________________
૧૬૫
દાદાને ત્યાં જન વાલજિન તરત વચ્ચે બોલી ઊઠયો, “ને તમારા
તો, હું મેરિયસે વાક્ય પૂરું કર્યું, “એ આખી રકમ એ માણસને શોધવામાં ખર્ચી નાખું, અને મારું અને કોસેટનું આખું જીવન જરૂર હોય તો તો તેની સેવામાં અર્પણ કરું.”
જીન વાલજિન ચૂપ રહ્યો.
૧૬મી ફેબ્રુઆરી, ૧૮૩૩ની રાતે મેરિયસ અને કેસેટનાં લગ્ન હતાં. ટુર્સે દાસીની હવે જીન વાલજિનને જરૂર ન હોવાથી તેને તેણે કોસેટને ત્યાં મોકલાવી દીધી. કેસેટ એથી ઘણી જ રાજી થઈ. જીન વાલજિન પણ લગ્ન પછી દાદા જીલેનોમંડને ઘેર જ આવીને રહેશે, એવી કબૂલાત કેસેટે ન વાલજિન પાસે લીધી જ હતી.
પરંતુ લગ્નના થોડા દિવસ અગાઉ અકસ્માત તેના જમણા હાથના અંગૂઠાને કાંઈ વાગ્યું, એટલો પાટો બાંધી હાથ ઝોળીમાં રાખવો પડ્યો. પરિણામે લગ્નને દિવસે કન્યા તરફથી તેના વડે કાંઈ સહી થઈ ન શકી. દાદા જીલેનોર્મડે જ કન્યાના વાલી તરીકે પણ સહી કરી.
લગ્ન બાદ વરકન્યાની ગાડીઓ ઘર તરફ પાછી વળતી હતી, તે વખતે શેરીમાં એક જગાએ ઊભેલાં બે જણ ગુસપુસ વાત કરતાં હતાં – “બેટા, આ વરઘોડામાં હાથ ઝોળીમાં નાખીને બેઠેલા માણસને જાણે હું ઓળખતો હોઉં એમ લાગે છે. અને તે જે ઘોડાગાડીમાં બેઠો છે, તે જોતાં મને લાગે છે કે, તે કન્યાનો બાપ હોવો જોઈએ. મારાથી વધુ વખત રસ્તા ઉપર રહેવાય તેમ નથી. તું આ વરઘોડાની પાછળ પાછળ જઈને તે કયાં જાય છે તે જોઈ લે, અને મને પછી મારી બખોલમાં આવીને કહી જજે. તારાથી બને તો પરણનારી કન્યાનું મે પણ જોઈ લેજે. મારી ગણતરી ખરી હોય, તો તું જરૂર એ કન્યાને ઓળખી શકીશ!'