________________
સ્ત્રીની ઈર્ષો
૧૨૯ મેરિયસે જયારે જણાવ્યું કે, બંને પક્ષે પૈસાની જરા પણ સગવડ નથી, ત્યારે ડોસા છેડાઈ પડ્યા. આમ, ગમે તેવાં ગરીબગુરબાં સાથે પોતાનો પત્ર લગ્નસંબંધથી જોડાવા ઈચ્છે, તે વસ્તુ તેમને પોતાના કુળને લજાવનારી લાગી. તેમણે કહ્યું કે, એ જાતની છોકરીઓ સાથે લગ્ન કરવાની જરૂર નથી હોતી; તેમને તો પૈસાથી હાથમાં રાખ્યા કરવી એટલે બસ. અને એ માટે જોઈતા પૈસા તેને આપવા તેમણે તૈયારી બતાવી.
પણ મેરિયસ માટે એ વસ્તુ અસહ્ય હતી. તે બોલી ઊડ્યો, “પાંચ વર્ષ પહેલાં તમે મારા પિતાનું અપમાન કર્યું હતું; આજે તમે મારી પત્નીનું અપમાન કર્યું છે. મારે તમારી પાસેથી કંઈ જોઈતું નથી. બસ, સલામ!'
આટલું કહી તે તરત જ ઘરમાંથી બહાર નીકળી ગયો. ડેસા એ વસ્તુ માની જ શક્યા નહીં. તેમણે તેની પાછળ દોડી બૂમ પાડી, “મેરિયસ, મેરિયસ!'
પણ મેરિયસ ક્યારનો તેમના અવાજની મર્યાદાની બહાર નીકળી ગયો હતો. ડોસા લમણે હાથ પછાડતા એક ખુરશીમાં ફસડાઈ પડ્યા : “હવે એ પાછો નહીં આવે! તે ગાંડો થઈ જવા આવ્યો છે; મેં તેને આવું શા માટે કહ્યું?'
તે જ દિવસે જીન વાલજિન જુદી જ ચિંતાઓમાં પડ્યો હતો. તે અરસામાં આ જ વિભાગમાં તેને બે વખત થેનારડિયરનો ભેટો થઈ ગયો હતો. જોકે જીન વાલજિનના કંગાળ પહેરવેશને કારણે થનારડિયરે તેને જરા પણ ઓળખ્યો ન હતો; પરંતુ તે આટલામાં જ ફર્યા કરતો હોવાથી, તે કયારે ભેગો થઈ જાય અને પોતાને ઓળખી કાઢે, તેનું શું ઠેકાણું? એટલે જ જીન વાલજિને ફ્રાન્સ છોડી ઇંગ્લંડ ચાલ્યા જવાનો વિચાર કર્યો હતો. વળી, ફ્રાન્સમાં અને ખાસ કરીને ૧૦-૯