SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રીની ઈર્ષ્યા ૧૩૩ કેટલાક માણસો ઉપર આવી ગયાં હતાં. ક્રાંતિકારીઓમાંનો એક ઠાર થયો, કેફેરાક સામે એક બંદૂક તકાઈ રહી અને બીજી ગેબ્રોચ સામે. તે જ ઘડીએ બે અવાજ ઉપરાઉપરી થયા અને કોર્ફોરાક તથા બેવોચ સામે તકાયેલી બંદૂકો નીચે તૂટી પડી. એ બંને બાર મેરિયસે કર્યા હતા. પણ હવે તો છંછેડાયેલા સરકારી સૈનિકો મોજાંની પેઠે ઉપર ધસી આવ્યા. મોરચાબંધીની અંદર કૂદી પડતા પહેલાં તેઓ વિચાર કરવા લાગ્યા કે, અંદર કશી છૂપી જાળ ગોઠવેલી છે કે નહીં. મેરિયસ તેમની આ આનાકાની જોઈ ગયો. એક દારૂગોળાના મસાલાનું અધું વપરાયેલું પીપ સામે પડયું હતું. તે ખેંચી લાવવા મેરિયસ દોડયો. તરત એક બંદૂક તેના ઉપર તકાઈ. પણ તે ફૂટે તે પહેલાં એક હાથ બંદૂકના મોં ઉપર દબાયો. બંદૂક ફૂટી, પેલો હાથ તૂટી પડ્યો અને ગોળી હાથ ધરનારની છાતીમાં થઈને પસાર થઈ ગઈ. મેરિયસ બચી ગયો. દરમ્યાન સામે ગોઠવાઈ ગયેલા ક્રાંતિકારીઓને નાયકે હુકમ કર્યો: “ગોળી ચલાવો !' સરકારી ટુકડીના હવાલદારે પણ તેવો જ હુકમ આપ્યો. બંદૂકો ફૂટી અને ધુમાડે થોડે ઓછો થયો ત્યારે જણાવ્યું કે, બંને હરોળ આછી બની ગઈ હતી, અને બાકી રહેલાઓ તાલબદ્ધ રીતે બંદૂકો ફરી ભરી રહ્યા હતા. તે જ વખતે મોરચા ઉપરથી એક અવાજ આવ્યો : ભાગો બેટાઓ, નહીં તો આખો મોરચો ઉડાવી દઉં છું!' સામસામા ગોળીબારનો ધુમાડો ગોટાઈ રહ્યો હતો તે દરમ્યાન મેરિયસ પીપ લઈને મોરચા ઉપર શેરીના પથ્થરોના પાંજરા સુધી પહોંચી ગયો હતો અને ત્યાં ક્રાંતિકારીઓએ સળગતી રાખેલી મશાલ હાથમાં લઈ પીપ ઉપર ચાંપવા જતો હતો. મોરચા ઉપર ચડી આવેલા સરકારી ટુકડીના સૈનિકો
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy