________________
૧૭૬
લે સિઝેરાગ્લ અને મારી દીકરી. મુસાફરી ઘણી લાંબી અને ખર્ચાળ છે, અને મારી પાસે પૈસા નથી.’
‘પણ તેમાં મારે શું?'
‘જુઓ સાહેબ, મારી પાસે એક ગુપ્ત વાત છે, જે હું આપને વેચવા માગું છું. તે વાત કહેવાની શરૂઆત કાંઈ કિંમત નક્કી કર્યા વિના જ હું કરું છું. પણ થોડી વાર બાદ આપ જાણી શકશો કે એ વાત આપને માટે ઘણી રસિક નીવડે તેવી છે.”
“ઠીક, શરૂ કરો.'
જુઓ સાહેબ, આપના ઘરમાં એક ડાકુ અને ખૂની જૂઠે નામે પેઠો છે. પણ તેનું ખરું નામ હું આપને મફત કહી દઉં છું.”
હા, કહો.” તેનું નામ જીન વાલજિન છે.' હું જાણું છું.” તે કોણ છે, તે પણ મફત કહી દઉં છું.” બોલો.' “એ સજા પામેલો ગુનેગાર છે.' ‘હું જાણું છું.’
થેનારડિયરની આંખમાંથી એક કાતિલ ઝેરભરી નજર મેરિયસ ઉપર છૂટી. પણ મેં ઉપર હસવું કાયમ રાખીને તે બોલ્યો, “પણ મેં કહ્યા પછી આપ અવશ્ય એ જાણો છો એમ કહેવાય. પરંતુ હવે હું જે વિશેષ કંઈ કહેવા માગું છું તે તો આપ જાણતા નથી જ. તે વસ્તુ શ્રીમતી બે રન સાહેબાને લગતી છે. અને તેની કિંમત હું માત્ર વીસ હજાર ફ્રાંક માગું છું.”
“એ ગુપ્ત વાત પણ હું જાણું છું.” - “સાહેબ, આપ દશ હજાર ફૂાંક આપવાનું કહો, અને હું તરત કહેવા માંડું.”