________________
જાવ
ચેંપમેથ્યુ છેક જ નામુક્કર જવા લાગ્યો એટલે તે બાબતની તપાસ શરૂ થઈ. બ્રેવેટ ઉપરાંત વહાણ ઉપર બીજા બે કેદી તેને ઓળખી શકે તેમ હતું. તે બેને વહાણ ઉપરથી લાવવામાં આવ્યા. તેમણે પણ પેલા ઢોંગી ચેંપમેથ્યુને જીન વાજિન તરીકે ઓળખી કાઢયો.
૪૩
“એ જ અરસામાં મારા કાગળ પેરીસ ગયો, એટલે ન્યાયાધીશે મને પણ તેને ઓળખવા બોલાવ્યો. હું પણ ત્યાં જઈ તેને જોઈ આવ્યો, તો તે ખરેખર જીન વાજિન જ હતો. હવે તેની સફરજનની ચોરી ગંભી૨ ગુનો બની જશે. તેનો કેસ હવે જૂરી સમક્ષ ઉપલી અદાલતમાં ચાલશે, અને તેને સજા પણ જીવનભર વહાણ ઉપર સખત કેદની થશે. વળી ગારુડીના છોકરાને લૂંટવાની બાબત પણ છે જ. આવતી કાલે જ તેનો ફેસલો છે.
“મારે આજે સાંજે જ તે મુકદ્દમામાં જુબાની આપવા અહીંથી ઊપડવાનું છે. પણ તે પહેલાં, આપની સામે આવો ગંભીર આક્ષેપ મૂકવા બદલ બરતરફીની સજા લેવા હું આવ્યો છું. શંકા લાવવી અને તપાસ કરવી એ મારા જેવાનું કામ જ કહેવાય; પણ કશા પુરાવા વિના ગુસ્સામાં આવી જઈ, વરબુદ્ધિથી આપ જેવા માનવંત નગરપતિ તથા મેજિસ્ટ્રેટ સાહેબ ઉપર સીધો આક્ષેપ કરવો, એ બહુ ગંભીર બાબત છે. મેં આપની મારફત સરકારનું જ અપમાન કર્યું” કહેવાય. તેથી નગરપતિ સાહેબ, હું માગણી કરું છું કે, ઇન્સ્પેકટર જાવને બરતરફ કરવામાં આવે.’
,,
‘ઠીક છે, એ બાબત આપણે પછી વિચારીશું,' કહી માઁ. મેડલીને પોતાનો હાથ જાવ તરફ ધર્યાં.
જાવ કડકાઈથી પાછો ખસી ગયો અને બોલ્યો,
નગરપતિસાહેબનો હાથ મારા જેવા એક હલકટ જાસૂસ માટે
C