________________
મા-દીકરી
૨૭
તેમના ખાતામાં સાડા છ લાખ ફ્રાંક જમા થયેલા હતા. પણ એટલા પૈસા બાજુએ બચત મૂકતા પહેલાં, તેમણે, દશ લાખ જેટલા ફ્ાંક જુદી જુદી રીતે શહેર તેમજ ગરીબો પાછળ ખર્ચી નાખ્યા હતા. મફત ઇસ્પિતાલ, છોકરાની અને છોકરીની જુદી એવી બે નિશાળો, તથા અનાથ અપંગ માટે એક સેવાશ્રમ – એટલું તો તે પોતા થકી જ ચલાવતા.
-
-
પાંચ વર્ષ બાદ, ઈ. સ. ૧૮૨૦માં રાજાએ તેમને નગરપતિ બનાવ્યા. તેમ છતાં મેડલીન બાપુ તો પહેલાં જેવા જ સાદા અને મળતાવડા રહ્યા. આમેય તે બહુ થોડા માણસો સાથે બોલતા; ખુલ્લાં ખેતરોમાં એકલા ફરવાનું તેમને વધુ ગમતું. હવે તે જુવાન ન હતા, તેમ છતાં તેમનામાં રાક્ષસી બળ છે, એમ મનાતું. બેસી પડેલા ઘોડાને ઊભો કરવો, કાદવમાં ખૂ`પી ગયેલા પૈડાને બહાર કાઢવું, અથવા વકરેલા સાંઢને શીંગડાં પકડી ઊભો રાખવો, એ તેમને મન રમતવાત હતી.
લોકો ચાલીસ ચાલીસ ગાઉથી તેમની સલાહ લેવા આવતા, કેટલાય ઝઘડા તેમની પાસે પતી જતા. તેમના પ્રત્યેનો આદરભાવ એવો ચેપી હતો કે, છ-સાત વરસમાં તો આખા પ્રદેશમાં ફેલાઈ ગયો.
પણ એક માણસ એવો હતો કે જે એ ચેપથી મુક્ત રહ્યો હતો. તે હતો પોલીસ ઈન્સ્પેકટર જાવ. તે માં, મેડલીન તરફ હંમેશાં શંકાની દષ્ટિથી જ જોતો. તેને એમ લાગ્યા જ કરતું કે, આ માણસને તેણે કયાંક જોયો છે, અને તેય બહુ સારા માણસ તરીકે નહીં. આ શહેરમાં તે ઈન્સ્પેકટર તરીકે નિમાઈને આવ્યો, ત્યારે મેડલીન બાપુ સમૃદ્ધ તથા જાણીતા બની ચૂકયા હતા. તે પહેલાં જાવની નોકરી દક્ષિણ તરફનાં વહાણો ઉપર હતી.