________________
મા-દીકરી ચાર જેટલી સોનામહોરો ઇનામ આપવાનું મેં. મેડલીને જાહેર કર્યું.
અહીં કંઈ દયાભાવની ખોટ નથી –' એક અવાજ આવ્યો. બોલનાર જાવટ હતો. “ખોટ તો એટલા જોરની છે. પીઠ વડે આ ગાડું ઊંચકનાર માણસમાં રાક્ષસનું જોર જોઈએ. એવો એક માણસ જ મેં આજ સુધીમાં જોયો છે; પણ તે ટુલા બંદર ઉપર વહાણમાં કેદી હતો. તેને અમે જીવતો દુમકલાસ જ કહેતા.' આ બોલતાં બોલતાં જાવટે મેડલીન બાપુ સામે શકરાબાજ જેવી નજર કરી.
તે સાંભળી, મેડલીન બાપુનું મે ફીકું પડી ગયું. પણ એવામાં ડોસાએ કારમી ચીસ પાડી, “બાપરે, મરી ગયો.
એ ચીસ સાંભળતાં જ મેડલીને પોતાનું માથું ઊંચું કર્યું અને જાવર્ટની નજરની પરવા કર્યા વિના તરત તે ઘૂંટણિયે પડ્યા, અને લોકો બૂમ પણ પાડી શકે તે પહેલાં તો ગાડા નીચે સરકી ગયા. ગાડાના જંગી વજન નીચે લગભગ ચપ્પટ સૂઈને બે વખત પોતાની કૂણીને ઢીંચણ સુધી લાવવાનો તેમણે નિષ્ફળ પ્રયત્ન કર્યો. આજુબાજુ ઊભેલા ખેડૂતો અને ફેશલä ડોસો પોતે પણ બુમરાણ કરી ઊઠયો : “મેડલીન બાપુ, બહાર નીકળો, તમે પણ સાથે લોચો થઈ જશો.”
મેડલીને કશો જવાબ ન આપ્યો. લોકોનો શ્વાસ થંભી ગયો. પૈડાં વધુ નીચે કળી ગયાં. હવે તો મેડલીનથી પણ બહાર નીકળી શકાય તેમ ન હતું. એ જ ઘડીએ અચાનક આખું ગાડું હાલ્યું, અને ધીમે ધીમે ઊંચું થવા લાગ્યું. પૈડાં કાદવમાંથી અર્ધઅર્ધ બહાર આવ્યાં. એક ગૂંગળાતો અવાજ સંભળાયો, “જલદી કરો, ટેકો કરે!” • એ અવાજ મેડલીનનો હતો. તેમણે હવે આખરી પ્રયત્ન કર્યો હતો. એકી સાથે વીસ-વીસ હાથોએ ગાડું અધ્ધર પકડી રાખ્યું, ડોસો બચી ગયો. મેડલીન બહાર નીકળી ગયા.