________________
સ્ત્રીની ઈર્ષો આ આખી શેરી ઉડાવી દેવા તૈયારી કરી રહ્યું છે. છતાં, જયારે પેલી બંદૂક તમારા ઉપર તકાઈ, ત્યારે મેં હાથ વચ્ચે ધરી દીધો શાથી? સમજો છો? તમને હું એટલા બધા ચાહું છું. પણ હવે આખર ઘડીએ તમને નહીં છેતરું. મારા ખિસ્સામાં પેલીએ ટપાલમાં નાખવા આપેલો કાગળ છે. તે તમારા સરનામાનો છે. મારે તે તમને નહોતો આપવો, પણ હવે તમે તે કાઢી લો. આપણે મર્યા બાદ જલદી પાછાં ભેગાં થઈશું જ. તે વખતે તમે એ કાગળ ન આપવા બદલ મને પાછા વઢો ! ખરું ને? પણ તમે મને એક વસ્તુ આપવાનું વચન આપ્યું છે, તે હવે આપશો? જુઓ હવે હું આખર વેળામાં છું. મારા મર્યા બાદ પ્રેમ કરીને મારા કપાળે તમે ચુંબન કરજો. એ ચુંબન હું જરૂર પામીશ. બોલો, એમ કરશો ને?”
મેરિયસે તેના ખિસ્સામાંથી કાગળ કાઢો તેટલામાં તો એપોનીનના હાથ લાકડાની પેઠે મેરિયસના ઢીંચણ ઉપર પડ્યા. મેરિયસે, પોતા ઉપર અજાણતાં આટલો પ્રેમ રાખતી તે હતભાગી છોકરીના કપાળ ઉપર કરુણાથી ગદ્દગદ થઈને ચુંબન કર્યું.
કેસેટના કાગળમાં આટલી લીટીઓ હતી :
“પ્રિય સ્નેહી – મારા પિતા મને અબઘડી અહીંથી લઈ જાય છે. આજ સાંજે અમે નં. ૭૨-દ-લ” હોમ આર્મ એ સ્થળે અમારા બીજા મકાનમાં હોઈશું, અને અઠવાડિયામાં તો લંડન. – કેસેટ, જન ૪.”
. એપોનીને ઈર્ષ્યા અને પ્રેમ એ બે વૃત્તિઓથી પ્રેરાઈને આ બધું કર્યું હતું. પોતાના પિતા અને તેના સાગરીતોના હાથમાંથી તેણે મેરિયસને અને કેસેટને બચાવ્યાં હતાં; પણ કેસેટને મેરિયસથી છૂટી પાડવા જીન વાલજિનને આ ઘર છોડી ચાલ્યા જવા ભેદી ચેતવણી આપી હતી. કેસેટે ઘરમાંથી નીકળતાં નીકળતાં પોતાના નવા ઘરનું સરનામું જણાવતી