવાનું બંધ જ કરી દીધું. હવે તો તે પોતાના મકાનમાંથી બહાર બગીચા સુધી પણ બહાર નીકળતો Page #131 -------------------------------------------------------------------------- ________________ તાડાક પાછળ ૧૨૧ નહીં, થેનારડિયર તથા તેના સાગરીતો તો પકડાઈ ગયા હતા; પણ જાવને કદાચ વહેમ ગયો હોય તો? જોકે, કેસેટને મકાનના બગીચામાં એકલી ફરવા તે ખાસ આગ્રહ કરતો. થેનારડિયર અને તેના સાગરીતો જેલમાં પડયા હતા. પણ તે બધા પેરીસના ભૂગર્ભના કસબી માણસો હતા, તેમના બહારના મતિયાઓ તેમને જેલમાં પણ બધી પ્રકારની મદદ કરવા તત્પર રહેતા. તેઓમાંથી કેટલાકની દાઢમાં ૨-પ્લુમેટવાળું મકાન અને તેનાં નવાં માલિકો આવી ગયાં હતાં. જોકે, તેમાં રહેનાર માં. લેમ્બ્લાન્કને પકડવા જતાં જ પોતે સૌ પકડાયા હતા, એ તેઓ હજુ જાણતા ન હતા. તેથી જેલમાં હતા ત્યારે, તેમજ તેમાંથી નાસી છૂટવાની તૈયારીઓ તેઓ કરતા હતા ત્યારે પણ એ મકાનની તપાસ રાખવાનું કામ ચાલુ હતું. એ કામ થેનારડિયરની મોટી છોકરી એપોનીનને માથે હતું. જે દિવસે તે છોકરી મેરિયસને જોન્ડ્રૂટનો પત્ર બતાવી પાંચ ફ઼ાંક લઈ ગઈ હતી, તે દિવસે બપોરના તે મેરિયસને પાછી ભેગી થઈ હતી. ત્યારે તેણે મેરિયસને ચિઠ્ઠીચપાટી, સંદેશા વગેરેનું કામકાજ હોય તો પોતાને ખુશીથી કહેતા રહેવાનું જણાવ્યું હતું. મેરિયર્સ તેને માં, લેબ્લાન્ક અને તેમની દીકરીના ઘરનું સરનામું જાણી લાવવા કહ્યું હતું. ત્યારથી એપોનીન સમજી ગઈ હતી કે મેરિયસ કાર્સટના પ્રેમમાં છે. તેણે તે સરનામું લાવી આપવાનું કબૂલ્યું હતું; અને મેરિયો પણ બદલામાં તે માગે તે આપવાની તૈયારી બતાવી હતી ! પરંતુ, તે જ રાતના થેનારડિયર વગેરે સૌ કાઈ પકડાઈ ગયા બાદ, મેરિયસ બીજા દિવસથી તેના ક્રાંતિવાદી મિત્ર કોફેરાકની ઓરડીમાં રહેવા ચાલ્યો ગયો. એક તો આ ઘરમાં બનેલી કારમી ઘટનાઓ પછી તેને ત્યાં રહેવાનું મન રહ્યું નહોતું; અને બીજું, થેનારડિયર ઉપર કામ ચાલે તે Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨ લે મિલ વખતે તેની સામે જુબાની આપવાની પણ તેને ઇચ્છા ન હતી. તેનું મન હવે કામકાજમાં લાગતું ન હતું. અર્થાત્ તેને હવે કમાણી પણ રહી ન હતી. તો પણ દર અઠવાડિયે થેનારડિયરને જેલમાં પાંચ કૂક એક બારિસ્ટર મિત્ર મારફતે નામ જણાવ્યા વિના તે પહોંચાડતો. એ પૈસા તેને કેફે રાક પાસેથી જ ઉછીના લેવા પડતા. એક વખત તે પ્રમાણે પાંચ ફ્રાંક લઈ તે નીકળ્યો હતો. તેનું મન કેસેટનો પત્તો ન મળવાથી ખિન્ન થઈ ગયું હતું, અને તે એકાદ નિર્જન . બગીચા જેવા મેદાનમાં આમતેમ આંટા મારતો હતો. એટલામાં તેનું ઠેકાણું શોધતી એપોનીને તેને ઓળખી કાઢ્યું. “લો! છ અઠવાડિયાથી હું તમને કેટલા ઊંધ શોધ કરું છું? કંઈ સમજો છો? પણ, આ તમારો ટેપો આવો કેમ? અને તમારા ખમીસમાં આગળ જ આવું બાકોરું કેમ? લાવો હું તમને સાંધી આપું! પણ, તમે મને જોઈને રાજી થયા નથી લાગતા. પણ હું ધારું તો તમને હમણાં જ રાજી કરી દઉં, સમજ્યા?” “એનો શો અર્થ?' “જુઓ, મને દુ:ખ તો થાય છે, પણ તમે આવા ખિન્ન રહો, એ મારાથી વેઠાતું નથી. તમે શા કારણે ખિન્ન રહો છો, તે હું સમજું છું; મારું દુ:ખ ભલે વધે; પણ તમને હું ખિન્ન જોઈ શકતી નથી. પણ તમે મને વચન આપ્યું છે કે, હું મારું તે મને આપશો, તો તે વચન પાળશો તો ખરા ને?' પણ તું શું કહેવા માગે છે, તેની નો સમજણ પાડ!' “જુઓ, તમે મને પેલીનું સરનામું શોધી કાઢવા કહ્યું હતું ને? તે મેં શોધી કાઢ્યું છે.' Page #133 -------------------------------------------------------------------------- ________________ ડાક પાછળ ૧૨૭ "હે? ખરી વાત? મને તું તરત ત્યાં લઈ જા. તું જે માગે તે હું આપવા તૈયાર છું. તારા જેવું ભલું કોઈ નહીં !” જુઓ, તમે કેવા રાજી થઈ ગયા? જોકે, તમે તેને ચાહો છો, એ હું જાણું છું. અને મને.... તો ઠીક, એ વાત રહેવા દે ચાલો.' મેરિયસમાં તેની અણકથી રહેલી વાત સમજવાની અત્યારે ધીરજ કે શક્તિ ન હતાં. તે તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. પણ એટલામાં એપોનીને ઘોડી પાછી ફરીને કહ્યું, પણ જોજો! મને તમે વચન આપ્યું છે ને યાદ રાખજો !” મેરિયસે તરત ખિસ્સામાંથી પેલો પાંચ ફ્રાંકનો સિક્કો કાઢયો અને તેને ધર્યો. પેલીનો હાથ જાણે દાઝી ગયો હોય તેમ તેણે તે સિક્કો હાથમાંથી નીચે જ પડી જવા દીધો. તે એકદમ જુસ્સામાં આવી જઈને બોલી ઊઠી : “મારે તમારા પૈસા નથી જોઈતા!” જન વાલજીિન અવારનવાર, ત્રણ ત્રણ દિવસની મુસાફરીએ ચાલ્યો જતો. તે ક્યાં જતો તે કઈ જાણતું ન હતું. કેસેટ પણ નહીં. પરંતુ આપણે જાણીએ છીએ કે, જ્યારે પૈસા ખૂટે ત્યારે તે મોંટ પાસેના જંગલમાં પોતાને ગુપ્ત સ્થાને જતો અને ત્યાંથી પૈસા લઈ આવતો. તેની આવી એક લાંબી ગેરહાજરી દરમ્યાન કોસેટ એકલી હતી, ત્યારે લાગલાગટ બે દિવસ સુધી કેસેટને લાગ્યું કે રાત્રે કોઈનાં પગલાં અવારનવાર પોતાની આસપાસ સંભળાયા કરે છે. તેણે હવે વેળાસર મકાનનાં બારીબારણાં બરાબર બંધ કરાવી દેવા માંડ્યાં. એ મકાનનો બગીચો શેરી સુધી લંબાતો હતો. ત્યાં • સળિયાની વાડ પાસે એક પથ્થરનો બાંકડો હતો. તેની પાછળ વાડ જેવું ઉગાડી, રસ્તા ઉપરથી કોઈની નજર ન પડે તેવું કરેલું હતું. એક સાંજે જીન વાલજિન બહાર ફરવા ગયો હતો Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧ર૪ હૈ મિઝેરાલ અને કાસેટ એકલી તે બાંકડા ઉપર બેઠેલી હતી. થોડી વાર બાદ તે જરા ઉદ્વેગ સાથે ઊભી થઈ અને બગીચામાં ટહેલવા લાગી. પરંતુ વિચારમાં ન વિચારમાં બાંકડા પાસે તે પાછી આવી, ત્યારે તે બાંકડા ઉપર એક પથ્થર મૂકેલો તેની નજરે પડયો. તે ત્યાંથી ઊઠી હતી ત્યારે એ ન હતો. જરૂર સળિયાની જાળી અને વાડની અંદરથી હાથ ખોસીને તે પથરા કોઈકે એ બાંકડા ઉપર તરતમાં જ મૂકો હોવો જોઈએ. તે એકદમ બીની ઊઠી અને ઘરમાં ચાલી ગઈ. બીજે દિવસે સવારે તે એ બાંકડા પાસે પાછી ગઈ, તો એ પથ્થર ત્યાં ને ત્યાં પડેલો હતો. પણ સૂર્યના પ્રકાશમાં એ વસ્તુ તેને કાલ સાંજ જેટલી ભયજનક ન લાગી. તેણે તે પથ્થર સહેજ ખસેડી જોયો, તો નીચે એક પરબીડિયું ! એ પરબીડિયું કાઈકે જરૂર તેને માટે જ મૂકેલું હોવું જોઈએ. કારણ કે, તે જ ત્યાં રોજ બેસતી. એ પરબીડિયું કોણે ત્યાં મૂકયું હોય, તે વિષે તેને અચાનક કંઈક આનંદજનક કલ્પના આવી ગઈ. તેણે તેમાંથી કાગળો કાઢી વાંચવા માંડયા. કોઈનું નામ ન હતું, પરંતુ રાજ રાજ નિર્મળ પ્રેમથી ઊભરાતું પોતાનું હૃદય, કવિતા જેવી ભાષામાં, કોઈ સ્નેહી વ્યક્તિને ઉદ્દેશીને ઠાલવ્યું હોય, એવાં વાકયો તેમાં હતાં. કોર્સટ સમજી ગઈ કે આ બધું કોણે લખ્યું છે! તે સાંજે પણ જીન વાજિન બહાર ગયો, ત્યારે કોસેટ ફરીથી તે બાંકડા પાસે ગઈ. આજે બાંકડા પાસે જતાં તેનું હૃદય આનંદથી ધબકતું હતું. ‘તે’ જરૂર રોજ ત્યાં આવતા હોવા જોઈએ. આજે પણ તે કદાચ પાસે જ હશે. અંધારું થવા લાગ્યું અને અચાનક કોસેટને લાગ્યું કે તેની બરાબર પાછળ કોઈક ઊભું છે! તેણે પાછળ નજર કરી અને તે ઝટ ઊભી થઈ ગઈ. મેરિયસ જ ત્યાં ઊભો હતો; પણ કેટલો બધો Page #135 -------------------------------------------------------------------------- ________________ થોડાક પાછળ ખિન્ન, નિરાશ, મલિન! કોસેટ ઝટ એક ઝાડના થડને ટેકે ઊભી રહી, નહીં તો તે ગબડી જ પડી હોત. ' મેરિયસ પાસે આવીને ખિનતા ભરેલે અવાજે બોલ્યો, હું અહીં આવીને આમ ઊભો છું, તે બદલ ક્ષમા આપશો. પણ હું હવે વધુ જીવી શકું તેમ નથી, તેથી જ છેવટે ભારે હિંમત કરીને આવ્યો છું. હું મારા જીવનનો અંત લાવવાની તૈયારીમાં જ હતો, તેવામાં અણધારી રીતે મને તમારા સરનામાની ભાળ મળી; અને હવે હું રોજ અહીં આવું છું. હું રાતે જ આવું છું. મને કેઈની બીક નથી લાગતી. કઈ વખત તમને હું નજરે જોવા પામું છું; કેઈ વાર તમારા ગીતનો અવાજ મારા કાને પડે છે. એટલાથી પણ મને બહુ સુખ થાય છે. મારું મન ભાગી પડ્યું છે. જેટલા દિવસ હું જીવું, તેટલા દિવસ મને અહીં આસપાસ ફરવા દેવાની રજા આપશો?' ઓ મા રે!' કોસેટ બોલી ઊઠી. તે ફરીથી ગબડી પડવાની તૈયારીમાં હતી, તેવામાં મેરિયસે તેને ટેકો આપી ઊભી રાખી. મેરિયસને કોસેટના ખિસ્સામાં પોતાનું પરબીડિયું દેખાયું. તે જોઈ તે થોથડાતી જીભે બોલી ઊઠ્યો, “તો શું તમે મારા ઉપર ગુસ્સે નથી થયાં? મારા આ કાગળો તમે વાંચ્યા? ગુસ્સે થઈ ફાડીને ફેકી નથી દીધા?' “તમે પોતે જ જાણો છો કે, હું ગુસ્સે નથી થઈ; ઊલટા તમે મને હંમેશ એમ કરીને જ દુઃખ દેતા આવ્યા છો!' કોસેટે બેધડક જવાબ આપ્યો. દરમ્યાન, થેનારડિયર અને તેના સાગરીતો એક રાતે યોજના કરીને જેલમાંથી નાસી છૂટ્યા, અને બહાર ઊભેલા પોતાના દોસ્તોને મળ્યા. પોતાના છુટકારાનો પ્રસંગે તેમણે કોઈ જગાએ ધાડ પાડીને ઊજવવાનું જ નક્કી કર્યું અને સૌએ Page #136 -------------------------------------------------------------------------- ________________ લે મિરલ એક અવાજે રુ-ટ્યુમેટવાળા મકાન ઉપર છા મારવાનું ઠરાવ્યું. મેરિયરસ અને કોસેટ હવે એ બાંકડા ઉપર રોજ રાતે. મળતાં. સાથે બેસવું, કંઈ કંઈ નજીવી વાતો કરવી અને બીજા દિવસે મળવાનો આગ્રહભર્યો વાયદો કરીને છૂટા પડવું, એ તેમનો કાર્યક્રમ થઈ ગયો હતો. તેમની આ મુલાકાતોનો સાક્ષી એપોનીન હતી. તે રોજ મેરિયસને એક સળિયો ખસેડી અંદર જતો જોની.. એક રાતે સૌ આ પ્રમાણે પોતપોતાની જગાએ બેઠેલાં હતાં, તેવામાં બહાર થનારડિયર અને તેના સાગરીતોની ટોળી આવી પહોંચી. એપોનીને તે લોકોને જોયા એટલે તરત જ તે તેમની સામે જઈને ઊભી રહી. તેણે કહ્યું, “હું બરાબર તપાસ રાખું છું, અહીં કશું મળે તેમ નથી; કશું છે જ નહીં. માટે પાછા ચાલ્યા જાઓ.” પેલાઓએ કહ્યું, “ભલેં કઈ ન મળે, પણ આજે અહીં સુધી આવ્યા છીએ, તો અંદર તો ફેરો મારતા જે જઈએ. તું દૂર હટ !' એપનીને વચ્ચેથી ખસવા ના પાડી; એટલે થનારડિયર ગુસ્સે થઈ તેનો ટોટ પીસી નાખવા તેના તરફ ધસ્યો. એપોનીન જરા પાછળ ખસીને હસી પડી. “વાહ, મને મારી નાખવી છે, ખરું? અને અડધા દહાડા ભૂખી અને અડધા દહાડા ટાઢે મરતી મને કરવામાં વિશેષ નવું શું લાગવાનું છે વા? પણ હું અત્યારે એક બૂમ પાડીશ, તો આખું પેરીસ ભેગું થઈ જશે, તેની ખબર છે?' ( છ ગુંડામાંનો એક જરા શુકન-અપશુકનમાં માનનારો હતો. તેણે હવે વચ્ચે પડીને સૌને કહ્યું, ‘આજે આપણે નીકળ્યા ત્યારથી જ મને લાગતું હતું કે, આજે નીકળવા જેવું નથી. ઉપરાંત આ દેડકી પણ હવે અહીં આડી થઈને બેઠી છે. માટે આ પગરણ પડતું જ મૂકો!' Page #137 -------------------------------------------------------------------------- ________________ ડાક પાછળ ૧૨૭ સૌ ચાલ્યા ગયા. મેરિયસ અને કોસેટ અંદર બેઠાં હતાં, તેમને આમાંથી કશાની ખબર ન હતી. પરંતુ તે બંને પણ જુદે જ કારણે દુ:ખી દશામાં હતાં. કોસેટ મેરિયસને કહેતી હતી કે, “મારા બાપુ એકાદ અઠવાડિયામાં ઇંગ્લંડ ચાલ્યા જવા માગે છે, અને તેથી આજે અમે સૌ અમારાં કપડાં-લત્તાં બાંધવા મંડયાં છીએ.” મેરિયસને આ સમાચાર સાંભળી પોતાની આખરી ઘડી નજીક આવી ગયેલી લાગી. તેણે ત્યાં ને ત્યાં કેસેટને હાથ પકડી, ઘૂંટણિયે પડી, પોતાની ભીષણ પ્રતિજ્ઞા જાહેર કરી કે, કોસેટ ઇંગ્લંડ જશે તેની સાથે જ તે પોતે ગમે તે રીતે આત્મહત્યા કરશે. કોસેટ એ સાંભળી એકદમ આભી થઈ ગઈ. મેરિયસ અને કોસેટ બંને દુ:ખના ભાર નીચે દબાઈ ગયાં હોય તેમ થોડી વાર ચૂપ થઈ ગયાં. પછી કંઈક વિચાર આવતાં મેરિયસ બોલ્યો, “કોસેટ, આવતી કાલે તું મારી રાહ ન જોતી. હું પરમ દિવસે રોજની જેમ મળવા આવીશ.' પણ કાલે નહીં કેમ આવો?' તને પછી ખબર પડશે.’ પણ તમે એક દિવસ ન આવો એ કેમ ચાલે? એ તો અશકય.’ નહીં કોસેટ, એક દિવસનો ભોગ આપણે આપીએ; કદાચ તેથી આખી જિંદગી ભેગા રહેવાનું આપણને મળી જાય! એ માણસ કોઈને સાંજ પહેલાં મળતો જ નથી, એટલે કાલે મારાથી નહીં જ આવી શકાય.” કયો માણસ?' એ બધું તને પરમ દિવસે કહીશ. પણ દરમ્યાન કંઈક જરૂર પડે, તો હું મારું સરનામું અહીં ભીંત પર કોતરી રાખું છું. તે મારા મિત્ર કોર્ફોરાકનું ઠેકાણું છે : નં. ૧૬, રૂ-દ-લવેરીરી.' Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સ્ત્રીની ઈર્ષ્યા મેરિયસનો વિચાર પોતાના દાદા જીલેનોર્મન્ડ પાસે જઈ, કોસેટ સાથે લગ્ન કરવા માટે તેમની પરવાનગી લઈ આવવાનો હતો. કારણ કે, તે જો આ લગ્નમાં સંમત થાય, તો કોસેટનો બાપ કદાચ તેની સાથે કોસેટનું લગ્ન કરવા કબૂલ થાય. દાદા જીલેનોર્મન્ડ મેરિયસ ક્યારે પાછો આવે, તેટલા જ માટે ટાંપી રહ્યા હતા. ઘરડા માણસને પૌત્ર માટે કેવા ભાવ હોય છે, તે જુવાનિયાંને ઝટ સમજાતું નથી. દાદા બહારથી જેટલો ગુસ્સો બતાવતા, તેટલા જ અંદરથી મેરિયસ માટે બળ્યા કરતા હતા. પરંતુ તેમનો આકળો ઉગ્ર સ્વભાવ એવો હતો કે, પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે પણ તે બૂમબરાડા અને ઘૂરકાટ સિવાય બીજી રીતે જાણતા ન હતા. ' મેરિયસના જ વિચારોમાં તે ચિતિત થઈને બેઠા હતા; અને તે બાબતની પોતાની લાગણી. પોતાની કુંવારી દીકરી પાસે મેરિયસને ગાળો દઈને, તથા તેને ફરી કદી ઘરમાં ન પેસવા દઉં, એમ કહીને વ્યક્ત કરતા હતા. તેવામાં મેરિયસ આવીને સામો ઊભો રહ્યો. મેરિયસને જોઈ, ડેસા પોતાની ઢબે જ તેનો સરકાર કરવા લાકડી વીંઝતા ઊભા થયા. પણ મેરિયસનો કંગાળ દેખાવ, તેનાં કંગાળ કપડાં, અને તેની ગાંડા જેવી ચકળવકળ થતી આંખો જોઈ, તેમની આંખમાં આંસુ આવી ગયાં. મેરિયસે જ્યારે પોતાના આગમનનું પ્રયોજન જણાવ્યું, ત્યારે તેમણે પૂછ્યું કે, “તું શું કમાય છે, અને તે છોકરી પાસે કેટલી મિલકત છે?' Page #139 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીની ઈર્ષો ૧૨૯ મેરિયસે જયારે જણાવ્યું કે, બંને પક્ષે પૈસાની જરા પણ સગવડ નથી, ત્યારે ડોસા છેડાઈ પડ્યા. આમ, ગમે તેવાં ગરીબગુરબાં સાથે પોતાનો પત્ર લગ્નસંબંધથી જોડાવા ઈચ્છે, તે વસ્તુ તેમને પોતાના કુળને લજાવનારી લાગી. તેમણે કહ્યું કે, એ જાતની છોકરીઓ સાથે લગ્ન કરવાની જરૂર નથી હોતી; તેમને તો પૈસાથી હાથમાં રાખ્યા કરવી એટલે બસ. અને એ માટે જોઈતા પૈસા તેને આપવા તેમણે તૈયારી બતાવી. પણ મેરિયસ માટે એ વસ્તુ અસહ્ય હતી. તે બોલી ઊડ્યો, “પાંચ વર્ષ પહેલાં તમે મારા પિતાનું અપમાન કર્યું હતું; આજે તમે મારી પત્નીનું અપમાન કર્યું છે. મારે તમારી પાસેથી કંઈ જોઈતું નથી. બસ, સલામ!' આટલું કહી તે તરત જ ઘરમાંથી બહાર નીકળી ગયો. ડેસા એ વસ્તુ માની જ શક્યા નહીં. તેમણે તેની પાછળ દોડી બૂમ પાડી, “મેરિયસ, મેરિયસ!' પણ મેરિયસ ક્યારનો તેમના અવાજની મર્યાદાની બહાર નીકળી ગયો હતો. ડોસા લમણે હાથ પછાડતા એક ખુરશીમાં ફસડાઈ પડ્યા : “હવે એ પાછો નહીં આવે! તે ગાંડો થઈ જવા આવ્યો છે; મેં તેને આવું શા માટે કહ્યું?' તે જ દિવસે જીન વાલજિન જુદી જ ચિંતાઓમાં પડ્યો હતો. તે અરસામાં આ જ વિભાગમાં તેને બે વખત થેનારડિયરનો ભેટો થઈ ગયો હતો. જોકે જીન વાલજિનના કંગાળ પહેરવેશને કારણે થનારડિયરે તેને જરા પણ ઓળખ્યો ન હતો; પરંતુ તે આટલામાં જ ફર્યા કરતો હોવાથી, તે કયારે ભેગો થઈ જાય અને પોતાને ઓળખી કાઢે, તેનું શું ઠેકાણું? એટલે જ જીન વાલજિને ફ્રાન્સ છોડી ઇંગ્લંડ ચાલ્યા જવાનો વિચાર કર્યો હતો. વળી, ફ્રાન્સમાં અને ખાસ કરીને ૧૦-૯ Page #140 -------------------------------------------------------------------------- ________________ હૈ મિઝરાન્ટ પેરીસમાં થોડો સમય થયાં રાજકીય ક્રાંતિ અને બળવાની હવા ચાલુ થઈ હતી. ગમે તે ઘડીએ જવાળામુખી ફાટી પડે, એવું વાતાવરણ હતું. હથિયાર, ગુપ્તમંડળ, હુકમ, આગેવાનો, એવી વાતો જ ચારે બાજુ સંભળાતી હતી. રાજસત્તાવાળા પણ એ કારણે સજાગ બની ઊઠયા હતા અને ક્રાંતિવાદી ગુપ્ત મંડળોને પકડી પાડવા ખૂણોખાંચરા તળે-ઉપર કરી રહ્યા હતા. એવી સખત તપાસ ચાલતી હોય, ત્યારે રાજકીય ગુનેગાર ઉપરાંત બીજા ચાલુ ગુનેગાર પણ ઝડપાઈ જવાનો પૂરો સંભવ. ૧૪. પાસપોર્ટ શી રીતે મેળવર્ગો, કઈ રીતે અઠવાડિયામાં બધી તૈયારી પૂરી કરવી, એવા વિચારમાં તે મકાનના બગીચામાં ફરતો હતો; તેવામાં તેની નજરે ભીંત ઉપર ખીલાથી કોતરેલા નીચેના અક્ષરો પડયા : ‘નં. ૧૬, ૩-૬-લ' વેરીરી.’ જીન વાજિતને એ શબ્દોનો કશો અર્થ ન સમજાયો. અને કર્શો અર્થ ન સમજાયો, એટલે તેનો ભય અત્યંત વધી ગયો. આ મકાન તો તરત જ છોડી દઈ, પોતાના બીજા મકાનમાં ચાલ્યા જવાનો નિશ્ચય કરી જેવો તે પાછો ફરવા જાય છે, તેવી જ એક ચિઠ્ઠી નાના ઢેફા સાથે વીંટળાઈને તેના પગ પાસે પડી : ‘જોખમ; એકદમ ભાગો !’ ૩ મેરિયસ પોતાના દાદાને ત્યાંથી છેવટની નિરાશા લઈને નીકળ્યો. તેનું માથું ભમી ગયું હતું અને તેને લગભગ તાવ ચડયો હતો. તે હવે પોતે કયાં ચાલતો હતો અને કેટલી ઠેકરો ખાતો હતો, તેની પણ તેને પરવા ન હતી. કારણ કે હવે તેણે જીવનનો અંત આણવાનું નક્કી કરી દીધું હતું. માત્ર આજે રાત્ર નવ વાગ્યે છેલ્લી વાર કોસેટની વિદાય લેવા જવાનું બાકી હતું. તે પોતાના મિત્રને ઘેર પહોંચ્યો, ત્યારે ત્યાં બધું ક્રાંતિવાદી મંડળ ભેગું થયું હતું. તેઓ બહાર જવાની તૈયારીમાં Page #141 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીની ઈર્ષો ૧૧ હતા. કોર્પેાકે મેરિયસને જોઈને પૂછ્યું, “તું જનરલ લેમાર્કની સ્મશાનયાત્રામાં આવે છે ને ?' મેરિયસે ના પાડી. કોસેટને આજે રાત્રે ગમે તેમ કરીને પણ મળી લેવાનું હતું. અને ક્રાંતિની વાતોમાં તેના જેવાને હવે શો રસ? આજે રાત્રે જ પોતે આત્મહત્યા કરવાનો હતો! મેરિયસ યથાસમયે કોસેટના ઘર તરફ ગયો. બાંકડા પાસે કોઈ ન હતું! રાહ જોઈને પછી તે સીધો ઘર તરફ જ ચાલ્યો. ઘરમાં અંધારું હતું અને બારીઓ બંધ હતી! તેણે ગાંડપણમાં આવી જઈ એક બારી જોરથી ખખડાવી; અને છતાં કશો જવાબ ન મળ્યો, એટલે “કોસેટ”, “કેસેટ” કહીને ઉપરાઉપરી બૂમો પાડવા માંડી ! મેરિયસના પગ ત્યાં ને ત્યાં ભાગી ગયા. આખું ઘર ખાલી કરવામાં આવ્યું હતું. હવે? હવે મૃત્યુ સિવાય બીજું શું બાકી રહેતું હતું? તે જ ક્ષણે પાસેની વાડ પાછળથી અવાજ આવ્યો : “મેંશ્યોર મેરિયસ! ક્રાંતિ શરૂ થઈ છે, તમારા મિત્રો રુ-દ-લ ચાનરી આગળ મોરચામાં ઘેરાઈ ગયા છે. તેઓ તમારી રાહ જુએ છે.” જનરલ લેમાર્ક નેપોલિયનના પ્રસિદ્ધ સેનાપતિઓની સાથે રહીને લડેલો જૂનો જોગી હતો. લોકોમાં તે જાણીતો અને માનીતો હતો, તેનું મૃત્યુ લોકોને માટે એક મોટી ખોટરૂપ અને સરકારને માટે એક તકરૂપ હતું. લોકો પોતાની લાગણી શી રીતે દર્શાવવી તેના ઉશ્કેરાટમાં હતા; સરકાર એ ઉશ્કેરાટને હંમેશને માટે શી રીતે ધૂળ ભેગો કરી દેવો, તેની ચિંતામાં હતી. ધાર્યા મુજબ જ સરકારી ટુકડીઓ અને લોકોનાં ટોળાં વચ્ચે ઠેરઠેર અથડામણ શરૂ થઈ. Page #142 -------------------------------------------------------------------------- ________________ લે સિક એ છૂટી છૂટી તાપણીઓ મળીને એક મોટો ભડકા થાય, તે માટે એક જગાએ સરકારી ટુકડીઓનો વ્યવસ્થિત સામનો કરવો જોઈએ. નહીં તો લોકોના છૂટાછવાયા પ્રયત્નો સરકારી આક્રમણ હેઠળ ઝટ દબાઈ જાય. તેથી કોરાક વગેરે મેરિયસના ક્રાંતિવાદી મિત્રોએ ૩-૬-લ ચાનબ્રેરી શેરીમાં મોરચાબંધી ઊભી કરીને સામનો ટકાવી રાખવાનો વિચાર કર્યાં. ૧૩૨ જે કાંઈ સામાન હાથ આવે તે શેરીમાં ખડકીને ત્યાં મોરચો ઊભો થવા માંડયો. થેનારડિયરનો રખડતો છોકરા નાનો ગેથ્રોચ નાનાં મોટાં બધાં કામોમાં ગાતો ગાતો ઉત્સાહથી ભાગ લેવા માંડયો. મોરચામાં પચાસ મરણિયાઓ જે હથિયાર હાથ આવે તે લઈને ભેગા થયા હતા. દરમ્યાન, મોરચામાં ધૂસેલો એક માણસ પોલીસ અધિકારી છે, એવી ગેોચને શંકા ગઈ. તેણે તરત મોરચાના નાયકને વાત કરી. તે માણસની ઝડતી લેતાં, ‘જાવ’ નામવાળો તેનો પાસ તથા ક્રાંતિકારી મંડળની તપાસ કરવાનો તેને મળેલો હુકમ મળી આવ્યા. જાવને બાંધી દેવામાં આવ્યો; અને મોરચો તૂટે તેની બે મિનિટ અગાઉ તેને ઠાર કરવાનો હુકમ નાયકે આપ્યો. મેરિયસ નિરાશ થઈ, હવે મૃત્યુ શોધતો મિત્રોના આ મોરચા પાસે આવી પહોંચ્યો, ત્યારે એક સરકારી ટુકડીએ દૂરથી ગોળીબાર શરૂ કરી દીધો હતો. મિત્રો એ ગોળીબારથી ઠાર થયેલાઓને મકાનમાં લઈ જતા હતા અને ગેન્રોચ એકલો જાવની બંદૂક લઈ મોરચાની ટોચે એક ખૂણે ચોકી રાખતો ઊભો હતો. પણ એટલામાં તેણે જોયું કે સરકારી ટુકડીનાં માણસો સંગીનો ખુલ્લાં કરી મોરચાના ઢગલા ઉપર ચડવા લાગ્યાં હતાં. ગેન્રોચે બૂમ પાડતાં જ બધા મિત્રો મોરચા ઉપર દોડી આવ્યા; પણ તેઓ મોડા પડ્યા. સરકારી ટુકડીનાં Page #143 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીની ઈર્ષ્યા ૧૩૩ કેટલાક માણસો ઉપર આવી ગયાં હતાં. ક્રાંતિકારીઓમાંનો એક ઠાર થયો, કેફેરાક સામે એક બંદૂક તકાઈ રહી અને બીજી ગેબ્રોચ સામે. તે જ ઘડીએ બે અવાજ ઉપરાઉપરી થયા અને કોર્ફોરાક તથા બેવોચ સામે તકાયેલી બંદૂકો નીચે તૂટી પડી. એ બંને બાર મેરિયસે કર્યા હતા. પણ હવે તો છંછેડાયેલા સરકારી સૈનિકો મોજાંની પેઠે ઉપર ધસી આવ્યા. મોરચાબંધીની અંદર કૂદી પડતા પહેલાં તેઓ વિચાર કરવા લાગ્યા કે, અંદર કશી છૂપી જાળ ગોઠવેલી છે કે નહીં. મેરિયસ તેમની આ આનાકાની જોઈ ગયો. એક દારૂગોળાના મસાલાનું અધું વપરાયેલું પીપ સામે પડયું હતું. તે ખેંચી લાવવા મેરિયસ દોડયો. તરત એક બંદૂક તેના ઉપર તકાઈ. પણ તે ફૂટે તે પહેલાં એક હાથ બંદૂકના મોં ઉપર દબાયો. બંદૂક ફૂટી, પેલો હાથ તૂટી પડ્યો અને ગોળી હાથ ધરનારની છાતીમાં થઈને પસાર થઈ ગઈ. મેરિયસ બચી ગયો. દરમ્યાન સામે ગોઠવાઈ ગયેલા ક્રાંતિકારીઓને નાયકે હુકમ કર્યો: “ગોળી ચલાવો !' સરકારી ટુકડીના હવાલદારે પણ તેવો જ હુકમ આપ્યો. બંદૂકો ફૂટી અને ધુમાડે થોડે ઓછો થયો ત્યારે જણાવ્યું કે, બંને હરોળ આછી બની ગઈ હતી, અને બાકી રહેલાઓ તાલબદ્ધ રીતે બંદૂકો ફરી ભરી રહ્યા હતા. તે જ વખતે મોરચા ઉપરથી એક અવાજ આવ્યો : ભાગો બેટાઓ, નહીં તો આખો મોરચો ઉડાવી દઉં છું!' સામસામા ગોળીબારનો ધુમાડો ગોટાઈ રહ્યો હતો તે દરમ્યાન મેરિયસ પીપ લઈને મોરચા ઉપર શેરીના પથ્થરોના પાંજરા સુધી પહોંચી ગયો હતો અને ત્યાં ક્રાંતિકારીઓએ સળગતી રાખેલી મશાલ હાથમાં લઈ પીપ ઉપર ચાંપવા જતો હતો. મોરચા ઉપર ચડી આવેલા સરકારી ટુકડીના સૈનિકો Page #144 -------------------------------------------------------------------------- ________________ મૈં મિઝરાયલ દિગ્મૂઢ થઈ ગયા. એક જમાદાર બોલ્યો, ‘હા, પહેલી તું પણ ઊડી જશે તે?’ ‘હા, હું પણ !” મેરિયર્સે જવાબ આપ્યો. એ ગાંડા જેવા દેખાતા માણસની આ હિંમત જોઈને જ, થોડી વારમાં બધા સરકારી સૈનિકો મોરચાબંધી ઉપરથી ઊતરીને શેરીના છેડા સુધી નાઠા અને અંધારામાં અદૃશ્ય થઈ ગયા. ક્રાંતિકારીઓ જયનાદ કરતા મેરિયસને ઘેરી વળ્યા. કોફરાક તેને ગળે વળગ્યો, સરકારી સૈનિકો હવે ફરી હુમલો કરવાને બદલે મોરચાબંધીના ઢગલાને દૂરથી જ ઉડાવી મૂકવા માટે તોપ ઘસડી લાવવા દોડયા. દરમ્યાન ક્રાંતિકારીઓ મોરચાને સમારવા, મરેલા મિત્રોને ખેંચી લાવવા તથા પડેલા શત્રુઓનાં હથિયાર ઉતારી લાવવાની પેરવીમાં પડયા. મેરિયસ બીજી બાજુો નાનો મોરચો તપાસવા દોડયો. ત્યાંથી તે પાછો ફરતો હતો, તેવામાં અંધારામાંથી એક મંદ અવાજ આવ્યો, મૅોિર મેરિયસ !” મેરિયર્સ નીચે નમી જોયું તો એોનીન ત્યાં ઢગલો થઈ પડેલી હતી, તેનો હાથ ઊડી ગર્યો હતો, અને ગોળી પીઠ પાછળથી નીકળી ગઈ હતી. બંદૂક સામે આડી હાથ ધરી, એોનીને જીવને ભોગે, મેરિયસને બચાવ્યો હતો. મેરિયસ તેને સારવાર માટે અંદર લઈ જવા નીચો વળ્યો, પણ એપોનીને કહ્યું; ‘હવે બધું નકામું છે. તેના કરતાં તમે થોડી વાર મારી પાસે બેસો. તમે જાણો છો, હું તમને કેટલા બધા ચાહું છું? પણ, પણ, જવા દો એ વાત ! હવે તમે કોઈ બચવાના નથી. તમને હું જ અહીં ખેંચી લાવી હતી. શા માટે? સમજ્યા? તમે પેલીને બહુ વહાલ કરતા હતા; તે મારાથી નહોતું વેઠાતું. હવે હું, તમે બધા મરીશું — કોઈ અહીંથી જીવતું જશે નહીં. સરકારી લશ્કર ચારે બાજુથી Page #145 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીની ઈર્ષો આ આખી શેરી ઉડાવી દેવા તૈયારી કરી રહ્યું છે. છતાં, જયારે પેલી બંદૂક તમારા ઉપર તકાઈ, ત્યારે મેં હાથ વચ્ચે ધરી દીધો શાથી? સમજો છો? તમને હું એટલા બધા ચાહું છું. પણ હવે આખર ઘડીએ તમને નહીં છેતરું. મારા ખિસ્સામાં પેલીએ ટપાલમાં નાખવા આપેલો કાગળ છે. તે તમારા સરનામાનો છે. મારે તે તમને નહોતો આપવો, પણ હવે તમે તે કાઢી લો. આપણે મર્યા બાદ જલદી પાછાં ભેગાં થઈશું જ. તે વખતે તમે એ કાગળ ન આપવા બદલ મને પાછા વઢો ! ખરું ને? પણ તમે મને એક વસ્તુ આપવાનું વચન આપ્યું છે, તે હવે આપશો? જુઓ હવે હું આખર વેળામાં છું. મારા મર્યા બાદ પ્રેમ કરીને મારા કપાળે તમે ચુંબન કરજો. એ ચુંબન હું જરૂર પામીશ. બોલો, એમ કરશો ને?” મેરિયસે તેના ખિસ્સામાંથી કાગળ કાઢો તેટલામાં તો એપોનીનના હાથ લાકડાની પેઠે મેરિયસના ઢીંચણ ઉપર પડ્યા. મેરિયસે, પોતા ઉપર અજાણતાં આટલો પ્રેમ રાખતી તે હતભાગી છોકરીના કપાળ ઉપર કરુણાથી ગદ્દગદ થઈને ચુંબન કર્યું. કેસેટના કાગળમાં આટલી લીટીઓ હતી : “પ્રિય સ્નેહી – મારા પિતા મને અબઘડી અહીંથી લઈ જાય છે. આજ સાંજે અમે નં. ૭૨-દ-લ” હોમ આર્મ એ સ્થળે અમારા બીજા મકાનમાં હોઈશું, અને અઠવાડિયામાં તો લંડન. – કેસેટ, જન ૪.” . એપોનીને ઈર્ષ્યા અને પ્રેમ એ બે વૃત્તિઓથી પ્રેરાઈને આ બધું કર્યું હતું. પોતાના પિતા અને તેના સાગરીતોના હાથમાંથી તેણે મેરિયસને અને કેસેટને બચાવ્યાં હતાં; પણ કેસેટને મેરિયસથી છૂટી પાડવા જીન વાલજિનને આ ઘર છોડી ચાલ્યા જવા ભેદી ચેતવણી આપી હતી. કેસેટે ઘરમાંથી નીકળતાં નીકળતાં પોતાના નવા ઘરનું સરનામું જણાવતી Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ લે મિઝરાષ્પ ચિઠ્ઠી લખી ટપાલમાં નાખવા તૈયાર કરી. પણ પછી બીજો કશો ચારો ન જોતાં, વાડના સળિયા બહાર ફરતી અજાણી એપોનીનને પાંચ ફૂાંક મહેનતાણાના આપી, કાગળ ટપાલમાં નાખી દેવા ગુપચુપ આપી દીધો. તેણે ટપાલમાં તે ન નાખ્યો. એપોનીન બીજે દિવસે મેરિયસને શોધતી કોર્ફોરાકને ત્યાં ગઈ, ત્યારે તેને બળવો શરૂ થવાની, અને ક્રાંતિકારીઓએ જમાવેલી મોરચાબંધીની ખબર પડી. વિરોધી બનેલા બાપના હાથે પોતાનું મોત જ્યારે ત્યારે નિશ્ચિત ગણી, તથા કેસેટ તરફ આકર્ષાયેલા મેરિયસનો પ્રેમ પોતાને મળવો અશક્ય ગણી, એપોનીને એ મોરચાબંધીમાં જ ખપી જવાનો નિશ્ચય કર્યો. પણ સાથે સાથે કેસેટના સુખની ઈર્ષાથી પ્રેરાઈને તેણે મેરિયસને પણ એ મોરચાબંધીમાં ઘસડી લાવવાનો વિચાર ર્યો. તેને ખાતરી હતી કે મેરિયસ તે રાતે કોસેટને મળવા રુપ્લિમેટ તરફ જવાનો જ; એટલે તે ત્યાં ગઈ અને કોસેટને ન જોવાથી હતાશ થયેલા મેરિયસને મોરચાબંધીમાં મિત્રોનું નામ દઈ ખેંચી લાવી.. કેસેટની ચિઠ્ઠી વાંચીને મેરિયસને પણ ચિઠ્ઠી લખી આખરી વિદાય લેવાનો વિચાર આવ્યો. બેવોચનું ઓળખાણ એપોનીને હમણાં જ કરાવ્યું હતું. થેનારડિયરના છોકરાને આ મોરચાબંધીમાંથી દૂર કરી બચાવી લેવાય તો સારું, એમ વિચારી તેણે કોસેટ ઉપર નીચે મુજબ ચિઠ્ઠી લખી કાઢીને તે આપવા ગેડ્રોચને મોકલવાનો વિચાર કર્યો: “આપણું લગ્ન અશક્ય હતું, મારા દાદાએ ના પાડી. કારણ, મારી પાસે પણ મિલકત ન હતી, અને તારી પાસે પણ ન હતી. હું તારે ઘેર દોડી ગયો, પણ તું ત્યાં ન હતી. મેં તને કહ્યું હતું કે, તું જશે એટલે હું જરૂર મરવાનો. હું તે વચન પાળું છું – અહીં હવે મોરચામાં ગમે ત્યારે આખરી હુમલો થવા વકી છે: હું Page #147 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીની ઈર્ષ્યા 130 મરવાની તૈયારીમાં છું. હું તને ચાહું છું. અને જ્યારે તું આ કાગળ વાંચતી હઈશ, ત્યારે માર્ચ આત્મા હસતો હસતો નારી સામે જોઈ રહ્યો હશે.' - આ ચિઠ્ઠી લખ્યા પછી, પોતાની ડાયરીમાં પહેલે પાને એ જ પેન્સિલથી મોટા અક્ષરે તેણે લખી રાખ્યું : ‘મારું નામ મેરિયસ ખોન્ટમર્સી છે. મા શબને – મારા દાદા માં. જીલેનોËડને ત્યાં, નં. ૬ રુ-દ-ફિલો ડુ કેલવેરમાં પહોંચાડવું.’ આટલું કામ પતવ્યા બાદ તેણે ગેલ્રોચને બોલાવ્યો : ભાઈ, તું મારું એક કામ કરીશ?' ‘હા, સાહેબ; તમે કહો તે. તમે તો હમણાં મા જાન બચાવ્યો છે.’ " જો આ કાગળ છે. ને લઈને તું આ ઘેરામાંથી નીકળી જા. કાલે સવારે આ કાગળ નં. ૭-૬-લ' હોમ આર્મ એ સરનામે પહોંચાડી દેજે.' ‘પણ સાહેબ, ત્યાં સુધીમાં તો આ મોરચા ઉપર હુમલો આવી જાય. હું તે વખતે હાજર નહીં હોઉં ને?’ ‘હજુ આ મોરચા ઉપર કાલ સવાર સુધી હુમલો આવે એવી વકી નથી; તથા અહીંની તૈયારી જોતાં કાલ બપોર સુધી આ મોરચો પડે તેમ નથી.' છોકરો ચિઠ્ઠી લઈને તરત નાઠો. તેના મનમાં એવો વિચાર હતો કે, હજુ તો મધરાત થવા આવી છે; ચિઠ્ઠી આપીને પાછા ફરતાં બહુ વાર નહીં લાગે ! . જીન વાલજિન ઘણો મૂંઝાયો હતો. તેને કોઈ અણગમતા ભાવીના ઓળા આસપાસ ઘેરી વળતા દેખાતા હતા. તેણે મકાન એટલી ઝડપથી તથા એટલી ગુપ્ત રીતે છોડ્યુ કે, ટુર્સે કે કાસેટ કશો સામાન પણ લઈ શકયાં નહીં. આજુબાજુ આટલા બધા દુશ્મનો ફરતા હોય ત્યારે પેટી-પટારા લઈને Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ લે મિઝેરલ ઘર ખાલી કરવું, એ તો મોટી જાહેરાત જ થઈ જાય. તોપણ ટુર્સેએ થોડાં કપડાં તથા કાંસકા-કાંસકી લઈ લીધાં અને કોસેટે ચિઠ્ઠી-ચપાટી માટેના કાગળવાળી બ્લેટિંગ-બુક લઈ લીધી. જીન વાલજને અંધારું થયે જ નીકળવાનું વિચાર્યું હોવાથી, કોસેટ ચિઠ્ઠી લખી ટપાલમાં નાખવા એપનીનને આપી શકી હતી, એ આપણે જોઈ ગયા છીએ. . નવે ઘેર પહોંચ્યા પછી જીન વાલજીનની ચિંતા કંઈક ઓછી થઈ. કોસેટે કંઈક ખાધું-પીધું. પછી માથું દુખતું હોવાથી તે સૂઈ ગઈ. જીન વાલજિન જ્યારે ખાવા બેઠો, તે વખતે ટુર્સીએ પેરીસમાં બળવો શરૂ થયાના સમાચાર તેને કહી સંભળાવ્યા. જીન વાલજિન ભોજન પૂરું કરી શાંતિથી મુખ્ય ઓરડામાં ફરવા લાગ્યો. ત્યાં ફરતાં ફરતાં અચાનક આયનામાં તેને કંઈક અક્ષરો નજરે પડ્યા. ટેબલ ઉપર કોસેટની બ્લેટિંગ-બુક ઉઘાડી પડેલી, તેમાં મેરિયસને લખેલી ચિઠ્ઠીના અક્ષરો ઊંધા પડેલા, તે આયનામાં ફરી ઊંધા થવાથી છતા બની ગયા હતા અને વાંચી શકાતા હતા! જીન વાલજિન એ જોઈને ચક્યો! કોસેટ – પોતાની વહાલી બાળકી કોસેટ હવે યુવતી થઈ હતી – અને પોતાના પ્રેમી સાથે છૂપી રીતે પત્રવ્યવહાર ચલાવતી હતી! , જીન વાલજનના અંતરનો સઘળો સ્નેહ કોસેટમાં જ સર્વતોભાવે કેન્દ્રિત થયેલો હતો. જીન વાલજને સર્વ પ્રકારનાં સંકટોનો – શરીરને તોડી નાખે એવાં દુ:ખોનો કશી ચિંતા વિના સામનો કર્યો હતો. પરંતુ પોતાના અંતરને ચીરી નાખે એવું આ જાતનું દુ:ખ તેણે કદી અનુભવ્યું ન હતું. કોસેટની આસપાસ તેણે પોતાનું કલ્યાણ, પોતાનો આધાર, પોતાનું કુટુંબ, પોતાનો દેશ અને પોતાનું સ્વર્ગ ગૂંચ્યાં હતાં. તે બધું એક સપાટે જાણે ખતમ Page #149 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીની ઈર્ષ્યા ૧૩૨ થયું, એમ તેને લાગ્યું. કેસેટ બીજાને ચાહતી હતી — બીજાની બની ચૂકી હતી ! તેણે ઝટપટ બધા તાંતણા જોડવા માંડયા, જરૂર એ પેલો લક્ષમબર્ગના બગીચાવાળો યુવાન જ હોવો જોઈએ ! પોતાના સમગ્ર જીવન ઉપર આવો કારમો ફટકો લગાવનાર એ હરીફ પ્રત્યે તેના અંતરનો સર્વ ધિક્કાર – સર્વ દ્વેષ, એકદમ ધરનીના પેટાળમાંથી ઊછળી આવતા લાવા ૨સની પેઠે, બાળતો – પ્રજાળતો ઉપર ઊછળી આવ્યો. અંધારું થઈ ગયું હતું છતાં જીન વાલ્ટેજન નિન શેરીમાં નીકળી ઘર આગળના બાંકડા ઉપર બેસી ગયો અને શહેરમાં દૂરદૂર થતી ધમાલ અને ગોળીબારના અવાજ ધ્યાન દઈ સાંભળવા લાગ્યો. જાણે એ વસ્તુઓ જ અત્યારે તેના હૃદયની લાગણીઓને કઈકે સાંત્વન આપી શકે તેમ હોય ! ૯ રાતના કલાક વહી જવા લાગ્યા. પણ જીન ધાજન મડદાની પેઠે બાંકડા ઉપર સ્થિર બેસી જ રહ્યો. તેવામાં તેણે એક નાના છોકરાને ઘાનાં બારણાં ધારી ધારીને જોતો જોયો. એક ફાનસ પાસે પહોંચતાં જ તે છોક૨ે તરત એક પથરો ઉપાડી, તે ફાનસ ફોડી નાખ્યું. વાહ! હજી શેરીમાં ફાનસો લહેરથી સળગે છે, એ શું? આ તે કંઈ ક્રાંતિનાં લક્ષણ કહેવાય ?' જીન વાજિને તેની પાસે જઈ તેને પૂછ્યુ’, ‘બેટા, તું શું કરે છે?’ " નાગરિક ! સજ્જ થાઓ ! ક્રાંતિ શરૂ થઈ છે! ઈન્કિલાબ ઝિંદાબાદ !' " આટલું ભાષણ ઠડાડી દીધા બાદ, ગેોચે તરત તેને પૂછ્યું, ‘પણ નાગરિક! તમે આ શેરીના વતની છો ?' ,k ‘હા, ભાઈ.’ નં. ૭ કર્યાં છે? બતાવી શકશો?’ Page #150 -------------------------------------------------------------------------- ________________ નં. ૭નું તારે શું ક્રમ છે?' જીન વાલજને કંઈક ચેકીને પૂછ્યું. પણ આટલું પૂછયા બાદ, જીન વાલજને તરત તાનો પ્રશ્ન બદલી નાખ્યો : “ભાઈ, હું જે કાગળની રાહ જોઉં છું, તે તો તું નથી લાવ્યો ને? હું જ . ૭માં રહું છું.” પણ, તન્મે ઔ ક્યાં છો? ભલા નાગરિક, એ કાગળ તો સ્ત્રી માટે છે!” “કાગળ કોર્સેટ બાનું માટે છે ને? તેમણે જ મને અહીં ઊભો રાખ્યો છે!' ગેચ ભરમાઈ ગર્યો. તેણે મરચા ઉપર પાછા ફરવાની ઉતાવળમાં કાગળ જીન વાલજનને આપી દીધો, અને તે લશ્કરી ઢબે રાઇટ-લેફટ, રાઇટ-લેફુટ કરાઁ મરચા તરફ પાછો કૂચ કરી ગર્યો. જન વાલજને મકાનમાં જઈ મીણબત્તી સળગાવી અને કાગળ વાંચવા માંડ્યું. તેનાં ભવાં ચડતાં ગયાં. પણ જ્યારે છેલ્લી લીટી આવી કે, “હું મરવાની તૈયારીમાં છું... અને જ્યારે તું આ કાગળ વાંચતી હોઈશ, ત્યારે મારો આત્મા હસતો હસતો તારી સામે જોઈ રહ્ય હશે’ – ત્યારે જીન વાલજિનના અંતરમાં થઈને આનંદની એક લહેર પસાર થઈ ગઈ. ‘ત્યારે હવે આ માણસનો અંત હાથવેંતમાં છે – તેના ગયા પછી કોસેટ ફરી પાછી સમગ્રરૂપે મને પાછી મળશે !' છતાં તેના અંતરમાં પાછું બીજું કંઈક સળવળવા લાગ્યું! તેને કેસેટના પ્રથમ સ્નેહીનો આ અંત આવે તેથી આનંદ થવામાં કંઈક હીણું લાગવા માંડ્યું. થોડા વખત બાદ તે નેશનલ-ગાર્ડન પોશાક પહેરી, હાથમાં બંદૂક લઈ, મોરચા તરફ જવા નીકળી પડવ્યો, Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મોરચો પડ્યો મોરચાબંધીના નાયકે બે કલાકના આરામનો હુકમ આપ્યો હતો. મેરિયસને મોરચાના તારણહાર તરીકે સર્વાનુમતે નાયક જેટલા જ હક આપવામાં આવ્યા હતા. નાયક એક બાજુની ગલીમાં થઈને આસપાસના સમાચાર જાણવા બહાર ગયો હતો. મોરચામાં સૌ કોઈને આશા હતી કે, આ વખતે આખું પેરીસ સળગી ઊઠવાનું છે, અને કાલ સાંજ પહેલાં તો રાજસત્તા ઊથલી પડી હશે. પણ નાયકે બહાર જઈ આવ્યા બાદ સૌને ભેગા કરીને જણાવ્યું : પેરીસ શાંત છે; આખું સરકારી લશ્કર બહાર પડ્યું છે. તેનો ત્રીજો ભાગ આ મોરચાને ઉડાવી દેવા ચારે બાજ ગોઠવાઈ ગયો છે. ક્યાંયથી જરા પણ મદદની આશા હવે નથી. લોકોએ આપણને તજી દીધા છે. એક કલાકમાં આ મોરચો હતો-નહતો થઈ ગયો હશે.' નાયકે ગણતરી કરી, તો ૩૭ માણસો મોરચામાં હતા. તેણે કહ્યું, ‘આપણે અહીં ત્રીસ માણસો જેટલાં સાધનો છે. બાકીનાઓની નાહક કતલ શા માટે થવા દેવી? માટે ત્રીસ જણા જ રહો, અને બાકીના બહાર નીકળી જાઓ.’ પણ કોઈ મોરચો છોડવા તૈયાર થયું નહીં. છેવટે નાયકે જેઓના ઉપર કુટુંબનો આધાર હોય, તેવાઓને પોતાની મેળે બહાર આવવાનો હુકમ કર્યો. પાંચ જણ બહાર તો આવ્યા; પણ તેઓ મોરચો છોડવા તૈયાર ન હતા. ૧ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ લે મિરાહ નાયકે કહ્યું, “તમે લોકો મોતથી ડરીને જાઓ છો એમ નથી; પણ આપણી ક્રાંતિની જ્યોત જલતી રાખવા માટે જ જાઓ છો, એમ માનજો.” પરંતુ ચારે બાજુ ઘેરાયેલી સ્થિતિમાંથી તે લોકોએ નીકળવું પણ શી રીતે? નેશનલ-ગાર્ડનાં ચાર મડદાં ઉપરથી ઉતારી લીધેલાં કપડાં ત્યાં હતાં. ચારને તે પહેરવાનો હુકમ થયો. પણ તેઓ પાંચ હતા, અને દરેક જણ કપડાં વગરનો રહેવા જ તૈયાર હતો? એટલામાં અચાનક નેશનલ-ગાર્ડના પોશાકની પાંચમી જોડ આકાશમાંથી પડી ! મેરિયસે નજર કરી અને તે જોડ નાખનાર તરીકે કોસેટના પિતાને ઓળખ્યા. જીન વાલજિન તે જ ઘડીએ મોરચામાં દાખલ થયો હતો. મેરિયસે જણાવ્યું કે, “હું તેમને ઓળખું છું, એટલે તેમને મોરચામાં આવવા દેવામાં આવ્યા. તેમની પાસે તેમની પોતાની બંદૂક હતી જ. પેલા પાંચ જણા રડતા રડતા અને પોતાના અંદર રહેલા બંધુઓને ભેટતા ભેટતા બહાર ચાલ્યા ગયા. હવે જાવર્ટનું પતવવાનું રહ્યું. તેણે પીવાનું પાણી માગ્યું; તે તેને આપવામાં આવ્યું. આખી રાત તે એક થાંભલા સાથે બંધાયેલો રહ્યો હતો; તેણે પોતાને ટેબલ ઉપર આડો પાડી બાંધવાનું કહ્યું. તેની તે વિનંતી પણ સ્વીકારવામાં આવી. તેણે પોતાનો તરત ફેંસલો કરી નાખવાનું પણ કહ્યું, પરંતુ નાયકે જણાવ્યું કે અમારી પાસે ગોળીઓ થોડી છે, એટલે છેવટે જયારે ગોળીઓનો ખપ નહીં રહે, ત્યારે જ તને ખતમ કરવા માટે ગોળી વાપરવામાં આવશે. જાવટે બંધાતાં બંધાતાં જીન વાલજિનને ઓળખી લીધો હતો. મેરિયસને પણ તેણે ઓળખ્યો હતો. બધા બળવાખોરોને નજરે જોઈને ઓળખી કાઢવા માટે તો તે અહીં આવ્યો હતો. ધીમે ધીમે સવાર પડી ગઈ. Page #153 -------------------------------------------------------------------------- ________________ મોર પડશે ૧૪૩ દરમ્યાન મોરચા સામે તોપ ગોઠવાઈ ગઈ હતી, અને પહેલો ગોળો ફૂટવાની સેકડો ગણાવી હતી. એવામાં કેટલાક સૈનિકો મોરચાની અંદરની સ્થિતિ જોવા માટે બાજુનાં ઘરો ઉપર ચડ્યા. પણ જીન વાલજન, કે જેણે કોઈ માણસને મારવા પોતાની બંદૂક અત્યાર સુધી વાપરી ન હતી. તેણે એક પછી એક ત્રણ બાર કરીને ત્રણ સૈનિકોના ટોપા ઉડાવી દીધા. એ જોઈ બધા સૈનિકો એકદમ નીચે ઊતરી ગયા. નાયક જીન વાલજિનની કામગીરીથી ખુશ થઈ ગયો. પણ એટલી ટીકા તેણે કરી કે, “ભલા માણસ તું જરા નીચેથી ખોપરી ઉપર નિશાન લેત, તો કેવું સારું થાત?' તોપે પોતાનું ખતરનાક કામ હવે શરૂ કર્યું. મોરચામાંના માણસો તે જોઈ ચોંકી ઊઠ્યા. મોરચો ધૂળના ઢગલાની પેઠે ઊડી જવા લાગ્યો. બળવાખોરો હવે તોપચીઓને નિશાન બનાવીને પોતાનું સઘળું જોર અજમાવવા માંડ્યા. કેટલાય તોપચીઓ માર્યા ગયા. સરકારી સેનાપતિએ તે જોઈ હવે દૂરથી ફોડી શકાય તેવી મોટી તોપ લાવવાનો હુકમ કર્યો; જેથી પોતાના માણસોની નાહક હત્યા ન થાય. એ દરમ્યાન બેવોચ મોરચાની બહાર આવીને મરેલા કે ઘાયલ થયેલા સરકારી સૈનિકોના કારતૂસના પટાઓ છોડવા લાગ્યો. મોરચાવાળાઓ પાસે હવે કારતૂસો ખૂટી ગઈ હતી. * દૂર રહ્યાં રહ્યાં સરકારી સૈનિકો મેવોચ ઉપર ગોળીઓ છોડવા લાગ્યા. બેવોચ ડર્યા વિના પોતાનું કામ કર્યો જતો હતો. તેણે સારી પેઠે કારતૂસો ભેગી કરી; પણ હવે તેની આસપાસ ધાણીની પેઠે ગોળીઓ ફૂટી રહી હતી. થોડી વારમાં એક પછી એક ચાર ગોળીઓ એ નાના ઉંદરડા જેવા છોકરાના શરીરમાંથી પસાર થઈ ગઈ; અને Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪ હૈ મિઝરાઇલ છેલ્લી વાર બે હાથ ઊંચા કરી, સંગ્રામ-ગીતની કડી બોલતી બોલતો ગર્વોચ મડદુ થઈ જમીન ઉપર ઢળી પડ્યો. . | મોરચામાંથી એક ચીસ આકાશ ભેદતી ચાલી ગઈ. બીજી જ ક્ષણે મેરિયસ મોરચાની બહાર કૂદી પડ્યો. પોતાના પિતાને રણક્ષેત્રમાંથી જીવતો બચાવી લાવનાર થનારડિયરનું ઋણ અદા કરતો હોય તેમ, તેના મૃત પુત્રને ઉપાડી લાવવા, તે દોડ્યો. તે નીચો નમ્યો તે જ ઘડીએ એક ગોળી તેની ખોપરીને ઘસાઈને ચાલી ગઈ. મેરિયસનું મોં લોહીથી ભરાઈ ગયું. છતાંયે તે પેલા બહાદુર છોકરાને ઊંચકીને મોરચામાં લઈ આવ્યું. પતાના મૃત્યુની કિંમતે નાના ગેવોએ મોરચામાંના દરેક માણસને પંદર કારતૂસો પૂરી પાડી હતી. મોરચો પૂરેપૂરો ઊડી ગયો હત. નાયકે બળવાખને હવે મરતા પહેલાં દુશ્મન પાસેથી આકરામાં આકરી કિંમત વસૂલ કરવાનો હુકમ આપ્યો. છવ્વીસમાંથી વીસને બહાર રાખવામાં આવ્યા અને છને પહેલે માળ બારીએ રહી ગોળીબાર કરવાનો હુકમ મળ્યો. મેરિયસે બહારની બાજુએથી હુક આપવા અને નાયકે અંદરની બાજુએથી હુકમ આપવા, એમ પણ નક્કી થયું. પછી નાયકે એક પિસ્તોલ ટેબલ ઉપર મૂકીને કહ્યું, “આ જાસૂસની ખોપરી ઉડાવી દો.” અહીં આ જગાએ જ?' એક અવાજે પૂછયું. ના, પાછલા નાના મોરચાની બહાર ગલીમાં લઈ જઈને. આપણા ભેગું તેનું મડદુ ન પડવું જોઈએ.” એવામાં જીન વાલજન આગળ આવ્યો. તેણે નાયક પાસે જાવટેની ખોપરી ઉડાવી દેવાની પરવાનગી માગી. નાયકે જીન વાલજને બજાવેલી કામગીરીના ઇનામ તરીકે તેની વિનંતી મંજૂર રાખી. જીન વાલજિન બંદૂકનો ધોડો ચડાવી, જાવર્ટને દોરડા વડે દોરીને લઈ ચાલ્યો. મેરિયસ જીન વાલજિનને જતો જોઈ રહ્યો. Page #155 -------------------------------------------------------------------------- ________________ સરચા પડયો ૧૫ ગલીમાં લઈ જઈ, જીન વાજને જાવને કહ્યું, જાવ, મને ઓળખ્યો ?’ ་ ‘તારું વેર લઈ લે ! બરાબર છે.' જાવટ જવાબ આપ્યો. જીન વાલજિને ખિસ્સામાંથી ચાકુ કાઢયું. જાવ તે જોઈને બોલ્યો : ‘તારા જેવા ડાકુને એ જ છાજે! ભલે તું મને એના વડે મારી નાખ.' જીન વાલજિને એ ચાકુથી જાવના બધા બંધ કાપી નાખ્યા. અને પછી તેને કહ્યું, જા, તું છૂટો છે!' નવ ચોંકીને ઊભો રહ્યો. જીત વાજિને કહ્યું, ‘હું આ મોરચામાંથી જીવતો છૂટવાનો નથી; પરંતુ કદાચ હું બચી જાઉં, તો હું ફાશલોઁના નામથી નં. ૭, રૂ-દ-લ' હામ આર્મીમાં રહું છું.' જાવ જવાબમાં માત્ર ઘૂરકયો, અને તે સરનામું યાદ રાખવા ફરી બોલી ગયો. બે ડગલાં ગયા પછી તે પાછો ફર્યા અને બોલ્યો, તેં મને મારી નાખ્યો હોત, તો જ સારું નહોતું ?' " જીન વાલ્ટેજને માત્ર કહ્યું : ‘ભલો થઈને ચાલતો થા.’ એક ક્ષણ બાદ જીન વાલજને હવામાં પોતાની બંદૂકનો બાર કર્યો. મેરિયસ દૂરથી એ અવાજ સાંભળીને પણ ચોંકી ઊઠયો. જાવને જીન વાજિન ચાહીને મારવા લઈ ગયો, તે તેને ગમ્યું ન હતું. જીન વાજિને મોરચામાં પાછા આવી કહ્યુ', બધું પતી ગયું.' પણ ક્ષણ વારમાં તો સરકારી સૈનિકોનો વ્યવસ્થિત ધસારો શરૂ થયો. ગોળીબારથી બળવાખોરોની આગલી હરોળ તરત તૂટી પડી. સૌ હવે મકાનનો આશરો લેવા નાઠા, નાયક ૯૦ – ૧૦ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪ લે નિરાલ અને મેરિયસ સરકારી સૈનિકોને ખાળવા આગળ ઊભા રહ્યા અને તેમની પાછળ થઈને સૌ મકાનમાં ઘૂસી ગયા. છેક છેલો નાયક પેઠો અને બારણું ભિડાઈ ગયું. મેરિયસ મકાનમાં પેસી શક્યો ન હતો. એક ગોળીથી તેના ખભાની હાંસડી તૂટી જતાં તે ગબડી પડ્યો હતો. તેની આંખો કદાચ છેવટની મીંચાઈ, અને તેનું ચેતન લુપ્ત થયું, તે ઘડીએ તેને એટલું લાગ્યું કે એક બળવાન હાથે તેને બાજુએ ખેંચી લીધો છે. મકાનમાં બેઠેલા બળવાખોરોની પછીની વાત જેટલી ટૂંકી છે, તેટલી જ બલિદાન અને બહાદુરીની દષ્ટિએ ઉજજવળ છે. એકેએક માણસ કંઈક ને કંઈક સામનો કરીને જ મર્યો. છેવટે છાપરા ઉપર ચડી ગયેલો એક બળવાખોર પોતાને પકડવા આવેલા સૈનિક ઉપર કૂદકો મારી તેને બાથમાં લઈને જ છેક નીચે શેરીમાં પડી ફેંદકુંદા થઈ ગયો. સૈનિકોએ આખી શેરીનાં બધાં મકાનોની ઝડતી શરૂ કરી દીધી. જીન વાલજને મોરચામાં રહ્યાં રહ્યાં સામા પક્ષના કેઈની હત્યા કરી ન હતી. છતાં તે એક ક્ષણ નકામો પણ બેસી નહોતો રહ્યો. ઘાયલ થઈને પડતા દરેકને ઉપાડી લેવો, મકાનમાં સુરક્ષિતપણે ખેંચી જઈ તેની બનતી સારવાર કરવી, મોરચાનું સમારકામ કર્યા કરવું, મેરિયસના ઉપર નજર રાખ્યા કરવી, વગેરે કામોમાં તે આખો વખત રોકાયેલો રહ્યો હતો. જે ઘડીએ મેરિયસ ઘાયલ અને મૂર્શિત થઈ ઢળી પડ્યો, તે જ ઘડીએ તે તેના ઉપર વાઘની ચપળતાથી કૂદી પડયો; અને વાઘ પોતાનો શિકાર લઈ ચાલતો થાય, તેમ મેરિયસને ઉપાડી ત્યાંથી ખસી ગયો. પણ આ ઘેરાઈ ગયેલી શેરીમાંથી હવે બહાર નીકળવું શી રીતે? ચારે બાજુ સરકારી સૈનિકો બચી ગયેલા કે છુપાઈ Page #157 -------------------------------------------------------------------------- ________________ મેર પડશે ૧૭ રહેલા બળવાખોરોની કડક તપાસ ચલાવી રહ્યા હતા. મોરચામાંથી એક પણ માણસ ક્યાંયથી જીવતું છટકી શકે તેમ નહોતું. જીન વાલજિન ચારે તરફ નજર કરી વળ્યો. તે ઊભો હતો તે ખૂણો અત્યારે મડદાં તથા શેરીના ભંગારના ઢગલાની આડે થોડી વાર પૂરતો સૌ કોઈની નજર બહાર હતો. પરંતુ કોઈ પણ ક્ષણે સરકારી સૈનિકો ત્યાં આવી પડે તેવો સંભવ હતો. જીન વાલજિનની સ્થિતિ પી૦ ના મઠનો વંઢો ચઢી ઊતરતી વખતે થઈ હતી તેવી થઈ રહી. તેનું મગજ વેગથી કામ કરવા લાગ્યું. ક્યાંય કશો રસ્તો દેખાતો ન હતો. અચાનક તેની નજર રસ્તા ઉપરના એક જાળીદાર ઢાંકણા ઉપર પડી. પેરીસના મહા-સુરંગનું એ ઢાંકણ હતું. પેરીસ શહેરમાં જમીનની નીચે જંગી સુરંગોનું બીજું શહેર ફેલાયેલું હતું. એક ક્ષણ પણ કશો વિચાર કર્યા વિના મેરિયસને પોતાના બંને ખભા ઉપર નાખી, ગટરના ઢાંકણાને પોતાના જોરેદાર પંજાઓ વડે ખસેડી, પોતાની કૂણીઓ અને ઘૂંટણના જોરે, સીડી ઉપરથી ઊતરતો હોય તેમ, બંને બાજુની ભીંતોને આધારે તે નીચે ઊતરવા માંડ્યો. દશ ફૂટ નીચે જતાં તેના પગ જમીનને અડ્યા. મેરિયસને ત્યાં જ ટેકવી, તે ઉપરનું ઢાંકણું ખસેડીને બરાબર ગોઠવી દેવા પાછો ઉપર ચડી ગયો. અને જેવું તે ઢાંકણું તેની જગાએ ગોઠવાયું, કે તરત થોડે દૂરથી દોડતાં પગલાંનો અવાજ તેને એ તરફ આવતો સંભળાયો. ઢાંકણું બેસી જતાં ઉપરની આખી દુનિયા લુપ્ત થઈ ગઈ. આંખનો અંધારપટ દૂર થયો એટલે મેરિયસને ઊંચકી, એકદમ તો તે આગળ ચાલ્યો. સુરંગો ૨સ્તાની નીચે નીચે જ જતી હોય છે, અને તે વખતે પેરીસમાં ૨૨૦૦ રસ્તાઓ હતા. એ બધી જાળમાંથી કદી ક્યાંય સહીસલામત જગાએ નીકળાશે કે પછી એમાં જ અટવાઈને છેવટે જિંદગીથી હાથ Page #158 -------------------------------------------------------------------------- ________________ લે મિરાન્ડ ધોઈ નાખવા પડશે, તેનું કશું ઠેકાણું ન હતું. મેરિયસ પણ ઘવાયેલો હતો અને તેનો ઘા લાંબો વખત સારવાર વિનાનો રહે, તો તેના જીવનનો પણ કેટલો ભરોસો? શરૂઆતમાં તો બળવાન સ્થાનેથી દૂર ખસવું એટલો જ જીન વાલજિનને ખ્યાલ હતો. પરંતુ તેને પણ ધીમે ધીમે બીક લાગવા માંડી. ચાલતાં ચાલતાં અર્ધા કલાક થઈ ગયો હતો. પોતે શહેરના કયા ભાગની નીચે છે. તે જાણવાનું પણ કાંઈ ઠેકાણું ન હતું. એટલામાં અચાનક સામે પ્રકાશનો એક ગોળો તગતગતો હોય તેમ એને લાગ્યું. તેની પાછળ આઠ નવ ભૂત જેવા ઓળા નજરે પડ્યા. ક્રાંતિકારીઓ શહેર નીચેની સુરંગોમાં સંતાઈ રહેવાના, એવો ખ્યાલ પોલીસોને હોવાથી. મુખ્ય મુખ્ય ભાગોની સુરંગોમાં એકસામટી અનેક જગાએથી પોલીસ-ટુકડીઓ ઉતારવામાં આવી હતી. આ ભાગની ટુકડીને કેઈકનાં પગલાંનો અવાજ થોડીક વખત થયાં સંભળાતો હતો. જમાદારે ફાનસ ઊંચું કરીને આંખ ખેંચીને જોવા પ્રયત્ન કર્યો. જીન વાલજન તરત ચેતી ગયો અને ભીંત સરસો દબાઈને ઊભો રહ્યો. પોલીસોને દૂર સુધી કંઈ દેખાય તેમ તો હતું નહીં; એટલે થોડી વાર ચૂપ રહીને તેમણે અવાજ સાંભળવા પ્રયત્ન કર્યો. પણ પછી ભ્રમ થયો હશે એમ માની, ને તરફ બંદૂકનો બાર કરીને તેઓ બીજી તરફ વિદાય થયા. જીન વાલજિન ઊભો હતો ત્યાં પાસે પ્લાસ્ટરનું દગડું ગોળી વાગવાથી તૂટી પડ્યું અને પાણીમાં પછડાયું. એક બાજુ મોટા બળવા જેવા તોફાન સામે બાથ ભીડવામાં સરકારી લશ્કર રોકાયું હતું, ત્યારે પેરીસની પોલીસ પોતાના ચાલુ કામકાજમાં જરા પણ ફરક પડવા દીધા સિવાય પોતાનું કામ કર્યે જતી હતી. પેરીસ વચ્ચે થઈને વહેતી સીન નદીના જમણા કિનારે આજે ઉંદર બિલાડીનો એક ખેલ જામ્યો Page #159 -------------------------------------------------------------------------- ________________ રચે પડયો ૧ હતો. એક ચીંથરેહાલ માણસ આડું અવળું જોતો જોતો, પોતાની પાછળ પડેલા પોલીસના માણસને થાપ આપી છટકી જવા પ્રયત્ન કરતો ચાલતો હતો. તેનો પીછો પકડનાર પોલીસ તેને ઝટ પકડી શકે તેમ હતું, પરંતુ તેને એવો લોભ હતો કે પેલા ગુંડાને પોતાના છુપાઈ રહેવાને સ્થળે જવા દેવો, જેથી તેના બીજા સાગરીતો પણ હાથ આવે. પોલીસના માણસે એક ઘોડાગાડીને પસાર થતી જોતાં તેને પાછળ પાછળ આવવા નિશાની કરી. | નદીનો ઢાળ આવ્યો, ત્યારે આગળ ચાલનાર ગુંડો ભૂલથી કે જાણી જોઈને કિનારે કિનારે સીધો ચાલવા માંડયો. આગળ જ્યાં નદીનો ખૂણો પડતો હતો, ત્યાં કિનારો બંધ થતો હતો અને પાણી ભેખડને ઘસાઈને જ વહેતું હતું. આ રસ્તે આગળ જવું એ તો જાણી જોઈને છેવટે પોલીસના હાથમાં કે નદીના મોંમાં જઈ પડવાં જેવું જ હતું. પોલીસવાળો રાજી થતો થતો તેની પાછળ જરા જલદી ચાલવા લાગ્યો. ભેખડ જ્યાં પાણીને અડની હતી તે તરફ જતાં વચમાં સાતઆઠ ફૂટ ઊંચો કચરાનો ઢગલો હતો. પેલો ગુંડો તે ઢગલા પાછળ જઈ પહોંચ્યો એટલે તરત પેલા પોલીસવાળાએ પોતાનો વેગ વધાર્યો. એ ઢગલાને પાર કરીને તેણે જોયું તો પચીસેક ડગલાં આગળ નદી ભેખડને અડતી હતી, પણ વચ્ચેની જગામાં પેલો માણસ ન હતો ! તે હવામાં ઓગળી ગયો કે પાણીમાં પેસી ગયો તેની કશી ખબર ન પડી. • પોલીસવાળાએ ભેખડ સુધી જઈને આસપાસ બારીક નજરથી જોયું. ત્યાં બાજુ ઉપર એક મોટી જાળી હતી. કોઈને કઈ મહા-સુરંગનું તે બારણું હતું. ત્રણ જંગી મિજાગરાં ઉપર ઊઘડતી એ જાળીને રાક્ષસી તાળું હતું. પેલો માણસ એ તાળું ઉઘાડી તે સુરંગમાં પેઠો હોય એમ બને. એટલે પાછો તે બહાર નીકળે તેની રાહ જોતો પોલીસવાળો પેલા ઢગલાની Page #160 -------------------------------------------------------------------------- ________________ લે મિરાલ્ડ આ બાજુએ છુપાઈને નિરાંતે બેઠો. એ જાણતો હતો કે, એ સુરંગમાં થોડા સમય માટે પેસી ભલે રહેવાય; પણ તેમાં થઈને આગળ જીવતા ક્યાંય નીકળાય જ નહિ. * આ તરફ જીન વાલજને સુરંગમાં પાછું આગળ ચાલવાનું શરૂ કર્યું હતું. પગ નીચેની જગા લપસણી અને ભીની હતી. અને ધીમે ધીમે પાણીનો ભરાવ વધતો જતો હતો. હવે વધુ વખત અંદર ને અંદર અટવાયા કરવાનો કશો અર્થ ન હતો; ગમે તે રીતે સીન નદીને કિનારે પહોંચી જવું જ જોઈએ. તેથી તેણે બે રસ્તા આવ્યા ત્યારે જે બાજુ ઢાળ વધારે હતો ને બાજુ જવાનું જ પસંદ કર્યું. કેટલેય દૂર ગયા પછી ઉપરની જાળીમાંથી પ્રકાશના ધાબા જેવું આવતું તેને લાગ્યું. ત્યાં ઊભા રહી તેણે મેરિયસની શી હાલત છે તે જોઈ લેવાનો વિચાર કર્યો. તેનું મોં તો ફિફર્ક પડી ગયેલું હતું; પણ હૃદય હજુ ધબકતું હતું. જીન વાલજિને પોતાનું ખમીસ ફાડીને જ્યાં ઘા જેવું લાગ્યું ત્યાં મેરિયસને પાટા બાંધી દીધા. પછી તેનાં ખિસ્સાં ફફેસતાં તેમાંથી એક ડાયરી જેવું હાથ આવ્યું. તે ઉઘાડીને વાંચતાં પહેલે પાને મેરિયસે પોતાનું શબ પોતાના દાદાને ત્યાં પહોંચે તે માટે લખેલું સરનામું તેની નજરે પડયું. પછી થાક ખાઈ, થોડું જોર લાગતાં તેણે મેરિયસને ઉપાડીને પાછું ચાલવા માંડયું. પણ હવે પાણી એકદમ વધવા લાગ્યું, તથા પગ ચાટવા લાગ્યા. જીન વાલજિન ચકી ઊઠયો. આ લાંબી લાંબી સુરંગોમાં ઘણી વાર એવું બનતું કે નીચેના તળિયામાંથી જમીન અચાનક બેસી જતાં કેટલાય ભાગમાં ખાડો પડી જતો અને તેમાં પાણી ભરાઈ રહેતું. એ ખાડો કેટલો ઊંડો હોય કે કેટલો લાંબો હોય તે કહી ન શકાય. થોડાં ડગલાંમાં પણ તે પૂરો થઈ જતો હોય, કે પછી Page #161 -------------------------------------------------------------------------- ________________ મેર પડયો ૧૫૧ ને બસો ત્રણસો ફૂટ જેટલો લાંબો પણ હોય, તેમાં જો પાણીનો ભાગ વધુ હોય, તો માણસ તરત જ અંદર ઊતરી પડે અને ડૂબી જાય; જો કાદવનું પ્રમાણ વધુ હોય, તો માણસ અંદર ચુસાતો જાય; અને એ મોત થોડી મિનિટ મોડું આવે. જીન વાલજને ધીમે ધીમે પગલાં ભરવા માંડયાં. થોડી વારમાં કાદવ એકદમ ઢીંચણ સુધી અને પાણી કમર સુધી આવી ગયું. જીન વાલજિન જમીનમાં જાણે ચુસાવા લાગ્યો. હવે પાછા ફરાય તેમ હતું જ નહીં. જીન વાલજિનના શરીરમાં રાક્ષસી તાકાત હતી. પરંતુ હવે તો ઊંડાણ પૂરું થઈ જલદી પગ અડે તેવી જગા આવે, તો જ જીવતા રહેવાય. પાણી ધીમે ધીમે બગલો સુધી આવી પહોંચ્યું. જીન વાલજિને મેરિયસને બે હાથ ઉપર ઊંચો કરાય તેટલો કરવા પ્રયત્ન કર્યો. હવે તો જીન વાલજિનનું માથું જ બહાર રહ્યું હતું અને મેરિયસને ઊંચકતા બે પંજા. પાછો તે થોડો વધુ કળ્યો. એટલે જીન વાલજિનને શ્વાસ લેવા માટે જ પોતાના મને પાછળ બોચી તરફ ઊંચું કરવું પડયું. હવે આગળ શું હતું? મોત કે જીવન? જીન વાલજિને મરણિયા થઈને એક ડગલું ભર્યું, અને અચાનક તેના પગનું તળિયું કઠણ જમીનને અડયું ત્યાં છેલ્લું જોર કરીને બંને પગે તે સ્થિર થયો. છેલ્લી કટોકટીની ઘડીએ આમ જીવનની આશા ઊભી થાય, ત્યારે અંતર ઈશ્વરને ધન્યવાદ આપી કેવું ગળગળું બની જાય છે! થોડી વાર પ્રયત્ન કરીને જીન વાલજિન પૂરેપૂરો કાદવની બહાર આવી ગયો. કળણ પૂરું થયું અને કઠણ ફરસબંધી આવી ગઈ. તે જ ઘડીએ દૂર પ્રકાશનો લીસોટો તેની નજરે પડ્યો. થોડેક આગળ ચાલતાં દરવાજાની જાળી અને તેનું જંગી તાળું સ્પષ્ટ દેખાવા લાગ્યાં. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર તે મિઝરા ૭ - જીન વાલજિને નજીક જઈ મેરિયસને ભીંતને ટેકે ગોઠવ્ય અને પછી જાળીના સળિયા એક પછી એક હલાવી જોયા, એકાદ સળિય પણ ઢીલું કે નમાવી શકાય તેવો નીકળે, તો તેની મદદથી પછી મિજાગરાં ઉતારી શકાય કે તાળું તોડી શકાય. પણ બધા સળિયા સખત મજબૂત હતા? જન વાલજને બચવાની આશા મૂકી. આટલે દૂર આવ્યા બાદ, આ જાળી આગળ પોતાનો છુટકારો હાથવેંતમાં જોયા પછી ભૂખે અને તરસે મરવાનું તેને નિશ્ચિત દેખાયું. બહાર સીન નદી ઘૂઘવતી જતી હતી. પેલા કાદવમાં થઈને પાછા ફરવાનો તો કર્થો અર્થ જ ન હતો. તે ઘડીએ તેના ખભા ઉપર કોઈનો હાથ પડ્યો અને નજીકથી કોઈ બોલ્યું: “અર્ધા ભાગ!” જીન વાલજિન પોતે સ્વમમાં છે કે જાગતો છે, એ સમજી જ ન શક્યો. કોઈનાં પગલાં તેણે સાંભળ્યાં ન હતાં કે કેઈનો ઓળં તેણે જોયો ન હતો. અને અચાનક આ કોણ? થોડે પાસેથી આંખ માંડીને જોયું તો તે થનારડિયર હતો ! અનુભવી જીન વાલજને કશો ગભરાટ દેખાવા ન દીધો. થેનારડિયરનું મોં તો સ્પષ્ટ હતું. જીન વાલજિનનું આખું શરીર નીચેથી નાક સુધી જાડા કાદવથી ખરડાયેલું હતું. એટલે થેનારડિયર તેને ઓળખી શકે તેમ હતું નહીં. જીન વાલજને થેનારડિયરને જ બોલવા દીધો. અહીંથી તું બહાર નીકળીશ શી રીતે? જીન વાલજને કશો જવાબ ન આપ્યો. એટલે થનારડિયરે જ કહ્યું: “આ તાળું તોડી શકાય તેમ નથી, અને છતાં તારે બહાર તો નીકળવું જ પડશે ને?” હાસ્તો; તાળું તૂટે તેવું નથી.” Page #163 -------------------------------------------------------------------------- ________________ માર પડ્યો ૧૫૩ - તેથી તો કહું છું કે અર્ધો ભાગ. તું આ માણસને લૂંટીને તેના મડદાને વગે કરવા સુરંગમાં ઊતરી પડ્યો. પણ તને ખ્યાલ ન રહ્યો કે અહીં મોટા તાળાવાળી જાળી છે. હું તને ઓળખતો નથી, પણ તું મારો ધંધાદારી ભાઈ જ છે એ નક્કી. હું તને મદદ કરી શકું તેમ છું. તું મને અર્ધો ભાગ આપે, તો હું તને ચાવીથી તાળું ઉઘાડી આપું. અને તેને બહાર જવા દઉં.’ જીન વાલજન થનારડિયરે બતાવેલી ચાવી જોઈ ભગવાન મળ્યા હોય તેટલો રાજી થઈ ગયો. થેનારડિયરે પાછું પોતાના ખિસ્સામાંથી એક દોરડું કાઢયું અને કહ્યું, “વધારામાં આ દોરડું પણ તને આપું છું. તેના વડે પથરે બાંધી આ મડદાને તું તરત નદીમાં નાખી દેજે, એટલે બસ! તું કદાચ તેના મડદાને નદીમાં વગે કરવા જ વચલા કળણને ઓળંગીને આટલે આવ્યા હશે. જોકે હું એ કળણનો ભરોંસો ન કરું. એ કળણ વરસોથી કેઈએ ઓળંગ્યું નથી !' જન વાલજિન એટલું જોઈ શક્યો કે થેનારડિયર બહુ ધીમેથી બોલતો હતો. અને એક વાર જીન વાલજિન કંઈક મોટેથી જવાબ આપવા ગયો ત્યારે થનારડિયરે તેને એકદમ ધીમેથી બોલવા જણાવ્યું હતું. તેનો અર્થ જીન વાલજન એવો સમજ્યો કે થનારડિયરના બીજા સાગરીતો પણ આસપાસ છે; અને તેમને કોઈને તે આ સોદામાંથી ભાગ ન આપવો પડે તે રીને કદાચ બધું પતવવા ઇચ્છે છે! - થેનારડિયરે હવે જીન વાલજનનાં ખિસ્સાં ફસવા માંડ્યાં. જીન વાલજિન સામાન્ય રીતે થોડીઘણી રકમ સાથે લીધા વિના કદી બહાર ન નીકળતો. પણ આજે નેશનલ-ગાર્ડનો . પોશાક પહેરીને તે બહાર નીકળ્યો હોવાથી, તેની પાસે ત્રીસેક ફ્રાંક જેટલી જ રકમ હતી. થેનારડિયરે તે બધી કાઢી લીધી અને કહ્યું, “ભલા, તે કંઈ મોટી રકમ માટે તેને ઝબ્બે કર્યો Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ લે મિરાલ્ડ નથી લાગ. કદાચ તને વધુ રકમ મળી હશે, જે તે ઉપર જ રહેવા દીધી હશે. ઠીક, મારે આટલા બસ છે.” આમ કહી તેણે મેરિયસનાં ખિસ્સાં ફફેસી જોયાં અને પછી જીન વાલજિન જાણે નહીં તેમ મેરિયસના ડગલામાંથી એક પટ્ટી કડી લીધી. એ પટ્ટીને આધારે કદાચ એ કોણ હતો તેની તથા તેના ખૂનીની ખબર મેળવી કંઈક વધુ પૈસા ભવિષ્યમાં ઉપજાવી શકાય! એ સિવાય થનારડિયરથી બીજું થઈ પણ શું શકે તેમ હતું? પોતાના કરતાં જબરા દેખાતા જીન વાલજિન આગળ એકલાથી બીજું કશું જોર અજમાવાય તેમ તો હતું નહીં; તથા જીન વાલજન એક પૈસો પણ આપ્યા વિના માત્ર તેનું ગળું દાબીને જ તેની ચાવી ઝૂંટવી લે, તો પણ તેનાથી શું થાય? વળી બહાર જાવટ બેઠેલો હતો. તે થોડા વખતમાં આ તરફ વધુ તપાસ શરૂ કર્યા વિના રહે નહીં. એટલે જાવટના હાથમાં આવો બીજો ખૂની મડદા સાથે પહોંચી જાય, તો તેટલી પોતાની પણ સુરક્ષિતતા ખરી ને? એટલે તેણે તરત ચાવી વડે જાળી ઉઘાડી; અને જીન વાલજનને મડદા સાથે બહાર કાઢી, પોતે તાળું વાસી, પાછો સુરંગમાં અંદર ચાલ્યો ગયો. જીન વાલજને બહાર નીકળી મેરિયસને પાણી પાસે સુવાક્યો અને તેના મોંમાં ચાંગળું ભરીને પાણી રેડવું. ફરી તે ચાંગળું ભરીને મેરિયસ તરફ ફરવા જતો હતો, તેટલામાં તેને ખભે એક હથોડા જેવો હાથ પડ્યો. જીન વાલજને હાથ મૂકનારને ઓળખ્યો. જાવટને જીન વાલજને મોરચા બહાર જીવતો જવા દીધો, ત્યાર પછી તે પોતાના ઉપરી અધિકારી પાસે જઈ બધો અહેવાલ આપી આવ્યો હતો. ત્યાર બાદ તે અધિકારીએ, સીન નદીના જમણા કિનારા ઉપર કેટલાક ગુનેગારોનો અડ્ડો Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ મેર પડયો છે એવી ખબર મળી હોવાથી, જાવર્ટને તે તરફ તપાસ કરવા રવાના કર્યો હતો. જીન વાલજિને તરત જ કહ્યું, “ઇસ્પેકટર જાવટે, આજ સવારથી જ મેં મારી જાતને તમારા કેદી તરીકે ગણી લીધી છે. મેં મારા ઘરનું સાચું સરનામું તમને જાણી જોઈને આપ્યું હતું. પરંતુ આ વખતે મારી એક વિનંતી તમારે સ્વીકારવી પડશે. આ જુવાનિયો મોરચામાં ઘાયલ થઈને પડ્યો હતો; તેણે તેના દાદાનું સરનામું તેની ડાયરીમાં લખી રાખ્યું છે. તેને એના દાદાને ત્યાં પહોંચાડવાની મારી ઇચ્છા છે. ત્યાર પછી તમે મારું જે કરવું હોય તે કરી શકે છો.” જાવટે મેરિયસની નાડી જોઈ. તે બોલ્યો, “આ તો મડદું છે.' જીન વાલજને કહ્યું, “મને હજ લાગે છે કે તે જીવે છે. કાંઈ નહીં તો તેના મડદાને પણ તેના દાદાને ત્યાં પહોંચાડવાની તેની અંતિમ ઇચ્છા તેણે ડાયરીમાં દર્શાવી છે. તો મારી આ છેલ્લી વિનંતી તમે મંજૂર રાખો.” જાવટે તરત પોતે રોકી રાખેલી ઘોડાગાડી પાસે બોલાવી અને જીન વાવજિનની મદદથી મેરિયસને અંદર મૂકી, બંને પછીથી તેમાં બેસી ગયા. જાવટે ઘોડાગાડીવાળાને કહ્યું, નં. ૬, ૨-દ-ફિલે ડુ કેલવર.' ઘોડાગાડી ત્યાં પહોંચતાં જાવટે દરવાનને બોલાવ્યો. મેં. જીલેનોર્મન્ડને કહે કે, તેમનો છોકરે મોરચા આગળ માર્યો ગયો છે, આ તેનું મડદું છે.” જાવટે અને જીન વાલજિને મડદુ ઉપલે માળ ચડાવ્યું, ઘરમાં બધાં સૂતેલાં હતાં. તેમને ઉઠાડવાની પંચાતમાં પડ્યા વિના જાવટે તરત જીન વાલજિનને ખભે હાથ મૂકી નીચે ઊતરવા નિશાની કરી. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫ લે મિઝેરોક્લ જીન વાલજિને ગાડી આગળ પહોંચતાં જાવટને કહ્યું, “હજ એક મહેરબાની કરો; મને થોડી વાર મારા ઘર સુધી લઈ જાઓ. ત્યાંથી પછી મને લઈ જવો હોય ત્યાં લઈ જજો.” જાવટે ઘોડાગાડીવાળાને કહ્યું, “નં. ૭, રુદ-લ' હોમ આર્મ.” આ જીન વાલજનનો એક જ વિચાર હતો : ઘેર પહોંચી કોસેટને મેરિયસનું ઠેકાણું બતાવી દેવું; તથા પૈસા બાબત કેટલીક સૂચનાઓ આપી દેવી. મેરિયસ જો બચી જાય, તો કોસેટને તે રવડતી નહીં રહેવા દે, એની તેને ખાતરી હતી. | ગાડી ઊભી રહેતાં જ જાવટે ઘોડાગાડીવાળાને પૈસા ચૂકવી આપ્યા અને ગાડી વિદાય કરી દીધી. જીન વાલજિનને ખાતરી થઈ કે, જાવટે હવે તેને ભયંકર ગુનેગારની પેઠે પગે ચાલતો જ પોલીસ-થાણે લઈ જવા માગે છે. જાવટે પછી જીન વાલજિનને કહ્યું, ‘જા, હું તારી રાહ જોઈ અહીં જ નીચે ઊભો છું.” જીન વાલજિન પોતાના કાનનો વિશ્વાસ કરી શક્યો નહીં. છતાં તેણે એમ માન્યું કે, હવે પોતે નાસી છૂટવાનો પ્રયત્ન નહીં કરે એવી જાવટંને ખાતરી થઈ હશે, એટલે તે આમ પોતાને એકલો ઘરમાં ઉપર જવા દે છે. જીન વાલજને થોડું ઉપર ચડી પાછી નજર કરીને જોયું કે જાવટે ખરેખર ત્યાં ઊભો છે કે, પાછળ આવે છે. પરંતુ આ શું? જાવટ તો ચાલતો થયો હતો ! Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૯ દાદાને ત્યાં દાદા જીલેનોર્મન્ડે જગ્યા બાદ જ્યારે મેરિયસનો ધોળો પણી જેવો ચહેરો જોયો, અને દાક્તરે ધોવા માંડેલા ઘા જોયા, ત્યારે તે કપાળે હાથ પછાડીને બોલ્યા, “દીકરા, આ બુઠ્ઠા સેતાન ઉપર આટલો બધો ગુસ્સો? તારે એક જ શબ્દ બોલવાનો હતો કે, દાદા, “હું આવ્યો છું, મને પાછો સ્વીકારો', નો હું તને તેડીને નાચત અને મારી મોટામાં મોટી ખુરસી તને બેસવા આપત. પણ તું જો સહેજ નીચો નમે, તો તારા બાપનો દીકરો શાનો? એટલે આ રીતે લડાઈમાં કપાઈ મરીને તે મારા ઉપર વેર લીધું !” આટલું બોલીને તેમણે મેરિયસ ઉપર છેવટની નજર નાખવા તેના મોં સામું જોયું. તે જ વખતે મેરિયસે પોતાની આંખ ઉઘાડી. “બેટા, ખરેખર, તું જીવે છે?' એટલું બોલી ડોસા બેભાન થઈ ગબડી પડ્યા. આ તરફ જાવટ ઘેનમાં ચાલતો હોય, તેમ જીન વાલજિનના ઘર આગળથી ચાલી નીકળ્યો. જીવનમાં પહેલી વાર તેના મનમાં દ્વિધાનો ભાવ ઊભો થયો હતો. એક ભયંકર ગુનેગારે તેને જીવતદાન બક્યું હતું, તે જ ગુનેગાર તેના હાથમાં આવ્યો, ત્યારે તેણે તેના ઉપકારના બદલામાં તેને હાથમાંથી જવા દીધો હતો. પરંતુ પોતાના વ્યક્તિગત જીવનના બદલામાં તે પોતાના જાહેર કર્તવ્યને જતું કરી શકે? પોતાના અંતરાત્માને સંતોષવા સમાજને તે દગો દઈ શકે? અને છતાં પેલા ગુનેગારે પોતાનું જીવન તેના હાથમાં હોવા છતાં, તેને જતું કરવા જેટલી મોટાઈ દાખવી હતી; તો શું પોતે ૧પ૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ . લે મિઝેરા સરકારી અમલદાર હોવાથી જ તેના જેટલી મોટાઈ કે ઉદારતા ન દાખવી શકે? જાવને જીન વાલજિનનો ચહેરો યાદ આવ્યો; તેની પાછળ માં. મેડલીનનું ઉદાત્ત વ્યક્તિત્વ તેને દેખાયું. જાવને લાગ્યું કે, પોતે એ માણસને સામાન્ય ગુનેગાર ગણીને તેનું જીવન ધૂળ મેળવવામાં કોઈ અગમ્ય ભૂલ કરી છે. માં. મેડલીને રખડતા જર્વિસના જે ોડા પૈસા પડાવી લીધા હતા, તેના કરતાં લાખો ગણા વધારે સમાજને પાછા બક્ષિસ આપ્યા હતા. તેણે કોઈ માણસની હત્યા કરી જ ન હતી; ઊલટું પોતાના જાનના જોખમે બીજાઓને જ બચાવ્યા હતા. છતાં, કર્તવ્યની બાબતમાં આવું ઢીલપણ ધારણ કર્યું ચાલે? કર્તવ્યનો માર્ગ કઠોર છે; અને તેથી જ તેની મહત્તા છે. જાવ≥ હાથમાં આવેલા ગુનેગારને છોડી દઈને સમાજના કાયદાની અવગણના કરી ન હતી? અને તેય શા માટે? પોતાનું જીવન પેલાએ બચાવ્યું હતું તે માટે! તો શું ફરી પાછા જઈ, જીન વાલજિનને પકડવો? જાવ ઝટપટ નિશ્ચય કરી લીધો. તે પાસેની પોલીસચોકી તરફ ગયો. ત્યાં જઈ એક કાગળ ઉપર કંઈક લખ્યું, અને નીચે પોતાની સહી કરી. પછી તે કાગળ બીજે દિવસે વડી પોલીસ-કચેરીએ પહોંચાડવાનું ત્યાંના પોલીસને કહી, તે સીધો સીન નદીના પુલ ઉપર આવ્યો. પુલની એક કમાન નીચે પ્રવાહમાં ભયંકર તાણ હતું અને તે ભાગમાં હોડી સાથે પસાર થતાં ભલભલા ખલાસીઓ પણ બીતા. જાવ તે કમાન ઉપરના પુલના કડારા ઉપર ચડયો. દૂરથી તે તરફ આવતા એક વટેમાર્ગુએ ભૂતની પેઠે ઊભેલો ઊંચો ઓળો જોયો. તે કાણ છે એ તે બીતો બીતો વિચારવા જાય, ત્યાર પહેલાં તો તે ઓળો ત્યાં ન હતો! નીચે ધડૂમ દઈને ધબાકો સંભળાયો. જોરથી વહેતા પાણીએ પોતા ઉપર પછડાયેલી Page #169 -------------------------------------------------------------------------- ________________ દાને ત્યાં ૧૫ એ ચીજ ઉપર પોતાના જોરદાર સપાટા એક બે ક્ષણ લગાવ્યા; અને પછી તેને પોતાના ભયંકર પેટાળમાં હંમેશ માટે સમાવી દીધી. ચાર મહિના મેરિયસ જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતો રહ્યો. તેના દાદા પણ એ જ રીતે તેની પથારી પાસે ભાન અને બેભાન વચ્ચેની સ્થિતિએ જીવતા હતા. મેરિયસના મોંમાંથી લવારામાં અવારનવાર “કોસેટ', “કેસેટ' એટલા જ શબ્દો નીકળતા. દરજ, અને કેઈક વખત દિવસમાં બે વખત એક ધોળા વાળવાળો અને સારા પોશાકવાળો સદગૃહસ્થ ડોસો મ. જીલેનોમંડને ઘેર આવતો. તે નીચેથી જ મે. મેરિયસની ખબર પૂછી જતો તથા ઘા ઉપર મૂકવાનું લીન્ટનું મોટું પાર્સલ આપી જતો. તે જમાનામાં લીન્ટ બનાવવા હાથ વડે મહેનત કરીને કપડાની એક બાજુને રૂ જેવી રૂવાંટીવાળી પોચી કરવી પડતી. બરાબર ૭મી સપ્ટેમ્બરે ડાકટરે જાહેર કર્યું કે, હવે મેરિયસ ભયમુક્ત થયો છે. જોકે તેને હરતો ફરતો થતાં બીજા બે મહિના વધુ થશે. દાદા જીલેનોમંડ બધાંના આગ્રહ છતાં એક પણ રાત મેરિયસ પાસેથી ખસતા નહીં. બા ધોવાય ત્યારે પણ તે હાજર રહેતા; અને જે કાંઈ કાંજી જેવું મેરિયસને પાવાનું હોય, તે પોતાના સુકલકડી ઘરડા હાથોમાં પકડીને જ પિવરાવતા. ડોકટરે જ્યારે ભયમુક્તિના સમાચાર કહ્યા, ત્યારે એ ઘરડા ડોસા ખરેખર આખા ઓરડામાં ભમરડી ફરતા ફરતા નાચ્યા. નોકર નવાઈ પામી તેમના તરફ જોઈ રહ્યો હતો તેને હાથમાં એકદમ મોટી બક્ષિસ આપીને તેમણે ધમકાવી કાઢયો. મેરિયસ પાસે જઈને તે પોતાને મોંએ બોલ્યા, “બૈરન મેરિયસ, ઇન્કિલાબ ઝિંદાબાદ!' Page #170 -------------------------------------------------------------------------- ________________ લે સિરા મેરિયસ જ્યારે ઊંઘતો હોય, ત્યારે તે પોતાની ઘરડી આંખોએ તેના સામું ટગર ટગર જોઈ રહેતાં ધરાતા જ નહીં. પણ મેરિયસના મનમાં હવે એક ધૂન જામની જતી હતી. તે એમ જ માન હતો કે તેના દાદા તેના ઉપર અત્યારે આ બધુ ભાવ બતાવે છે, પણ કોસેટની વાત આવશે, એટલે તે તરત બદલાઈ જવાના. જો પોતે કેસેટને છડવા પ્રાણાંતે તૈયાર ન હોય, તો પછી દાદાજીને અત્યારથી જ કહી દેવું શું ખોટું? અને જો તે ના પાડે, અને ગુસ્સે થાય, તથા યદ્રાવદ્રા બોલે, તેં પતાના બધા પાટાપટ્ટી તોડીછોડી નાખવા, બધા ઘા ખુલ્લા કરી પોતાની જોડાવા આવેલી હાંસડી ફરી તોડી નાખવી, અને ખાવાપીવાનું બંધ કરી દેવું. એક દિવસ મેરિયસે દાદાની આગળ ધીમેથી પરંતુ મક્કમતાથી વાત ઉપાડી. “જુઓ, હું તમને છેતરવા નથી માગતો; હું પરણવાનો છું.” ડોસા એકદમ જોરથી હસી પડયા : “હા ભાઈ હા; તે પરણવાનો જ છે.” “પણ, પણ કોને ?' હા, હા, પેલી નાની દુત્તીને – જેણે તારા માટે લીન્ટ બનાવી બનાવી આંખ દુ:ખાડી મૂકી છે, અને જે એક ઘરડા ડોસાને વેશે દિવસમાં બબ્બે વખત આવી તારી ખબર લઈને પાછી નં. ૭, દિલ” હોમ આર્મ તરફ ચાલી જાય છે; અને તું સાજો ન થયો હોત તો એક સાથે આ ઘરમાંથી બે નહીં પણ ત્રણ ઠાઠડીઓ જ નીકળત, નારી, મારી અને તેની. બેટમજી, તે તો એમ માન્યું હશે કે, દાદાને આ વાત કહીશું, તે ના પાડશે, અને આપણે વકીલ થયા છીએ એટલે મોટું ભાષણ આપીશું, ગુસ્સો બતાવીશું અને પાછા લેફટરાઇટ, લેફટ-રાઇટ કરતા ચાલતા થઈશું! પણ તારો દાદો તારા માથાનો છે. લે, હવે ભાષણ આપ ને? હવે હાથ Page #171 -------------------------------------------------------------------------- ________________ દાદાને ત્યાં પછાડ ને? તારો દાદો શિયાળનો પણ ગુરુ છે. તે જાણે છે કે, આ બેટમજી આપણા ઉપર જરાય વહાલ રાખતા નથી. તો એ બદમાશ મારા ઉપર થોડુંક વહાલ રાખતો થાય તે માટે મારે શું કરવું? બસ, તારા દાદાને અક્કલ સૂઝી. એ બેટમજી ભલે આપણને ન ચાહે, પણ આપણી કેસેટ તો છે ને! એ બિચારી તો મને દાદા દાદા કહીને એક પળ પણ જીભ મોઢામાં નહીં ઘાલે. બસ આપણે એ કોસેટ પેલા જાનવરને બક્ષિસ આપીશું, એટલે એ બેટમજી આપણને જરૂર ચાહવા લાગશે. એટલે વકીલ સાહેબ, આપના કરતાં આ બુટ્ટાની ખોપરીમાં વધારે ભૂસું ભરેલું છે. જાઓ કેસેટે તમને આપી; હવે?' આટલું કહી, ડોસા એકદમ ડૂસકે ચડ્યા, અને મેરિયસનું માથું પોતાની છાતીએ દબાવવા લાગ્યા. મેરિયસ પણ દાદાના અંતરનો આ પ્રેમભાવ જોઈને ગળગળો થઈ ગયો. તે બોલ્યો, “બાપુજી, બાપુજી!' ડોસાનું ગળું ભરાઈ આવ્યું; મહાપરાણે તે બોલ્યા, “હે, તે મને બાપુજી કહીને બોલાવ્યો? તારા મોંના એ બે શબ્દો સાંભળવા મેં કેટલી રાતો જાગતાં જાગતાં કાઢી છે!' કોસેટ અને મેરિયસ ભેગાં થયાં. એ પ્રસંગ શબ્દમાં ઉતારવાની અમારી મરજી નથી. કોસેટ મેરિયસની પથારીવાળા ઓરડામાં દાખલ થઈ, ત્યારે આખું ઘર મેરિયસની પથારીની આસપાસ ખડું હતું. કોસેટની આંખોમાં શું ઊભરાતું હતું? તેના માથાની આસપાસ આ શાનો પ્રકાશ દેખાતો હતો? . કેસેટની પાછળ એક ધોળા વાળવાળા સદ્ગૃહસ્થ પણ એ ઓરડામાં દાખલ થયા હતા. લે૦– ૧૧ Page #172 -------------------------------------------------------------------------- ________________ લે સિઝેરાલ દાદા જીલેનમંડ તરત મેં. ફોશલ તરફ વળ્યા અને બોલ્યા, “મેંશ્યોર, આપની સુપુત્રીનું હું મારા પૌત્ર બૅરન મેરિયસ પોન્ટમર્સ માટે માગું કરું છું.’ “આપનું માગું હું આભાર સાથે સહર્ષ સ્વીકારું છું.” મે. ફેશલએ જવાબ વાળ્યો. પછી દાદા જીલેનોમંડે મેરિયસ અને કોર્સટના ચાર હાથો પોતાના દૂબળા પંજામાં સમેટી લઈ કોસેટ સામું જોઈને કહ્યું, “બેટા, શી ભગવાનની કારીગરી છે? તું બૈરનની પત્ની થઈ, પણ ખરી રીતે રાજરાણી થવી જોઈતી હતી. મારે ડોસાને ઘેર આવી તું રનના ઘરનું સુખ પણ નથી પામી શકવાની. મારી બધી આવક મારી જાત પૂરતી જ છે. હું નહીં હોઉં ત્યારે તારા આ ગુલાબી હાથને કામકાજ કરી ખરબચડા થવું પડશે. હું ક્યાં જાણતો હતો કે તું મારું ઘર ઉજાળવા આવવાની છે? નહીં તો મારા બધા પૈસા હું વેડફી ન નાખત.” આ વખતે એક ધીર અવાજ સંભળાયો - શ્રીમતી યુફેસી ફોશલā છ લાખ કૂકની માલિક અને હકદાર છે.' “શ્રીમતી યુક્રેસી કેણ?' ચકેલા દાદાએ પૂછયું. “હું” કેસેટે જવાબ આપ્યો. છ લાખ ફ્રાંક !' દાદા જીલેનોર્મડે ફરી પૂછયું. ‘ઓછા ચૌદ કે પંદર હજાર, કદાચ.” જીન વાલજને કહ્યું. આટલું કહી તેણે ટેબલ ઉપર પોતાની સાથેનું ચોપડી જેવું દેખાતું એક પાર્સલ મૂક્યું. તેણે પોતે જ તે ઉઘાડયું. તેમાં નરી નોટો ભરેલી હતી. ગણી જોતાં પાંચ લાખ ૮૪ હજાર ફોક થયા. મેરિયસ સાજો થવા આવ્યો હતો, એટલે આ પૈસાની હવે જરૂર પડશે એમ માની, જીન વાલજિન વચ્ચે મેટ) જઈ આવીને બધી રકમ કાઢી લાવ્યો હતો. તેમાંથી માત્ર Page #173 -------------------------------------------------------------------------- ________________ દાદાને ત્યાં ૧૩૩ પાંચસોં ફ઼ાંક તેણે પોતાની પાસે અલગ રાખ્યા હતા. કુલ રકમ છ લાખની જ હતી, જે કાંઈ ઓછા થયા, તે આ દરમ્યાન થયેલા ખર્ચના હતા. લગ્ન બાદ મેરિયર્સ અને કેસેટે દાદા જીલેનોર્માંડને ઘેર જ રહેવું એવું નક્કી થયું. દાદાએ મેરિયસની વકીલની ઑફિસ માટે એક ઓરડો ખાસ સાવવા માંડયો. રોજ કેસેટ માં. ફોશલવે સાથે આવતી. મેરિયસની સ્થિતિ હજુ બહુ રખડારખંડ કરાય તેવી ન હોવાથી આ વ્યવસ્થા કરવામાં આવી હતી. મેરિયસ સાથે ફોશલનેં ખાસ વાતચીત કરતા નહીં. મેરિયસને કાણ જાણે તેમના માં સામું જોઈને મોરચા વખતે જાવ ને મારવા લઈ જનાર એક માણસનું માં યાદ આવતું હતું, જે બરાબર આમના જેવું જ હતું. મોરચા ઉપર તો તેણે એમને સેટના બાપ માનીને જ કહ્યું હતું કે, ‘હું એમને ઓળખું છું.' એક દિવસ તેણે આડકતરી રીતે મોરચાની શેરીની વાત કાઢીને તેમને પૂછ્યું, ‘તમે એ શેરી કદી જોઈ છે?’ ફોશલર્વોએ તરત જવાબ આપ્યો, ‘ના, એ શેરીનું નામ પણ મારી જાણમાં નથી.' આ જવાબથી મેરિયસના મનમાંનો ખ્યાલ દૂર થઈ ગયો. લગ્નનો દિવસ નજીક આવતો ગયો, તેમ તેમ મેરિયસને બે વ્યક્તિઓ યાદ આવવા લાગી : પોતાના પિતાને વૉટલૂ માંથી બચાવનાર થેનારડિયર, અને પોતાને મૂર્છિત દશામાં મોરચા ઉપરથી ઉપાડી લાવીને દાદાને ઘેર મૂકી જનાર અશાત માણસ. તેને મનમાં રહ્યા જ કરતું કે આ બે જણ પ્રત્યેનું ઋણ ગમે તેમ કરી ઝટ પતવવું જ જોઈએ. Page #174 -------------------------------------------------------------------------- ________________ લે સિઝેરાલ્ડ , તેણે જદી જુદી રીતે એ બંનેની ખૂબ તપાસ કરાવવા માંડી. થેનારડિયર વિષે એટલી ખબર મળી કે, તેની પત્ની જેલમાં જ મરી ગઈ હતી. થેનારડિયર પોતે જેલમાંથી નાસી છૂટયો હતો. તેની નાની દીકરી જીવતી હોઈ શકે પણ બાપદીકરી બંને ક્યાં હતાં તેનો પત્તો લાગતો ન હતો. મોટી દીકરી એપોનીન તો મોરચામાં મરી ગઈ હતી, એ મેરિયસ પોતે જ જાણતો હતો. પોતાને બચાવનાર અજ્ઞાત માણસ અંગે ઘોડાગાડીવાળા પાસેથી એટલી જ માહિતી મળી કે એક પોલીસ અધિકારીએ તેની ગાડી સીન નદીના જમણા કિનારે ઊભી રખાવી હતી અને પછી એક માણસ કે ઈ મરેલા માણસ જેવાને ઉપાડીને ઘોડાગાડીમાં લાવ્યો હતો. પછી તે બંને જણા ઘોડાગાડીમાં બેસીને અહીં આવી તે મડદાને મૂકી ગયા હતા. ત્યાર પછીની તે બેની કશી વાત કઈ જાણતું ન હતું. પણ નવાઈની વાત એ હતી કે મેરિયસ તો રુદ-લ ચાનવેરીની શેરીમાં ઘાયલ થઈને પડ્યો હતો, તો પછી સીન નદીના કિનારે તે કયાંથી આવ્યો? સુરંગમાં થઈને? કોણ એ ભયંકર ભૂગર્ભમાં થઈને તેને ઊંચકીને નદી ઉપર સહીસલામત લઈ આવ્યું? . એક દિવસ, પોતાને બચાવનાર તે માણસને શોધી કાઢવા પોતે કરેલા પ્રયત્નની વાત મેરિયસ કોસેટ અને જીન વાલજિનને કહી બતાવતો હતો. તે વખતે જીન વાલજિને માં. ઉપર જે ઠંડી ઉપેક્ષા જેવો ભાવ ધારણ કરી રાખ્યો હતો. તે, જોઈ મેરિયસને ખોટું લાગ્યા જેવું થયું. તે જરા તપી જઈને બોલી ઊઠડ્યો : “ભલે બધા ગમે તે કહે કે માને; પણ તે માણસે જે મહેનત લીધી છે અને જે જોખમ ઉઠાવ્યું છે, તે વિચારીને હું ગળગળો થઈ જાઉં છું. કેસેટના ૬ લાખ કૂક જો મારા હોય, તો હું –' Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ દાદાને ત્યાં જન વાલજિન તરત વચ્ચે બોલી ઊઠયો, “ને તમારા તો, હું મેરિયસે વાક્ય પૂરું કર્યું, “એ આખી રકમ એ માણસને શોધવામાં ખર્ચી નાખું, અને મારું અને કોસેટનું આખું જીવન જરૂર હોય તો તો તેની સેવામાં અર્પણ કરું.” જીન વાલજિન ચૂપ રહ્યો. ૧૬મી ફેબ્રુઆરી, ૧૮૩૩ની રાતે મેરિયસ અને કેસેટનાં લગ્ન હતાં. ટુર્સે દાસીની હવે જીન વાલજિનને જરૂર ન હોવાથી તેને તેણે કોસેટને ત્યાં મોકલાવી દીધી. કેસેટ એથી ઘણી જ રાજી થઈ. જીન વાલજિન પણ લગ્ન પછી દાદા જીલેનોમંડને ઘેર જ આવીને રહેશે, એવી કબૂલાત કેસેટે ન વાલજિન પાસે લીધી જ હતી. પરંતુ લગ્નના થોડા દિવસ અગાઉ અકસ્માત તેના જમણા હાથના અંગૂઠાને કાંઈ વાગ્યું, એટલો પાટો બાંધી હાથ ઝોળીમાં રાખવો પડ્યો. પરિણામે લગ્નને દિવસે કન્યા તરફથી તેના વડે કાંઈ સહી થઈ ન શકી. દાદા જીલેનોર્મડે જ કન્યાના વાલી તરીકે પણ સહી કરી. લગ્ન બાદ વરકન્યાની ગાડીઓ ઘર તરફ પાછી વળતી હતી, તે વખતે શેરીમાં એક જગાએ ઊભેલાં બે જણ ગુસપુસ વાત કરતાં હતાં – “બેટા, આ વરઘોડામાં હાથ ઝોળીમાં નાખીને બેઠેલા માણસને જાણે હું ઓળખતો હોઉં એમ લાગે છે. અને તે જે ઘોડાગાડીમાં બેઠો છે, તે જોતાં મને લાગે છે કે, તે કન્યાનો બાપ હોવો જોઈએ. મારાથી વધુ વખત રસ્તા ઉપર રહેવાય તેમ નથી. તું આ વરઘોડાની પાછળ પાછળ જઈને તે કયાં જાય છે તે જોઈ લે, અને મને પછી મારી બખોલમાં આવીને કહી જજે. તારાથી બને તો પરણનારી કન્યાનું મે પણ જોઈ લેજે. મારી ગણતરી ખરી હોય, તો તું જરૂર એ કન્યાને ઓળખી શકીશ!' Page #176 -------------------------------------------------------------------------- ________________ એકરાર જન વાલજિન વરઘોડા સાથે પાછો આવ્યા બાદ, હાથમાં વધુ દુ:ખાવો થયાનું દરવાનને જણાવી, બારોબાર પોતાને ઘેર ચાલ્યો ગયો. ઘેર જઈ તેણે દીવો સળગાવ્યો. આખું ઘર તેને ખાવા ધાવા લાગ્યું. કેસેટની બધી યાદગીરીઓ ત્યાં જેવી ને તેવી મોજૂદ હતી; પણ તે પોતે ન હતી. તેણે કેસેટનો નાનપણનો કાળ પોશાક – જે પહેરાવીને તે થનારડિયારની વીશીમાંથી તેને લઈ આવ્યો હતો, તે કાર્યો. તે દિવસે જંગલમાં થઈને તેઓ પેરીસ આવ્યાં હતાં ત્યારે કેસેટ કેવી અસહાય હતી? આખા જગતમાં તેને જીન વાલજિનનો જ આશરે હતો. આજે હવે તેને પાંખો આવી હતી અને તે ઊડી ગઈ હતી. પરંતુ જીન વાલજિનનું જીવન કેર્સટની આસપાસ અને તેને આધારે કેટલું બધું ગૂંથાયું હતું, તેનો પુરાવો તેને અત્યારે તેના વિના લાગતી શૂન્યતાથી મળી ગયો. હજુ પણ તે હક કરીને કેસેટ અને મેરિયસના ઘરમાં જઈને રહી શકે છે, તથા તેમને પોતાની આંખ આગળ પહેલાંની જેમ રાખી શકે છે. પણ હવે તે યોગ્ય કહેવાય ખરું? કેસેટ ઉપર તેને એવો શેં અધિકાર હતો કે જેથી પોતાનો બધો ભૂતકાળ હંમેશને માટે આ બે નિર્દોષ પ્રેમીઓની સાથે જડી રાખે, અને એ રીતે તેમના આનંદને અને તેમની પ્રતિષ્ઠાને કાયમનાં જોખમમાં રાખી મૂકે? - આખી રાત તે આવા વિચારોમાં અટવાતો રહ્યો. સવાર થઈ ગઈ, અને તે ચમકીને ઊઠયો. કંઈક નિશ્ચય ઉપર Page #177 -------------------------------------------------------------------------- ________________ એકરાર આવતાં તે તરત ઉતાવળો મોં. જીલેનોર્મન્ડને ઘેર આવ્યો. તેણે દરવાનને કહ્યું, “મારું નામ દીધા વિના, તું મેરિયસ સાહેબને, કોઈ મળવા બોલાવે છે એમ કહી, નીચે તેડી લાવ.' જન વાલજિનને જોતાં મેરિયસ બોલી ઊઠ્યો, “વાહ બાપુજી, તમે આ રીતે મને અહીં બોલાવ્યો! કાલે જમતી વખતે તમે ગેરહાજર હતા, તેથી મને અને કેસેટને કેટલી ચિંતા થઈ. તમારે હાથે હવે કેમ છે? કોસેટ હવે તમને ભાગ્યે જ અહીંથી જવા દે. કાલે તમે બારોબાર ચાલ્યા ગયા, એની કેવીય કપરી સર તમારે કોસેટને હાથે વેઠવાની થશે, એ હું ન જાણું !” જન વાલજિને એકાંત જોઈ એટલો જ જવાબ આપ્યો: “સાહેબ, હું સજા પામેલો ગુનેગાર છું. મારા હાથને કંઈ થયું નથી; પણ તમારા જીવનના આવા પવિત્ર અને મોટા પ્રસંગે મારે જાણીબૂજીને હાજર ન રહેવું, એવા વિચારથી જ હું ગેરહાજર રહ્યો હતો, અને હવેથી પણ રહીશ.' આટલું કહી તેણે અંગૂઠા ઉપરનો પાટો છોડી નાખ્યો. મેરિયસ તે જોઈ તોતડાતો એટલું જ બોલ્યો : “આનો શો અર્થ?” “અર્થ એટલો જ કે, હું વહાણ ઉપર કેદની સજા પામેલો ગુનેગાર છું. મેં ૧૯ વર્ષ ત્યાં ગાળ્યાં છે. ત્યાર બાદ બીજા ગુના માટે મને જન્મટીપની સજા થઈ છે, પરંતુ હું નાસી છૂટ્યો છું અને સંતાતો ફરું છું.” ' મેરિયસને આ સાંભળી કંપારી આવી ગઈ. “પણ તમે કોસેટના સગા છો ને?” , “ના સાહેબ. હું ફેવ૦નો કંગાળ ખેડૂત છે, અને કઠિયારાનો ધંધો કરતો હતો. મારે અને કોસેટને જરા પણ સગપણ નથી. દશ વર્ષ ઉપર તેના અસ્તિત્વની પણ મને Page #178 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાક્ષ ખબર ન હતી. તે માબાપ વિનાની – અનાથ હતી. તેને મારી ઓથની જરૂર હતી. અને એ રીતે મારે અને તેને સંબંધ થયો. કોસેટના જે પૈસા છે, તે મારા હાથમાં સોંપાયેલી થાપણ છે. તે થાપણ મારા હાથમાં શી રીતે આવી, તેની પંચાતમાં પડવાની જરૂર નથી; પણ તે થાપણ તેને હું પાછી સેપી દઉં છું. મારું ખરું નામ જીન વાલજન છે, એટલે હું કહી દઉં, એટલે મારે કહેવાનું બધું પૂરું થાય છે.' ' મેરિયસ જવાબમાં એટલું જ બોલ્યો : “પણ આ બધું મને કહેવાની જરૂર શી છે? એ કહેવાની તમને કોઈએ ફરજ પણ પાડી નથી. તમારી આ ગુપ્ત વાત તમે દબાવી રાખી હોત, તો શો વાંધો હતો? તમારો કોઈએ પીછો પકડયો નથી કે તમને જ્યાં હો ત્યાંથી હાજર થવા સરકારી જાહેરાત પણ થઈ નથી. તો પછી, તમે આ બધું જે કહ્યું તેની પાછળ તમારો કઈ જુદો હેતુ હોવી જોઈએ; એ હેતુ શો છે?' આ હેતુ? એ હેતુ બીજો કશો નથી; અને જે છે તે મારી જાતને લગતો છે. શ્રીમતી પોન્ટમસ માટે જ્યાં સુધી મારે આ જૂઠાણું ચલાવવાની જરૂર હતી, ત્યાં સુધી મેં તે ચલાવ્યું. પણ તે હવે પરણી ગઈ. હવે હું વધુ વખત તે જૂઠાણું ચલાવ્યા કરું, તો તે મને તેની સાથે રહેવાનું મળે તેટલા માટે, એટલે કે મારા સ્વાર્થ માટે કર્યું કહેવાય. તમે મને પૂછ્યું કે, આ બધું કહી દેવાની ફરજ મને કોણ પાડે છે? મારે પોતાનો અંતરાત્મા જ મને એ ફરજ પાડે છે. શ્રીમતી પોન્ટમર્સીને હું અત્યંત ચાહું છું, તેથી જ તેને છેતરવાની હિંમત હું નથી કરી શકતો. પહેલાં જીવવા માટે મેં એક રેટી ચોરી હતી, પણ હવે હું જીવવા માટે એક નમ ચોરવા નથી માગતો.” : “જીવવા માટે?” મેરિયસે પૂછયું, Page #179 -------------------------------------------------------------------------- ________________ હા, સાહેબ, જીવવા માટે. હું જાણું છું કે હું મારી જાતને આ કબૂલાતથી જે સ્થિતિમાં મૂકી રહ્યો છું, તે સ્થિતિમાં મારાથી વધુ વખત જીવી શકાવાનું નથી. પરંતુ તે બાબતનો કશો વિચાર કરવાપણું આપને માથે ન જ હોય.' - મેરિયસ કંઈક વિચારમાંથી જાગી ઊડ્યો હોય તેમ બોલ્યો, “તમે કોસેટની થાપણ પ્રમાણિકપણે સાચવી રાખીને તેને પાછી સોંપી છે, એ બાબતનો મારે કઈક વિચાર કરવો. જોઈએ. બોલો તમારે કેટલું ઈનામ જોઈએ? તે રકમ તમે ઘણી મોટી કહેશો તો પણ વાંધો નથી.” “તમારો આભાર માનું છું, સાહેબ, મારે કાંઈ નહીં જોઈએ. જો આપવા માગતા હો, તો હું એક વસ્તુ વિનંતી કરીને પણ માગવા ઇચ્છું છું.” “કહો.' “મારી બધી હકીકત જણાવી દીધા પછી, હું હવે કોસેટને ફરી મળવાની આશા રાખી શકું ખરો?' તે આશા ન રાખો તો વધુ સારું, એટલે હું જરૂર કહું,” - “વારુ, હું હવે ફરી તેને મળવા પ્રયત્ન નહીં કરું.” આટલું કહી, તે બારણા તરફ વળ્યો; પણ તરત આંસુભરી આંખે પાછો ફરી બોલ્યો, “સાહેબ નવ વર્ષ મેં સુખમાંદુ:ખમાં કોસેટ સાથે ગાળ્યાં છે, અને મને તેની સોબતની મારા સુખ માટે નહીં પણ છેવટના દિવસોમાં શાંતિ માટે અતિશય આવશ્યકતા છે. તમે કહો તો હું તમે કહો તે રીતે, તમે કહો તે ઠેકાણે તેને કોઈ કોઈ વાર મળું. તદ્દન મળ્યા વિના જીવતા રહેવું મારે માટે કદાચ અશક્ય બની જશે.” ઠીક, તમે રોજ સાંજે એક વાર તેને અહીં આવીને મળી શકો છો.' - જીન વાલજિન મેરિયસનો આભાર માની ધીમે પગલે બારણા બહાર નીકળી ગયો. Page #180 -------------------------------------------------------------------------- ________________ લે ત્રિશલ આ મેરિયસને હવે એક વાતનો ખુલાસો મળી ગયો. થેનારડિયર અર્થાત્ જોન્ડ્રેટને ધેર જાવ આવ્યો, ત્યારે આ માણસ બારીએથી છટકી ગયો હતો તેનું કારણ એ કે, માણસ નાસી છૂટેલો કેદી હતો. પણ આ ખુલાસો મળવાની સાથે બીજો એક ખુલાસો પણ તેને મળી ગયો. આ માણસે જ મોરચા આગળ જાવને ગોળીથી ઉડાવી દેવાની ખાસ પરવાનગી મેળવી હતી. એ માણસ ત્યાં મોરચે આવ્યો જ શું કામ હતો? જાવ ત્યાં મોરચામાં સપડાયો હોવાની ખબર કોઈ રીતે મળવાથી તેના ઉપર પોતાનું વેર લેવા જ તે ત્યાં આવેલો. આવો ભયંકર ખૂની એ માણસ છે. આવા માણસને રાજ પોતાના ઘરમાં આવી કોસેટને મળવાની પરવાનગી આપવા બદલ મેરિયસને પસ્તાવા થવા લાગ્યો. બીજે દિવસે જીન વાલજિન કોસેટને મળવા આવ્યો. દરવાને તેને કહ્યું, બૅરન સાહેબે પુછાવ્યું છે કે તમે નીચે જ મળવા ઇચ્છો છો કે ઉપર ?’ જીન વાજિને જવાબ આપ્યો : ‘હું અહીં નીચે જ મળીશ.' દરવાને એક ભંડારિયા જેનું અંધારિયું ઘોલકું ખોલી આપ્યું. તે હવડ હતું તથા ત્યાં કોઈ કદી વાળઝૂડ કરતું હોય તેમ લાગતું નહોતું. એક ખૂણામાં દેવના તાજો સળગાવેલો હતો. તેની સામે બે ખુરશીઓ મૂકેલી હતી. જીન વાજિન નીચે જ બેસવા ઇચ્છશે એવી ગણતરી રાખવામાં આવી હતી. એટલામાં કોસેટ ત્યાં દાખલ થઈ. તેણે કહ્યું, ‘બાપુજી, તમારી કેટલીક ધૂનો વિચિત્ર હોય છે, એ હું જાણું છું; પણ મને અહીં નીચે આ ધોલકામાં જ મળવાની તમારી ધૂન તો મને પણ નવાઈમાં નાખી દે છે. ખરેખર, તમે મેરિયસને એમ કહ્યું હતું ખરું કે તમે મને અહીં જ મળવા માગો છો?' Page #181 -------------------------------------------------------------------------- ________________ એકરાર ૧૧ 'હા, અને મને બાપુજી પણ ન કહો અને માત્ર માઁ. જીન કહો એવી પણ મારી ઇચ્છા છે.' " એટલે તમારે નામ પણ બદલવું છે શું?' ‘કેમ, તમે પણ નામ બદલીને મૅડમ પોન્ટમર્સી બન્યાં, તો હું પણ માંશ્યોર જીન બનું, એમાં શું નવાઈ પામવા જેવું છે?' ‘ખરેખર, હું સુખી થઈ એથી જ તમે મારા ઉપર આમ ગુસ્સે થયા છો, ખરું ને ?’ જીન વાજિન ચોંકી ઊઠયો. તેનું માં ફીકું પડી ગયું. પરંતુ બીજે દિવસે જીન વાલજિન તે જ સમયે આવ્યો, ત્યારે કોસેટે કશો આગ્રહ ન કર્યો કે કશા સવાલ ન પૂછ્યા. મેરિયસ પાસેથી આગ્રહ કરીને કોસેટે કેટલીક વાતો જાણી લીધી હતી. મેરિયસે તેને કશું ખાસ કહ્યા વિના તેની ઉત્કંઠા શમાવી દીધી હતી. પ્રેમીજનોને એ રીતે સમજાવતાં અને માની જતાં આવડે છે. મેરિયસ આ મુલાકાતો વખતે જાણી જોઈને ઘરમાં જ રહેતો નહીં. પણ ધીમે ધીમે એવું બનવા માંડયું કે, સહેજ વધુ વખત એ મુલાકાત લંબાય કે, ઉપરથી તેડું આવ્યું જ હોય. એક દિવસ એ ઓરડીમાં દેવતા સળગાવવામાં ન આવ્યો. જીત વાજિને એ વાત લક્ષમાં લીધી; પણ કોસેટ આગળ તો એમ જ કહ્યું કે, મેં જ ના પાડી હતી. પછી બીજે દિવસે ખુરશીઓ જ મૂકવામાં નહોતી આવી. જીન વાલજિને તો કોસેટને એમ જ કહ્યું કે, મારાથી વધુ બેસાય તેમ નહોતું એટલે ઊભા ઊભા મળીને જવા ખાતર મેં જ ખુરસીઓ મૂકવા ના પાડી હતી. કોર્સટે તેને કહ્યું, ‘આજે મેરિયસે મને એક વિચિત્ર સવાલ પૂછ્યો હતો. તેમણે કહ્યું કે દર વર્ષે દાદાની આવકના જે ત્રણ હજાર ફ઼ાંક આવે છે, તેટલા વડે જ જીવવા તું તૈયાર થાય કે કેમ? મેં તેમને પૂછ્યું કે આવો સવાલ કેમ પૂછો છો ? ત્યારે તેમણે કહ્યું કે, મારે Page #182 -------------------------------------------------------------------------- ________________ '૧૭૨ લે મિઝરાઇલ માત્રે જાણવું છે. ત્યારે મેં કહ્યું કે, તમે સાથે રહેવાના હો, તો હું તેથી પણ ઓછા ફૂાંક ઉપર જીવવા તૈયાર છું.” જીન વાલજન સમજી ગયો કે હવે તે અહીં ન આવે એમ જ મેરિયસ ઇચ્છે છે; તથા તેણે કોસેટને આપેલા છે લાખ ફાંક પણ કોઈ ગુનાના જ પૈસા હોય એવો તેને વહેમ છે, એટલે તે પૈસાને તે અડવા પણ નથી માગતો. : જન વાલજિન દુઃખી થઈને ચાલ્યો ગયો. બીજે દિવસે ને કોસેટને મળવા ન ગયો. ત્યાર પછીને દિવસે પણ તે ન ગયો. કોસેટે ત્યાર બાદ પૂછવા નોકર મોકલ્યો કે ગઈ કાલે કેમ નહોતા આવ્યા? : " જન વાલજને કહ્યું, “હું બે દિવસથી નથી આવ્યો! હું વચ્ચે વચ્ચે લાંબી મુસાફરીએ જાઉં છું, એ તારાં બાનસાહેબ જાણે છે. મારી તબિયત સારી છે, કહેજે કશી ચિંતા ન કરે.' પણ નોકરનેય જીન વાલજિનના “હું બે દિવસથી નથી આવ્યો’ એ શબ્દોનો કશો ખાસ અર્થ ન લાગ્યો. પણ જીન વાલજિને એ શબ્દો બોલવામાં કેટલું બધું દુ:ખ વ્યક્ત કર્યું હતું? પોતે કેટલા દિવસથી મળવા નથી આવ્યો તેનો ખ્યાલ પણ કોસેટને હવે રહ્યો નથી! જીન વાલજિન હવે રોજના વખતે પોતાના ઘેરથી કોસેટના ઘર તરફ જવા નીકળતો ખરો, પણ અધવચથી જ પાછો આવી જતો. છેલ્લા થોડા વખતથી જીન વાલજિન હવે કોસેટને મળવા આવવાનું બંધ કરે એમ જ મેરિયસ ઇચ્છતો હતો. તેમ કરવાનું તેને એક નવું કારણ મળ્યું હતું. વકીલાતના એક કેસમાં તેને લેફાઈટ બેંકના એક માજી હિસાબનીસની સાથે કામ પડ્યું હતું. તે દરમ્યાન તેને કોસેટના છ લાખ ફ્રાંક બાબત કંઈક માહિતી મળી હતી, જેની તે પૂરી તપાસ કરી શક્યો ન હતો. તે માહિતી ઉપરથી તેને એટલી ખાતરી Page #183 -------------------------------------------------------------------------- ________________ એકરાર થઈ કે, એ છ લાખ કૂકની રકમનો ખરો માલિક જીન વાલજિન નહોતો; એટલે તે રકમ તેણે તેના ખરા માલિકને જલદી પાછી સોંપી દેવી જોઈએ, તથા તેના માલિકને શોધી કાઢવો પણ જોઈએ. એક દિવસ જીન વાલજિન રજને સમયે ઘર બહાર નીકળ્યો, પણ થોડે દૂર જઈને બેસી પડ્યો. થોડો વખત ત્યાં બેઠા બાદ તે પોતાને ઘેર પાછો ફર્યો તે ફર્યો. હવે તે જીવતો આ ઘર છોડવાનો ન હતો. કામવાળી બાઈ બહુ ભલી હતી. તે રોજ જોતી કે ખાવાનું ઢાંકેલું એમ ને એમ પડી રહે છે, માત્ર પાણીનું વાસણ તળિયા સુધી ખાલી થયેલું હોય છે. તેણે પોતાના પતિને કહ્યું કે, “આ ડોસા હવે બહુ દહાડા નહીં કાઢે. તેમને તાવ આવતો હોવો જોઈએ; તથા મનનું પણ કાંઈ દુ:ખ છે. મને તો લાગે છે કે, તેમની દીકરી પરણીને ગઈ, એ બાબતનું કાંઈક કારણ હોવું જોઈએ.’ એક સાંજે જીન વાલજન કંઈક વિચાર આવતાં પથારીમાંથી મહાપરાણે ઊયો. પેટીમાંથી કોસેટનાં કપડાંની પેલી જૂની જોડ કાઢીને તેણે ટેબલ ઉપર પાથરી. પછી બિશપની દીવાદાનીઓ કાઢીને નજર સામે મૂકી. ત્યાર બાદ ટેબલ ઉપર કાગળ, કલમ અને ખડિયો લાવીને મૂક્યાં. પણ આટલા શ્રમથી કે તેના અંતરમાં ભેગી થયેલી અને જામી ગયેલી તીવ્ર વેદનાના ભારથી તે ખુરશીમાં જ બેભાન થઈ ગયો. થોડી વારે ભાન આવતાં તેણે કાગળ ઉપર લખવા માંડ્યું: “જે પૈસા છે, તે ખરેખર મારા જ છે; બીજા કોઈના નથી. મેં પણ પ્રમાણિક વેપારધંધાથી પેદા કરેલા છે. મણકા બનાવવાના ઉદ્યોગમાં મેં એક સાદી સીધી શોધ કરી હતી અને તેમાંથી થયેલો એ ન હતો.” પણ એટલું લખતામાં તો તેને ફરી તમ્મર ચડવા માંડ્યાં. તે બોલ્યો, “બસ, હવે Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ લે મિઝરાઇલ હું કોસેટને ફરી જોવા પામીશ એમ લાગતું નથી. છેવટે એને મળ્યા વિના જ આ કાયમની મુસાફરીએ મારે ઊપડવાનું થશે. ભગવાનની જેવી મરજી. મરતા પહેલાં તેને પાછી જોઈ શક્યો હોત, તેની સાથે વાત કરી શક્યો હોત, તો તેથી કોઈનું કશું બગડત ખરું? પણ પરમાત્મા, જેવી તમારી મરજી. પ્રભુ, પ્રભુ, કોસેટને ન જ મળાયું – એક વાર.” અને તે જ ઘડીએ બારણા ઉપર ટકોરો પડ્યો. ૨૧ અંત એ જ દિવસે એટલે કે એ જ સાંજે મેરિયસ ભોજનટેબલ ઉપરથી ઊઠવા જતો હતો, તેવામાં તેના નોકરે એક ચિઠ્ઠી લાવીને તેના હાથમાં મૂકી, અને જણાવ્યું કે તે આપનાર આપના હુકમની રાહ જોઈને બહાર ઊભા છે. ચિઠ્ઠીમાં લખ્યું હતું – મેં. રન સાહેબ, - આ સેવક પાસે એક વ્યક્તિને લગતી કેટલીક ગુપ્ત વાતો છે. હું તે ગુપ્ત વાત આપની સમક્ષ રજૂ કરીને આપની યત્કિંચિત્ સેવા બજાવવા માગું છું. શ્રીમતી બેરન બાનુસાહેબા ઉચ્ચ કુટુંબનાં છે, અને જે વ્યક્તિ તેમની ઓથે આપના ઘરમાં ઘૂસેલી છે, તે ભયંકર ડામીજ છે. તેને આપના ઘરમાં એક મિનિટ રહેવાનો અધિકાર નથી. આપના કુટુંબની આ સેવા બજાવીને આ સેવક પોતે પણ કંઈક લાભવાની આશા રાખે છે. લિ૦ થેનાર્ડ.' મેરિયસ ડ્રેટની કલમ તરત ઓળખી ગયો; અને થેનારડિયર જ આમ પોતાની પાસે આવ્યો છે એ જાણી, તેને Page #185 -------------------------------------------------------------------------- ________________ ત ૧૦૧ આનંદ પણ થયો. હવે માત્ર પોતાને સુરંગમાં થઈને બચાવી લાવનાર માણસ મળે, તો પોતાના જીવનનાં બંને ઋણ પૂરાં થાય ! થેનારડિય૨ે બહુરૂપી પોશાકવાળાને ત્યાંથી કોઈ માજી એલચીનો પોશાક ભાડે આણીને પહેર્યો હતો. આંખ ઉપર કાળા રંગનાં ચશ્માં ચડાવ્યાં હતાં. છતાં તેને ઓળખી કાઢતાં મેરિયસને બહુ વાર ન લાગી. થેનારડિય૨ે મેરિયસને કદી નજરે જોયો ન હતો; તેની સાથેનો થોડોઘણો વ્યવહાર તેણે પત્રથી મોટી દીકરી દ્વારા જ ચલાવ્યો હતો. એટલે તે તો મેરિયસને ઓળખી શકે તેમ ન હતું. તેણે મેરિયસને જોતાં જ ડિંગ મારી કે, ‘વાહ બેરન સાહેબ, આપ અને હું તો રાજકુંવરી બેગ્રેશન તથા ઉમરાવ વાઈકાઉંટ ડેમ્બ્રેને ત્યાં થોડાં વર્ષ પહેલાં મળ્યા હતા, એવું મને આપનો ચહેરો જોતાં જ શાથી લાગી આવે છે?’ મેરિયસે તદ્દન ઠંડકથી જવાબ આપ્યો, ‘એ બે ભાગ્યશાળીઓનાં નામ પણ જિંદગીમાં મેં સાંભળ્યાં નથી.' તો પછી શેબ્રિયાંને ત્યાં તો આપણે જરૂર ભેગા થયા હોવા જોઈએ. કારણ કે, એ સાહેબને મારા વિના પ્યાલી ચડાવવામાં કદી મજા જ પડતી નથી,' મેરિયસ હવે જરા કડક થઈને તોછડાઈથી બોલ્યો, ‘મને એ પ્યાલી-સાહેબ કે જામસાહેબની ઓળખાણ કરવાનો મહા-લાભ કદી મળ્યો નથી. પણ હવે તમારે શું કામ છે, તે ઝટ કહી નાખો.’ થેનારડિયર જરા છોભીલો પડયો પણ બીટતાથી સ્વસ્થતાપૂર્વક બોલ્યો, ‘જુઓ સાહેબ, અમેરિકામાં પનામા નજીક એક નાનું ગામ છે, તેમાં આઠસો માણસ રહે છે. પ્રદેશ જગલીઓથી ભરેલો છે, પણ ત્યાં સોનું ધણું મળે છે. મારે ત્યાં જવું છે. અમે ત્રણ જણ છીએ : હું મારી મહેારદાર Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ લે સિઝેરાગ્લ અને મારી દીકરી. મુસાફરી ઘણી લાંબી અને ખર્ચાળ છે, અને મારી પાસે પૈસા નથી.’ ‘પણ તેમાં મારે શું?' ‘જુઓ સાહેબ, મારી પાસે એક ગુપ્ત વાત છે, જે હું આપને વેચવા માગું છું. તે વાત કહેવાની શરૂઆત કાંઈ કિંમત નક્કી કર્યા વિના જ હું કરું છું. પણ થોડી વાર બાદ આપ જાણી શકશો કે એ વાત આપને માટે ઘણી રસિક નીવડે તેવી છે.” “ઠીક, શરૂ કરો.' જુઓ સાહેબ, આપના ઘરમાં એક ડાકુ અને ખૂની જૂઠે નામે પેઠો છે. પણ તેનું ખરું નામ હું આપને મફત કહી દઉં છું.” હા, કહો.” તેનું નામ જીન વાલજિન છે.' હું જાણું છું.” તે કોણ છે, તે પણ મફત કહી દઉં છું.” બોલો.' “એ સજા પામેલો ગુનેગાર છે.' ‘હું જાણું છું.’ થેનારડિયરની આંખમાંથી એક કાતિલ ઝેરભરી નજર મેરિયસ ઉપર છૂટી. પણ મેં ઉપર હસવું કાયમ રાખીને તે બોલ્યો, “પણ મેં કહ્યા પછી આપ અવશ્ય એ જાણો છો એમ કહેવાય. પરંતુ હવે હું જે વિશેષ કંઈ કહેવા માગું છું તે તો આપ જાણતા નથી જ. તે વસ્તુ શ્રીમતી બે રન સાહેબાને લગતી છે. અને તેની કિંમત હું માત્ર વીસ હજાર ફ્રાંક માગું છું.” “એ ગુપ્ત વાત પણ હું જાણું છું.” - “સાહેબ, આપ દશ હજાર ફૂાંક આપવાનું કહો, અને હું તરત કહેવા માંડું.” Page #187 -------------------------------------------------------------------------- ________________ અત vt ૧૭૭ હું ફરીથી કહું છું કે, તમે જે કહેવા માગો છો તે હું જાણું છું. તથા ઉપરાંતમાં તમારું પોતાનું ગુપ્ત નામ પણ જાણું છું.' મારું ગુપ્ત નામ ! મારી ચિઠ્ઠીમાં મેં લખેલું જે હતું એટલે આપ કહી જ શકો ને ?' “ચિઠ્ઠીમાં તો માત્ર ‘થેના' હતું; હું વધારીને તેને ‘શ્રેનારડિયર’કરી આપું છું.” ' પેલો જરા ચમકીને બોલ્યો, ‘એટલે શું?’ ‘એટલે જોન્ડ્રેટ, એટલે માંટ0નો વીશીવાળો !' ‘હું એ વાત સ્વીકારવાની અત્યંત નમ્રતાથી ના પાડું છું, સાહેબ!' || ‘અને વધારામાં સાંભળવું હોય તો એ કે તું એક પાકો ગયિો, બદમાશ, ગળાફાંસૢ છે. પણ લે તારું માં બાળ.' એમ કહીને મેરિયર્સ તેના માં ઉપર પાંચસો ફ઼્રાંકની એક નોટ નાખી. '',,, પેલાએ એ નોટ ખરી છે કે ખોટી છે તેની ખાતરી કરી જોઈ ને પછી પોતાનાં ચશ્માં ઉતારી હસતાં હસતાં માત્ર કહ્યું કે, “આપ સાહેબ સાચું કહો છો; આટલો પાંચસો ડ્રાંકનો ધપ્પો વાગવાનો હોય, તો હું ‘થેનારડિયર’તો શું બીજું આપ કહો તે નામ સ્વીકારી લેવા તૈયાર છું!" ।। થેનારડિયર હજી માનતો હતો કે પોતાની પાસે જે વાત કહેવાની છે તે બધી મેરિયસ નથી જ જાણતો. જોકે, પાંચસો ફ઼ાંક મળી ગયા બાદ, પોતાની પાસે કહેવાની બાકી રહેલી વાતનું વિશેષ કંઈ ન ઊપજે તોપણ તેને વાંધો ત્ હતો. મેરિયસ થેનારડિયરને બરાબર પામી ગયો હતો. તેને તો, હવે થેનારડિયર જો કોસેટના છ લાખ ફ઼ૉકની મિલકત વિષે કાંઈ જાણતો હોય, તો તે માહિતી જોઈતી હતી. તેથી તેણે જ i) '' ~ ૪.૨ L : લે૦ – ૧૨ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૯ હું મિશન શરૂ કર્યુ” : ‘થૈનારડિયર, હું ધણું ધણુ' જાણું છું એ તો તે જોઈ લીધું. જીન વાલજન ડાકુ અને ખૂની છે એમ તેં કહ્યું. તે ડાકુ છે, કારણ કે તેણે માં. મેડલીન નામના એક ધનવાન ઉદ્યોગપતિની તમામ મિલકત લૂંટી લીધી હતી અને તેને પાયમાલ કરી નાખ્યો હતો. અને એ ખૂની છે, કારણ કે તેણે ઈન્સ્પેકટર જાવનું ખૂન કર્યું" હતું.' ‘હું આપનું કહેવું સમજ્યો નહીં, બૅરન સાહેબ.' થેનારડિયરે કહ્યું. ‘જો હું વિગતે સમજણ પાડું. ૧૮૨૨ના અરસામાં કેલે તરફ એક માણસ રહેતો હતો જે સત્તાવાળાઓ સાથે કંઈક અથડામણમાં આવ્યો હતો. પછી તે મોંશ્યોર મેડલીનનું નામ ધારણ કરીને બીજી જગાએ ગયો અને ત્યાં તેણે પોતાની મહેનત, પ્રમાણિકતા અને આવડતથી એક આખા ગામની સંપત્તિ ઊભી કરી. તેણે ખાનગી મિલકત પણ ઊભી કરી; પરંતુ તેણે દવાખાનાં, શાળાઓ અને સેવાશ્રર્મો પણ સ્થાપ્યાં. તે આખા ગામનો પિતા બની રહ્યો. પણ એ અરસામાં જેલમાંથી છૂટેલો એક જીન વાજિન નામનો એક કેદી કે જે આ માણસને પહેલાં થયેલી સજાની વાત જાણતો હતો, તેણે તેને પકડાવી દીધો; અને તેના પકડાયાનો લાભ લઈ તે પેરીસ આવ્યો અને લેફાઇટ-બેંકમાંથી પાંચ-છ લાખ ટુંકની ૨કમ મેડલીનની ખોટી સહી કરીને ઉપાડી ગયો. એ આખી વાત મને લેફાઇટ-બેકના કેશિયરે પોતે જ કહી છે. અને ખૂનની વાત તો હું પોતે જેટલી જાણું છું, તેટલી તું કદી જાણી ન શકે. જીન વાલજિને ઇન્સ્પેકટર જાવ નું પિસ્તોલ વડે ખૂન કર્યું” હતું, તે વખતે હું હાજર હતો.' થેનારડિય૨ હવે સમજી ગયો કે મેરિયસ ભારે ગોટાળામાં પડેલો છે. એટલે હવે તેણે વિજેતાની ઢબે કહ્યું, ‘બધાં ગપ્પાં !’ Page #189 -------------------------------------------------------------------------- ________________ અત ૧e જા, જા, એ બધી વાતો મેં ભારે તપાસને અંતે જાણી છે.” “જુઓ સાહેબ, આપ જેટલી ખાતરીથી આ બધું સારું હોવાનું કહો છો, તેનાથી વધુ ખાતરીથી હું કહું છું કે એ બધાં ગપ્પાં છે. જીન વાલજને મેડલીનને લૂટયો પણ નથી; અને જાવટને માર્યો પણ નથી.” રહેવા દે હવે; તારી વાતનો આધાર શો છે ?' જુઓ સાહેબ, આપ બીજી શેખી મારવી હોય તેટલી મારજો; પરંતુ આ બાબતમાં તો છેક ભીંત જ ભૂલ્યા છો. તેણે મેડલીનને લૂટયો નથી, કારણ કે, જીન વાલજિન પોતે જ મેં. મેડલીન છે! જુઓ ૨પમી જુલાઈ, ૧૮૨૩નું આ છાપું! એ જૂનું ચીંથરું મેળવતાં મને ભારે તકલીફ ઉઠાવવી પડી છે. અને તેણે જાવટને માર્યો નથી, કારણ કે, જાવટે પોતે જ જાવટનું ખૂન કર્યું છે.' એટલે ?' એટલે કે જાવટે આત્મહત્યા કરી છે.” આમ કહી, તેણે, મેરિયસ બેભાન અવસ્થામાં હતો તે દિવસોનું બીજુ છાપું કાઢી, તેમાંથી એક ફકરો આંગળી મૂકીને બતાવ્યો. પોલીસ-વડાએ જાવર્ટની આત્મહત્યાની કરેલી જાહેરાન તેમાં હતી. તેમાં વિશેષમાં જણાવ્યું હતું કે, જાવર્ટ મોરચામાં કેદ પકડાયો હતો; પરંતુ એક બળવાખોરે તેની ખોપરી ઉડાવી દેવાને બદલે પિસ્તોલનો અવાજ હવામાં કરીને, જાવટને ભલમનસાઈથી જીવતો છોડી મૂક્યો હતો. મેરિયસના મનમાં જીન વાલજિનની કિંમત એકદમ વધી ગઈ. “તો શું જીન વાલજિન આવો મહાન પુરુષ છે? તે પોતે જ મેડલીન હતો? તેણે પોતે જ એ બધી કમાણી * એ છાપાનો ઉલ્લેખ અગાઉ પાન ૫૪ ઉપર છે, તે જુઓ. Page #190 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરલ કરી હતીઆખા ગામનો અન્નદાતા અને પ્રાલપિતા એ જ માણસ હતો? અને જાવર્ટને જીવતદાન દેનાર પણ એ હતો? ખરેખર એ તો એક મહાપુરુષ, સંતપુરુષ કહેવાય!” | “જુઓ સાહેબ, હવે થનારડિયરનો મરડમાં બોલવાનો “વારે આવ્યો. “જીન વાલજિન મહાપુરુષ પણ નથી કે સંતપુરુષ પણ નથી. કારણ કે તે ખૂની અને ડાકુ છે.” - - “હજુ પણ?' ” “હા હજુ પણ. તેણે મે. મેડલીનને ભલે નથી લૂંટયો; છતાં તે લૂંટારુ હતો. તેણે જાવટને નથી મારી નાખ્યો; છે તે ખૂની હતી.' | ‘તુંશું ૪૦ વર્ષ પહેલાં તેણે કરેલી નાની સરખી ચોરીની વાત યાદ કરાવવા માગે છે કે જેનું પ્રાયશ્ચિત્ત અને કેટલાય ગણો બદલો તેણે પશ્ચાત્તાપ તથા દાનસેવા ભરેલી પછીની લાંબી જિંદગી દ્વારા આપ્યો છે?' કે “જુઓ સાહેબ હવે હું જે વાત કહું છું તેની કિંમત આપે આપવી હોય તેટલી આપજો. આપ કહેશો કે, હું જીન વાલજિનને જ એ વાત શાથી થી વેચવા જતો ? પણ જુઓ સાહેબ, તેણે પોતાની બધી મિલકત આપને આપી દીધી છે; અને હવે તેની પાસે કાણી કોડી પણ રહી નથી. પરંતુ મારે તો લાંબી ખર્ચાળ મુસાફરીએ જવું છે. તેથી મોટી મિલકતવાળા આપને જ એ વાત હું વેચવા માગું છું. મને એ આખી વાત પુરાવા સાથે મેળવતાં ઘણી મહેનત પડી છે.” * આટલું કહી પછી તેણે વાત વિસ્તારથી શરૂ કરી. જુઓ બેરન સાહેબ, ૧૮૩૨ના જૂનની ૬ ઠ્ઠી તારીખે, આજથી એક વર્ષ પહેલાં, બળવાના દિસે હું મોટી સુરંગ જ્યાં સીન નદી ઠલવાય છે તે જગાએ હતો.” Page #191 -------------------------------------------------------------------------- ________________ અત ૧૧ મેરિયર્સ ચોંકીને તરત ખુરસી ઇંતેજારીથી તેની પાસે ખેંચી. થેનારડિયરે વિજેતાના અભિમાન સાથે વાત આગળ ચલાવી - . મારે તે વખતે આ સુરંગમાં રહેવા જવાની જરૂર પડી હતી; અને મારી પાસે તેની કૂચી હતી. હું અંદર આરામ કરતો હતો, તેવામાં એક માણસ સુરંગમાં આધેથી બીજા એક માણસને ખભે ઊંચકી આવતો હતો. તે જેલમાંથી નાસી છૂટેલો રીઢો કેદી હતો અને તેના ખભા ઉપર લોહી નીતરતું મડદું હતું. તેણે પેલાને લૂટી લેવાના ઇરાદાથી મારી નાખ્યો હતો અને તેને નદીમાં નાખી દેવા તે ઇચ્છતો હતો. જોકે, એ સુરંગમાં વચ્ચે જે મોટો ભૂવો પડેલો કહેવાય છે, તેમાં થઈને તે આટલા ભાર સાથે જીવતો શી રીતે આવ્યો, એ સમજી શકાય તેમ નથી. પરંતુ તેનાથી તો એટલું. જ સિદ્ધ થાય છે કે તેણે કેવું કરપીણ ખૂન કર્યું હોવું જોઈએ કે જેને છુપાવીને વર્ગ કરવા તેને આટલું મોટું જોખમ ખેડવું પડયું હતું.' મેરિયસ હવે હાંફતો હાંફતો તદ્દન નજીક સરકી આવીને સાંભળવા લાગ્યો. તેના માં ઉપરની તમામ નસોમાં જાણે આખા શરીરનું લોહી તેમ જ આખા શરીરનું ચેતન એકઠુ થઈ ગયેલું હતું. - થેનારડિય૨ે હવે હાંકવા માંડયું – ‘સાહેબ એ માણસમાં ખવ્વીસનું જોર છે, અને તેણે મારી પાસે કૂંચી માગી. તેને ત્યાં અંધારામાં એકલા ના પાડવાનું બને જ કેમ કરીને! મેં પેલા મરેલા માણસનો ચહેરો જોઈ લેવા પ્રયત્ન કર્યો, પણ લોહીથી ખરડાયેલી દશામાં તેનું માં દેખાય તેમ ન હતું. એટલે વાતચીત કરવામાં વખત કાઢી મે' પેલો ન જાણે તેમ મરેલા માણસના કોટમાંથી એક ટુકડો ફાડી લીધો; જેથી ભવિષ્યમાં કોઈ,વખત આ ખૂનનો કિસ્સો પકડવામ મદદ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ લે મિરાલ્ડ થાય. પછી મેં પેલાને દરવાજો ઉઘાડી આપ્યો, અને એના ભયંકર ગુનામાં વધુ સંડોવાવું ન પડે તે માટે હું પાછો સુરંગમાં તાળું વાસીને પેસી ગયો. એ ખૂની માણસ જીન વાલજિન હતો. અને એ મરેલા માણસના કોટનો ટુકડો આ રહ્યો.” એમ કહી તેણે ખિસ્સામાંથી ભારે દબદબાથી લૂગડાનો એક ટુકડો કાઢ્યો. ‘બેરન સાહેબ, એ મરેલો માણસ કોઈ ભારે તવંગર જુવાન પરદેશી હતો. જીન વાલજિને તેને કશીક જાળમાં ફસાવીને તેની પાસેથી ભારે મોટી રકમ પડાવી હોવી જોઈએ. બોલો સાહેબ હવે તે ખૂની અને ડાકુ ખરો કે નહીં? પછી પોતાનો ગુનો છુપાવવા અને આપના પ્રતિષ્ઠિત ઘરની ઓથે આરામથી રહેવા, તેણે પોતાની મિલકત બેરન સાહેબાને ભેટ કરી દીધી !' “પોતે જ તે મરેલો માણસ છું અને આ રહ્યો તે કોટ, જેમાંથી તે કકડો ફાડી લીધો હતો.” એમ કહી મેરિયર પોતાનો સંઘરી રાખેલો લોહિયાળ કોટ લાવીને તેમાંથી ફાટેલા ભાગ ઉપર થનારડિયરે આપેલો કકડો બરાબર બેસાડી જોયો. થેનારડિયર એ જોઈ કરી જ ગયો. મેરિયસ હવે ઉતાવળમાં આવી ગયો હતો. તેણે પોઝપ ખિસ્સામાંથી પાંચસો અને હજાર કૂકની એક એક નોટ કાઢીને થેનારડિયરના મોં ઉપર પછાડી. “બદમાશ, હરામી, તું એક નંબરનો જુઠ્ઠો દગાબાજ બેશરમ કુત્તો છે. તું એ માણસને કલંકિત કરવા આવ્યો હતો, પણ તે તેને દેવ પુરવાર કર્યો છે. તું જ ખરી રીતે ડાકુ છે, ખૂની છે. તે જ એને લૂટવા લોઢાની ફરસી તપાવી હતી અને મારાઓ ભેગા કર્યા હતા. તેને કાયમની જેલમાં ધકેલી દેવા તથા ફાંસીએ લટકાવવા મારી પાર પૂરની સાબિતીઓ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ છે. પણ તું આ પંદરસો ફૂાંક લઈને તારું મોં કાળું કર. ટલું તને બચાવે છે!' વટલું?' હા, વટલ્માં તે એક કર્નલનું જીવન બચાવ્યું હતું. તું હવે તારું કાળું કર, મને તારું મેં ન બતાવીશ. આ બીજા ત્રણ હજાર ફૂાંક પણ છે. અને આવતી કાલે તું તારી દીકરી સાથે – કારણ કે તારી પત્ની તો મરી ગઈ છે – અમેરિકા જવા નીકળશે, તો હું તને ૨૦ હજર કૂક તારું વહાણ ઊપડશે ત્યારે આપીશ.” થેનારડિયરને આમાંનું ઘણું જરાય સમજાયું નહીં. પણ તે નોટોના મીઠા ભાર નીચે લદાઈને રાજી થતો થતો ઘર બહાર નીકળી ગયો. આપણે એની વાત અહીં જ પૂરી કરી લઈએ. બે દિવસ બાદ તે અમેરિકા જવા દીકરી સાથે નીકળ્યો, ત્યારે મેરિયસે તેના હાથમાં ન્યૂયોર્કની બેંક ઉપર ૨૦ હજાર ફ્રાંકની હૂંડી મૂકી. પરંતુ ત્યાં જઈને પણ તે બીજો કોઈ સારો ધંધો કરવાને બદલે ગુલામોનો વેપારી જ બન્યો. થેનારડિયર વાત કરીને ચાલ્યો જતાં તરત મેરિયસ દોડતો દોડતો કોસેટ પાસે ગયો અને ગાંડાની પેઠે તેને એક ઘોડાગાડીમાં ધકેલી ગયો. ઘોડાગાડી પવનવેગે દોડાવી મૂકવામાં આવી. . “કોસેટ! કોસેટ! ભારે ભૂંડી થઈ છે. ભારે ભૂંડી થઈ છે. હું બદમાશ છું, ગધેડો છું. કોસેટ ! તારા બાપુજી તો માણસ નથી, દેવ છે. તે મને કહ્યું હતું કે બેવોચ મારફત મેં મોકલાવેલો કાગળ તને મળ્યો જ નથી. તે કાગળ જરૂર તારા બાપુજીના હાથમાં ગયેલો. તેમણે તે વાંચીને જાયું કે હું મોરચામાં આત્મહત્યા કરવા જ ગયો છું; એટલે તરત તે દોડતા ત્યાં પહોંચ્યા. પ્રથમ તો જાવટંને મૃત્યુના પંજામાંથી Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ લે મિઝરા છૂટો કરી, મને બેભાન પડેલો જોતાં ઊંચકીને સુરંગમાં ઊતરી પડ્યા. ઓ બાપરે! કેવી સુરંગ? કેટલા માઈલ તેમાં તે અંધારામાં મને ઊંચકીને ચાલ્યા. એક જગાએ તો તેમાં એવડો મોટો ભૂવો પડેલો છે કે, મોટા પર્વતના પર્વત તેમાં ડૂબી જાય. બાપરે! કોસેટ! કોસેટ! હવે તો ગમે તેમ કરીને તેમને આપણે ઘેર લાવવાના છે. ભલે તે હા કહે કે ના કહે! હવે હું અને તું જીવનની એકે એક મિનિટ તેમના માયાળુ અને વહાલભર્યા ખોળામાં માથું મૂકીને જ “બાપુજી, બાપુજી,” કહેતાં કહેતાં આળોટયા જ કરીશું.” - કોસેટ આમાંનું કશું સમજી શકી નહીં. પણ મેરિયસ પોતાના બાપુજીને હવે તેડી લાવવા માટે દોડી રહ્યો છે, એટલું જાણી તેને ઘણો જ આનંદ થયો. મેરિયસના પ્રેમના ભાર નીચે તેને દબાવું પડયું હતું, પરંતુ મેરિયસનો પોતાના બાપુજી તરફનો અણગમો તેને કદી ગમ્યો ન હતો. બારણે ટકોરો મારતાં જ અંદરથી ધીમો અવાજ આવ્યો, “અંદર આવો.” બારણું ઊઘડ્યું. કોસેટ અને મેરિયસ બારણામાં દેખાયાં. કોસેટ તો એકદમ દોડી ગઈ; મેરિયસ ડૂસકાં ભરતો બારણા વચ્ચે જ લાકડું થઈ ગયો. બાપુજી!' કસોટ બોલી. જીન વાલજિન ગળગળ થઈ જઈને બોલ્યો, “બેટા, કોસેટ ! અરે બાનુ! ઓ મારા પ્રભુ ! તારે જય!' કોસેટની બાથમાં દબાયેલો તે ધીમે ધીમે તૂટક તૂટક બોલ્યો, “બેટા તું આવી? તે ત્યારે મને ક્ષમા આપી ખરું?' મેરિયસ હવે આંખોમાંથી ઢળી પડતાં આંસુ મહા પરાણે રકતો, નાનું બાળક પોતાના પિતાના ખોળાના લોભમાં હાથ પહોળા કરીને દોડે તેમ જલદી આગળ ધસ્યો અને મહા પરાણે બોલ્યો, “બાપુજી!” Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ અત તમે પણ મને ક્ષમા આપો છો? વાહ, પ્રભુ, વાહ, તારી દયા અપરંપાર છે. હું હમણાં જ બે ક્ષણ પહેલાં ભગવાનને દોષ દેતો હતો કે, મને કોસેટ છેલલી એક વાર પણ નહીં જ મળે? પણ તું તો બેટા તે વખતે દાદર ઉપર જ હોઈશ. ભગવાનની કૃપા કેવી અપરંપાર છે? હે પ્રભુ ” કોસેટ હવે જીન વાલજનની અવદશા જોઈને અકળાવા લાગી. “બાપુજી, તમે આવા કેમ થઈ ગયા? તમારા હાથ આટલા બધા ઠંડા કેમ લાગે છે? મેરિયસ જાઓ તો ખરા, બાપુજીના હાથ આટલા બધા ઠંડા કેમ છે?' મેરિયસ કોસેટ કરતાં કંઈક વધુ જાણકાર હતો. તે એ હાથોની ઠંડક અનુભવતાં જ ચેકી ઊઠયો અને કપાળે હાથ દાબી કંપવા લાગ્યો. “બાપુજી! બાપુજી ! આ શું કરી નાખ્યું?” જીન વાલજિન શાંતિથી એટલું જ બોલ્યો, “તમે પણ મને બાપુજી કહો છો? તમે ખરે જ મને ક્ષમા આપી?' મેરિયસ હવે કોસેટને સંબોધીને ફાટી જતા હૃદયે બોલવા લાગ્યો – “કોસેટ, બાપુજી મારી ક્ષમા વાંછે છે. અને એમણે મારે માટે શું કર્યું છે તે તું જાણે છે? તેમણે મારી જિંદગી બચાવી અને તને મારા હાથમાં અર્પણ કરી. અને મારું જીવન બચાવીને તથા તને મારા હાથમાં અર્પણ કરીને પછી એમણે શું કર્યું? મારા અને તારા હિતમાં તે પોતાનું અંતર તૂટતું હોવા છતાં દૂર ખસી ગયા. તેમણે પોતાના હૃદયના પ્રેમનું બલિદાન આપણા બેના હિત ખાતર આપ્યું. કોસેટ, બાપુજીના ચરણોમાં આખી જિંદગી ધૂળ થઈને પડ્યો રહું, તોપણ મારા અંતરને શાંતિ થાય તેમ નથી. તે તો દેવ છે, સંત છે. બીજાને માટે ઘસાઈ છૂટવામાં, બીજાને જીવતદાન દેવામાં, બીજાને મદદ કરવામાં જ તેમણે તેમના મહાન જીવનનો એકેએક શ્વાસ ગાળ્યો છે.” Page #196 -------------------------------------------------------------------------- ________________ કે મિઝેશ૩ ‘બસ, બસ, આવું બધું શા માટે બોલો છો?' જીન વાલજિને ધીમેથી કહ્યું. પણ તમે આ બધું મારાથી શા માટે છુપાવ્યું ? અને જ્યારે તમે પોતાની કબૂલાતને બહાને મને થોડું ઘણું કહી ગયા, ત્યારે તે તો છેક જ તમારી જાતને ઢાંકી દેવા માટે જ હતું. તમે મારા પ્રત્યે આટલી બધી ક્રૂરતા કેમ દાખવી ? બાપુજી, શું હું તમારા છોરુ નથી ? તમે મારાથી જ અણછતા રહ્યા? આ દુનિયામાં તર્મ મને તમને ઓળખવાની અને ચાહવાની તક જ ન આપી !' ૧૬ જીન વાજિને તેના તરફ માયાળુપણે ધીર્મથી કહ્યું, ‘બેટા, હવે હુ તને ખરેખર પામ્યો ! તે વખતે બધું કહીનેય હું તને જેટલો ન પામત, તેથી વધુ હવે હું તને પામ્યો. પ્રભુએ ખરેખર મારા સામું જોયું,' • પણ જીન વાલિજનના હાથ વધુ ને વધુ ડેડા પડતા જતા હતા. મેરિયર્સ હવે તેને ઘેર ઉપાડી જવા ઉતાવળ કરવા માંડી. જીન વાજિને કું હસીને મહામહેનતે કહ્યું, બેટા, હવે એની કશી જરૂર નથી. હવે મારી છેલ્લી ઘડી છે. મેં જે પૈસા ર્કાોટને આપ્યા છે, તે મારી સાચી કમાઈના પૈસા છે. તેમાંનો એક પૈસો પણ હરામનો નથી. તમે લોકો એ પૈસાને હાથ નહોતાં લગાવતાં, તેથી મારું હૃદય કેટલું બધું કપાઈ જતું હતું, તે હું જ જાણું છું; મને મારું આખું જીવન ધૂળ મળ્યું એમ જ લાગતું હતું. મેં એક કાગળમાં એ બધી હકીકત લખી છે. એ કાગળ લખવા જ હું ઊઠયો હતો. પણ હવે બસ.' આટલું કહીં છેવટનું જોર કરતો હોય તેમ તે ઊઠો અને બિશપની દીવાદાનીઓ બરાબર નજર સામે ગોઠવી. કોર્સટનાં નાનપણનાં કાળાં કપડાં તો સામે મૂકેલાં જ હતાં. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ અa જીન વાલજન હવે ટગર ટગર કોસેટ તરફ જ જોઈ રહ્યો હતો. જેણે પોતાની દીર્ધ મુસાફરી માટે તેની લાંબી યાદગીરી સાથે લઈ જવા માગતો ન હોય! પછી બંને દીવાદાનીઓ કોસેટને સોંપતાં ડૂબતે અવાજે તેણે કહ્યું, “બેટા આ બે દીવાદાનીઓ નું સાચવજે. તે ચાંદીની જ છે; પણ મારે માટે સોના કરતાં વધુ કીમતી છે. એ દીવાદાનીઓ મને આપનાર મને સ્વર્ગમાંથી જોતો હશે. મારા જીવનથી મેં તેને સંતોષ આપ્યો કે નહીં ને હું નથી જાણતો. પણ જીવનમાં દરેક પલટા વખતે મેં તેને યાદ કરીને જ તે સંતુષ્ટ થાય એમ વર્તવા પ્રયત્ન કર્યો છે.' થોડી વારમાં તેના હાથ જોરથી પછડાઈને નીચે પડ્યા. કોસેટ અને મેરિયસ તરત ઘૂંટણિયે પડ્યાં અને માથું નમાવી ડુસકાં ભરી ભરી રડવા લાગ્યાં. રાત તારા વગરની ગાઢ અંધારી હતી. પરંતુ એ અંધારામાં આ આત્માને લઈ જવા એક મોટો દેવદૂત પાંખો ફેલાવીને રાહ જોતો ક્યાંક જરૂર ઊભો હતો. Page #198 -------------------------------------------------------------------------- ________________ RA&E*: : પોલીસ ઇન્સ્પેકટર જાવટ. પૃ૦ ૪૦. Page #199 -------------------------------------------------------------------------- ________________ તેણે મેરિયસને તેના અજવાળામાં એક બાજુએ ભીંત તરફ સુવાડયો. પૃ૦ ૧૫૨. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦.૦૦ ૨૦૦.૦૦ ૧૦,૦૦ ૧૦,૦૦ ૧૦.૦૦ શતાબ્દી સમિતિનાં રસપ્રદ નવાં પ્રકાશને સત્યા, શ શીખતા [ હિંયા] થિ મગનભાઈ દેસાઈની “સત્યાગ્રહની મીમાંસા હિતી અનુવાદ] ર-વિહ8 ઇંગો [દિલી] સંપા. ગેપાળદાસ પટેલ "સત્યાગ્રહની મીમાંસા' [વિકમ સંક્ષેપ). સંપા. ડૉ. રજનીકાન્ત જોશી માતૃભાષાના હિમાયતી મગનભાઈ દેસાઈ સંપા. બિપિન આઝાદ વિારમાળા [‘સત્યાગ્રહમાંથી સંકલિત સંકલનકારઃ કમુબહેન પુત્ર છે. પટેલ જામશેલનમાળા (ડાહ્યા પુરુષનાં સુવાક્યો) સંકલનકારઃ કમુબહેન પુત્ર છોપટેલ એક કથક - આરોગ્ય વિજ્ઞાનની | ડિૉ. એમ. એમ. ભમગસનાં લખાણમાંથી સંકલિત] સંપ૦ ગોપાળદાસ પટેલ ચાગ અને સાસુ” પર્યાવરણ | ડિૉ. એમ. એમ. ભમરાનાં લખાણમાંથી સંકલિત] ભwલાષામાં ન્યાય સંપા, જીવણલાલ ગીરધરલાલ શાહ સરસવતીચંદ્ર [વિકમ સંક્ષેપ) સંપા. ગેપાળદાસ જીવાભાઈ પટેલ જે મિશન” [વિક્રમ સં૫]. - સંપા. ગોપાળદાસ જીવાભાઈ પટેલ જીજન્સવાલ અથવા વિયોગ ૩-૪ નિવેદકા મગનભાઈ દેસાઈ સાની ભક્તની પ્રતિભા લેખકઃ મગનભાઈ દેસાઈ (શ્રીમદ્ રાજચંદ્રનું જીવનચરિત્ર]. પ્રાપ્તિસ્થાન નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ-૧૪ ૫૦.૦૦ ૫૦૦૦ Page #201 -------------------------------------------------------------------------- ________________ શાળા-કૉલેજનાં પુસ્તકાલયોમાં વસાવવા લાયક પુસ્તકો ‘લે-મિઝેરાબ્લ’ (વિક્રમ સંક્ષેપ) હૃદયપલટો (‘રિઝરેક્શન'નો સંક્ષેપ) પિકનિક ક્લબ (ડિકન્સ કૃત નવલકથા) ડોમ્બી ઍન્ડ સન (ડિકન્સ કૃત નવલકથા) પ્રીત કિયે દુઃખ હોય (સ્કૉટ કૃત કેનિલવર્થ) જુગારીની દુહિતર (ધી ઑલ્ડ ક્યુરીયોસીટી શોપ) અદાલતી ન્યાય (ડિકન્સ કૃત ‘બ્લીક હાઉસ’) આત્મ-બલિદાન (ધ બૉન્ડ મૅન) ઈવાન હો (વૉલ્ટર સ્કોટ કૃત) હિંમતે મર્દા (ક્વેન્ટિન ડરવાર્ડ) સરસ્વતીચંદ્ર (સંપાદક : ગોપાળદાસ પટેલ) સત્યાગ્રહની મીમાંસા (ડૉ. રજનીકાન્ત જોશી) હિંદની અંગ્રેજ વેપારશાહી (સંપાદક : વિદુલા જોશી) આત્મ-શોધનમાળા (સંપાદક : કમુબહેન પુ. છો. પટેલ) કુદરતની કિતાબ (‘સોઈલ ઍન્ડ હેલ્થ’નો સંક્ષેપ) પ્રાપ્તિસ્થાન વિશ્વ સાહિત્ય અકાદમી ૧૭૦, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ, અમદાવાદ : ૩૮૦ ૦૧૫. ફોન : ૬૭૫૧૫૦૧, ૬૭૪૬૫૭૮, અમૃતા પ્રકાશન સી-૫, ઓજસ એપાર્ટમેન્ટ, નહેરુનગર ચાર રસ્તા, અમદાવાદ : ૩૮૦ ૦૧૫. ફોન : ૪૦૬૧૯૭ ૧૦૦.૦૦ ૧૦૦.૦૦ ૧૦૦.૦૦ ૧૦૦.૦૦ ૧૦૦.૦૦ ૧૦૦.૦૦ ૧૦૦.૦૦ ૧૦૦.૦૦ ૧૦૦.૦૦ ૧૦૦.૦૦ ૫૦.૦૦ ૧૦,૦૦ ૧૦,૦૦ ૧૦,૦૦ ૧૦,૦૦ Page #202 -------------------------------------------------------------------------- _