________________
એકરાર જન વાલજિન વરઘોડા સાથે પાછો આવ્યા બાદ, હાથમાં વધુ દુ:ખાવો થયાનું દરવાનને જણાવી, બારોબાર પોતાને ઘેર ચાલ્યો ગયો. ઘેર જઈ તેણે દીવો સળગાવ્યો. આખું ઘર તેને ખાવા ધાવા લાગ્યું. કેસેટની બધી યાદગીરીઓ ત્યાં જેવી ને તેવી મોજૂદ હતી; પણ તે પોતે ન હતી.
તેણે કેસેટનો નાનપણનો કાળ પોશાક – જે પહેરાવીને તે થનારડિયારની વીશીમાંથી તેને લઈ આવ્યો હતો, તે કાર્યો. તે દિવસે જંગલમાં થઈને તેઓ પેરીસ આવ્યાં હતાં ત્યારે કેસેટ કેવી અસહાય હતી? આખા જગતમાં તેને જીન વાલજિનનો જ આશરે હતો. આજે હવે તેને પાંખો આવી હતી અને તે ઊડી ગઈ હતી.
પરંતુ જીન વાલજિનનું જીવન કેર્સટની આસપાસ અને તેને આધારે કેટલું બધું ગૂંથાયું હતું, તેનો પુરાવો તેને અત્યારે તેના વિના લાગતી શૂન્યતાથી મળી ગયો. હજુ પણ તે હક કરીને કેસેટ અને મેરિયસના ઘરમાં જઈને રહી શકે છે, તથા તેમને પોતાની આંખ આગળ પહેલાંની જેમ રાખી શકે છે. પણ હવે તે યોગ્ય કહેવાય ખરું? કેસેટ ઉપર તેને એવો શેં અધિકાર હતો કે જેથી પોતાનો બધો ભૂતકાળ હંમેશને માટે આ બે નિર્દોષ પ્રેમીઓની સાથે જડી રાખે, અને એ રીતે તેમના આનંદને અને તેમની પ્રતિષ્ઠાને કાયમનાં જોખમમાં રાખી મૂકે? - આખી રાત તે આવા વિચારોમાં અટવાતો રહ્યો. સવાર થઈ ગઈ, અને તે ચમકીને ઊઠયો. કંઈક નિશ્ચય ઉપર