________________
ત
૧૦૧
આનંદ પણ થયો. હવે માત્ર પોતાને સુરંગમાં થઈને બચાવી લાવનાર માણસ મળે, તો પોતાના જીવનનાં બંને ઋણ પૂરાં થાય !
થેનારડિય૨ે બહુરૂપી પોશાકવાળાને ત્યાંથી કોઈ માજી એલચીનો પોશાક ભાડે આણીને પહેર્યો હતો. આંખ ઉપર કાળા રંગનાં ચશ્માં ચડાવ્યાં હતાં. છતાં તેને ઓળખી કાઢતાં મેરિયસને બહુ વાર ન લાગી. થેનારડિય૨ે મેરિયસને કદી નજરે જોયો ન હતો; તેની સાથેનો થોડોઘણો વ્યવહાર તેણે પત્રથી મોટી દીકરી દ્વારા જ ચલાવ્યો હતો. એટલે તે તો મેરિયસને ઓળખી શકે તેમ ન હતું.
તેણે મેરિયસને જોતાં જ ડિંગ મારી કે, ‘વાહ બેરન સાહેબ, આપ અને હું તો રાજકુંવરી બેગ્રેશન તથા ઉમરાવ વાઈકાઉંટ ડેમ્બ્રેને ત્યાં થોડાં વર્ષ પહેલાં મળ્યા હતા, એવું મને આપનો ચહેરો જોતાં જ શાથી લાગી આવે છે?’
મેરિયસે તદ્દન ઠંડકથી જવાબ આપ્યો, ‘એ બે ભાગ્યશાળીઓનાં નામ પણ જિંદગીમાં મેં સાંભળ્યાં નથી.'
તો પછી શેબ્રિયાંને ત્યાં તો આપણે જરૂર ભેગા થયા હોવા જોઈએ. કારણ કે, એ સાહેબને મારા વિના પ્યાલી ચડાવવામાં કદી મજા જ પડતી નથી,'
મેરિયસ હવે જરા કડક થઈને તોછડાઈથી બોલ્યો, ‘મને એ પ્યાલી-સાહેબ કે જામસાહેબની ઓળખાણ કરવાનો મહા-લાભ કદી મળ્યો નથી. પણ હવે તમારે શું કામ છે, તે ઝટ કહી નાખો.’
થેનારડિયર જરા છોભીલો પડયો પણ બીટતાથી સ્વસ્થતાપૂર્વક બોલ્યો, ‘જુઓ સાહેબ, અમેરિકામાં પનામા નજીક એક નાનું ગામ છે, તેમાં આઠસો માણસ રહે છે. પ્રદેશ જગલીઓથી ભરેલો છે, પણ ત્યાં સોનું ધણું મળે છે. મારે ત્યાં જવું છે. અમે ત્રણ જણ છીએ : હું મારી મહેારદાર