SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ નવા ચહેરા, નવી પિછાન એટલું જ પૂછતી : ‘ કેમ પધરામણી થઈ છે બેટમજી ?’ અને બાપ પૂછતો : ‘કયાંથી આવ્યો, અલ્યા?' જ્યારે છોકરા પાછો જવા નીકળતો, ત્યારે બાપ વિદાય આપતો : ‘કયાં સવારી ઊપડી ?' ક આ લોકોની ઓરડી માળિયા ઉપર છેક છેડે આવેલી હતી. તેની આ બાજુની ઓરડીમાં માં. મેરિયસ પોન્ટમર્સી નામે એક અતિ કંગાળ જુવાનિયો ભાડે રહેતો હતો. મેરિયસનાં મા અને બાપ તો ગુજરી ગયાં હતાં, પણ તેની માના બાપ દાદા જીલેનોર્માંડ જીવતા હતા. મેરિયસને તે પોતાને ત્યાં રાખતા આવ્યા હતા અને રાખવા ઇચ્છતા હતા; પણ મેરિયસ પોતે તેમનો ત્યાગ કરી, આ કંગાળ હાલતમાં રહેવા આવ્યો હતો. વાત એમ હતી કે દાદા જીલેનોર્માંડ હડહડતા રાજભક્ત હતા. પણ ફ્રાંસમાં થોડા વખત પહેલાં ક્રાંતિનાં પગરણ થયાં હતાં અને રાજા તથા રાજભક્તોની માઠી વલે થઈ હતી. હમણાં વળી ક્રાંતિનાં વળતાં પાણી થયાં હતાં અને રાજા તથા રાજભક્તો જોરમાં આવ્યા હતા. માં. જીલેનોર્માંડને લોકશાહી ક્રાંતિ અને નેપોલિયનના પક્ષના લોકો તરફ ભારે નફરત હતી. પણ તેમની બે દીકરીઓમાંથી નાની અને વહાલી દીકરી, ક્રાંતિના જમાનામાં, નેપોલિયનના લશ્કરના પરાક્રમી સૈનિક કર્નલ પોન્ટમર્સીને પરણી હતી. વૅાટલૂના મહાયુદ્ધ વખતે રણમેદાન ઉપર નેપોલિયને પોન્ટમર્સીની બહાદુરીથી ખુશ થઈ, તેને કર્નલનો હોદ્દો અને બૈરનનું પદ એનાયત કર્યાં હતાં. પણ એ બધું બક્ષનારા નેપીલિયનનો તે જ રણમેદાનમાં અસ્ત થયો. કર્નલ પોન્ટમર્સીની આખી ટુકડી ઓહેઇનના નાળા ઉપર કતલ થઈ ગઈ, અને તે પોતે બેહોશ થઈ મડદાંના ઢગલા નીચે દટાઈ ગયો. મોડી રાતે રણભૂમિ ઉપર મડદાંનો માલસામાન ચોરવા આવેલા થેનારડિય૨ે તેના બહાર દેખાતા
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy