________________
૧૦૨
લે મિઝરાયલ “તા. ક. મારી દીકરી આપનો હુકમ મળતા સુધી આપની તહેનાતમાં હાજર રહેશે.”
આ કાગળે મેરિયસના મનમાં રહીસહી શંકા પણે નાબૂદ કરી દીધી. તેનો પડોશી આ રીતે જ પોતાનો નિર્વાહ ચલાવતો હતો. તેની છોકરીઓ પણ જે રીતે પોલીસનું નામ દેતી દેતી ભાગી છૂટી હતી, તે ઉપરથી સમજાતું હતું કે, તેઓ પણ અંધારાના છાના ધંધા પોતા થકી ચલાવતી હતી. તે છોકરીઓની ઉંમર, કંગાલિયત અને ભ્રષ્ટતાનો વિચાર આવતાં મેરિયસને કમકમાં આવી ગયાં.
પેલી છોકરી આ દરમ્યાન આખા ઓરડામાં જરા પણ સંકોચ વિના ફરતી હતી તથા બધી ચીજો ઉપાડી ઉપાડીને જોતી હતી. અરીસો દેખી તે તરત તેમાં મોટું જોવા મંડી તથા નાટકનું ઇચ્છી ગાયન ગાવા લાગી. ચોપડીઓ દેખી એકાદ હાથમાં લઈ તે બોલી ઊઠી : “મને વાંચતાં આવડે છે; જુઓ વાંચું?' એમ કહી એક ચોપડીમાંથી એક વાક્ય તેણે વાંચ્યું. તેમાં વટલું શબ્દ આવતાં તે બોલી ઊઠી, “વટલ્ ! હું તેની વાત જાણું છું. મારા બાપુ ત્યાં લશ્કરમાં હતા.'
પછી ટેબલ ઉપર કલમ પડેલી દેખી તે બોલી, “મને લખતાં પણ આવડે છે જુઓ લખું?” એમ કહી, ટેબલ ઉપર પડેલી એક ચબરકી ઉપર તેણે લખ્યું – “પોલીસદાદા આવી પહોંચ્યા.”
પછી મેરિયસની પાસે જઈ તેને ખભે હાથ મૂકી તે બોલી, કહું છું, જુઓ અક્ષર કેવા છે? હું અને મારી બહેન નાનપણમાં ભણ્યાં હતાં. અમે પહેલેથી આવાં ન હતાં, અમે સારા ઘરનાં માણસ હતાં. તમે પણ મેં મેરિયસ બહુ સુંદર જુવાન છો. તમે મારી તરફ કદી નજર કરતા નથી; પણ હું તમને દાદર ઉપર ઘણી વાર ભેગી થાઉં છું. તમારા વાળ તમારા મોં ઉપર કેવા શોભે છે!”