________________
૬૪
તે મિe ઢીંગલી સાથે રમવા લાગી. કેસેટ ગૂંથવાનું ભૂલ એ ઢીંગલી તરફ જોઈ રહી. તેવામાં બાનુની નજર તેના ઉપર પડી, એટલે તરત તે તડૂકી, “ડાકણ, તું મફતનું ખાઈને આવું કામ કરે છે કેમ ?”
મહેમાને શેઠાણીને પાંચ ફ્રાંક આપી, કેસેટને રમવા માટે કામમાંથી મુક્તિ અપાવી. કોસેટ હવે એક સીસાની નાની તરવારને ચીંથરાં વીંટી, તેની ઢીંગલી બનાવીને રમવા લાગી.
મહેમાન વાળુ કરવા બેઠો. બાનુની બે છોકરીઓ થોડી વારે પોતાની ઢીંગલી પડતી મૂકી, બિલાડીના બચ્ચાને પકડી, તેને કપડાંના રંગબેરંગી ટુકડા પરાણે વીંટવા લાગી. કેસેટે તેમણે પડતી મૂકેલી ઢીંગલી લઈને રમવા માંડ્યું. પાએક કલાક પછી અચાનક પેલી છૉકરીઓમાંથી એકનું ધ્યાન એ તરફ જતાં જ તેણે પોતાની માને કહી દીધું. મા એકદમ ગુસ્સે થઈને ઊછળી. પોતાની છોકરીઓની ઢીંગલીને હાથ લગાડવા બદલ કોસેટને તેણે એવી લાત લગાવી કે કોસેટ ચીસ પાડી ઊઠી.
પેલો આગંતુક બોલ્યા ચાલ્યા વિના બહાર ચાલ્યો ગયો અને થોડી વારમાં આખા ગામની ઈર્ષ્યાની વસ્તુ– દુકાનની પેલી ઢીંગલી–ખરીદી લાવ્યો. તેણે કેસેટ સામે તે ઢીંગલી મૂકી અને કહ્યું, “લે; આ ઢીંગલી રમ.”
કેસેટ તો આ જ બની ગઈ, અને ટેબલ નીચે પેસી ગઈ. બાનુ તથા તેની બે છોકરીઓ પણ સડક થઈ ગઈ. થેનારડિયર બધી પરિસ્થિતિ સમજી લઈ તરત પોતાની ધણિયાણી પાસે ગયો અને તેના કાનમાં બોલ્યો, “હવે જો તું
આ માણસ આગળ હલકી પડી, તો ખબરદાર! એ ઢીંગલીની કિંમત કંઈ નહીં તોય ૩૭ ક્રાંક હશે. એ માણસની મરજી બરાબર સાચવજે. એ દેખાય છે તેવો ગરીબ નથી.'