SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ લે મિઝરાઇલ ન હોઈ શકે. મારી જગાએ બીજો માણસ આવી પહોંચશે, ત્યાં સુધી અલબત્ત હું મારી ફરજ ઉપર ચાલુ રહીશ.” તે જ દિવસે પાછલે પહોરે મોં. મેડલીન રાબેતા મુજબ ફેન્ટાઇનની ખબર કાઢવા ગયા. પરંતુ ફેન્ટાઇનની પથારી પાસે સીધા જતા પહેલાં તેમણે સિસ્ટર સિપ્લાઈસને બહાર બોલાવી. સેવાશ્રમનો કારભાર તે બાઈના હાથમાં હતો. તે નમ્ર, તાપરાયણ, સંસ્કારી બાઈ હતી. આખા સંપ્રદાયમાં અખંડ સતવાદી તરીકે તેની ખ્યાતિ હતી. મેં. મેડલીને સિમગ્લાસને અવાજમાં એક પ્રકારના થડકા સાથે ફેન્ટાઇનની ખાસ સંભાળ રાખવા ભલામણ કરી. - ત્યાર પછી મેડલીન બાપુ સીધા પોતાની કચેરીમાં ગયા. ત્યાં તેમણે ફ્રાન્સના રસ્તાઓના નકશાને કાળજીથી તપાસીને કેટલીક નોંધ કરી. પછી એક દિવસમાં સાઠ માઈલ પહોંચાડે અને બીજે દિવસે તેટલા જ માઈલ પાછો લાવે તેવા એક ધોડાને તથા વજનમાં હલકી ડમણીને ભાડે ઠરાવ્યાં. ભાડું અગાઉથી ચૂકવી દીધું તથા બંનેની કિંમત પણ અનામત આપી રાખી. પછી બીજે દિવસે ડમણીને સવારે સાડા ચારે પોતાના મકાનના બારણા આગળ હાજર કરવાનું જણાવી, તે ઘેર પાછા ફર્યા. મેં. મેડલીનની ડમણી પાછલી રાતના અંધારામાં મ0 શહેરની બહાર નીકળી. ડમણીને તે પોતે જ હાંકતા હતા. રસ્તામાં સામેથી આવતી ટપાલ-ગાડીના જંગી પૈડા સાથે તેમની ડમણીનું પૈડું અથડાયું. બૂમાબૂમ થઈ ગઈ; પણ મોં. મેડલીનની ડમણી પવનવેગે આગળ ધએ જ ગઈ. રસ્તામાં એક જગાએ નવું ડમણિયું તથા બીજી જગાએ ઘોડો બદલ્યા પછી, તે જ્યારે અર્વાસ અદાલતને મુકામે પહોંચ્યા, ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. પરંતુ ચેપમેથ્યવાનું કામ હજુ હાથમાં લેવાતું હતું.
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy