SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ લે સિક એ છૂટી છૂટી તાપણીઓ મળીને એક મોટો ભડકા થાય, તે માટે એક જગાએ સરકારી ટુકડીઓનો વ્યવસ્થિત સામનો કરવો જોઈએ. નહીં તો લોકોના છૂટાછવાયા પ્રયત્નો સરકારી આક્રમણ હેઠળ ઝટ દબાઈ જાય. તેથી કોરાક વગેરે મેરિયસના ક્રાંતિવાદી મિત્રોએ ૩-૬-લ ચાનબ્રેરી શેરીમાં મોરચાબંધી ઊભી કરીને સામનો ટકાવી રાખવાનો વિચાર કર્યાં. ૧૩૨ જે કાંઈ સામાન હાથ આવે તે શેરીમાં ખડકીને ત્યાં મોરચો ઊભો થવા માંડયો. થેનારડિયરનો રખડતો છોકરા નાનો ગેથ્રોચ નાનાં મોટાં બધાં કામોમાં ગાતો ગાતો ઉત્સાહથી ભાગ લેવા માંડયો. મોરચામાં પચાસ મરણિયાઓ જે હથિયાર હાથ આવે તે લઈને ભેગા થયા હતા. દરમ્યાન, મોરચામાં ધૂસેલો એક માણસ પોલીસ અધિકારી છે, એવી ગેોચને શંકા ગઈ. તેણે તરત મોરચાના નાયકને વાત કરી. તે માણસની ઝડતી લેતાં, ‘જાવ’ નામવાળો તેનો પાસ તથા ક્રાંતિકારી મંડળની તપાસ કરવાનો તેને મળેલો હુકમ મળી આવ્યા. જાવને બાંધી દેવામાં આવ્યો; અને મોરચો તૂટે તેની બે મિનિટ અગાઉ તેને ઠાર કરવાનો હુકમ નાયકે આપ્યો. મેરિયસ નિરાશ થઈ, હવે મૃત્યુ શોધતો મિત્રોના આ મોરચા પાસે આવી પહોંચ્યો, ત્યારે એક સરકારી ટુકડીએ દૂરથી ગોળીબાર શરૂ કરી દીધો હતો. મિત્રો એ ગોળીબારથી ઠાર થયેલાઓને મકાનમાં લઈ જતા હતા અને ગેન્રોચ એકલો જાવની બંદૂક લઈ મોરચાની ટોચે એક ખૂણે ચોકી રાખતો ઊભો હતો. પણ એટલામાં તેણે જોયું કે સરકારી ટુકડીનાં માણસો સંગીનો ખુલ્લાં કરી મોરચાના ઢગલા ઉપર ચડવા લાગ્યાં હતાં. ગેન્રોચે બૂમ પાડતાં જ બધા મિત્રો મોરચા ઉપર દોડી આવ્યા; પણ તેઓ મોડા પડ્યા. સરકારી ટુકડીનાં
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy