SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ લે સિરાઇલ છે. પેલા જુવાન કૉલેજિયનને મન તો ઘડીભરની ગમ્મત હતી; પણ ફેન્ટાઇનને મન તે સર્વસ્વ હતું. આ તેનો પ્રથમ પ્રેમ હતો, એટલું જ નહીં પણ એક જ પ્રેમ હતો. બાકીની ત્રણની બાબત જુદી હતી : તેઓ રીઢી થઈ ગયેલી હતી. ચારે જુવાનિયાઓ મિત્રો હતા, અને ચારે પ્રિયતમાઓ સખીઓ હતી. જુવાનિયાઓને ભણતર પૂરું કરી જ્યારે ઘેર જવાનું થયું, ત્યારે તેઓએ પોતાની પ્રિયતમાઓની વિદાય લેવાનો અનોખો રસ્તો વિચારી કાઢ્યો. તેઓની પ્રિયતમાઓ હરહંમેશ તેમની પાસેથી “કંઈક નવાઈનું માગ્યા કરતી હતી. તેઓ તે બધીને એ “નવાઈનું કંઈક' આપવાનું કહી, દૂરની એક હોટલમાં લઈ ગયા. સાંજ પડવા આવતાં, “અમે તમારે માટે ‘નવાઈનું કંઈક લઈ આવીએ છીએ” એમ કહી, તેમને હોટલમાં જ રાખી, પોતે બહાર તૈયાર રાખેલી ગાડીઓમાં બેસી રવાના થઈ ગયા! કલાક બાદ રાહ જોઈ રહેલી એ ચારે અપ્સરાઓને હોટલવાળાનો નોકર એક ચિઠ્ઠી આપી ગયો, જેમાં એ ચારેની હંમેશ માટે દર્દભરી વિદાય રમૂજી ભાષામાં લેવામાં આવી હતી! અલબત્ત, હોટલનું બિલ ચૂકવી દેવામાં આવ્યું હતું. પેલી અનુભવી ત્રણેને તો આ મશ્કરીથી રમૂજ પડી; પણ ફેન્ટાઇન જ્યારે એક કલાક બાદ પોતાની ઓરડીએ પાછી ફરી, ત્યારે તે જોરથી રડી પડી. પેલા કૉલેજિયનને તે પોતાનો પતિ જ માનતી હતી; તે એક બાળકીની મા પણ બની ચૂકી હતી. કામકાજ કરવાની તેની જૂની ટેવ છૂટી ગઈ હતી. હવે ક્યાંથી કામ મેળવવું એ પણ સવાલ હતો. તેને માંડ વાંચતાં આવડતું હતું, અને લખવામાં તો માત્ર પોતાની સહી કરતાં તે શીખી હતી. દશ મહિના આથડ્યા બાદ તેણે પોતાના વતન મ0 શહેર તરફ પાછા ફરવાનું નક્કી કર્યું. ત્યાં કોઈ
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy