________________
હૈ મિઝરાન્ટ
પેરીસમાં થોડો સમય થયાં રાજકીય ક્રાંતિ અને બળવાની હવા ચાલુ થઈ હતી. ગમે તે ઘડીએ જવાળામુખી ફાટી પડે, એવું વાતાવરણ હતું. હથિયાર, ગુપ્તમંડળ, હુકમ, આગેવાનો, એવી વાતો જ ચારે બાજુ સંભળાતી હતી. રાજસત્તાવાળા પણ એ કારણે સજાગ બની ઊઠયા હતા અને ક્રાંતિવાદી ગુપ્ત મંડળોને પકડી પાડવા ખૂણોખાંચરા તળે-ઉપર કરી રહ્યા હતા. એવી સખત તપાસ ચાલતી હોય, ત્યારે રાજકીય ગુનેગાર ઉપરાંત બીજા ચાલુ ગુનેગાર પણ ઝડપાઈ જવાનો પૂરો સંભવ.
૧૪.
પાસપોર્ટ શી રીતે મેળવર્ગો, કઈ રીતે અઠવાડિયામાં બધી તૈયારી પૂરી કરવી, એવા વિચારમાં તે મકાનના બગીચામાં ફરતો હતો; તેવામાં તેની નજરે ભીંત ઉપર ખીલાથી કોતરેલા નીચેના અક્ષરો પડયા : ‘નં. ૧૬, ૩-૬-લ' વેરીરી.’
જીન વાજિતને એ શબ્દોનો કશો અર્થ ન સમજાયો. અને કર્શો અર્થ ન સમજાયો, એટલે તેનો ભય અત્યંત વધી ગયો. આ મકાન તો તરત જ છોડી દઈ, પોતાના બીજા મકાનમાં ચાલ્યા જવાનો નિશ્ચય કરી જેવો તે પાછો ફરવા જાય છે, તેવી જ એક ચિઠ્ઠી નાના ઢેફા સાથે વીંટળાઈને તેના પગ પાસે પડી : ‘જોખમ; એકદમ ભાગો !’
૩
મેરિયસ પોતાના દાદાને ત્યાંથી છેવટની નિરાશા લઈને નીકળ્યો. તેનું માથું ભમી ગયું હતું અને તેને લગભગ તાવ ચડયો હતો. તે હવે પોતે કયાં ચાલતો હતો અને કેટલી ઠેકરો ખાતો હતો, તેની પણ તેને પરવા ન હતી. કારણ કે હવે તેણે જીવનનો અંત આણવાનું નક્કી કરી દીધું હતું. માત્ર આજે રાત્ર નવ વાગ્યે છેલ્લી વાર કોસેટની વિદાય લેવા જવાનું બાકી હતું. તે પોતાના મિત્રને ઘેર પહોંચ્યો, ત્યારે ત્યાં બધું
ક્રાંતિવાદી મંડળ ભેગું થયું હતું. તેઓ બહાર જવાની તૈયારીમાં