________________
બિશપને મહેમાન
- ૧૩ તેને કરવામાં આવી? એને જેલમાં પૂર્યા પછી એ નાનાં છોકરાંનું શું થયું હશે? તેની કેદના ચોથા વર્ષને અંતે એક જ વાર તેને બહેનના સમાચાર મળ્યા હતા. તે પેલેસમાં એક કંગાળ લત્તામાં રહેતી હતી, અને તેની સાથે નાનામાં નાનો એક છોકરો હતો. બીજાં છ ક્યાં હતાં? કદાચ તે પોતે જ જાણતી નહીં હોય. રોજ વહેલી સવારે તે એક છાપખાનામાં ગડી વાળવાના અને સાંધવાના કામે જતી. તે વખતે તે છોકરો બહાર ટાઢમાં પગથિયાં ઉપર પડ્યો રહેતો. સાત વાગ્યે નિશાળ ઊઘડે ત્યારે તે તેમાં જતો. એ પછી એ લોકોના કશા સમાચાર તેને મળ્યા ન હતા. જીન વાલજિનને આ બધામાં સમાજનો કશો ન્યાય દેખાતો ન હતો. અને તે પોતે જ હવે એ અવિચારી સમાજને પૂરેપૂરા ધિક્કારથી સજા કરવાના ઇરાદા સાથે જેલમાંથી બહાર નીકળ્યો હતો.
દેવળના ઘડિયાળમાં બેના ટકોરા પડ્યા. તેણે ફરી ઊંઘવાનો વિચાર કર્યો, પણ તેના મનમાં ભરાતા અનેક વિચારોમાં બિશપના સૂવાના ઓરડાના હાટિયામાં મુકાતાં જોયેલાં ચાંદીના વાસણનો વિચાર વારંવાર કયાંકથી ધસી આવતો હતો. તેમાં જે કડછી જેવો પીરસવાનો ચમચો હતો, તેની કિંમત ૨૦૦ ફૂાંક જેટલી હશે; અર્થાત્ ૧૯ વરસે તે જે ૨કમ કમાયો હતો તેનાથી લગભગ બમણી !
આવા વિચારમાં ને વિચારમાં તેણે એક કલાક કાઢી નાખ્યો. પછી ત્રણનો ટકોરો પડતાં જ તે અચાનક બેઠો થઈ ગયો. આખું ઘર શાંત હતું. પગમાંથી જોડા કાઢી તે શ્વાસ દઘૂંટીને ધીમે પગલે બિશપના સૂવાના ઓરડા ભણી ચાલ્યો. કૂંચી હાટિયાના તાળામાં જ હતી. તેણે હાટિયું ઉઘાડી વાસણવાળી ટોપલી ઉપાડી. પછી જલદી પોતાની પથારી પાસે આવીને વાસણો પોતાના ઝોયણામાં ઠાલવી દીધાં; ખાલી ટપલીને બારીમાંથી બહાર ફગાવી દીધી; પોતે બાગમાં થઈને