________________
‘લૉટલૂ ના સારજ ટ'
૫
તરત બાનુએ પોતાની જીભમાં ઉમેરાય તેટલું મધ ઉમેરી કેસેટને કહ્યું, ‘બેટા, એ ઢીંગલી તારે માટે સાહેબ લાવ્યા છે. તું લઈ લે, એ તારી છે.'
‘સાચી વાત છે, સાહેબ ? આ મહારાણી મારે માટે છે?' કોસેટે પૂછ્યુ
મહેમાનની આંખો આંસુથી ભરાઈ ગયેલી હતી. ૨ડી ન પડાય તે માટે તેણે માત્ર ડોકું ધુણાવી હા કહી, અને ઢીંગલીનો હાથ તેના હાથમાં મૂકયો.
કાસેટે ઢીંગલીને અડતાંવેંત પોતાનો હાથ પાછો ખેંચી લીધો. પછી અજાણતાં પોતાની આખી જીભ બહાર કાઢી; અને એકદમ આવેશમાં આવી, પેલી ઢીંગલીને પકડી લીધી.
બીજે દિવસે સવારે બિલ આપતી વખતે થેનારડિયરે પોતાને થયેલા આ નુકસાનનો બદલો બરાબર લીધો! તેણે એક રાતના રહેવાના ભાડાનું તથા સાદા ભોજનનું બિલ ૨૩ ફ઼ાંકનું બનાવ્યું, અને પોતાની ધણિયાણીને તે વસૂલ કરવા મોકલી.
પેલો હાથમાં પોટલી અને ડઠંડા લઈ નીચે આવવા જ નીકળતો હતો. થેનારડિયર બાનુએ તેને પલાળવા સારુ ઘરાકીના અભાવની, ટૂંકી કમાણીની વગેરે વાતો કરી; તથા છેવટે ઉમેર્યું" કે, અધૂરામાં પૂરું પેલી ચેલકી પણ મફતની તેમને માથે પડી છે, અને અધુરૂં ઘર તો તે એકલી ખાઈ જાય છે.
મહેમાને સહાનુભૂતિપૂર્વક કહ્યું, ‘એનો ભાર, તમે કહો તો, . હું લઈ લઉં.' બાનુ તો તરત કબૂલ થઈ ગઈ, અને તેને આશીર્વાદ જ દેવા મંડી. પણ થેનાડિયરે વચ્ચે પડીને, મોકો જોઈ, માંઘા થવા કહ્યું કે, ‘એ છોકરી ગમે તેમ તોપણ મને સોંપાયેલી થાપણ છે, અને તેના ઉપર મને મમતા બંધાયેલી છે. માટે તેને ગમે તે અજાણ્યાના હાથમાં સોંપી ન દેવાય. ૯૦-૫