________________
લે મિઝરામ્હ
વહાણો ઉપર દેખરેખ રાખનાર મદદનીશ હતો. તે વખતે જીત વાજિત નામના એક કેદીને મેં જોયો હતો. વહાણ ઉપરથી છૂટયા પછી એ જીન વાજિને એક બિશપને ત્યાં ચોરી કરી હતી અને પછી એક ગારુડીના છોકરાને રાજમાર્ગ ઉપર લૂંટયો હતો. આઠ વર્ષથી એ માણસ અલોપ થઈ ગયો હતો. કેટલાંક કારણોસર મારી ખાતરી થઈ કે, આપ જ એ કેદી છો; અને એ જાતનો આક્ષેપ મેં પેરીસના પોલીસ વડા સમક્ષ કર્યો.’
૪૨
‘તેમણે તમને શો જવાબ આપ્યો?” મેડલીને પૂછ્યું. ‘કે હું ગાંડા થયો છું; કારણ કે, સાચો જીન વાજિન જડયો હતો અને તે જ વખતે તેમની કેદમાં હતો.’
માં. મેડલીનના હાથમાં જે ચોપડી હતી, તે એકદમ પડી ગઈ. તે એક જ શબ્દ બોલા શકયા — ‘હેં !'
“હું આપને વિગતે બધી વાત કહું સાહેબ. એઈલી કલોયમાં એક ચેંપમેથ્યુ નામનો ડાસો હતો. તે બહુ કંગાળ હાલતમાં રહેતો હતો. આ મોસમમાં તે સફરજનની ચોરી કરતાં પકડાયો. એ તો એક સામાન્ય ફોજદારી અદાલતનો જ મામલો કહેવાય. પણ નસીબનો જોગ કે, કેદખાનાની ઓરડી સમરાવવાની હતી, તેથી મૅજિસ્ટ્રેટે તેને અસની જેલમાં ખસેડવાનો હુકમ કર્યો. આ જેલમાં બ્રેવેટ નામનો એક જૂન ગુનેગાર કઈ ગુનાસર પકડાઈને આવેલો હતો. તેને દરવાજા ઉપર કૂંચીનું કામ સોંપેલું હતું. તેણે ચેંપમેથ્યુને જોતાં જ ઓળખી કાઢયો અને કહ્યું કે, ‘વાહ, આ તો મારો જૂનો સોબતી જીન વાજિન ! કેમ અલ્યા, મારી સામે જો તો ખરા! ઓળખાણ પડે છે કે નહીં!'
......
પેલો ચોંપમેથ્યુ ઢોંગ કરી અજાણપણું બતાવવા ગયો;
૨૦ વર્ષ પહેલાં તું ને હતા તે ભૂલી ગયો?'
પણ બ્રેવેટે તરત કહ્યું કે, ‘અલ્યા હું ટુલાં બંદરે વહાણ પર સાથે