SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રીની ઈર્ષો ૧૧ હતા. કોર્પેાકે મેરિયસને જોઈને પૂછ્યું, “તું જનરલ લેમાર્કની સ્મશાનયાત્રામાં આવે છે ને ?' મેરિયસે ના પાડી. કોસેટને આજે રાત્રે ગમે તેમ કરીને પણ મળી લેવાનું હતું. અને ક્રાંતિની વાતોમાં તેના જેવાને હવે શો રસ? આજે રાત્રે જ પોતે આત્મહત્યા કરવાનો હતો! મેરિયસ યથાસમયે કોસેટના ઘર તરફ ગયો. બાંકડા પાસે કોઈ ન હતું! રાહ જોઈને પછી તે સીધો ઘર તરફ જ ચાલ્યો. ઘરમાં અંધારું હતું અને બારીઓ બંધ હતી! તેણે ગાંડપણમાં આવી જઈ એક બારી જોરથી ખખડાવી; અને છતાં કશો જવાબ ન મળ્યો, એટલે “કોસેટ”, “કેસેટ” કહીને ઉપરાઉપરી બૂમો પાડવા માંડી ! મેરિયસના પગ ત્યાં ને ત્યાં ભાગી ગયા. આખું ઘર ખાલી કરવામાં આવ્યું હતું. હવે? હવે મૃત્યુ સિવાય બીજું શું બાકી રહેતું હતું? તે જ ક્ષણે પાસેની વાડ પાછળથી અવાજ આવ્યો : “મેંશ્યોર મેરિયસ! ક્રાંતિ શરૂ થઈ છે, તમારા મિત્રો રુ-દ-લ ચાનરી આગળ મોરચામાં ઘેરાઈ ગયા છે. તેઓ તમારી રાહ જુએ છે.” જનરલ લેમાર્ક નેપોલિયનના પ્રસિદ્ધ સેનાપતિઓની સાથે રહીને લડેલો જૂનો જોગી હતો. લોકોમાં તે જાણીતો અને માનીતો હતો, તેનું મૃત્યુ લોકોને માટે એક મોટી ખોટરૂપ અને સરકારને માટે એક તકરૂપ હતું. લોકો પોતાની લાગણી શી રીતે દર્શાવવી તેના ઉશ્કેરાટમાં હતા; સરકાર એ ઉશ્કેરાટને હંમેશને માટે શી રીતે ધૂળ ભેગો કરી દેવો, તેની ચિંતામાં હતી. ધાર્યા મુજબ જ સરકારી ટુકડીઓ અને લોકોનાં ટોળાં વચ્ચે ઠેરઠેર અથડામણ શરૂ થઈ.
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy