________________
એકરાર
૧૧
'હા, અને મને બાપુજી પણ ન કહો અને માત્ર માઁ. જીન કહો એવી પણ મારી ઇચ્છા છે.'
"
એટલે તમારે નામ પણ બદલવું છે શું?'
‘કેમ, તમે પણ નામ બદલીને મૅડમ પોન્ટમર્સી બન્યાં, તો હું પણ માંશ્યોર જીન બનું, એમાં શું નવાઈ પામવા જેવું છે?' ‘ખરેખર, હું સુખી થઈ એથી જ તમે મારા ઉપર આમ ગુસ્સે થયા છો, ખરું ને ?’
જીન વાજિન ચોંકી ઊઠયો. તેનું માં ફીકું પડી ગયું. પરંતુ બીજે દિવસે જીન વાલજિન તે જ સમયે આવ્યો, ત્યારે કોસેટે કશો આગ્રહ ન કર્યો કે કશા સવાલ ન પૂછ્યા. મેરિયસ પાસેથી આગ્રહ કરીને કોસેટે કેટલીક વાતો જાણી લીધી હતી. મેરિયસે તેને કશું ખાસ કહ્યા વિના તેની ઉત્કંઠા શમાવી દીધી હતી. પ્રેમીજનોને એ રીતે સમજાવતાં અને માની જતાં આવડે છે.
મેરિયસ આ મુલાકાતો વખતે જાણી જોઈને ઘરમાં જ રહેતો નહીં. પણ ધીમે ધીમે એવું બનવા માંડયું કે, સહેજ વધુ વખત એ મુલાકાત લંબાય કે, ઉપરથી તેડું આવ્યું જ હોય. એક દિવસ એ ઓરડીમાં દેવતા સળગાવવામાં ન આવ્યો. જીત વાજિને એ વાત લક્ષમાં લીધી; પણ કોસેટ આગળ તો એમ જ કહ્યું કે, મેં જ ના પાડી હતી.
પછી બીજે દિવસે ખુરશીઓ જ મૂકવામાં નહોતી આવી. જીન વાલજિને તો કોસેટને એમ જ કહ્યું કે, મારાથી વધુ બેસાય તેમ નહોતું એટલે ઊભા ઊભા મળીને જવા ખાતર મેં જ ખુરસીઓ મૂકવા ના પાડી હતી. કોર્સટે તેને કહ્યું, ‘આજે મેરિયસે મને એક વિચિત્ર સવાલ પૂછ્યો હતો. તેમણે કહ્યું કે દર વર્ષે દાદાની આવકના જે ત્રણ હજાર ફ઼ાંક આવે છે, તેટલા વડે જ જીવવા તું તૈયાર થાય કે કેમ? મેં તેમને પૂછ્યું કે આવો સવાલ કેમ પૂછો છો ? ત્યારે તેમણે કહ્યું કે, મારે