________________
બિશપના મહેમાન
૧૫
તેણે તે વાસણ તેને રાજીખુશીથી આપ્યાં છે, ખરું ને? તો પણ તમે તેને અહીં પાછો લાવ્યા એ ખરેખર ભૂલ થઈ છે.’ ‘તો પછી, અમે તેને જવા દઈએ?' ‘અલબત્ત’, બિશપે જવાબ આપ્યો.
‘તો હું શું છૂટો છું?’ તે જાણે ઊંધમાં બોલતો હોય તેમ બોલ્યો.
"
‘મારા મિત્ર, આ વખતે જતા પહેલાં પેલી તમારી દીવાદાનીઓ લઈ જવાનું ભૂલી ન જતા.' બિશપે ઉમેર્યું. તે તરત અભરાઈ પાસે ગયા અને ત્યાંથી બંને દીવાદાનીઓ લાવીને તેમણે જીન વાલજિનને આપી. બંને સ્ત્રીઓ એક શબ્દ પણ બોલ્યા વિના કે જરા પણ હાલ્યા વિના જોઈ રહી.
જીન વાજિન આખે શરીરે ધ્રૂજતો હતો. સિષાઈઓ ચાલ્યા ગયા પછી બિશપે જીન વાલજિન પાસે જઈ ધીમેથી કહ્યું, ‘ભાઈ, તું પણ શાંતિથી હવે જા. આ બધાના પૈસાનો ઉપયોગ પ્રમાણિક માણસ બનવામાં કરજે. તું હવે પાપના પંજામાંથી મુક્ત થાય છે. તારા અંતરાત્માને મેં ખરીદી લીધો છે. તેને ઘોર વિચારો અને અધોગતિમાંથી ઉપાડીને હું ઈશ્વરના હાથમાં સોંપું છું.'