SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ લે મિઝેરાન્ડ તેમનું માં ભૂરું થઈ ગયું હતું, અને તેમનું શરીર પરસેવાથી નીતરતું હતું. ડોસાએ ઘૂંટણિયે પડી તેમના પગને ચુંબન કર્યું. માત્ર જાવટે પોતાની શાંત તીણી દષ્ટિ હજુ મેડલીન ઉપરથી ખસેડી ન હતી. ફેશલ ડોસાને સારવાર માટે મેડલીન બાપુના સેવાશ્રમમાં પહોંચાડી દેવામાં આવ્યો. બીજી સવારે ડોસાને પથારીમાં પડખે પડેલી એક હજાર ક્રાંકની નોટ મળી. સાથે ચિઠ્ઠીમાં મૈ. મેડલીને એક લીટી લખી હતી : “મેં ખરીદી લીધેલા તમારા ગાડાની અને ઘોડાની કિંમત.' ગાડું ભાગી ગયું હતું અને ઘોડો મરી ગયો હતો. ફોશલોં સાજો થયો, પણ તેનો પગ નકામો જ રહ્યો. એટલે સેવાશ્રમની સેવિકા સાધ્વીઓ અને પાદરીઓની ભલામણથી મેડલીન બાપુએ તેને પેરીસના સેંટ એન્ટાઈન વિભાગમાં આવેલા સાધ્વીઓના મઠમાં માળીની નોકરી મેળવી આપી. લગભગ આ અરસામાં ફેન્ટાઇન પોતાને વતન મ0 શહેરમાં પાછી આવી હતી. મેં. મેડલીનના કારખાનાનું બારણું તેને મિત્રતાભર્યો આવકાર આપવા તૈયાર હતું, અને તે સ્ત્રીઓના વિભાગમાં કામે જોડાઈ ગઈ. પોતે પરણેલી છે કે પોતાને સંતાન છે એ બાબતનો જરા પણ ઉલ્લેખ તે ભૂલેચૂકેય કરતી નહોતી. શરૂઆતમાં તો તે થનારડિયરને નિયમિત પૈસા મોકલતી. તેને સહી કરતાં જ આવડતું, એટલે તેને ધાંધાદારી લહિયા પાસે કાગળો લખાવવા પડતા. પણ એમાંથી જ કારખાનામાં અને આસપાસનાં માણસોમાં તેના ચારિત્ર્ય અંગે વાતો શરૂ થઈ. તે એક જ સરનામે મહિનામાં બે વાર કાગળ લખાવતી અને પૈસા ભરતી. એટલે લહિયા પાસેથી સરનામું લઈ, એક જણ પોતાને ખર્ચે મેટ૦ જઈ આવીને તેના બાળકને નજરે જોઈ પણ આવ્યું.
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy