SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ મૈં મિઝરાયલ દિગ્મૂઢ થઈ ગયા. એક જમાદાર બોલ્યો, ‘હા, પહેલી તું પણ ઊડી જશે તે?’ ‘હા, હું પણ !” મેરિયર્સે જવાબ આપ્યો. એ ગાંડા જેવા દેખાતા માણસની આ હિંમત જોઈને જ, થોડી વારમાં બધા સરકારી સૈનિકો મોરચાબંધી ઉપરથી ઊતરીને શેરીના છેડા સુધી નાઠા અને અંધારામાં અદૃશ્ય થઈ ગયા. ક્રાંતિકારીઓ જયનાદ કરતા મેરિયસને ઘેરી વળ્યા. કોફરાક તેને ગળે વળગ્યો, સરકારી સૈનિકો હવે ફરી હુમલો કરવાને બદલે મોરચાબંધીના ઢગલાને દૂરથી જ ઉડાવી મૂકવા માટે તોપ ઘસડી લાવવા દોડયા. દરમ્યાન ક્રાંતિકારીઓ મોરચાને સમારવા, મરેલા મિત્રોને ખેંચી લાવવા તથા પડેલા શત્રુઓનાં હથિયાર ઉતારી લાવવાની પેરવીમાં પડયા. મેરિયસ બીજી બાજુો નાનો મોરચો તપાસવા દોડયો. ત્યાંથી તે પાછો ફરતો હતો, તેવામાં અંધારામાંથી એક મંદ અવાજ આવ્યો, મૅોિર મેરિયસ !” મેરિયર્સ નીચે નમી જોયું તો એોનીન ત્યાં ઢગલો થઈ પડેલી હતી, તેનો હાથ ઊડી ગર્યો હતો, અને ગોળી પીઠ પાછળથી નીકળી ગઈ હતી. બંદૂક સામે આડી હાથ ધરી, એોનીને જીવને ભોગે, મેરિયસને બચાવ્યો હતો. મેરિયસ તેને સારવાર માટે અંદર લઈ જવા નીચો વળ્યો, પણ એપોનીને કહ્યું; ‘હવે બધું નકામું છે. તેના કરતાં તમે થોડી વાર મારી પાસે બેસો. તમે જાણો છો, હું તમને કેટલા બધા ચાહું છું? પણ, પણ, જવા દો એ વાત ! હવે તમે કોઈ બચવાના નથી. તમને હું જ અહીં ખેંચી લાવી હતી. શા માટે? સમજ્યા? તમે પેલીને બહુ વહાલ કરતા હતા; તે મારાથી નહોતું વેઠાતું. હવે હું, તમે બધા મરીશું — કોઈ અહીંથી જીવતું જશે નહીં. સરકારી લશ્કર ચારે બાજુથી
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy