________________
૭૦
લે મિશાલ નીકળત. સામાન્ય રીતે સાંજ થયે તે એક-બે કલાક ફરવા નીકળતો; અને તે પણ નિર્જન શેરીઓમાં જ. કોસેટને જીન વાલજિન સાથે ફરવાનું બહુ ગમતું; એટલો વખત તે મહારાણી સાથેની પોતાની મનભાવતી રમત પણ પડતી મૂકવા તૈયાર થતી.
જીન વાલજને મકાનના મૂળ સરસામાનમાં કે પોતાનાં કપડાંમાં કશો ફેરફાર કર્યો ન હતો. તેથી રસ્તા ઉપર કોઇ કોઈ વેળા કેટલીક પરગજુ બાઈઓ તેને ભિખારી ધારી, એકાદ સૂ દાન કરતી. તે પણ નીચો નમી તેનો સ્વીકાર કરી લેતો. ઘણી વાર એમ બનતું કે, કોઈ ખરો ભિખારી તેની પાસે હાથ ધરતો, ત્યારે તે આજુબાજુ નજર કરી લઈ, જલદી જલદી તેના હાથમાં ચાંદીનો સિક્કો મૂકી ભાગી જતો. એ કારણે થોડા વખતમાં તે આ લત્તામાં “દાન કરતો ભિખારી' એ નામે જાણીતો થયો.
આમ શિયાળો પૂરો થવા આવ્યો.
પાસેના દેવળ નજીક એક ભિખારી રહેતો હતો. તે સામાન્ય રીતે એક અવડ કૂવાની ધારે ભીખ માગવા બેસતો. જીન વાલજિન તેના હાથમાં કશું મૂક્યા વિના કદી જતો નહિ; અને કોઈ કોઈ વાર તેની સાથે વાત પણ કરતો. ભિખારીની ઉમર ૭૫ વર્ષની હતી, અને તે આખો વખત માળા ફેરવ્યા કરતો.
એક રાતે જયારે જીન વાલજિન એકલો ફરવા નીકળ્યો હતો, ત્યારે તેણે પેલા ભિખારીને તેની રેજની જગાએ ફાનસ નીચે બેઠેલો જોયો. જીન વાલજને તેની પાસે જઈ, તેના હાથમાં રોજ પ્રમાણેની રકમ મૂકી. પણ એટલામાં પેલા ભિખારીએ એકદમ પોતાનું મેં ઊંચું કર્યું અને જીન વાલજન સામે તાકીને નજર કરી લીધી. વીજળીના ઝબકારાની પેઠે એ બની ગયું, પણ જીન વાલજિન ચાંકી ઊઠયો. કારણ કે તે પેલા ભિખારીનું મેં ન હતું, પણ જાણે જાવટનું મેં હતું!