SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ E લે મિઝરાબ્વ મારે તેની અવારનવાર ખબર કાઢતા રહેવું પડે; એટલે તેને કોણ કયાં લઈ જાય છે, તે મારે પહેલાં જાણવું જોઈએ.' મહેમાને કહ્યું કે, ‘હું કેાસેટને લઈ જાઉં, તો એટલેથી જ બધી વાત પૂરી થવી જોઈએ. પછી તેને તમારે યાદ જ કરવાની નહીં. તમારા હાથમાંથી હંમેશને માટે મુક્ત કરવા માટે જ હું તેને લઈ જાઉં. બોલો કબૂલ છે?’ ‘તેના અત્યાર સુધીના ખર્ચના ૧૫૦૦ ફ઼ાંક મને મળે, તો પછી મને વાંધો નથી.' પેલાએ તરત ત્રણ નોટો પાકીટમાંથી ખેંચી કાઢીને ટેબલ ઉપર મૂકી દીધી. પછી કાસેટ આવતાં જ પોતાની બચકીમાંથી સાત વર્ષની છોકરી માટેનાં તૈયાર કપડાંની જોડ કાઢીને તેને પહેરાવી દીધી. તે કપડાં શોક માટેનાં કાળા રંગતાં હતાં. થોડી વાર પછી બંને જણ ગામ બહાર ચાલી નીકળ્યાં. કાસેટના હાથમાં તેની ‘મહારાણી' હતી. પોતાને કોણ કર્યાં લઈ જાય છે, તેનો કર્શો અંદેશો તેના નિર્દોષ મનમાં ન હો. એ અજાણ્યો માણસ જ તેને અત્યારે સૌ કરતાં પોતાનો લાગતો હતો.
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy